1 2 3 4

ભારતની કૃષિ ક્ષેત્રે અગ્રગણ્ય પેસ્ટીસાઇડ કંપની બાયોસ્ટેટ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ દ્વારા ટંકારીઆ ના ઘોડીવાલા સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ ના માધ્યમથી કંપની તરફથી આવેલા અધિકારીઓ પરેશ પટેલ અને મોહસીન વહોરા હસ્તક ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆ ના આર્થિક રીતે જરૂરતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂપિયા ૨૫૦૦ ના ૮ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમ કંપનીના અધિકારીઓ તથા ઘોડીવાલા સીડ્સ એન્ડ પેસ્ટીસાઇડ ના મલિક ઇલ્યાસ ઘોડીવાલા તથા હાઈસ્કૂલનાં શિક્ષકો ની ઉપસ્થિતિમાં ટંકારીઆ હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો હતો.

1 2 3 4