સલીમ હાફેઝી માટે કરેલી મદદની અપીલ સંદર્ભે હવે મદદ લેવાનું બંધ કરવામાં આવ્યું છે.

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ
આપ સૌ મુસ્લિમ બિરાદરો અને ખેરખાહોને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે પેશઇમામ સલીમ હાફેજીના હાર્ટના ઓપરેશન માટે જે આર્થિક મદદની અપીલ કરવામાં આવી હતી, તે અલ્લાહ તા’આલાના ફઝલ-ઓ-કરમ અને આપ સૌની સખાવતથી જરૂરી રકમ એકઠી થઈ ગઈ છે. તેથી હવે મદદ રકમ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે.

અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત આપ સૌ સખાવત કરનારાઓની આ ખિદમતને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે, આપની કમાણી અને માલ-મિલકતમાં બરકત અતા કરે, આપને અને આપના પરિવારને તમામ બલાઓથી મહફૂઝ રાખે અને દુનિયા તેમજ આખિરમાં આનો ઉત્તમ બદલો (જઝાયે ખેર) અતા ફરમાવે. આમીન, યા રબ્બુલ આલમીન.
આપ સૌને નમ્ર વિનંતી છે કે પેશઇમામ સલીમ હાફેજી સાહેબનું ઓપરેશન સફળ રહે અને તેઓ ઝડપથી પૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય તે માટે આપની ખાસ દુઆઓમાં યાદ રાખશો.


ધન્ય છે ગામ ટંકારીઆ

માનવતા અને દીની મહબ્બતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આપણું વહાલું ગામ ટંકારિયા ફરી એકવાર ઝળકી ઉઠ્યું છે!

એક પેશઇમામ સાહેબના હાર્ટના ઓપરેશન માટે જ્યારે મદદની એક અપીલ મૂકવામાં આવી, ત્યારે ગામના અને દેશ-વિદેશમાં વસતા ટંકારિયાના દિલદાર સખીદાતાઓએ જે ઉદારતા બતાવી છે તે કાબિલે તારીફ છે. માત્ર ૨ (બે) જ કલાકના ટૂંકા સમયમાં ₹૫ લાખ (પાંચ લાખ) જેવી માતબર રકમ એકઠી થઈ ગઈ!

આ ઘટના સાબિત કરે છે કે જ્યારે દીન, ઇન્સાનિયત અને ખિદમતની વાત આવે ત્યારે ટંકારિયાવાસીઓની સખાવત અને એકતા અજોડ રહે છે.

2 Comments on “સલીમ હાફેઝી માટે કરેલી મદદની અપીલ સંદર્ભે હવે મદદ લેવાનું બંધ કરવામાં આવ્યું છે.”

  1. Mashaallah.
    Alhamdulillah, may Allah put barakat in your rizq and grant everyone abundant blessings and prosperity, Aameen.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*