Author: Mustak Daula
ટંકારિયામાં સ્વૈચ્છિક લોકડાઉન માં જોડાવા અપીલ
આપણા ગામમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધવા નો દૌર યથાવત છે. જેને ધ્યાને રાખી આપણા ગામના હાલના સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન એક નિવેદનમાં જણાવે છે કે, આ કોરોનાની ચેઇન ને તોડવા માટે સ્વૈચ્છિક લોક ડાઉન કરવું અતિ આવશ્યક હોય તમામે તારીખ ૧૭/૪/૨૦૨૧ ના શનિવારના રોજ બપોરે ૧૨ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી તથા રાત્રીના ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવે છે જે તારીખ ૨૫.૪.૨૦૨૧ સુધી યથાવત રહેશે. આ દરમ્યાન દુકાનો બંધ રહેશે અને બહાર ગામથી ફેરિયા – ભિખારીઓ – માંગવાવાળાઓ તમામે આ સમય દરમ્યાન ગામમાં આવવું નહિ. તથા ગ્રામજનોએ પણ આ સ્વૈચ્છિક લોક ડાઉનમાં સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે.
Death news from Tankaria
Discussion
- Zikrullah Thakor on Thursday 15 April 2021
Inna lillahi wainna ilaihi rajeooon
રમઝાન મુબારક
અલ્લાહના ફઝલો કરમ થી આજરોજથી રમઝાન શરીફનો પ્રારંભ થઇ જશે. રમઝાનના મહિનામાં રહેમતોની વર્ષા અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત આપણા સૌ પર અપાર વરસાવે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત આપણા મોમીન ભાઈ બહેનો કે જેઓ મોટી સંખ્યામાં કોરોનાની મુસીબતમાં સપડાયેલા છે તેમને શિફા અતા ફરમાવે અને તમામ મોમીનીન મોમીનાત મુસ્લિમીન મુસ્લીમાત ને આફિયાટ અને તંદુરસ્તી સાથે રોઝા અને ઈબાદત કરવાની તૌફીક આપે. એય અમારા તારણહાર………. તું તો અમારો રબ છે, અમે ફક્ત અને ફક્ત તારી જ ઈબાદત કરીએ છીએ, યા માલિકો મૌલા અમો તો ગુનેહગાર, ખતાકાર, શિયાકાર છે અમારા ગુનાહોને માફ કરવા વાળા ગફુરૂરરહીમ તારા પ્યારા મહેબૂબ સલ્લલ્લાહો અલૈહે વસલ્લમ ના સદકો તુફેલ અમારી આઝીઝીઓને તું તારી બારગાહમાં કબૂલ કરી અમારા ગુનાહોને માફ કરજે અને અમનો ચેન ની જિંદગી અતા ફરમાવજે. AAMIN……….AAMIN………..AAMIN.

TANKARIA WEATHER




Discussion
No comments yet.