1 … 67 68 69 70 71 … 429

આજરોજ ટંકારીઆ કસ્બામાં ઇમામો ઈશ્કો મહોબ્બત આલા હઝરત અહમદ રઝા બરેલવી [રહ.] ના વાર્ષિક ઉર્સના મૌકા પર પાદર સ્થિત મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ના પટાંગણમાં અસર ની નમાજ બાદ યાસીન શરીફ અને ફાતેહાખાની શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા રાખવામાં આવી હતી. બાદમાં ન્યાજ પણ તકસીમ કરવામાં આવી હતી.

Discussion

  • Nazir Patel on Saturday 31 August 2024

    ماشاءالله. الحمدلله

આખા ગુજરાતને .ચોમાસાના વરસાદે પાણી પાણી કરી દીધું છે, સતત વરસી રહેલા વરસાદને પગલે નદી – નાળાઓ છલકાઈ ગયા છે અને પાણી નો પ્રવાહ અવિરત રીતે વહી રહ્યો છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ સતત ચાલુ છે.
ટંકારિયામાં પણ ચારોકૉર પાણી પાણી થઇ ગયું છે. પાદરમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાના અહેવાલ સાંપડ્યા છે. જ્યાં નજર દોડાવો ત્યાં પાણી જ નજરે પડે છે.

Discussion

No comments yet.

આપણા ગામના મુરબ્બી જનાબ બદરુદ્દીન હાજી દાઉદ ભૂતા ઉર્ફે બદર મામાં કે જેઓને લાંબી માંદગીમાંથી અલ્લાહના ફઝલો કરમથી શિફા મળી છે. તેમની માંદગીના સમયમાં આપેલ સાથ-સહકાર અને દુઆઓ કરવા બદલ તેમના રિશ્તેદારો, કુટુંબીજનો, દોસ્ત, એહબાબ, શુભ ચિંતકોનો આભાર વ્યકત કરતો સંદેશ અમો ટંકારીઆ વેબ સાઈટના એડ્મીનીસ્ટ્રેટરને તેઓએ મોકલ્યો છે. જે આપ સમક્ષ આ સંદેશ મૂકી તમામનો આભાર વ્યક્ત કરીએ છે.

સંદેશ

યુ.કે. અને ઇન્ડિયા ખાતે ના મારા અઝીઝ ભાઈઓ, અલ્લાહ રબ્બુલ ઇજ્જત ના ફઝલો કરમ થી અને આપ સહુ ની ભલી દુઆઓ ની બરકત થી લાંબી યાતનાભરી બિમારી થી અલ્લાહે શીફા બક્ષી, શાફીયલ અમરાઝ રબ ત્આલા નો અગણિત અહેસાન અને લાખો શુકર.. મારા કપરા સમયમાં મને દરેક રીતે સાથ આપનાર મારા ફેમિલી મેમ્બર્સ, મારા તમામ દોસ્ત, મારા તમામ શુભેચ્છકો, મારી સેહતયાબી માટે દુઆ ગુઝારનાર તમામનો હું શુક્રગુઝાર છું, અલ્લાહ આપને એનો જઝા એ ખૈર અતા ફરમાવે..
હાલ બે દિવસ પહેલા જ લૅસ્ટર ખાતે ભાઇ અનવર ગોચા ના આમંત્રણ અને યાકુબભાઇ વરૂ, સલીમ વરૂ, અબ્દુલ્લાહ છેલીયા, ઈલ્યાસ નગીઆ અને ‌અઝીઝ કાજીબુ વિગેરે હમદર્દો ના ખુબ જ આગ્રહ ને લ‌ઇ દાવત માં જવાનું થયું, લગભગ દોઢ વર્ષ જેટલા લાંબા આરામ પછી સામાજિક પ્રસંગ માં હાજર રહેવા થી ખુબ ખુશી થઇ, લૅસ્ટર ના તમામ દોસ્તો એ ખુબ જ દિલ થી આવકારી‌ ખુબ આગતા સ્વાગતા કરી, પરત ફરતા સુધી તમામ ખડેપગે રહ્યા, આપ તમામ ની ભાવભરી મહેમાન નવાઝી બદલ દિલ થી આભાર અને ભાઇ અનવર ને ખુબ ખુબ મુબારકબાદ..

બદરુદ્દીન હાજી દાઉદ ભૂતા 

Discussion

  • Nazir Patel on Saturday 24 August 2024

    Masallah. Mabrook. Aamin

  • Lukman Patel on Saturday 24 August 2024

    Badarmama ne allahpak mukammal sifa ape. Ameen.

  • મુબારક આદમ ઘોડીવાલા on Saturday 24 August 2024

    અલ્હમદુલીલ્લાહ....
    અલ્લાહ હંમેશા તમને તંદુરસ્ત રાખે, ખુશ રાખે અને જેટલા પણ બીમાર લોકો છે એ તમામને પણ મુકમ્મલ શિફા આપે એવી દિલી દુઆ ...આમીન

  • માસ્તર ગુલામ ઉમરજી ઈપલી. on Sunday 25 August 2024

    અલ્લાહપાક પાક પરવરદિગારે આલમના કરોડો શુક્ર ગુજાર છે. બદર ભૂતાવાલાને લાંબા સમયની અસાધ્ય બિમારીમાંથી શીફા આપીને તંદુરસ્ત જીવનની નેઅમતોથી માલામાલ કરીને UK. સ્થિત ટંકારીયાના મિત્રો સાથે મળવાનો મોકો મળ્યો. અને આ સાથે UK. રહેતા મિત્રોની આ ઉદાર ભાવનાને દિલથી બિરદાવીએ. ❤️❤️❤️

ચોમાસુ પરિપક્વ અવસ્થામાંથી પસાર થઇ રહ્યું છે. અને મઘા નક્ષત્ર ચાલુ છે. પૂર્વજોની કહેણી છે કે, મઘા માં વરસાદ ધોધમાર પડે. આજે વહેલી સવારે આકાશમાં વાદળો કાળા ડિબાંગ છવાઈ ગયા હતા અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ ખાબકી પડ્યો હતો જે સતત પોણો કલાક વરસ્યો હતો. થોડીવારમાં તો ધરા પાણી પાણી થઇ ગઈ હતી. ખેડૂતો પલાંઠી વાળી આકાશ તરફ નજરો જમાવી બેઠેલા નજરે પડ્યા હતા. જોકે ખેડૂતોનું કહેવું છે કે, આ વરસાદથી જે પાક ખેતરોમાં ઉગી ગયો છે તેના માટે આ વરસાદ ઘી સમાન છે. પરંતુ જેમને હજી વાવણી નથી કરી તેઓ માટે વાવણી કરવા માટે થોડો સમય પાછો ઠેલાશે.વળી ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, મઘાના પાણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. આ વખતે અત્યાર સુધી કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા જે આજ સુધી ચાલુ છે. અલ્લાહપાક રહમતનો વરસાદ નાઝીલ કરી ખેત ખલીયાનોને સમૃદ્ધ કરે.

Discussion

No comments yet.

ટંકારીઆ કસ્બો કે જે ભરૂચ તાલુકાનો મોટામાં મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ટંકારીઆ ગામ એકતા અને અખંડિતતા માટે જાણીતું છે. સંપ અને સહકાર તેમને ગળથુથી માંથી જ મળેલ છે. આ ગામમાં કેટલાક નવયુવાનો કે જેઓ ગામનું કોઈ પણ કામ હોય આગળ પડતો ભાગ ભજવતા હોય છે અને ગામમાં કોઈ પણ ખૂણામાં મય્યત થયું હોય એટલે તુરંત તેઓ કબરના ખોડાઈ કામ માટે એ પછી સખત ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે વરસાદ ની મોસમ હોય, સર્વપ્રથમ હાજર થઇ કબર ખોદવાનું કામ પરિપૂર્ણ કરવા સુધી થી લઈને મય્યતની દફનવિધિ સંપન્ન થતા સુધી હાજર રહી એક મોટી સેવાનું તથા નેકીનું કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે. સલામ છે આ નવયુવાનોને જેઓની તારીફ

આવા લખાણો થી થઇ શકે તેમ નથી એટલે કે ઓછી પડે છે. મય્યત ના ઘર વાળાઓની આ એક મોટા માં મોટી જવાબદારી હોય છે જે જવાબદારી આ નવયુવાનો નિસ્વાર્થ રીતે અને હસતા હસતા નિભાવે છે. અલ્લાહ તબારક વ તઆલા તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ના સદકા વ તુફેલ આ નવયુવાનોને તેનો બદલો બંને જહાંનોમાં અર્પણ કરે અને એમની તમામ જાઈજ તમન્નાઓને અલ્લાહ પુરી ફરમાવી તેમને તંદુરસ્તી અને સહેતમંદિ અતા કરે અને આ નેક કામને આગળ ધપાવતા રહે. વાચકોને ખાસ વિનંતી છે કે તેઓ આ નવયુવાનો માટે બંને જહાં ની ભલાઈઓ માટે હરહંમેશ દુઆ ગુજારતા રહેશો.

નોંધ: આ નવયુવાનોએ નામો જાહેર નહિ કરવાની શરતે પરવાનગી આપી હોય નામો જાહેર કર્યા નથી.

Discussion

  • Mubarak Adam Ghodiwala on Sunday 18 August 2024

    નવયુવાનોનું આ ગૃપ ખુબ જ ઉમદા કામ કરે છે.સૌથી મોટી અને નોંધનીય બાબત એ છે કે આ કામ તેઓ ફક્ત અને ફક્ત અલ્લાહની રઝા માટે કરે છે.નામનાની આંધળી દોડવાળા આ યુગમાં તેઓ કામ અને કામમાં જ માને છે.
    અલ્લાહ તેઓની નિસ્વાર્થ સેવાને કબૂલ કરે,દરેકને તેઓના જેવી જ ગામસેવાની નેક હિદાયત આપે...તેઓને ખુબ j બેહતર બદલો આપે.આમીન

અસ્સલામુઅલયકુમ,
સલામ બાદ જણાવવાનું કે આપણાં ગામના ખુબ જ ઉત્સાહી,ખંતીલા અને ગામના દરેક જાહેર કામમાં આગળ રહી નિસ્વાર્થભાવે સેવા કરનાર ટંકારીઆ નવયુવાન કમિટીએ આ વર્ષે ઇદે મિલાદના પવિત્ર અવસરે ન્યાજનું આયોજન કરેલ છે.
આ નેક કામમાં સાથ અને સહકાર આપી તેઓની હિંમત અને હોસલો વધારવા માટે ગામના તમામ સખીદાતાઓને વધુને વધુ ભાગ લેવા માટે અપીલ કરવામાં આવે છે.આપ સખીદાતાઓ તમારી લિલ્લાહ રકમ આપી આ નેક કામને સફળ બનાવશો એવી નમ્ર ગુજારીશ છે.

# ખાસ નોંધ* – ઇદે મિલાદ માટે આવેલ ઇમદાદ માંથી જો રકમ બચશે તો બચેલી રકમનો ઉપયોગ આ રીતે જ કોઈ નેક અવસરે કરવામાં આવશે.

# ઇમદાદ આપવા માટે સંપર્ક :-

૧) યુનુસભાઇ ગણપતિ (નશીબ ઇલેક્ટ્રોનિક્સ,બજારમાં) – 9824183914

૨) સરફરાઝભાઈ ઘોડીવાલા(અલીફ કોલ્ડ્રિંકસ,પાદરમાં) –
8347115065

૩) ઇલ્યાસભાઈ ઉંદરડા(અજમેરી જનરલ સ્ટોર,પાદરમાં) –
9898525392

૪) રેહાનભાઈ કાજીબુ –
8320024658

Discussion

No comments yet.

1 … 67 68 69 70 71 … 429