મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમજાન માસ ચાલી રહ્યો  હોય ત્યારે ટંકારીઆ અને પંથકમાં મસ્જિદો માં વિવિધ રંગબેરંગી લાઈટ ડેકોરેશન થી શણગારવામાં આવી છે. રોજા નમાજ તથા તરાવીહ ની વિશેષ નમાજ નમાજ અદા કરતી વેળાએ મસ્જિદોમાં ભારે ભીડ એકત્ર થાય છે. બંદગીમયવાતાવરણમાં ઢળતી સાંજે રોઝા છોડવાના સમય દરમ્યાન વિવિધ જગ્યાઓએ સામુહિક રોઝા ઇફ્તારીના પ્રોગ્રામ પણ યોજાય છે. અવનવી વાનગીઓ પીરસી રોઝદાર ને રોજા ઈફ્તાર કરાવવામાં  આવે છે.

આ પવિત્ર માસના ૩૦ દિવસોમાં પ્રથમ દસ દિવસ રહેમતના તથા ત્યારબાદ ના દશ દિવસ મગફેરતના એટલેકે પોતાની કરેલી ભૂલોની માફી માંગવાના તથા આખરી દશ દિવસો જહન્નમ થી મુક્તિ માટેના છે. કોઈ આ દિવસોની બરકતોથી મહેરુમ ના રહી જાય તે માટે સમગ્ર રમઝાન માસના રોઝા નાબાલિગ તથા સખત બીમાર સિવાય દરેક માટે ફર્ઝ્ છે. પુરા માસ દરમ્યાન રોઝા, નમાજ તથા વિશિષ્ટ નમાજ તરાવીહ સાથે ઝકાત, સદકા તથા ખૈરાત આપવાનું ખુબજ મહત્વ છે. આમ રમઝાન માસ અલ્લાહ ની બંદગી અને ઈબાદત કરવાનો હોય છે જેને મુસ્લિમ બિરાદરો હૃદયપૂર્વક રોઝા રાખી માનવતા હોય છે.

વિત્ર રમઝાન માસ માં સામુહિક ઇફ્તારીનો લુત્ફ ઉઠાવતા મુસ્લિમ બિરાદરો નીચેની તસ્વીરોમાં નજરે પડે છે.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર બીજું એક સ્ટેડિયમ આકાર લઇ રહ્યું છે. આ સ્ટેડિયમ આશરે સાડાચાર લાખ ના ખર્ચે બંધાઈ રહ્યું છે. આ સ્ટેડિયમ શેડ ના બાંધકામ માટે ટંકારીઆ ગામના સાઉથ આફ્રિકા ખાતે રહેતા દાનવીર હાજી આદમભાઇ લાલી સાહેબે તમામ ખર્ચ ઉઠાવી બનાવી ગામને અર્પણ કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારીઆ ના સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર દર વર્ષે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટો માં ભરૂચ તથા ગુજરાત ના નામાંકિત ખેલાડીઓ ટુર્નામેન્ટ રમવા આવે છે જેને લીધે ક્રિકેટ રસિયાઓ ની સંખ્યામાં પણ વધારો થતો હોવાથી પ્રેક્ષકોની સુવિધાઓને ધ્યાનમાં રાખી નવું સ્ટેડિયમ બનાવાઈ રહ્યું છે. હાલ આ સ્ટેડિયમ નું બાંધકામનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.

Today we like to share with you a great news that an additional shed is under construction at Mota Padar Cricket Ground. The entire cost of building this shed (approximately half a million  INR ~ 4.5 lakhs INR) has been  donated by Janaab Haji Adambhai Lali. On behalf of Tankarvis across the globe, we like to thank Haji Adambhai Lali for his generosity. Sports has always been an integral part of Tankaria’ s social life and your donation ensures that Tankarvis and Cricket fans of across Bharuch district continues to enjoy the best sporting facility in the State.  

Today India played S Africa in Champions Trophy at Kennington Oval, London. India needed A MUST win to advance to the next stage of the tournament. Indian cricket team did and played their hearts out. Not only players, Indian fans made sure that they were there to support Team India in a big numbers. One of our Tankarvi brother Iqbal Bhai Dhoriwala shared some of his pictures from Oval cricket ground.

ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ની તેજસ્વી વિદ્યાર્થીની ખાંધિયા મિસ્બાહ મોહમદહનીફ કે જેને ચાલુ વર્ષે એસ એસ સી ની પરીક્ષામાં૯૭.૩૨ પરસેન્ટાઇલ રેન્ક સાથે સ્કૂલ માં ટોપ ૧૦ માં ૯ માં નંબરે પાસ થઇ હતી. રાંદેર પી એમ ઈ ટી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ટેલેન્ટ ખોજ માટે ગિફ્ટેડ૩૦ નામની કોમ્પિટશન યોજે છે અને તેમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ ને આગળ વધુ અભ્યાસ માટે સંસ્થા સમગ્ર ખર્ચ ઉઠાવી આગળ નો અભ્યાસ કરાવડાવે છે. ચાલુ વર્ષે ગિફ્ટેડ૩૦ કોમ્પિટશન માં સમગ્ર ગુજરાત માંથી ૧૪૦૦ મુસ્લિમ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને તેમાંથી ફક્ત ૬૦ વિદ્યાર્થીઓ પાસ થઇ સિલેક્ટ થયા હતા. આ સિલેક્ટેડ વિદ્યાર્થીઓ માં આપણા ગામની ખાંધિયા મિસ્બાહ મોહમદહનીફ સિલેક્ટ થઇ હતી. જે આપણા ગામ માટે એક ગૌરવની વાત છે.

Mustaq Ibrahim Master Kaduji, brother of Usman Kaduji, of Tankaria passed away in an unfortunate accident near Videocon factory, Bharuch.  He was riding to work in early morning hours when struck by bus. He was in fasting state when incident occurred. May Allah SWT grant him a place in Jannat Ul Firdaush and give sabr e Jameel to his family.  Our throughta and prayers are with his family during this very difficult time.