Author: Mustak Daula
Nikah function in Tankaria
Nikah function of Nizamuddin Ibrahim Malji [Brother of Akhtar Malji] held at Jama Masjid Tankaria today.
ટંકારીઆ ગામેથી ચાર મોટરબાઈક ની ઉઠાંતરી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામેથી નાના પાદર જેટ પાર્ક માંથી પાંચ મોટરબાઈકો ની ઉઠાંતરી થઇ જતા ચકચાર ફેલાઈ જવા પામી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે નાના પાદર પાદરીયા તરફ જવાના રસ્તા પર આવેલા જેટ પાર્કમાંથી ચાર મોટરબાઈકો રાત્રીના સમયે ઉઠાવગીરોએ ચોરીના ઇરાદે ઉઠાવી જતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. સદર મોટરબાઈકો જાવિદ બચ્ચા, મોલવી નાસિર ભડ, સોયેબ કોઢિયા, ઉસ્માન કડુંજી ની માલિકીની હતી. આ ઉઠાંતરી કરેલ બાઇકોમાંથી ઉસ્માન કડુંજી ની મોટરબાઈક ને પાદરીયાના રસ્તા પર છોડી બાકીની તમામ બાઈકો લઈને હરામખોરો ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ મોટરબાઈક માલિકો એ હાથ ધરી છે.
H.S.C. General stream result declared.
ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી એચ.એસ.સી. ૨૦૨૦ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં આપણા ગામની ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆ નું પરિણામ ૭૧.૬૧% જાહેર થયું છે. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો ને ખુબખુબ અભિનંદન પાઠવીએ છીએ.
ટોપ ૧૦ વિદ્યાર્થીઓના નામો નીચે પ્રમાણે છે.
૧. ભોલા હુંમેરા ઉસ્માન પરસેન્ટાઇલ રેન્ક ૯૫.૮૯ (૭૯.૪૭%)
૨. દૌલા આમીરબાનું મુસ્તાકઅહમદ પરસેન્ટાઇલ રેન્ક ૯૪.૬૪ (૭૮%)
૩. સૈયદ મોઈનુદ્દીન નુરમહમ્મદ પરસેન્ટાઇલ રેન્ક ૯૪.૩૯ (૭૭.૪૭%)
૪. ચવડી આયેશા સલીમ પરસેન્ટાઇલ રેન્ક ૯૦.૯૬ (૭૪.૬૭%)
૫. કડુ અસ્મા સલીમ પરસેન્ટાઇલ રેન્ક ૮૮.૫૯ (૭૨.૮૦%)
૬. શૈખ સજ્જડ તૈયબ પરસેન્ટાઇલ રેન્ક ૮૭.૩૫ (૭૧.૮૭%)
૭. કાપડિયા સાજમીના સલીમ પરસેન્ટાઇલ રેન્ક ૮૭.૭૮ (૭૧.૪૭%)
૮. વસાવા લક્ષ્મીબેન વિક્રમભાઈ પરસેન્ટાઇલ રેન્ક ૮૫.૫૯ (૭૧.૦૭%)
૯. ઘોડીવાલા સીમા સાજીદ પરસેન્ટાઇલ રેન્ક ૮૩.૯૭ (૭૦.૧૩%)
૧૦. રાઠોડ મમતાબેન અનિલભાઈ પરસેન્ટાઇલ રેન્ક ૮૧.૯૯ (૬૮.૮૦%)

TANKARIA WEATHER






