Ibrahim Mathiya

ઇબ્રાહીમભાઇ મઠિયા

જન્મ: ૧૯૪૦? મરણ: મંગળવાર તા. ૩૧/૧૨/૨૦૧૩

રજૂ કરનાર: ‘કમાલ’ પટેલ

સુથાર ફળિયા ટંકારીઆ (મુસ્તફાબાદ)ના રહીશ.

મૂળ ‘બા-બયઅત’ અપભ્રંશ બાબયત કુળ. ખંભાત નગરથી આવેલા કુટુંબનો સભ્ય

એક સીધો, સાદો સુજન માણસ!

ખરા અર્થમાં એક ‘આમ’ આદમી!

ટંકારીઆ ગામના પાદર જેવા ભરચક વિસ્તારમાં ‘ચા’- ચ્હાની નાની સરખી ઓરડી ધરાવે. તે પણ ભાડૂતી. પરોઢે ઊઠીને, પોતપોતાના કામસર જતા આવતા લોકોને હર્ષભેર આવકારે અને ગરમાગરમ કડક, મીઠી મસાલેદાર ચા પીવાડે. કેવળ ચા નહીં, ચાહ – ચાહત પણ.

આવો બેસો સ્વાગત છે
ચાયની સાથે ચાહત છે

ટંકારીઆ ભરૂચ તાલુકાનું આશરે પંદરેક હજારની વસતી ધરાવતું આગળ પડતું મોટું ગામ! ગામમાં અને ગામની બહાર નાનું મોટું બાંધકામ થતું રહે, તેમાં ગામ પરગામના શ્રમિકો (પરગામના વધારે) ઉપરાંત અન્ય પ્રદેશો વિશષત: રાજસ્થાનના કારીગરો, ઇબ્રાહીમની ચા ગટગટાવી હૂંફ મેળવે. તાજગી અને સ્ફૂર્તિ મેળવી પોતપોતાનું કામકાજ શરૂ કરે.

ઇબ્રાહીમ મઠિયાની ચાની ઓરડી આગળ ડાયરો જામે. ગામના સ્થાનિક નિવૃત્ત સજ્જનો અને વિદેશ વસવાટ કરતા વતનની મુલાકાતે અવારનવાર પધારતા NRI અતિથિઓનું મિલન સ્થળ! અલક મલકની વાતો થાય, દૈનિક છાપાં વંચાય, ડાયરામાં શામેલ થતા રહેતા બધા ભાઇઓને આ ઇબ્રાહીમભાઇ હસીખુશી આવકારતા રહે.

હસીખુશી સૌને આવકારતો રહ્યો
ચાય સાથે ચાહ પણ પીવડાવતો રહ્યો

પૂર્વ કવિ શાઇરે મશરિક અલ્લામા ઇકબાલની એક પંક્તિ: ‘તેરા તરીક અમીરી નહીં, ગરીબી હે, ખુદી ન બેચ, ગરીબી મેં નામ પેદા કર’ ના આબેહૂબ સ્વરૂપ જેવો ગરીબીમાં પણ માલામાલ સ્વભાવ ધરાવતો માણસ ભૂખ્યો માણસ. મરહુમ હાડકાના અસાધ્ય રોગનો ભોગ બનીને છેવટે મંગળવાર તા. ૩૧/૧૨/૨૦૧૩ના રોજ અલ્લાહની મરજીને આધીન થયો. અલ્લાહ મગફેરત કરે! ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલયહે રાજેઊન.

3 Comments on “Ibrahim Mathiya

  1. ONCE UPON A TIME LATE IBRAHIM MAMA WHO HAD TEA STALL ON TEKRA AT PADAR AND HE USED TO MAKE KAVINO HALVO [A FAMOUS SWEET BELONGS TO KAVI VILLAGE]. PLEASE ADD THIS MATTER IN YOUR LOVELY ARTICLE.
    AT THE TIME OF TEKRA TEA STALL HE USE TO WAKED UP EARLY IN THE MORNING I MEAN 4AM AND START TEA STALL. OLDEN DAYS TIME ELDERS USED TO GO TO THE STALL EARLY IN THE MORNING HAD TEA AT TEKRA TEA STALL THEN PROCEED FOR TAHAJJUD PRAYER.
    AS PER MY EXPERIENCE HE ALWAYS WELCOME US NOT US BUT TO EVERYBODY WITH SWEET SMILE. WHEN HE WAS IN GOOD MOOD HE WILL START THE STORIES OF OLDEN TIME.

  2. મરહુમ ઇબ્રાહીમભાઇ એક નેક અને ઉદાર દિલ માણસ હતા. ગરીબો-ફકીરોને ને વગર પૈસે ચા પીવડાવી દેતા. ખૂબજ નમ્ર સ્વભાવના એટલે ગ્રાહકોમાં પ્રિય થયા હતા. અલ્લાહ રહીમોરહેમાન એમની નાની મોટી નેકીઓને કબુલ ફરમાવે અને જન્નતમાં સારી જગા આપે.

  3. મરહુમ ઇબ્રાહીમભાઇ મઠિયા અમારા સહપાથી હતા. સાથે ભણેલા. સ્વભાવે ખૂબ જ નમ્ર, વિવેકી. વતનમાં આવીએ ત્યારે તેમની હોટલમાં ચા-નાશ્તાનું સ્ટેન્ડીંગ આમંત્રણ રહેતું. મહેનત કરી હલાલની કમાઇથી પોતાનું અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવામાં માનતા. ‘ખુદી ન બેચ, ગરીબી મેં નામ પેદા કર’ એ સિદ્ધાંતમાં માનતા હોય તેમ છેલ્લે સુધી લોકોને ચા પીવડાવતા રહ્યા, ખિદમત કરતા રહ્યા, હલાલ કમાણી કરતા રહ્યા. અલ્લાહ પાક મરહુમની મગફેરત ફરમાવે અને તેમને જન્નતુલ ફિરદૌસમાં જગા આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*