તારીખ:- 04/06/2023 રવિવાર ના રોજ આપની પોતાની ચૅનેલ નર્મદા ના 25 વર્ષ પૂર્ણ કરી ઉજવણી ના ભાગ રૂપે “પ્રાઇડ ઓફ ભરૂચ” હોટલ રંગ ઈન (લોર્જ) ખાતે પ્રાઇડ ઓફ ભરૂચ ગૌરવ એવૉર્ડ આપવાનો કાર્યક્રમ રાખવામા આવેલો જેમાં ભરૂચ જિલ્લા ના ટંકારીઆ ગામ ના વતની અબ્દુલભાઈ કામઠી ની કોરોનાકાળ દરમિયાન ની યશસ્વી સમાજ સેવાઓ તથા હરહંમેશ ગરીબ અને મઝલૂમોને ન્યાય અપવવામાં અગ્રેસર રહેતા તથા કુદરતી આફતો વખતે અબ્દુલભાઈ કામઠી અને તેમની ટીમ ના સભ્યો ઘ્વારા જે નિસ્વાર્થ સેવાઓ કરેલી તેને ધ્યાન મા રાખીને ચૅનેલ નર્મદા ભરૂચ ઘ્વારા તારીખ:- 04/06/2023 રવિવાર ના રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબ તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી ધાંધલ સાહેબ ના વરદ હસ્તે સાલ ઓઢાડી અને ટ્રોફી નો એવૉર્ડ આપી ને અબ્દુલભાઈ કામઠી અને તેમની ટીમ ના સભ્યો નું સન્માન કરવામા આવેલું હતું. જે બદલ માય ટંકારીઆ વેબ ટીમ અબ્દુલભાઇ કામઠી ને અભિનંદન પાઠવે છે.

Discussion

No comments yet.

ટંકારીઆ ખાતે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વિલેજ ટી-૨૦ ક્રિકેટ મેચ ની ફાઇનલ આજરોજ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] ખાતે રમાઈ હતી. આ મેચ સીતપોણ અને વોરાસમની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સૌ પ્રથમ સીતપોણની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લઇ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૩૨ રન ખડક્યા હતા, જેના જવાબમાં વોરાસમની ની ટીમ ૧૧૫ રનમાં સમેટાઈ જતા સીતપોણની ટીમનો વિજય થયો હતો.
અંતમાં ઇનામ વિતરણ કાર્યક્રમમાં બહાર ગામથી પધારેલા મહેમાનો તથા ગામના આગેવાનો ઉપરાંત ગામના તથા બહારગામથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોએ આ રસાકસીભરી મેચનો આનંદ ઉઠાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી એ કર્યું હતું.

Discussion

No comments yet.

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામે ભરૂચ તાલુકા ઉત્તર વિભાગ પ્રાથમિક શિક્ષક કો.ઓ ક્રેડિટ સોસાયટી ટંકારીયા દ્વારા 2022-2023ની સાધારણ સભા તેમજ ચેરમેન ગુલામભાઈ ઇપલીનો સંલગ્ન વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન દ્વારા કરવામાં આવી હતી,ત્યાર બાદ કોરોના કાળ માં મુત્યુ પામેલ શિક્ષકોનું બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં જિલ્લા સંઘ મહામંત્રી પ્રદીપસિંહ રાણા,જિલ્લા શિક્ષક સંગઠન મંત્રી ઈકબાલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, વય નિવૃત્ત થતાં પ્રમુખ નું પ્રદીપસિંહ રાણા ના હસ્તે સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.સેક્રેટરી મહંમદરફીક અભલી દ્વારા ગત વર્ષની માહિતી સભાસદો સમક્ષ રજુકરી હતી તેમજ 2022-23 ના હિસાબોને મંજૂર કરી બહાલી આપી હતી. તદુપરાંત આ મંડળીના ભૂતપૂર્વ ચેરમેનોનું પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે મહમ્મદ ટંકારવી, યાકુબ ચતી હતા. મંડળીના ભૂતપૂર્વ સેક્રેટરી યાકુબ ફરતને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમનું સંચાલન શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા સિમરથા પ્રાથમિક શાળાના આચાર્ય ઉઘરાદાર યાકુબ મુસા દ્વારા કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં જિલ્લા સંઘ મહામંત્રી પ્રદીપસિંહ રાણા,જિલ્લા શિક્ષક સંગઠન મંત્રી ઈકબાલભાઈ પટેલ, ટંકારીયા મંડળિના ચેરમેન ગુલામભાઈ ઇપલી, માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર નાસીરહુસેન લોટીયા વગેરે મહેમાનો તેમજ સભા સદો ઉપસ્થિત રહ્યા હતા.

Discussion

No comments yet.

ગુજરાત મધ્યાકિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩ પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆએ ધો. ૧૨ [સામાન્ય પ્રવાહ] નું પરિણામ ૮૦.૨૮% પ્રાપ્ત કરેલું છે. શાળાના કુલ ૧૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૧૧૪ વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
શાળાના માનદ મંત્રી અબ્દુલ્લાહ ભૂતાવાળા તથા શાળાના આચાર્ય ગુલામ આઈ. પટેલ સાહેબ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે. તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆ ગુજારે છે.

The Tankaria High School Tankaria Std. 12 [General Stream] Result 80.28%
In the March 2023 exam results announced by the Gujarat Board of Secondary and Higher Secondary Education, Gandhinagar, The Tankaria High School Tankaria Std. 12 [General stream] has achieved 80.28% result. A total of 142 students of the school appeared in the examination out of which 114 students were successful.

Discussion

No comments yet.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર ખુશનસીબ હાજી ભાઈ-બહેનો હજના અરકાનો સારી રીતે કરી શકે તે માટે હજનો તરબીયત [હજ ટ્રેનિંગ] કેમ્પનું આયોજન દારુલ ઉલુમ અશરફિયાઃ દ્વારા આજરોજ દારુલ ઉલુમના કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હુંજ્જાજ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. અનુભવી આલીમો દ્વારા તમામ અરકાનોનું પ્રેક્ટિકલ રીતે સમજણ આપી હતી. કેમ્પની પુર્ણાહુતી બાદ તમામ હુજજાજ ભાઈ બહેનોની જમવાની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી.

Discussion

No comments yet.