ચોમાસાના વિદાય અને હેમંત ઋતુ ની શરૂઆત થઇ ચુકી છે. આ ઋતુ આરોગ્યપ્રદ છે. આમ શરીરનું બળ વધે છે અને શરીર તંદુરસ્ત અને મજબૂત થાય છે. નવલોહિયા અને તંદુરસ્ત યુવાનો માટે આ ઋતુ એટલે કસરત કરી શરીરને હૃષ્ટપૃષ્ટ રાખવાની છે. અને ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે તો વાતજ શી પૂછવાની? આપણા ગામમાં સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ અને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિન્ટર ક્રિકેટ નું આયોજન પણ કરવામાં આવે છે જે અંતર્ગત સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા મુસ્તુફાબાદ ક્રિકેટ મેદાન [ખરી] પર આજથી ક્રિકેટ ફેસ્ટિવલનો પ્રારંભ થઇ ગયો છે. આજે ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજની પ્રારંભિક મેચ વાંતરસ-કોઠી એન્ડ કહાં વચ્ચે રમાશે. આ સમારંભમાં મુબારકભાઈ ડેરોલવાલા, અબ્દુલ્લાહમાંમાં ટેલર, માજી સરપંચ ઝાકીર ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, વાગરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઇમરાન ભટ્ટી, સઇદ બાપુજી, આરીફ બાપુજી તથા કહાનના દાઉદ હવેલીવાલા, રતિલાલ પરમાર તથા ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.