ટંકારીઆ ગામ અને ખિદમતે ખલ્કનું સુંદર ઉદાહરણ….
ગતરોજ માતર નજીક નવા બનેલા દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ- વે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુઃખદ અકસ્માતમાં એક આલીમ સાહેબ સહિત તેમના પરિવારની બે મહિલાઓનો ઘટનાસ્થળે જ ઇન્તેકાલ થયો હતો, જ્યારે પરિવારના અન્ય એક ભાઈને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આ અકસ્માતમાં ઇન્તેકાલ પામેલા ત્રણેય મૈયતો ટંકારીઆ ગામના આંબાવાડી વિસ્તારમાં આવેલી “મેજબાન બેકરીના” મહંમદભાઈના સગા-સંબંધીઓ હતા. મૈયતોને પાટણથી આગળ રવિયાણા ગામે પહોંચાડવાના હતા, કે જે ટંકારીઆ ગામથી આશરે ૩૫૦ કી.મી. દૂર આવેલ છે. જેના માટે અન્ય જગ્યાએ એમ્બ્યુલન્સની તપાસ કરતાં ત્રણ એમ્બ્યુલન્સનો ખર્ચ ₹45,000 થતો હતો.
અચાનક આવી પડેલી આ ગંભીર પરિસ્થિતિમાં પરિવાર તરફથી ટંકારીઆ ઈદગાહ ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારોનો સંપર્ક કરવામાં આવ્યો. ટ્રસ્ટના જિમ્મેદારોએ માનવતાભર્યો અભિગમ અપનાવી પરિવારની મુશ્કેલીને પોતાની મુશ્કેલી સમજી અને માત્ર ₹ ૧૩,૦૦૦/- જેટલા ખર્ચની રકમ લઈને ત્રણેય મૈયતોને એકીસાથે એક જ મૈયત વાનમાં સુવિધાપૂર્વક, સમયસર રવિયાણા ગામે પહોંચાડવાની વ્યવસ્થા કરી.
આ રીતે, મુશ્કેલીના સમયે દુઃખી પરિવારની પડખે ઊભા રહીને ટંકારીઆ ગામ, ઈદગાહ ટ્રસ્ટે માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ “ખિદમતે ખલ્ક” (માનવસેવા)નું એક સુંદર, સેવાભાવી અને અનુસરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આવી નિઃસ્વાર્થ સેવા અને માનવતાભર્યો અભિગમ ખરેખર ટંકારીઆ ગામની એકતા, સેવાભાવ અને પરસ્પર સહકારની પરંપરાને ઉજાગર કરે છે.
અલ્લાહ તઆલા ઇન્તેકાલ પામનાર તમામ મરહૂમોની મગફિરત ફરમાવે, તેમના દરજ્જા બુલંદ કરે અને શોકગ્રસ્ત પરિવારને સબ્રે જમિલ અતા ફરમાવે. તેમજ ગંભીર રીતે ઘાયલ ભાઈને સંપૂર્ણ શિફા અતા ફરમાવે. આમીન.
આ તબકકે, ઇદગાહ ટ્રસ્ટ ટંકારીયા ગામના એ તમામ ડ્રાઇવરોનો હૃદયપૂર્વક આભાર માને છે જેઓ અતૂટ સમર્પણ, કરુણા અને નિઃસ્વાર્થતા સાથે મૈયત વાન માટે અમૂલ્ય સેવા આપી રહ્યા છે. દુઃખના સમયે સમુદાય પ્રત્યેની તેમની અમૂલ્ય સેવા ખરેખર પ્રશંસનીય છે. ટ્રસ્ટ તેમના ઉમદા યોગદાનની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરે છે અને દુઆ કરે છે કે અલ્લાહ સર્વશક્તિમાન તેમને અને તેમના પરિવારોને આ દુનિયામાં સારા સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપી આખિરત માં તેમના આ ભલાઈ અને નેકીના કામોનો બેહતરીન બદલો અતા કરે.
Yesterday, a tragic road accident occurred on the newly built Delhi–Mumbai Expressway near Matar. In this heartbreaking accident, an alim sahib and two women from his family died at the scene, while another family member sustained serious injuries and was admitted to the hospital for treatment.
All three deceased persons in this accident were relatives of Mohammadbhai of “Mejban Bakery,” located in the Ambavadi area of Tankaria village. The bodies were to be taken from Palej to Raviyana village near Patan, which is located about 350 km away from Tankaria village. For this purpose, when inquiries were made for an ambulance elsewhere, the cost of three ambulances was ₹45,000.
In this sudden and serious situation, the family contacted the responsible office-bearers of the Tankaria Eidgah Trust. The trustees adopted a humane approach, understood the family’s difficulty as their own, and, for a cost of only about ₹13,000, arranged for all three deceased persons to be transported together in a single hearse van in a convenient and timely manner to Raviyana village.
In this way, by standing beside a grieving family in times of hardship, the Tankaria Eidgah Trust and Tankaria village has provided not only financial assistance, but also a beautiful, service-minded, and exemplary model of *“Khidmat-e-Khalq” (human service)*.
Such selfless service and humanitarian approach truly highlight the tradition of unity, spirit of service, and mutual cooperation in Tankaria village.
May Allah Ta’ala grant forgiveness to all the deceased who have passed away, elevate their ranks, and bestow upon the bereaved family beautiful patience. May He also grant complete recovery to the person who was seriously injured. Ameen.
At this juncture, the Trust extends its heartfelt gratitude to all the drivers of Tankaria village who render funeral van services with unwavering dedication, compassion and selflessness. Their invaluable service to the community during times of grief and loss is truly commendable. The Trust sincerely appreciates their noble contribution and prays that Allah Almighty blesses them and their families with good health, peace, prosperity and success in this world and everlasting reward in the Hereafter.

TANKARIA WEATHER
માશા અલ્લાહ, અલ્લાહ તઆલા ખિદમતને કબૂલ ફરમાવે અને ઉત્તરોઉત્તર વધુ સેવા (ખિદમત) કરવાની તૌફીક અતા ફરમાવે. ટ્રસ્ટની દરેક જરૂરિયાત આસાની સાથે પૂરી ફરમાવે. આમીન