The Glorious Legacy of Tankaria

ટંકારીઆનો ભવ્ય વારસો
શિક્ષણ, આરોગ્ય, સાહિત્ય, સમાજ સેવા, વ્યક્તિગત સિદ્ધિ કે ગામના વિકાસના કામો હોય ટંકારીઆ ગામનું નામ દરેક ક્ષેત્રે દેશ-વિદેશમાં સતત ચમકતું રહે છે ત્યારે ટંકારીઆ ગામની ફળદ્રુપ માટી, પાણી અને વિશેષ લાક્ષણિકતાઓ ધરાવતી આબોહવામાં કુદરતે અનોખી તાસીર બક્ષી છે એવું માનવાને પૂરતાં કારણો છે. ટંકારીઆના લોકો અવિરત પરિશ્રમ, સતત મથામણ તથા નીતનવા ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહી, સાહસ કરતા રહી, ટંકારીઆ ગામનું નામ પ્રાદેશિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરાન્વિત કરતા રહ્યા છે. ટંકારીઆના લોકો અને તેની સંસ્થાઓની સેવાઓ ટંકારીઆ પૂરતી મર્યાદિત ન રહેતાં ટંકારીઆની ચોતરફ આવેલા અનેક ગામો અને શહેરના લોકો તથા વિદેશમાં પણ મળતી રહી છે એ નકારી ન શકાય એવી હકીકત છે. ટંકારીઆના લોકોની નીતિ સમાજ માટે હંમેશા ઉદારવાદી રહી છે તે નિર્વિવાદ છે

નજીકના ભૂતકાળને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ટંકારીઆના લોકોની સુઝબુઝ સાથેની વિકાસગાથા અને તેમાં ઉમેરાતા રહેતા નવા શિખરો, દીની-દુન્યવી શિક્ષણ, સાહિત્ય, ટેકનોલોજી, આરોગ્ય, સમાજસેવા, રાજકારણ, રમતગમત, જર્નાલિઝમ જેવા અનેક ક્ષેત્રે ટંકારીઆના લોકો અને તેની સંસ્થાઓના યોગદાનની નોંધ દાયકાઓથી દેશ-વિદેશમાં લેવાતી રહી છે. ટંકારીઆ ગામ અને તેના લોકોનો ગૌરાન્વિત ઇતિહાસ આધારભૂત પુસ્તકોમાં સુવર્ણ અક્ષરોમાં કોતરાયેલ છે, ત્યારે ટંકારીઆના લોકોનું મસ્તક તેના ભવ્ય વારસાને અનુસરીને હમેશાં ઊંચું રહે એવા પ્રયત્નો થતા રહેવા જોઈએ.

આ વિભાગમાં ટંકારીઆ ગામની ઓળખ બની ગયેલા શિક્ષણ અને તબીબી વ્યવસાય જેવા કેટલાક ખાસ વ્યવસાય/ સેવાના કામોમાં જોડાયેલા લોકો વિષે કેટલીક રસપ્રદ માહિતી/ યાદી/ આંકડા એકત્રિત કરવાનો પ્રયાસ કરીશું. ટંકારીઆના વિશેષ પ્રતિભા ધરાવતા સફળ અને કાબેલ લોકોની અનોખી વાતો વિશે મહત્વપૂર્ણ માહિતી ઉપરાંત પ્રેરણાદાયી કિસ્સાઓ માય ટંકારીઆ વેબસાઈટ પર Shining Stars / News વિભાગમાં આવરી લઈશું.

છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે ગામની દીકરીઓ અને બહેનો પ્રગતિના ગ્રાફમાં અગ્રેસર રહી છે એ ખાસ ધ્યાન ખેંચે એવી ખુશીની બાબત છે. બીજી તરફ છેલ્લા ૫-૬ વર્ષોમાં છોકરાઓનું શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે સતત નીચે જઈ રહ્યું છે એ એક કડવું સત્ય છે. સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતી ગામની છોકરીઓના પ્રમાણમાં ગામના છોકરાઓની ટકાવારી ખુબ જ ઓછી થઇ રહી છે જેના માટે ખાસ પ્રયત્નો કરવાની તાકીદની જરૂરીયાત ઉભી થઇ છે. આ અંગે આપના સૂચનો અને માર્ગદર્શન આવકાર્ય છે. વિવિધ ક્ષેત્રે વિકાસના કામોમાં આપણે બધા સહભાગી બની ગામ અને સમાજની વિકાસયાત્રાને આપણી શક્તિ પ્રમાણે નિ:સ્વાર્થ ટેકો આપતા રહી ભલાઈના કાર્યોમાં સહભાગી બની આખીરત માટેનું ભાથું તૈયાર કરવાની કોશિશ કરતા રહીએ એ જ અભ્યર્થના.

ટંકારીઆ ગામના ડોકટરો:
ટંકારીઆ ગામના શિક્ષકો:
If someone is determined to do something, he will find a way to accomplish it regardless of obstacles.