1 2 3 4

સમગ્ર ભારત આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં હતી. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી તેમજ ઈબાદત, રિયાઝત અને સદકા-ખૈરાત કરી અલ્લાહને રાજી કરવાની કોશિશ કરે છે. અને તેના બદલામાં અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ઈદ ઉલ ફિત્ર તરીકે ખુશીનો દિવસ સમગ્ર માનવજાત ને અર્પણ કરે છે. જે અંતર્ગત આજે ટંકારીઆમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
વહેલી સવારે બિરાદરો ઈદગાહમાં ઈદની વિશિષ્ટ નમાજ માટે એકઠા થયા હતા. નમાજ બાદ ખતીબો ઇમામ મૌલાના અબ્દુલરઝાક સાહેબે ઈદનો ખુત્બો પઢ્યા બાદ સમગ્ર માનવજાત માટે શાંતિ,અમન, એખલાસ, ભાઈચારાની દુઆઓ ગુજારી હતી. તેમણે ભારતના તમામ લોકો માટે ભલી દુઆઓ કરતા જણાવ્યું હતું કે, આપણા પ્યારા દેશને અલ્લાહ હંમેશા ઉન્નતિના શિખરો સર પર લઇ જાય તથા દેશમાં હંમેશા ખુશહાલી, અમનો-શાંતિ રહે તેવી દુઆઓ ગુજારી હતી. બાદમાં તમામ બિરાદરોએ એક-બીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. પાલેજ પોલીસ મથક દ્વારા ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

HAJI YAKUB ISMAIL RANDHVAWALA passed away by heart attack……… Inna Lillahe Wainna Ilayhe rajeun. Namaj e janaja will held at hashamshah [RA] graveyard after Zuhar prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

પરંપરાગત જશ્ન એ શબીના નો પ્રોગ્રામ જામા મસ્જિદમાં ચાલુ છે. આજે ૨૯ રમઝાન, આજે ખત્મે કુરાન શરીફ શબીના તરાવીહમાં થશે. ગામ ઉપરાંત બહાર ગામોમાંથી મોટી સંખ્યામાં શબીના તરાવીહ પઢવા માટે લોકો આવ્યા છે. બહાર ગામથી પધારેલા મહેમાનો માટે સહેરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રમઝાનમાં શહેરી કરવા માટે ગૃહિણીઓને ઉઠાડવા માટેની પરંપરા અનુસાર સમગ્ર ગામમાં તબક્કાવાર રાત્રીના સમયમાં શેરીએ-શેરીએ – ફળિયે-ફળિયે ફરી ઉઠાડવાનું કામ કરતા ભાઈઓની લાક્ષણિક ઝલક પ્રસ્તુત છે.

આજે ૨૭ રમઝાન યાને શબે કદ્દર. કસ્બા ટંકારીઆની દરેક મસ્જિદોમાં આજે તરાવીહમાં કુરાન શરીફ પઢવું મુકમ્મલ થયું. ત્યાર બાદ દરેક મસ્જિદોમાં દુઆઓ થઇ હતી અને “અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા” [ખુતબા એ અલવિદા] પઢવામાં આવ્યું હતું. જે સંદર્ભે તમામ મસ્જિદોને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં પણ આવી હતી.

1 2 3 4