Death news from Tankaria
FARHANA D/O FARUK KHANGAR passed away…….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11 PM today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.
TANKARIA WEATHER
FARHANA D/O FARUK KHANGAR passed away…….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11 PM today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગ્રામસભા ગ્રામ પંચાયત હોલમાં ભરૂચ તાલુકા ટી.ડી.ઓ. નરેશભાઈ લાડુમોરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી પોતાના તથા ગામને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય ગામમાં સાફસફાઈ, વરસાદી પાણીનો સીતપોણ તરફનો કાન્સ ની સાફસફાઈ અને ઊંડાઈ કરવાની તથા ગામના અન્ય વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ટંકારીઆ ગામ વહીવટદારના હસ્તક હોઈ, વહીવટદારને દર ગુરુવારે ફરજીયાત હાજર રહેવાની તાકીદ ટી.ડી.ઓ. સાહેબે કરી હતી. આ ગ્રામ સભાની નોંધનીય બાબત એ હતી કે, આજની અગત્યની ગ્રામસભામાં વહીવટદારની ગેરહાજરી નોંધનીય હતી. આ ગ્રામસભામાં ટી.ડી.ઓ. નરેશભાઈ લાડુમોર, તલાટી ઘનશ્યામભાઈ, ભદ્રેશભાઈ તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર ઉપરાંત ગ્રામજનો હાજર રહ્યા હતા. ટી.ડી.ઓ. સાહેબે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી સાથે ગ્રામસભા સમાપ્ત થઇ હતી.


Salam from Ismail Saheb Khunawala; London.
My sincere prayers and best wishes for Anish beloved son of our My Tankaria website administrator Janab Mustaqbhai Daula are always with him and his family members.
May Allah Almighty give Anis a glorious success in his goals and fulfill his wish and make his dream to be true, Ameen.
Jazakallah Ismailsaheb Khunawal for your precious Dua for my Son Anis.
MashaAllah! Happy to know that son of our Mustakbhai Daula, Mohmed Anis, is at Canada now a days! May Allahtaala grant his beautiful career at Canada and bless him! Alhamdulillah! Best wishes from me and all my family members to Mohmed Anis!
New Report dated 02/10/2024.

Old Report dated 01/10/2024.

ભરૂચ, સુરત વડોદરા, નડિયાદ, આણંદ, જંબુસરમાં આવેલ કુલ 19 હોસ્પિટલો, ડૉક્ટરોના રિપોર્ટ, યુરિનલ લીક સારવારની ફાઈલોના અભ્યાસથી અને દર્દીના કુટુંબીજનો સાથેની ચર્ચાથી જાણવા મળ્યું છે કે ટંકારીઆ ગામના મેહજબીન હુસેન ઈબ્રાહીમ મન્સૂરી જેમની ઉંમર 33 વર્ષ છે તેઓ છેલ્લા દશ મહિનાથી સતત સારવાર હેઠળ છે. હુસેનભાઇ ઈબ્રાહીમ મન્સૂરી જેઓ રીક્ષા ચલાવી પોતાના કુટુંબની જવાબદારીઓ નિભાવે છે તેમણે અત્યાર સુધી ખૂબ મોટો ખર્ચ ઉઠાવીને 19 હોસ્પિટલોની મુલાકાત લઈ પોતાની પત્નીને આ જટિલ બીમારી માટે સારવાર અપાવી છે પરંતુ એમની પરિસ્થિતિમાં હજુ સુધી સુધારો થયો નથી. દર્દીને છેલ્લે સુરતની પ્રિશ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સેવા બજાવતા ડૉ. સુબોધ કાંબલેને બતાવતાં તેમણે સ્પેશિયલ પદ્ધતિથી ઑપરેશન કરવામાં આવે તો બહેનની આ તકલીફ દૂર થશે એવી જાણકારી આપી હતી.
જાતમાહિતી મેળવવા અને જરૂરી ચર્ચા વિચારણા માટે 23/9/2024ને સોમવારના રોજ જાકીરભાઈ ઇસ્માઇલ ઉમટા અને બીલાલભાઈ મેલાએ દર્દી અને તેમના કુટંબીજનોને સાથે લઈ સુરતની ICON હોસ્પિટલ અને સુરતની પ્રિશ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એમ બે હોસ્પિટલોના ડોકટરોની મુલાકાત લીધી હતી. અંતે બધાના સલાહ મશવેરા પછી પ્રિશ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓપરેશનનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. ડોકટર સાથેની વાતચીતથી આ જટિલ ઓપરેશન અને અન્ય ખર્ચ મળી કુલ રૂ. 350000/- નો ખર્ચ થશે એવી જાણકારી મળી છે. આયુષ્યમાન કાર્ડથી આ ઓપરેશન થઇ શકે એમ નથી.
આપ ઝકાત, સદકો, લિલ્લાહ રકમ નીચે જણાવેલ ભાઈઓને મોકલી આપી આ બહેનની લાંબા સમયની પીડા દૂર કરવાના આ કામમાં મદદરૂપ થઈ સવાબના હકદાર બનશો એવી દર્દભરી અપીલ કરવામાં આવે છે.
(૧) યુનુસભાઇ અહમદ દાદાભાઈ ખાંધિયા. 9825914750 (સહાયની રકમ ફારૂક ખાંધિયાની દુકાને જમા કરાવી શકાશે)
(૨) યુનુસભાઈ ગણપતિ 9824183914
(૩) મુસ્તાકભાઈ દૌલા 9998269539.
(૪) નાસીરહુસેન અહમદ લોટીયા. 9624039171.
એક વર્ષથી સતત તકલીફ વેઠી રહેલા આ બહેન અને તેમના કુટુંંબીજનોને એક આશાનું કિરણ દેખાયું છે ત્યારે એમના આ મુશ્કેલ સમયમાં આપણે મદદ કરી અલ્લાહની રજામંદી હાસલ કરવા માટે પ્રયત્નો અને દુઆ કરીએ. અલ્લાહ તઆલા આ બહેનને મુકમ્મલ શીફા આપે અને એમના કુટુંબીજનો ફરીથી રોજી રોજગાર મેળવવાના કામમાં ધ્યાન આપી શકે એવા અસબાબ અલ્લાહ તઆલા પેદા કરે. આમીન.




ટંકારીઆ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ધીમીધારે જાણે ટપક પદ્ધતિથી વરસાદ પડી રહ્યો છે. અને સતત વાદળછાયું વાતાવરણ રહેતા શરદી – ખાંસીના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. વિદાય લેતા ચોમાસાએ તેની બેટિંગ ધીમી પણ મક્કમ કરી છે. એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર યથાવત રહેતા ખેડૂતો પલાંઠી વાળીને આકાશ તરફ મોઢું રાખી ચિંતાતુર બેઠેલા નજરે પડે છે અને ઉઘાડની વાત જોઈને બેઠા છે કે જેથી ખેતીનું કામકાજ આગળ ધપાવી શકે. સતત વરસાદને પગલે ખેતરોમાં પાણીનો ભરાવો થઇ ગયો હોય ખેતી કામ હાલમાં બંધ અવસ્થામાં છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજી પણ બે દિવસ આ પ્રમાણેની પરિસ્થિતિ યથાવત રહેશે. જોકે વાતાવરણમાં આહલાદક ઠંડીનું મોજું પ્રસરી ગયું છે.
The rural areas including Tankaria have been receiving rain slowly for the past five days. And there is a gradual increase in cold-cough cases with continuous cloudy weather. The departing monsoon has slowed down his batting but firmed up. Due to the activation of one rain system after another, the farmers are seen sitting anxiously on their backs and facing the sky and looking at the fields so that they can carry on the farming work. Due to the continuous rains, the fields have been flooded and the farming work is currently in a closed state. According to the forecast of the weather department, this situation will continue for two more days. However, a pleasant cold wave has spread in the atmosphere.
Daud Bhayji would like to share pictures of old days with us. Identify people in the pic if you can..

ગઈકાલે ભારે વાવાઝોડું અને વરસાદને પગલે આપણા ગામની લાઈટો વીજ લાઈન પર ઝાડો પડવાને કારણે બંધ થઇ ગઈ હતી જે જાણી ગામના નવયુવાનો વીજકર્મીઓ સાથે મળીને ઘોર અંધારા અને કાદવ કીચડમાં તેમને મદદરૂપ થયા હતા અને વીજ પુરવઠો તત્કાલ ચાલુ કરવામાં મદદરૂપ થયા હતા, જે બદલ અમો ગામના નવયુવાનોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.


Mashallah allah paak a badha ne emni madad no ajar ataa farmave emni darek ummid puri kare ane emne aavi halp karma allah emne majbut banave aameen
Wedding function of “MOHMEDFAIZAN” S/O ISMAIL ALLI DADUBHIKHA held at Jumla Party Hall Sansarod today.

Discussion
No comments yet.