Tankaria Covid Care Centre

Report No. 05 – June 07, 2021 (Gujarati and English)
https://www.mytankaria.com/news/2021/06/41050

ટંકારીઆ કોવિડ કેર સેન્ટર બંધ કરવા બાબત

આજ રોજ ટંકારીઆ કોવિડ કેર સેન્ટર કમીટીની એક અગત્યની મીટીંગ સેન્ટરમાં સેવાઓ આપતા ડૉક્ટરોની હાજરીમાં થઈ હતી. સેન્ટરમાં હાલમાં સેવા લઈ રહેલા દર્દીઓની હાલની આરોગ્યની સ્થિતિ, એમને આપવાની જરૂરી તબીબી સેવાઓ, ટંકારીઆ અને આજુબાજુના વિસ્તારની કોવિડ-૧૯ની પરિસ્થિતિ, ટંકારીઆ સેન્ટર શરૂ થતાં પહેલાં શરૂ થયેલા સેન્ટરો બંધ થતાં એવા સેન્ટરોમાંથી ટંકારીઆ કોવિડ કેર સેન્ટરમાં રીફર થતા દર્દીઓ, કોવિડ-૧૯ ની બહુંચર્ચિત ત્રીજી લહેરની શક્યતાઓ જેવા બીજા તમામ મુદ્દાઓની ખુબજ વિસ્તૃત ચર્ચા થઈ. ચર્ચાના અંતે દરેકના વ્યક્તિગત અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા પછી સર્વાનુમતે નીચે મુજબના અંતિમ નિર્ણયો લેવામાં આવ્યા છે.

(૧) ટંકારીઆ કોવિડ કેર સેન્ટર તારીખ ૧૫ જુન ૨૦૨૧ ને મંગળવારે સાંજના ૫.૦૦ કલાકે બંધ કરવામાં આવશે.
(૨) ક્રીટીકલ દર્દીઓને સંપૂર્ણ સારવાર આપવા ૨૦ થી ૩૦ દિવસ કોવિડ કેર સેન્ટરમાં રાખવા પડતા હોઈ આજથી અમલમાં આવે એ રીતે કોઈ પણ નવા ક્રીટીકલ દર્દીઓ (કટોકટી ની સ્થિતિના દર્દીઓ) ને સેન્ટરમાં દાખલ કરવામાં આવશે નહીં. ક્રીટીકલ દર્દીઓના કુટુંબીજનો જો અજાણતામાં દર્દીને સેંટર પર લઈને આવ્યા હશે તો પણ એવા દર્દીઓને સેંટરમાં દાખલ કરવામાં આવશે નહીં. આવા દર્દીઓને જરૂરત મુજબ યથાશક્તિ માર્ગદર્શન આપવામાં આવશે.
(૩) દર્દીની આરોગ્યની સ્થિતિ અંગે ડૉક્ટરોનો અભિપ્રાય આખરી અને બંધનકર્તા રહેશે.

Matter of closing Tankaria Covid Care Centre

An important meeting of the Tankaria Covid Care Centre Committee was held today in the presence of doctors serving in the centre. The current health status of the patients admitted in the Covid Care Centre, the medical services required to be provided to them, the condition of Covid-19 in and around Tankaria, the patients referred to Tankaria Covid Care Center from other closed centre, the possibility of a third wave, and other important points were discussed at length. Personal opinions of every one were also taken at the end of the discussion. The following final decisions have been taken unanimously.
(1) Tankaria Covid Care Center will be closed on Tuesday, June 15, 2021, at 5.00 pm.
(2) As critical patients have to be kept in the Covid Care Center for 20 to 30 days for complete treatment. As is effective from today no new critical patients (emergency patients) will be admitted to the centre. Even if the family of the critical patient has inadvertently brought the patient to the centre, such patients will not be admitted to the centre. Such patients will be given as much guidance as possible.
(3) The opinion of the doctors regarding the health condition of the patient shall be final and binding.

Report No. 04 – May 26, 2021 (Gujarati and English)
https://www.mytankaria.com/news/2021/05/40872

ઓક્સિજનની ટાંકીઓ, ઓક્સિજન સપ્લાય માટેની સેન્ટ્રલ લાઈન, એર કંડિશન તથા અન્ય સુવિધાઓ, દાનમાં મળેલ વસ્તુઓ, ગ્રામજનોના સવાલોના જવાબો સાથેનો વિસ્તૃત માહિતી રિપોર્ટ.
“Kindness, honesty, transparency, and democratic governance are our motto.”
“દયા, પ્રમાણિકતા, પારદર્શિતા, અને લોકશાહી ઢબે સંચાલન એ અમારું સૂત્ર છે.”

(૧) કોરોના મહામારીના આ સમયગાળામાં ઓક્સીજનની લાઈન માટે જરૂરી નાના-મોટા પાર્ટસ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. ઓક્સીજનની ટાંકીઓ મેળવવા આપણી કમિટી અને WBVF- વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન ના ખાદિમો પણ સતત પ્રયત્નો કરી રહ્યા હતા, જેના માટે સંસ્થા એમનો આભાર વ્યક્ત કરે છે.
છેવટે મકબુલ ભાઈ અભલીના સતત અને સખત પ્રયાસોથી ટંકારીઆ કોવિડ કેર સેન્ટર જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી નીચે મુજબની આઈટમ એક કંપની મારફત વાપરવા માટે મફત મળેલ છે
ઓક્સિજન સેન્ટ્રલ લાઈન માટેની અંદાજિત નવ લાખ રૂપિયાની ૦૨ નંગ ટેન્કો. આ ઉપરાંત વાલ્વ અને જરૂરી સાધન સામગ્રી વાપરવા માટે મળેલ છે.
ટંકારીઆ કોવિડ કેર સેન્ટરે જરૂરીયાત મુજબ ૦૧ નંગ ઓક્સીજનની ટેંક અને વેપોરાઈજર ખરીદેલ છે.
આ ઉપરાંત મકબુલ ભાઈ અભલીના પ્રયત્નો થી એક માતબર રકમ અંદાજે ૩૬ લાખ રૂપિયા જેટલી અભલી બ્રધર્સ, ઓએસીસ ક્રિસન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, ડરબન, આફ્રીકા દ્રારા આપવાની બાંહેધરી આપવામાં આવી છે.

(૨) એ.સી. માટે ડાયરેક્ટ અલગથી હેવી લાઈન ફરજીયાત નાંખવાની જરૂરત હતી, જેથી વાયરો ગરમ થઈ સોર્ટ સર્કિટ થઈ આગ લાગે એવા ભયંકર જોખમને નિવારી શકાય, આ જરૂરિયાત પૂરી કરવામાં આવી છે. સારવાર હેઠળના દર્દીઓ ડીસ્ટર્બ ન થાય એનું પણ પૂરેપૂરું ધ્યાન રાખી એ.સી. ના ફીટીંગ કરવા પડે એવું આયોજન કરી એ કામ પણ પૂરું થઇ ગયેલ છે. ચીકાગો USA ની એક સખીદાતા સંસ્થા WATER WISH CORPORATION દ્વારા બે ટનના બિલકુલ નવા Mitsubishi બ્રાન્ડેડ કંપનીના 03 નંગ એ.સી. ખરીદીને કોરોના સેન્ટર જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી વાપરવા માટે આપવામાં આવેલા છે. આ એ.સી. ટંકારીઆ ગામના રહેવાસી મૌ.સાદીક મૌ. ઈબ્રાહીમ માલજી મારફત આ સંસ્થા ને આપવામાં આવેલા છે.
ટંકારીઆ કોવિડ કેર સેન્ટરે જરૂરીયાત મુજબ દોઢ ટનનું ૦૧ નંગ એ.સી. ખરીદેલ છે. સેન્ટર માં પૂરતા પ્રમાણમાં ફાયર એક્સટિંગુસરની વ્યવસ્થા પણ કરેલ છે.

(૩) અફજલ યુસુફભાઈ ઘોડીવાલા તરફથી ઓકસીજનના બોટલ માટેના ફલો-મીટર નંગ ૧૫ મળેલ છે.
(૪) ઈસ્માઈલભાઇ લહેરી એ બાયપેપ મશીન નંગ ૦૪ આપેલ છે.
(૫) શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી ઓકસીજન ના બોટલ નંગ ૧૦
(૬) સાજીદભાઈ ઇબ્રાહીમ લાર્યા તરફથી ઓક્સિજનના ૧૦ નં
બોટલ
(૭) બોખા ફેમીલી, સિરાજ ગાંડા તરફથી ઓક્સિજનના ૧૦ નંગ બોટલ
(૮) ભૂતા કમિટી તરફથી ઓક્સિજનના ૦૬ નંગ બોટલ મળેલ છે
(૯) મસ્જિદે સલામ ટ્રસ્ટ યુ.કે. તરફથી કોન્સન્ટ્રૈટર – ૦૧ નંગ તથા બાયપેપ મશીન ૦૧ નંગ મળેલ છે.
(૧૦) કંબોલી પાલેજ રોડ પર આવેલી સાલ્યા હોસ્પિટલ તરફથી ઓક્સિજન સેન્ટ્રલ લાઈન માટેના ૪૫ નંગ ફલોમીટર વાપરવા માટે મળેલ છે. તે ઉપરાંત ૫ નંગ મેડિસીનની ટ્રોલી, ઓક્સિજન બોટલ ઉઠાવવા માટેની ત્રણ ટ્રોલીઓ, સ્ટ્રેચર, વગેરે વાપરવા માટે આપવામાં આવેલ છે.
(૧૧) Al-Khair Foundation, UK અને VVUK (વ્હોરા વોઈસ યુ.કે) ના સહયોગથી WBVF (વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન) India chapter મારફત નીચે મુજબની આઈટમની ટંકારીયા કોવીડ કેર સેન્ટરને વાપરવા મળેલ છે.
(i) કોન્સન્ટ્રૈટર – ૦૧ નંગ
(ii) બાયપેપ મશીન – ૦૧ નંગ
(iii) ઓક્સિજન મોટા બોટલ (જમ્બો) – ૨૫ નંગ
(iv) ઓક્સિજન સેન્ટર લાઈન માટે ફ્લોમીટર – ૨૦ નંગ
(૧૨) પાલેજ ખાતે આવેલ ઓહદ ફાર્મા મેડિકલના માલીક ફૈજલભાઈ પટેલ દ્વારા હેન્ડ સેનિટાઈઝર નું ૧૦૦ લીટર નું મશીન લિલ્લાહ આપવામાં આવેલ છે તથા બીજું એક નંગ મશીન બિલકુલ કિફાયતી ભાવે ન નફા અને ન નુકસાન ના ધોરણે આપણે કિંમત ચૂકવી તેમનૅ પાસેથી ખરીદેલ છે.
(૧૩) યુનુસભાઇ રોબર અને રોબર પરિવાર તરફથી ઝુબેરભાઇ મામુજી મારફત રૂ.૧૦૭૦૦૦/- કિંમત ના ઇન્જેક્શન મળેલ છે
(૧૪) કરમાડ ગામના એક મુસ્લિમ ભાઈ તરફથી ડૉ.ઇકરામ બચ્ચા અને મો. હસન બચ્ચા મારફત રૂ.૧૦૭૦૦૦/- કિંમત ના ઇન્જેક્શન અને દવાઓ મળેલ છે.
(૧૫) જ્યારે આપણે ટંકારીયા કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું હતું ત્યારે અબ્દુલ્લાભાઇ કામથીના પ્રયાસોથી એમના મારફત નીચેની વસ્તુઓ મળી હતી. આ વસ્તુઓનું દાન શબ્બીરભાઈ હાજી વાજા વહાલુવાલા તરફથી મળેલ હતું.
(i) પલંગની ચાદર- ૨૦૦ નંગ
(ii) શોલાપુરી ધાબળા- ૧૫૦ નંંગ
(iii) ઓશિકા- ૧૦૦ નંગ
(iv) ગાદલા- ૫૦ નંગ
(૧૬) માતર ગામના સકીલ અહેમદ પટેલ પાસેથી સેંટર ચાલુ રહે ત્યાં સુધી વાપરવા માટે નીચેની વસ્તુઓ મળેલ છે.
(i) પલંગની ચાદર- ૧૦૦ નંંગ.
(ii) ગાદલા- ૫૦ નંગ.
(૧૭) ટંકારીયા ગામના તમામ દાતાઓ, ભાઈઓ અને બહેનો, ટંકારીયા વેલ્ફેર સોસાયટી યુકે, યુકેના ટંકારીયાના ગ્રામજનો ચીકાગો અને અમેરિકા ના બીજા શહેરમાં રહેતા ટંકારીયાના દાનવીરો, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઝામ્બીઆ, આફ્રીકાના તમામ દેશો, ન્યુઝીલેન્ડ, સાઉદી અરેબિયા અને કતારના દાનવીર ટંકારીયાના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર.

(૧૮) આપણા ગામના દેશ વિદેશમાં રહેતા શુભચિંતકો દ્વારા અવાર– નવાર આ પ્રશ્ન ટંકારીઆ કોવિડ કેર સેન્ટર કમિટીના સભ્યોને પૂછવામાં આવે છે કે આપણા સેન્ટરમાંથી ક્રિટિકલ પેશન્ટોને ભરૂચ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં ટ્રીટમેન્ટ માટે રીફર કરવા પડે છે તો આ બાબતે ટંકારીઆ કોવિડ કેર સેન્ટર ICU ત્થા વેન્ટિલેટર ની વ્યવસ્થા કેમ કરી શકતી નથી ? જેથી ક્રીટીકલ દર્દીઓને પણ બધી સુવિધાઓ સેંટરમાં મળી રહે અને તેમને મોટી હોસ્પીટલોમાં રીફર કરવા ન પડે તો તેનો ખુલાસો નીચે મુજબ છે.
આ મુદ્દો મેનેજીંગ કમિટીના ધ્યાન ઉપર પહેલેથી જ હતો. આ બાબતે અનેક વખત જુદા જુદા સ્તરે ચર્ચાઓ પણ થઈ છે. મેનેજીંગ કમિટી અને સંસ્થામાં સેવા આપતા ડોક્ટરોની બે અગત્યની મીટીંગોમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમાં બધાનું એવું મંતવ્ય હતું કે આ માટે આપણી પાસે ગવર્મેન્ટ ની મંજૂરી નથી, પરંતુ પ્રયત્નો કરી જરૂરી મંજુરી મેળવી શકાય એમ છે. આઇસીયુ યુનિટ પણ થોડા પ્રયાસોથી આપણા સેન્ટરમાં પણ શરૂ કરી શકાય એમ છે. જો મંજૂરી અને આઈ.સી .યુ વોર્ડ શરૂ કરવામાં થોડો વિલંબ થતો હોય તો પછી સાલ્યા હોસ્પિટલના આઈસીયુ નો ઉપયોગ કરી શકાય, તે માટે સાલ્યા હોસ્પિટલના મેનેજમેન્ટ ને વિનંતી કરી એમની પરવાનગીથી થોડો સમય વાપરવા મળે એવા પ્રયાસો કરવાનો વિકલ્પ પણ વિચારી શકાય.
આપણા શુભચિંતક ઈકબાલભાઈ ધોરીવાલાએ કંબોલી ખાતે આવેલ સાલ્યા હોસ્પિટલના ICU વોર્ડના ઉપયોગ માટે જરૂરી મંજુરી મેળવવા યુ.કે.માં રહેતા સાલ્યા હોસ્પિટલના માલિક સાથે મીટીંગ કરી વિનંતી કરશે એવી બાંહેધરી પણ આપી હતી.
અનુભવી ડોકટરો સાથે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબના અભિપ્રાયો મિટિંગમાં રજુ થયા હતા.

આ મિટિંગમાં બીજા ડોક્ટરો ઉપરાંત આપણા મેડીકલ ટીમના લીડર ડોક્ટર સોયેબ દેગ માસ્તર કે જેમને પોતાને વેન્ટિલેટર ના ઉપયોગનો અનુભવ છે એમણે વિસ્તૃત માહિતી આપી હતી.
વેન્ટિલેટરના ઉપયોગની પ્રક્રિયા અત્યંત જટિલ છે. દર્દીના શરીરમાં નળીઓ ઉતારી દર્દીને કેટલીક જતિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હોય છે. એનેસ્થેસિયા માટે ક્વોલિફાઇડ પર્સન, ખાસ નર્સિંગ સ્ટાફ, એમ.ડી. ડૉક્ટર, ક્વોલિફાઇડ અને અનુભવી વેન્ટિલેટર ઓપરેટર્સ ની સેવાઓ ૨૪ કલાક સેંટર ખાતે ઉપલબ્ધ રહે તો જ વેન્ટિલેટર બાબતે આપણે આગળ વધી શકીએ એમ છે. આપણા જૂના કેટલાક સેન્ટરો કે જેમની પાસે વેન્ટિલેટર ની સુવિધા તથા ICU ની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તથા અનેક પ્રયત્નો કરવા છતાં વેન્ટિલેટરનો તેઓ ઉપયોગ કરી શકતા નથી, તેનું મુખ્ય કારણ કોરોના મહામારી ના સમયમાં વધુ પગાર આપવા છતાં આવો જરૂરી કવોલીફાઇડ સ્ટાફ એમને મળતો નથી. ભરૂચ વડોદરા કે સુરત શહેરોમાં પણ પુરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વધુમાં બધાજ ડોક્ટરોએ એક મતે એવો અભિપ્રાય આપ્યો કે અમારા અનુભવોના આધારે આવો સ્ટાફ ટંકારીઆ માં ઉપલબ્ધ કરાવી શકાશે નહીં, જેથી વેન્ટિલેટર અને ICU ઉપલબ્ધ હોવા છતાં આપણે દર્દીઓને વેન્ટિલેટર ની સુવિધાઓ આપી શકીશું નહીં.
હાલના કોવિડ મહામારી ના સંજોગોમાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ જલ્દી ઉપલબ્ધ થતા નથી તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે તેઓ દર્દીઓના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં સતત આવતા હોવાથી તેમના પોતાના જાનનું તથા ચેપ લાગવાના કારણે તેમના કુટુંબીજનોનું પણ જાનનું જોખમ રહેલું હોય છે. ભરૂચના ડોકટરો જેઓ અવારનવાર ટંકારીઆ સેન્ટરમાં આવે છે એમના મારફત જાણવા મળ્યું કે ખુબજ વધુ પગાર આપવા છતાં વેન્ટિલેટર સુવિધા માટેનો તથા બીજી કોવિડને લાગતી સેવાઓ માટે મેડીકલ સ્ટાફ સહેલાઇથી ઉપલબ્ધ થતો નથી. સરકારી દવાખાનાઓમાં પણ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો નું મોરલ જળવાઈ રહે અને તેમની સેવાઓ મળતી રહે એ હેતુથી સ્પેશ્યલ બોનસ આપવામાં આવે છે.

ડોકટરો, અને નર્સિંગ સ્ટાફ દર્દીઓના સીધા અને સતત સંપર્કમાં આવતા હોય છે તેઓ પોતાના અને પોતાના કુટુંબીજનોના જીવના જોખમે કોરોના જેવી અત્યંત ભયંકર ચેપી બીમારીના દર્દીઓની સેવાઓ કરી એમનો જીવ બચાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આપણે જોયું છે કે બીજી હોસ્પિટલોના મેડીકલ સ્ટાફના અનેક સભ્યો આ અગાઉ શહીદ પણ થયા છે. મેડીકલ સ્ટાફના સભ્યોને અવાર-નવાર કોરોનાનો ચેપ પણ લાગ્યો હતો, છતાં પણ તેમણે સેવાના કામોથી પીછેહઠ કરી નથી જે કાબીલે દાદ છે. બધાજ સેવાઓ આપતા જેન્ટ્સ ડોક્ટરોની સેવાઓનું શબ્દોમાં વર્ણન થઈ શકે એમ નથી. સાથે સાથે લેડી ડોક્ટર ઉમ્મેહાની લાલન (સરપંચ ના સુપુત્રી) તથા રઈસા બહેન દોરાના સખત પ્રયાસો, એમનો ખંત અને ઉત્સાહ જોઈ બધા ખુબ પ્રભાવિત થયા છે. ઓક્સીજનના વજનદાર બોટલોની આખો દિવસ આમથી તેમ હેરાફેરી કરતા એ નાજુક શરીર વાળા માસુમ ચેહરાઓ, પરસેવાથી રેબઝેબ થતા એમના શરીર અને એમના કપાળ પરથી ટપકતા પરસેવાના એ ટીપાંઓની શું કિંમત ચૂકવી શકાય? બીજા કામો ઉપરાંત વળી પાછું એમને કોઈ પણ દર્દીનો બોટલ ખાલી ના થઈ જાય એનું પણ સતત ધ્યાન રાખવું પડે. કોરોનાના અજાણ્યા દર્દીઓને બેડ ઉપર પેશાબ, પાણીની હાજતો પૂરી કરાવતા, દર્દીઓની તથા બિલ્ડિંગની જરૂરી સફાઈ કરતા એ કર્મચારીઓને શું કિંમત ચૂકવી શકાય?

આપણું ટંકારીઆ કોવિડ કેર સેન્ટર એ પહેલું એવું સેન્ટર છે જે માનવતાના ધોરણે ગમે તે હદે પહોંચી ગયેલા ક્રીટીકલ સ્ટેજના અત્યંત મજબુર દર્દીઓને જેમનું ઓક્સિજનનું લેવલ ખુબજ નીચું હોવાથી એમને કોઈ સેન્ટર દાખલ કરતું નથી, તેમને પણ દાખલ કરે છે. તેથી જ દુર દુરના દર્દીઓ પણ મજબુરીથી ટંકારીયા આવે છે જે તમે વિસ્તૃત અહેવાલમાં જોઈ શકો છો, ભવિષ્યમાં જોશો. મિત્રો, અમીરોને ઓછી તકલીફો પડતી હોય છે તેઓ મોંઘી હોસ્પીટલોમાં યેનકેન પ્રકારેણ પ્રયાસો કરી દાખલ થઈ શકે પરંતુ એટલી આસાની અને સહુલતો ગરીબો માટે નથી હોતી. આજની જ વાત કરીએ તો એક ક્રિટિકલ કન્ડીશનમાં દાખલ થયેલ દર્દીનું ઓક્સીજન લેવલ ખુબજ ઓછું હતું, તેમના કુટુંબીજનોના મજબુરી સાથેના સતત આગ્રહોના કારણે આપણે દર્દીને દાખલ કરેલ હતા. એમને બાયપેપ મશીન ફાળવી સારવાર પણ ચાલુ રાખી હતી, પરંતુ એમને ફરજીયાત વેન્ટિલેટરથી સારવાર આપવી પડે એમ છે એવી ડોક્ટરોએ પૂરેપૂરી સમજ વિસ્તારથી એમના સગાઓને આપી હતી, પછી કમિટીના સભ્યોએ પણ એમને સમજાવ્યા હતા કે તમારા દર્દીને ફરજીયાત વેન્ટિલેટર થી જ સારવાર આપવી પડશે. ત્યારે એમના શબ્દો હતા “ અમે ગરીબ હિ_ _ છીએ અમને કોણ મદદ કરે સાહેબ?” ત્યારે અમે કહ્યું કે ૨-૩ સંબધીઓને તમારા ગામમાં ઘેર ઘેર મોકલો એટલે જરૂર જેટલી રકમ તો થઈ જશે. અનેક સમજાવત પછી એ દર્દીને વડોદરા રીફર કરી શકાયો. (આ બાબતમાં આપણું ગામ ખૂબ નશીબદાર છે) આપણા સેન્ટરમાં આપણે ક્રિટિકલ કન્ડીશનના અત્યંત મજબુર દર્દીઓને ફકત માનવતાના ધોરણે દાખલ કરી આપણાથી બનતી તમામ મદદ કરીએ છીએ, ડોક્ટરોના, આપણા કોન્ટેક અને પ્રયાસોથી બીજી વેન્ટિલેટર વાળી હોસ્પીટલોમાં દાખલ કરાવવા ભલામણો પણ કરીએ છીએ, એવી હોસ્પિટલોમાં દર્દીઓને મોકલવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉપરાંત ઓક્ગેસીજન ગેસ નો બોટલ, આપણી પાસેના બાયપેપ મશીન સાથે એવા દર્દીને જે તે હોસ્પીટલમાં દાખલ થાય ત્યાં સુધીની વ્યવસ્થા કરી આપણે મોકલીએ છીએ.

આપણા સેન્ટરમાં મજબૂરીથી દાખલ થતા ક્રીટીકલ દર્દીને સારવાર મળતી થઈ જાય પછી ગભરાય ગયેલા દર્દીઓના સબંધીઓ થોડી રાહત અનુભવે છે. આવા ક્રીટીકલ દર્દીઓના કુટુંબીજનોને ડોકટરો અને આપણા માર્ગદર્શન મુજબ જ્યાં વેન્ટીલેટર ઉપલબ્ધ હોય એવી હોસ્પીટલમાં દર્દીને લઈ જવા સમજાવવામાં આવે છે ત્યારે ક્યારેક તેઓ માની જાય છે. તો વળી ક્યારેક વ્યવસ્થા ના થતાં એવા દર્દીઓનો અંતિમ સમય આવી જતાં તેમનો ઇન્તેકાલ પણ થઈ જાય છે.

ફરીથી સર્વે દાનવીરોનો, નાની-મોટી દરેક પ્રકારની મદદ કરનારાઓનો, દારૂલ બનાત બિલ્ડીંગનો જરૂરત મુજબ કોઈ પણ જાતની રોકટોક વિના આપણે આ સેન્ટર માટે ઉપયોગ કરી શકીએ એવી વ્યવસ્થા કરવામાં મદદરૂપ થનાર મૌ. ઈસ્માઈલભાઈ ભુતા, સંસ્થાના જિમ્મેદાર મકબુલભાઈ ભુતાનો, ગામના અને બહાર ગામના દેશ-વિદેશમાં વસતા તમામ શુભચિંતકો, મદદ કરનારાઓ નો ખુબ-ખુબ આભાર.

આપણે એ સર્વશ્રેષ્ઠ દીનના અનુયાયીઓ છીએ જે દીનમાં રસ્તે ચાલતા કોઈ વ્યક્તિના પૂછવાથી ઝબાનનો ઉપયોગ કર્યા સિવાય ફક્ત હાથના ઈશારાથી રસ્તો બતાવવાનારને, રસ્તાની નાની અડચણ દુર કરવાનારને યોગ્ય બદલો આપવાનો વાયદો છે. જે દીનમાં મદદની રકમ કે વસ્તુ જેટલા હાથોમાંથી પસાર થશે એ દરેકને યોગ્ય બદલો આપવાનો વાયદો છે એ મહાન દીનના આપણે અનુયાયીઓ છીએ. આજે દફન થયેલા ઇકબાલભાઈ ભરૂચી, થોડા દિવસો પહેલાં દફન થયેલા ઇનાયતભાઈ લાર્યા, મહમ્મદ ભાઈ કરકરિયા, અબ્દુલરજ્જાક બારીવાલા (લીસ્ટ ખૂબ લાંબુ છે) જેવા ખૂબ વાતો કરતા, હસતા ચેહરાઓ અકાળે આ ફાની દુનીયા છોડી ગયા. આપણા મુરબ્બી એહમદ ભાઈ પટેલ સાહેબનોજ દાખલો જોઈ લ્યો. મારે કે તમારે ૦ થી ૦૭ સેકન્ડ, મીનીટ, કલાક, દિવસ, વર્ષ કે દાયકા, કેટલું જીવવાનું હવે બાકી છે એ આપણને ખબર નથી. ક્યામતની ઘણી બધી નિશાનીઓ જાહેર થઈ ગઈ છે. આપણી આવનારી પેઢીઓને પણ કેટલું જીવવાનું છે એ ખબર નથી.

“હુએ નામવર બેનિશાં કૈસે કૈસે
(ભલભલા જાણીતાઓ નામશેષ થઈ ગયા)
ઝમીં ખા ગઈ નૌજવાં કૈસે કૈસે..
કલ જો તનકે ચલતે થે અપની શાન-ઓ-શૌકત પર
શમા તક નહીં જલતી આજ ઉનકી તુરબત પર
અદના હો યા આલા હો – સબકો લૌટકે જાના હૈ
મુફલિસ-ઓ-તવંગરકા – કબ્ર હી ઠિકાના હૈ”

દુઃખ અને તકલીફોના સમયે બધાની મદદ કરવાના ઇસ્લામના માર્ગદર્શન અને એના મહાન ઈતિહાસને અનુસરી અને ઇસ્લામના એ મહાન લોકોના જીવનને અનુસરી આવો બધા ખભા થી ખભો મીલાવી નાની નાની કોશીશો કરતા રહીએ. અલ્લાહ આપણા બધાની મદદ જરૂર કરશે. કેટલાક અત્યંત દુઃખી, અત્યંત મજબુર દર્દીઓની અને તેમના પરિવારના સભ્યોની દુઆઓ અમે સાંભળતા રહીએ છીએ. દિલના ઊંડાણમાંથી નીકળેલ એકાદની દુઆ પણ જો અલ્લાહ કબૂલ કરી લે (જેની આપણને સૌથી દયાળુ આપણા બધાના પાલનહારથી ખાસ ઉમ્મીદ પણ છે) તો આપણા બધાની આખિરત અને દુનિયા સુધરી જાય એવી અલ્લાહથી ઉમ્મીદ અને દુઆઓ કરતા રહીએ.

લોકશાહી પ્રણાલિકાને અનુસરી લોકશાહી ઢબે આપના સૂચનોને હંમેશા ધ્યાન પર લેવામાં આવશે.

Translation from Gujarati into English by using Google Translation Services. Please forgive us for any inaccuracy/ mistake. We hope it will serve the purpose and save our time.

“Kindness, honesty, transparency, and democratic governance are our motto.”

(1) During this period of the Corona epidemic, many difficulties have been encountered in obtaining the small and large parts required for the oxygen line. Our committee and the members of WBVF-World Bharuchi Vahora Federation were also making continuous efforts to get the oxygen tanks, for which the organization thanks.
Finally, thanks to the persistent and hard work of Maqbul Bhai Abhali, Tankaria Covid Care Center has got the following items free to use through a company as long as it continues.
02 Oxygen tanks worth Rs. 9 lakhs for Oxygen Central Line. Also found to use valves and necessary equipment.
Tankaria Kovid Care Center has procured 01 oxygen tank and vaporizer as required.
Apart from this, through the efforts of Maqbul Bhai Abhali, amount of about Rs. 36 lakhs has been pledged by Abhali Brothers, Oasis Crescent Charitable Trust, Durban, Africa.

(2) For Air-conditioning installation there was a need to make direct separate heavy electric lines mandatory so that heating of wires, short circuits, and the dangerous risk of fire could be avoided. This requirement has been met. Care should also be taken to ensure that the patients undergoing treatment are not disturbed. The work has also been completed by planning to avoid any inconvenience.
WATER WISH CORPORATION, a charitable organization in Chicago USA, has provided a brand new 03 Air conditioners (Mitsubishi brand) for use as long as the Corona Center continues. Tankaria Covid Care Center received those 03 A.C. for use through Mo. Ibrahim Malji and Mo. Sadiq.
Tankaria Covid Care Center has purchased 01 A.C. of 1.5-tonne capacity as per requirement.

(3) Flowmeter No. 12 for the oxygen bottle has been received from Afzal Yusufbhai Ghodiwala.
(4) Ismailbhai Laheri has given the 04 BiPAP machines.
(5) Oxygen bottles No. 10 from Shaikhul Islam Trust.
(6) 10 Oxygen bottles from Sajidbhai Ibrahim Larya
(7) 10 Oxygen bottles from Bokha Family and Sirajbhai Ganda
(8) 06 Oxygen bottles from Bhuta Committee
(9) Oxygen Concentrator – 01 no. and BiPAP machine 01 no. from Masjid-e-salam Trust, U.K.
(10) 45 Nos. Oxygen flowmeters have been received from Salya Hospital on Kamboli-Palej Road for use for Central Line. In addition, 05 medicine trolleys, 03 trolleys to carry Oxygen Bottles, stretchers, etc. are provided for use.

(11) In collaboration with Al-Khair Foundation, UK and VVUK (Vhora Voice UK) through WBVF (World Bharuchi Vhora Federation) India chapter, the following items have been made available to help Tankaria Kovid Care Center for Corona infected patients.
(1) Concentrator – 01 no.
(2) BiPAP machine – 01 no.
(3) Oxygen large bottles (jumbo) – 25 nos.
(2) Flowmeter for Oxygen Center Line – 20 nos.

(12) Honourable Faizalbhai Patel of Ohad Pharma Medical at Palej has given a 100 litter machine of hand sanitizer lillah to us and we have bought another machine from him at a very reasonable price based on neither profit nor loss. Thank you very much.

(13) Injections worth Rs. 107000 / – have been received from Yunusbhai Rober and Rober family through Zuberbhai Mamuji
(14) Injections and medicines worth Rs.107000/ – have been received from a Muslim brother of Karmad village, via Dr. Ikram Bachcha and Mo.Hasan Bachcha of Tankaria.

(15) When we started Tankaria Covid Care Centre we received following items from Sabbirbhai Haji Vaja Vahaluwala via Abdullahbhai Kamthi.
(1) Bed sheets- 200 Nos.
(2) Sholapuri blankets- 150 Nos.
(3) Pillows- 100 Nos.
(4) Mattresses- 50 Nos.

(16) We received following items for use from Sakil Ahmed Patel of Matar village.
(1) Bed sheets- 100 Nos.
(2) Mattresses- 50 Nos.
May Allah SWT give you best rewards. May Allah SWT accept all our good deeds.
Above information also updated on My Tankaria website.

(17) Thank you very much to all Donors, Brothers, and Sisters of Tankaria village, Tankaria Welfare Society UK, Tankarvis from the UK, Brothers, and Sisters living in Chicago and other cities in America, Canada, South Africa, Zambia, all African countries, New Zealand, Saudi Arabia, and Qatar.

(18) This question is frequently asked by the well-wishers living in our village and abroad to the members of Tankaria Covid Care Center Committee that if critical patients from our center have to be referred for treatment in big cities like Bharuch, Surat and Vadodara then Tankaria Covid Care Why can’t our center arrange ICU or ventilator? So that even critical patients get all the facilities and they do not have to be referred to big hospitals, the explanation is as follows.
The issue was already at the attention of the managing committee. This matter has been discussed many times at different levels. The matter was discussed in detail in two important meetings of the managing committee and the doctors serving in the organization, all of whom were of the view that we do not have the approval of the government for this, but the necessary approval can be obtained by making efforts on the subject. The ICU unit can also be started in our center with a little effort. If there is a slight delay in approval and commencement of ICU ward, then the ICU of Salya Hospital can be used, for which the management of Salya Hospital can be requested to make an effort to use it for some time with their permission.
Our well-wisher Iqbalbhai Dhoriwala also promised to meet the owner of Salya Hospital in the UK and request the necessary approval for the use of the ICU ward of Salya Hospital at Kamboli.

The following opinions were presented at the meeting by experienced doctors.
In this meeting, among other doctors, the leader of our medical team, Dr. Soyeb Deg Master, who himself has experience in using a ventilator, gave detailed information.
The process of using a ventilator is extremely complicated. The patient has to go through some complicated procedures. Few tubes to be inserted into the patient’s body. Qualified Person for Anaesthesia, Specialized Nursing Staff, and M.D. doctor must be assigned. It is said that we can move forward with the ventilator only if the services of doctors, qualified and experienced ventilator operators are available at the center for 24 hours. Some of our old centres which have ventilator facility and ICU facility and despite many efforts they cannot use the ventilator, the main reason is that they do not get the required qualified staff despite paying more in the time of Corona epidemic. Even in Bharuch, Vadodara, or Surat cities, there are great difficulties in providing adequate staff.

In addition, all the doctors believed that based on our experience, such staff could not be made available in Tankaria, so we would not be able to provide ventilator facilities to patients even though ventilators and ICUs were available.
One of the main reasons why doctors and nursing staff are not available soon in the current Covid epidemic is that they are in constant contact with patients, putting their own lives at risk and that of their families at risk of infection. Doctors from Bharuch who visit the Tankaria Center frequently found that despite being overpaid, the medical staff was not readily available for ventilator facilities and other covid services. Special bonuses are also given in government hospitals to maintain the morale of nursing staff and doctors and to get their services.

Doctors and nursing staff are in direct and constant contact with patients and are constantly trying to save their lives by risking their lives and the lives of their families by serving patients with a highly contagious disease like a corona. We have seen that many members of the medical staff of other hospitals have also been martyred in the past. Members of the medical staff have also been infected with corona from time to time, yet they have not backed down from service work which is a good thing. The services of male doctors who provide all services cannot be described in words. At the same time, seeing the hard work, diligence, and enthusiasm of Lady Doctors Ummehani Lalan (Sarpanch’s daughter) and Doctor Raisa sister Dora, everyone is very impressed.

Boys who are handling heavy Oxygen Bottles: What price can be paid for the innocent faces with their delicate bodies, their bodies dripping with sweat all day long, and the drops of sweat dripping from their foreheads? In addition to other tasks, they also have to constantly take care that no patient’s bottle is emptied. What price can be paid to those members of our staff who helped unknown Covid patients to whom they provide facilities to urinate on their bed and those who clean the building?

Our Tankaria Covid Care Centre is the first center to admit critically ill patients on a humanitarian basis who have reached any dangerous level who are not admitted to any center due to very low oxygen levels. That’s why even patients from very far places come with some hope to our centre. You can see in the detailed report, see in the future. Friends, the rich have less trouble, they can be admitted to expensive hospitals with few more efforts, but not so easy and convenient for the poor. Speaking of today, the oxygen level of a patient admitted in a critical condition was very low, he was admitted due to the compulsions of his family members. He was given a BiPAP machine and continued treatment, but the doctors told him that he had to be treated compulsorily with a ventilator. Then his words “We are poor, who will help us, sir?” Then we advised them that send 2-3 relatives door to door at your home village so that the required amount can be collected. After several explanations, the patient was referred to Vadodara. (Our village is very lucky in this regard.) In our center, we help the most vulnerable patients of critical condition only on humanitarian grounds and do all we can to help them. In addition to arranging an ambulance, we also send them to other hospitals with a bottle of Oxygen gas, a BiPAP machine with us. Relatives of frightened patients feel a little relieved when the treatment of a patient starts at our Centre. Meantime we guide them and help them to admit the patient to a hospital where ventilator facilities are available. Sometimes they fail for some reason and due to lack of ventilator untreated patients die.

Once again thanks to all philanthropists, helpers of all kinds, Members of Darul Banat Building as per the need to help us to arrange for this center without any hesitations. Thank you very much to Mo. Ismailbhai Bhuta, Maqbulbhai Bhuta, all the well-wishers living in the village and outside the country and abroad.

We are the followers of the best religion in which to show the way to the traveler by without using the tongue only showing direction by hand is considered as a good deed of savab, also removing the small obstacle of the road. We are the followers of the great religion in which the amount of help or the thing that will go through all those hands are promised to give compensation. Talking a lot like Iqbalbhai Bharuchi who was buried today, Inayatbhai Larya who was buried a few days ago, Muhammad Bhai Karkariya, Abdul Rajjak Bariwala (list is very long), all those smiling faces left this world prematurely. Our mentor leader Ahmed Bhai Patel is also an example. I don’t know how much time we have left to live from 0 to 05 seconds, minutes, hours, days, years, or decades. Many signs of Day of Judgment have been revealed. Even our future generations will not know how long they will live.

Following the guidance of Islam and its great history of helping everyone in times of sorrow and hardship and following the lives of those great people of Islam, let us all continue to make small efforts shoulder to shoulder. Allah will help us all. We keep hearing the prayers of a very sad, very helpless patient and his family members, even a single prayer from the depths of the heart, if Allah accepts it (which we have a special hope from most merciful Allah), then our end (Aakirat) and our life in this world will be better. Keep hoping and praying to Allah.

Your suggestions will always be democratically taken into consideration.

Report No. 03 – May 25, 2021
https://www.proudofgujarat.com/bharuch-3246/

Report No. 02 – May 20, 2021 (Gujarati and English)
https://www.mytankaria.com/news/2021/05/40743

ટંકારીઆ કોવિડ કેર સેન્ટર વિસ્તૃત રીપોર્ટ/ પૃથક્કરણ

આપણી શરીઅતે મુતહહરાએ માનવસેવા (ખિદમતે ખલ્ક) ને એક ઉચ્ચ સ્થાન આપ્યું છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના મુબારક જિવન ચરિત્રમાં આપણને આ વિશેના અનેક ઉદાહરણો મળી આવે છે, માનવસેવા ના કેટલાય કાર્યોથી પ્રોત્સાહિત થઈ કેટલાય લોકોના ઈસ્લામના વર્તુળમાં દાખલ થવાના ઉદાહરણો પણ મૌજુદ છે. ટુંકમાં માનવ સેવા, ખિદમતે ખલ્ક ઘણી મોટી ઈબાદત છે.
આવી જ રીતે આજના સમયમાં કોરોના નામની બિમારીથી પીડાતા લોકોની સેવા (માનવસેવા) ના અનુસંધાનમાં લોકો દ્વારા, લોકો માટે સ્થાપના કરવામાં આવેલ આપણા સમાજની એક સંસ્થા એટલે કે ટંકારીઆ કોવિડ કેર સેન્ટર.

કોરોના મહામારીમાં આપણા ગામ ટંકારીઆ માં જ્યારે અનેક લોકો કોરોના બીમારીમાં સપડાયેલ હોય, કોરોનાથી સંક્રમિત રોજના ૩ થી ૫ જેટલા વ્યકતિઓ અલ્લાહની રહમતમાં પહોંચી જતા હોય તો આવા કપરા સમયમાં લોકોની હાલત જોઈ ગામના આગેવાનો, પ્રદેશમા વસતા ટંકારીઆ ના યુવાનો, ગામની સંસ્થાઓ તથા વ્યક્તિઓ દ્વારા સૌ પ્રથમ આ કામની શરૂઆત ટંકારીઆ જામે મસ્જિદના અઝાન આપવાના માઇકનો ઉપયોગ કરી દુઆઓ ગુઝારી કરવામાં આવી, જેમાં ગામના લોકો મસ્જિદમાં અને ઘરોમાં રહી સામીલ થયા હતાં. દુઆઓ પછી ગામ વતી સદકાની કાર્યવાહી થઈ અને પછી તરત મોટા પાદર દારૂલ ઉલુમના હોલમાં ગામના અનેક લોકોની હાજરીમાં એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. ત્યાર બાદ લોકોએ આ કામને વધાવી લીધું અને હાથો હાથ તન – મન – ધન થી ખિદમત આપી આજે એક કોરોના આઈસોલેશન સેન્ટર સ્થાપી સફળતાનું એક કદમ સર કર્યું. જેનું ઉદ્દઘાટન તારીખ ૨૪/૦૪/૨૦૨૧ ના રોજ ટંકારીઆ ગામથી બે કિલોમીટર ના અંતરે આવેલ દારૂલ બનાત (છોકરીઓનો મદ્રસો) માં લોકો દ્વારા જગ્યા પસંદ કરી ત્યાં શરૂ કરવામાં આવ્યું. આવા નેક કામને સૌ પ્રથમ એકડે એકથી ઘુંટીને હોસ્પિટલ જેવા સ્વરૂપમાં ઉભું કરવામાં તન-મન-ધન જે રીતે પણ જે કોઈ વ્યક્તિ એ મદદ કરી હોય તે બધાનો હદય પુર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને ટંકારવી બ્રધર્સ ને દિલની અઠાગ ગેહરાઈયોથી સલામ કરીએ છીએ.
સૌ પ્રથમ તો ગ્રામજનો આ ધ્યાન માં રાખે કે ઉપરોક્ત ઉભું કરવામાં આવેલ સેન્ટર એક આઈસોલેશન સેન્ટર છે, જ્યાં દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા તથા મેડિસીન/દવાઓની પુરતી સુવિધા પુરી પાડવામાં આવે છે, દર્દીઓ માટે એકસ – રે મશીન તથા બ્લડ ટેસ્ટિંગ (લોહી તપાસ) માટેની સુવિધા છે, જો કોઈ દર્દીને ઓક્સિજન માટે વધારે જરૂર જણાય તો ડોક્ટર ની સલાહ સુચન મુજબ બાયપેપ મશીન લગાવી ઓક્સિજન લેવલ મેનટેઈન કરવાની પુરતી કોશિશ કરવામાં આવે છે, (હાલના સંજોગોમાં બાયપેપ મશીન જલ્દીથી અને સરળતાથી મળી શકે એમ નથી તે છતાં ૬ બાયપેપ સંસ્થા અને દાતાઓ તરફથી ઉપ્લબ્ધ કરવામાં આવ્યા, અને એક સી.પેપ મશીન જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સિતપોણ તરફથી સંસ્થાને ઉપયોગ માટે આપવામાં આવ્યું છે) અને જો તેનાથી પણ વધીને પરિસ્થિતિ બગડે તો અન્ય હોસ્પિટલ કે જ્યાં ICU વોર્ડ હોય, વેન્ટિલેટર તથા બાઈપેપ મશીનની પુરતી યોગ્ય સુવિધા હોય તેવી હોસ્પિટલમાં પેશન્ટ ને રીફર કરવામાં આવે છે,આ સેન્ટરમાં વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ નથી કારણકે વેન્ટિલેટર ને નિષ્ણાંત ડોક્ટર જ ઓપરેટ કરી શકે છે.

ટંકારીઆ કોવિડ કેર સેન્ટર માં રાત દિવસ કેવી રીતે પસાર થાય છે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તો ગામના ડોકટરો સારી રીતે સેવા આપી રહયા છે જેમકે ડોકટર શોયબ દેગ માસ્તર (એમ.ડી. ફિજિશ્યન) (જેઓ પોતાની પાલેજ ખાતે હોસ્પિટલ ધરાવે છે અને ત્યાં લોકોની સારી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.), ડોકટર ઈકરામ બચ્ચા. (ઈખર કોવિડ કેર સેન્ટર માં કોવિંદના દર્દીઓનો સારવાર કરવા માટેનો ૪ મહિનાનો અનુભવ), ડોકટર લુકમાન પટેલ (હિગલ્લા વાળા) (જેઓ મેસરાડ તથા ટંકારીઆ ખાતે સારી એવી સેવા આપી રહ્યા છે), ડોક્ટર એજાજ પટેલ (કીડી) (જેઓ એક અનુભવી ડોકટર હોવાની સાથે સાથે ગામ પરગામના લોકોની સારી એવી સેવા કરી રહ્યા છે, ડોક્ટર ઉમ્મે હાની લાલન (જેઓને ડો. ઈકરામ બચ્ચા સાથે ઈખર કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ લાઈનમાં સારો એવો અનુભવ મેળવ્યો છે.) ડોક્ટર મુજજમ્મિલ બોડા, ડોક્ટર અશ્ફાક રખડા,ડોકટર ઉવેશ ભડ, ડોક્ટર મોઈન ઢબુ (સામલી), ડોકટર સરફરાજ વેવલી વગેરે વગેરે સારા અનુભવી ડોકટરોની દેખરેખ હેઠળ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઉપરોક્ત ડોકટરોની ટીમને ડોકટર વસીમ રાજ (પામલેન્ડ હોસ્પિટલ – ભરૂચ), ડોક્ટર ઈરફાન પટેલ (ગ્લોબલ હોસ્પિટલ – ભરૂચ), ડોક્ટર અજવદ ખાન્યા (અલ મહમૂદ હોસ્પિટલ જંબુસર), મૌલાના અસ્લમ પટેલ (ભરૂચ) ની સલાહ સુચનો મળતી રહે છે.

દર્દીનો સૌ પ્રથમ પ્રવેશ કઈ રીતે…..?
દર્દી જ્યારે પણ કોવિડ કેર સેન્ટરમાં આવે છે તો સૌ પ્રથમ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરી તેનું સંપૂર્ણ ચેક અપ કરવામાં આવે છે, ત્યાર બાદ ડોકટરના કહેવા મુજબ પેશન્ટ દાખલ કરવા લાયક હોય તેમને એડમિશન આપવામાં આવે છે, નહિતર પેશન્ટને આગળ બીજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાની સચોટ સલાહ આપવામાં આવે છે. અને જો કોઈ દર્દીને એડમિશન આપવામાં આવે છે તો સૌ પ્રથમ તેની ફાઈલ તૈયાર કરવામાં આવે છે ત્યાર બાદ કોવિદ કેર સેન્ટરમાં પુરુષ અને સ્ત્રી એમ બંન્નેના વોર્ડ અલગ અલગ રાખવામાં આવ્યા છે. તો દર્દી મુજબ જે તે વોર્ડમાં દાખલ કરી તેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે.
દરરોજ સવારમાં બધા વોર્ડની સાફ – સફાઈ કરવામાં આવે છે ત્યાર બાદ દર્દીઓ ને સવારનો નાસ્તો આપવામાં આવે છે. જેમાં ચ્હા, પૌઆ, ખમણ, ઢોકળા, ઈડલી, ઈંડા વગેરે આપવામાં આવે છે, ત્યારબાદ સવારની ટ્રીટમેન્ટ શરૂ કરી દવાઓ આપવામાં આવે છે. જો ડોકટરે કોઈ દર્દીને સીટી સ્કેન અથવા HRCT સ્કેન કરવાનું કહ્યું હોય તો તેના માટે અંજુમન હોસ્પિટલ ટંકારીઆની એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ અથવા જે-તે સ્થળે દર્દીને ઓક્સિજન બોટલ સાથે લઈ જવામાં આવે છે. દર્દીઓના પીવાના પાણી માટે હુંફાળું પાણી આપવામાં આવે છે, સવાર સાંજ આવા પાણીના કુલરની વ્યવસ્થા કરવામાં આવે છે. બપોરે ૪ વાગ્યાના આસપાસ ચાય અને દર્દીને યોગ્ય બિસ્કીટ આપવામાં આવે છે, અને ૪ વાગ્યા પછી મોસંબીનું જયુસ તથા ફ્રુટ આપવામાં આવે છે, રાત્રે દર્દીઓ ને જમવાનું આપવામાં આવે છે. સવાર સાંજના ખાવામાં દાળ ભાત, રોટી, અલગ અલગ શાકભાજી નું શાક બનાવી પીરસવામાં આવે છે, દર્દીઓના સગા જે રોકાયેલા હોય એમને પણ જમવાનું આપવામાં આવે છે. રમઝાન માસ દરમિયાન સહેરી અને ઈફતારીમા સ્ટાફની સાથે દર્દીઓના સગા જે રોઝહદારો હતાં તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કોવિડ કેર સેન્ટર ના મેઈન હોલમાં ઓકસજન પાઈપ લાઈન નું કામ પુર્ણ થયેલ છે અને ઓક્સિજન ટેંક ભાડેથી અથવા વેચાણથી લેવાની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરી રહ્યા છિએ અને એરકંડિશનર ખરીદવા માટે અને દાનમાં મેળવવા માટે ના પ્રયત્નો ચાલું છે, એક સખી સજ્જન તરફથી બે ટનના ૩ એ.સી. વાપરવા માટે આપવામાં આવેલ છે.
આ આઈસોલેશન સેન્ટર માં નાત – જાત કે ગામ – પરગામ વગેરે નો ભેદભાવ વિના સચોટ રીતે નિદાન થાય અને દર્દી તંદુરસ્ત સાજો થઈ હસ્તા – ચહેરા સાથે પોતાના કુટુંબીજનો સાથે મુલાકાત કરે એ જ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે અને દાનવીર સખી સજજનો પણ આ જ નેક મકસદ સાથે સંસ્થામાં કુર્બાની આપી રહ્યા છે, અત્યાર સુધીમાં ૧૯/૦૫/૨૦૨૧ બુધવાર સુધીમાં કુલ ૧૦૦ દર્દીઓ ને એડમિશન આપવામાં આવ્યું હતું, જેમાં થી ૪૨ જેટલા દર્દીઓ આ હેતુમાં કામયાબ થઈ ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફર્યા. અને હજુ ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. આ વિશેની સંપૂર્ણ માહિતી PDF દ્વારા આપવામાં આવી છે.
કેટલાક એવા દર્દીઓ જેઓ આર્થિક પરિસ્થિતિને કારણે, બીજી કોઈ હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે, જે ડૉક્ટરો ટંકારીયા કોવીડ કેર સેન્ટરમાં સેવા માટે જોડાયા એમણે એમની ચાલુ સારવાર હેઠળના દર્દીઓને ટંકારીયા કોવીડ કેર સેન્ટરમાં દાખલ કર્યા જેથી બધાની એક જ જગ્યાએ સારવાર કરી શકાય.

શરૂઆતમાં દાખલ થયેલા મોટા ભાગના ગામના દર્દીઓ ગામના ડોકટરોની દેખરેખ હેઠળ પોત પોતાના ઘરે સારવાર લઇ રહ્યા હતા. શરૂઆતમાં સેન્ટરમાં દાખલ થયેલા દર્દીઓમાંથી મોટા ભાગના ૭૦ વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ હતા. ઉપર જણાવેલ તમામ કેટેગરીના દર્દીઓ જ્યારે દાખલ થયા ત્યારે તેમની હાલત અત્યંત નાજુક હતી, તેમનું ઓક્સિજન લેવલ ૫૦ % કે તેનાથી પણ ઓછું હતું. કેટલાક દર્દીઓનું ૩૫% જેટલું નીચું હતું. અમુક દર્દીઓ તો ગાડીમાંથી નીચે ઉતારી ઈમરજન્સી વોર્ડમાં લઈ જતાની સાથે જ અમુક કલાકોમાં અલ્લાહની રહમતમાં પહોચી ગયા હોય છે. આ અંગેનો વિગતવાર રિપોર્ટ સાથે રજૂ કરવામાં આવે છે. જેમાં એમના ઓક્સિજનની લેવલ જેવી વિગતો આવરી લેવામાં આવી છે. ગયા વર્ષે કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી આપણે ભરૂચ, વડોદરા, સુરત, જંબુસર, વલણ, ઈખર જેવી અનેક પ્રતિષ્ઠિત હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કર્યા પછીના ખુબજ ટૂંકા સમયમાં અમુક કલાકોમાં કે એથીય ઓછા સમયમાં મૃત્યુના સમાચારો સતત સાંભળતા રહ્યા છે જેના ઉપર ઘણા તર્ક વિતર્ક (Injection) પણ આપણે સતત સાંભળતા રહ્યા છીએ. ખરેખર એનું મુખ્ય કારણ એ છે કે દર્દીઓ હોસ્પિટલોમાં જલ્દી દાખલ થતાં નથી કે કેટલાક કારણસર દાખલ કરી શકાતા નથી, એવા દર્દીઓ જ્યારે અત્યંત ક્રિટીકલ કંડીશનમાં આવી જાય ત્યારે જ સેન્ટરમાં/ હોસ્પિટલમાં દાખલ થવા આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આવા દર્દીઓ ક્યારેક તો હજુ સારવાર બરાબર શરૂ કરી ના થઈ શકી હોય અથવા સારવારના બિલકુલ શરૂઆતના તબક્કામાં અલ્લાહની રેહમતમાં પહોંચી જતા હોય છે. આવાં અચાનક (Suddenly)મૃત્યુ વિશે પણ અમૂક કારણો હોય છે જેમ કે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય (ઓકસિજન લેવલ બરાબર ન હોય), નસોમાં લોહીના ગથ્થા જામી ગયા હોય, બ્લડનું સર્કયુલેશન ના થવાથી હાર્ડ એટેક આવી જાય જેના કારણે મૃત્યુ થતું હોય છે. કોઈ મુસલમાન ડોકટર કે નર્સ કે કોઈ પણ મુસલમાન વ્યક્તિ મુસલમાનોનું અકાળે અવસાન થાય એવું દુનિયાના કોઈ હિસ્સામાં ક્યારેય કરતા નથી, એજ તો ઈમાનનો નાનામાં નાનો હિસ્સો ધરાવનાર મુસલમાનોના મુસલમાન હોવાની દલીલ છે. મુસલમાન ગેરમુસ્લમાનને પણ મુત્યુ પામતો જોઈ નથી શકતો એ એટલો નરમ દિલનો હોય છે જે એનામાં રહેલ ઈમાનની અસરોને લીધે હોય છે. તો પછી એક સવાલ ઉદભવે છે કે તમે આવા ક્રીટીકલ કંડીશન વાળા દર્દીઓને શા માટે એડમિશન આપો છો. તો તેનો આસાન જવાબ છે કે કોઈ બિમાર વ્યક્તિ અનેક પ્રયાસો પછી કે અનેક મજબૂરીનો સામનો કર્યા પછી યા કેટલાક કિસ્સામાં ડર કે ગભરાહટ કે સાચી પરિસ્થિતિનો સમયસર અંદાજ કાઢી શકવા અસમર્થ હોવાથી અત્યંત નાજુક હાલત સુધી પહોંચી ગયા પછી મજબૂરીઓ સાથે આપણા દરવાજા પર ઉમ્મીદ લઈને આવે તો શું આપણે તેને ધક્કો મારી કાઢી મુકીશું… ?
તો સાચી વાત આ છે કે આવા કપરા હાલાતમાં કોઈ વ્યક્તિ પોતાનું દર્દી આવી હાલતમાં લઈને આવે તો તેને માનવતાના ધોરણે જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરી આપીએ છીએ અને ઓકસજનની જલ્દીથી સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે છે અને ત્યારબાદ પણ કંટ્રોલ બહાર થઇ જાય તો પછી આપણે મોત આગળ કશું કરી શકવાના નથી. આ જ તેનો અંતિમ સમય હતો, જેમાં તે પોતાના પરવરદિગાર પાસે ચાલ્યો ગયો. મોતનો સમય નક્કી હોય છે, જ્યારે મોતનો સમય આવે છે તો કુર્ઑનના ફરમાન મુજબ એક સેકન્ડ ના આગળ થાય છે અને ના પાછળ. નક્કી સમય, નક્કી જગ્યા અને નક્કી હાલતમાં મોતનો ફરિશતો આવી બંદાને પોતાના પરવરદિગાર પાસે મુલાકાત કરાવી આપે છે આ સ્થિતિમાં કોઈ હોસ્પિટલ કે કોઈ ડોક્ટર,નર્સ કે અન્ય વ્યક્તિની દખલગીરી હોતી નથી.

અલ્લાહ પાક ઉમ્મતે મુસ્લિમાના બધા જ મર્હુમિનની મગફિરત ફરમાવે અને જન્નતુલ ફિરદૌસ માં ઉચ્ચ સ્થાન અતા ફરમાવે, આમીન. અને જે લોકો પણ બિમાર છે તેમને અલ્લાહ પાક પોતાના ફઝલો કરમ અને તેના મહબુબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ‌‌‌ ના સદકામા મુકમ્મલ શીફા અતા ફરમાવે, (આમીન યા રબ્બલ આલમીન).

અંતમાં ફરી એક વાર આ નેક કામને એકડે એકથી ઘુંટીને હોસ્પિટલ જેવા સ્વરૂપમાં ઉભું કરવામાં તન-મન-ધન જે રીતે પણ જે કોઈ પણ વ્યક્તિ એ મદદ કરી હોય તે બધાનો હદય પુર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અને ટંકારવી બ્રધર્સ ને દિલની અઠાગ ગેહરાઈયોથી સલામ કરીએ છીએ.

દરેક દર્દીને જ્યારે ટંકારીયા કોવીડ સેન્ટર માં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની હાલત શું હતી ? એ બધું જ નોંધવામાં આવેલ છે, લોકોને સાચી જાણકારી આપવાના સારા ઉદ્દેશથી બધાજ દર્દીઓની સંપુર્ણ વિગત રજૂ કરવામાં આવેલા છે.

Translation from Gujarati into English by using Google Translation Services. Please forgive us for any inaccuracy/ mistake. We hope it will serve the purpose and save our time.

Our Shariah Mutahhara has given a high place to human service (Khidmat-e- Khalk). In the character of Mubarak life of Aap Sallallahu Alaihi Wasallam we find many examples of this, there are also examples of many people entering the circle of Islam encouraged by many acts of human service. In short human service, Khidmat-e- Khalk is a very big ibadat.
Similarly, Tankaria Covid Care Center is one of the institutions of our society established by the people in the pursuit of service (human service) to the people suffering from the disease called Corona in modern times.

When the Corona epidemic in our village was at its highest level many people were infected with Corona disease, 3 to 5 people infected with Corona are reaching Allah’s mercy every day, then the village leaders, Tankaria youth living in the region, village organizations, and individuals are the first to see the condition of people in such difficult times. The work began with prayers/duaa being offered using the mic for the azan of the Tankaria Jam-e- masjid, which was attended by villagers staying in the mosque and at home. After the prayers, a charitable action Sadaqah was given on behalf of the village people, and soon after, a very important meeting was organized in the hall of Darul Uloom at Mota Padar (near the bus stop) in the presence of many people of the village. Then people applauded this work and hand in hand with body-mind-money and today took a step towards success by setting up a Corona Isolation Center. The inauguration of which was done on 9/09/2071 at Darul Banat (girls’ madrasa) which is at a distance of two kilometers from Tankaria. After a long discussion village, people choose Darul Banat to start Covid Centre. First of all, we would like to express our heartfelt gratitude to all those who have helped us in every possible way in building such a noble cause in a hospital-like manner. And we salute the Tankarvi Brothers from the bottom of our hearts.
First of all, the villagers should keep in mind that the above center is an isolation center, where oxygen facilities and medicines are provided to the patients, X-ray machines, and blood testing facilities for the patients. If a patient requires oxygen, adequate efforts are made to maintain the oxygen level by installing a BiPAP machine as per the advice of the doctor, even though the BiPAP machine is not available quickly and easily in the market in the present circumstances. 06 Bipap was made available from organizations and donors. And a C-PAP machine has been donated to the organization for use by Janseva Charitable Trust Sitpon. And if the situation of patients worsens, we refer the patient to another hospital having ICU ward, ventilator, and BiPAP machines. The ventilator facility is not available in our center as the ventilator can only be operated by a specialist doctor and we neither have such a specialist doctor nor we have any ventilator machine at our centre.
Talking about how the night and day are spent in Tankaria Covid Care Center. First of all the village doctors are serving well like Dr. Shoaib Deg Master (MD Physician) who has a hospital in Palej and there are treating people well.), Dr. Ikram Bachcha. (4 months experience in treating Covind patients at Ikhar Covid Care Center), Dr. Lukman Patel ( Also known as Higallawala who is doing well at Mesrad Village and Tankaria), Dr. Ejaz Patel (who is an experienced doctor helping people of Tankaria and neighbouring villages very nicely) Dr. Umme Hani Lalan (who has got good experience in medical line at Ikhar Covid Care Center with Dr. Ikram Bachcha), Dr. Mujjammil Boda, Dr. Ashfaq Rakhda, Dr. Uvesh Bhad, Dr. Moin Dhabu. (Samli), Dr. Sarfaraz Vaveli etc. Patients are being treated under the supervision of well-experienced doctors. The experienced team of doctors of Tankaria Village is getting detailed valuable information and continuous guidance from Dr. Wasim Raj (Palmland Hospital – Bharuch), Dr. Irfan Patel (Global Hospital – Bharuch), Dr. Ajwad Khanya (Al Mahmood Hospital Jambusar)and Maulana Aslam Patel (Bharuch) keep giving advice.
How is the patient first admitted …..?
Whenever a patient comes to Covid Care Center, he is first admitted to the Emergency Ward for a complete check-up, then the patient is admitted as per the doctor’s instructions, otherwise, relatives of patients are advised to take the patient to another hospital for treatment having more facilities. And if a patient is given admission, first his file is prepared, and then as male and female wards are kept separately in Covid Care Center they bring to a designated room for treatment. So according to the patient who is admitted in that ward his treatment is started.
All the wards are cleaned every morning and then the patients are given breakfast. In which tea, poua, khaman, dhokla, idli, egg, etc. are given, then the morning treatment is started and medicines are given. If a doctor asks a patient to have a CT scan or HRCT scan, the patient has to go to Bharuch or any other place using Anjuman Hospital ambulance with an oxygen bottle.
Warm water is provided for the drinking water of the patients, such water coolers are arranged in the morning and evening. Tea and appropriate biscuits are given to the patient around 2 pm, and citrus juice and fruit are given after 3 pm, patients are given to eat at night. In the morning and evening during the meal, dal, rice, roti, different types of vegetables are prepared and served, relatives of the patients who are engaged are also given to eat. Arrangements were also made for the relatives of the patients who were fasting during the month of Ramadan along with the staff at Saheri and Iftar.
Oxygen pipeline work has been completed in the main hall of the Covid Care Center and efforts are being made to arrange for the oxygen tank to be rented or sold. Efforts are underway to purchase and/or getting Air-conditioned as a Donation. A donator Provided 3 Air conditioners having 2 tonne capacity for use.
In this Isolation Center, the main objective of the institute is to diagnose the patient correctly without any discrimination of caste, creed or village, etc. and the patient recovers healthily and visits his family with a smile on his face. So far, a total of 100 patients have been admitted till 15/09/2021, out of which 40 patients have been discharged and returned to their homes. And 22 patients are still under treatment. Complete information about this is provided by PDF.
Some patients who due to financial conditions could not get beds in any other hospital, the doctors of Tankaria Village who joined the service at Tankaria Covid Care Center admitted the patients who were under their treatment to Tankaria Covidovid Care Center so that all could be treated in one place.
Most of the initially admitted village patients were undergoing treatment at their own homes under the supervision of village doctors. Most of the patients initially admitted to the center were over 70 years of age. Patients in all of the above categories were in critical condition when admitted, with oxygen levels of 80% or less as low as 35% of some patients. Some patients have been taken out of the vehicle and taken to the emergency ward and within a few hours have reached the mercy of Allah. A detailed report on this is presented. Which covers details such as their oxygen level when they were admitted to the centre.
Since the Corona epidemic started last year, we have been hearing the news of the death of patients who died in a very few hours or even a short time after admitting patients in many prestigious hospitals like Bharuch, Vadodara, Surat, Jambusar, Valan, Ikhar on which there were many arguments. Why those patients died as soon as they admitted to the hospital? Any injection effect? That was all gossips. But we are constantly listening. The main reason for this is that patients are not admitted to hospitals early or cannot be admitted for some reasons, it is too late when patients come to the center/hospital only when they are in critical condition. Such patients died whom Doctors even not be able to start any treatment properly yet and may reach the mercy of Allah at the very beginning stage of treatment. There are also reasons for sudden death such as difficulty in breathing (oxygen level is not right), blood clots in the veins, lack of blood circulation leading to a heart attack which leads to death. No Muslim doctor or nurse or any Muslim person in any part of the world has ever worked that Muslims die prematurely, the same is true of the Muslims who have the smallest share of faith. A Muslim cannot see even a non-Muslim dying. He is so soft-hearted because of the effects of faith in him. Then a question arises as to why you give admission to patients with such critical conditions. So the simple answer is that what if a sick person comes to our door with hope after many attempts or after facing many compulsions or in some cases fear or panic or being unable to predict the true situation in time and reach a very delicate condition with compulsions Shall we push him away …?
So the truth is that in such a difficult situation if a person brings his patient in such a condition, we start the necessary treatment based on humanity and provide oxygen facility as soon as possible, and even then if it gets out of control, then we can do nothing but death. Can’t This was his last time, in which he walked with his Lord. The time of death is fixed, when the time of death comes, according to the command of the Qur’an, it takes place not one second ahead and not one second behind. At certain times, places, and in certain conditions, the angels of death allow such a person to visit his Lord. In this situation, there is no hospital or doctor, nurse, or any other person interfering.
May Allah forgive all the martyrs of the Muslim Ummah and grant them a high position in Jannatul Firdaus, Amen. And to those who are sick, may Allah Pak bestow his Fazlo Karam and having sadka of Beloved Muhammad Sallallahu Alaihi Wasallam’s Mukmal Shifa to all patients.(Amen Ya Rabbal Almeen).
In the end, once again, we would like to express our heartfelt gratitude to all those who have helped in building this noble work one by one, Covid Care Centre in form of a hospital with all facilities including Generator for electric supply for any emergency. And we salute the Tankarvi Brothers from the bottom of our hearts.
What was the condition of each patient when he was admitted to Tankaria Covid Center? All that has been recorded. With the good intention of giving correct information to the people, complete details of all the patients have been presented.

https://www.mytankaria.com/wp-content/uploads/2021/05/TANKARIA-COVID-CARE-CENTRE-PATIENT-DETAILS.pdf

Report No. 01 – May 10, 2021
https://www.mytankaria.com/news/2021/05/40535
ટંકારીયા કોવીડ કેર સેન્ટર અંગે કેટલીક અગત્યની માહિતી.

એપ્રીલ મહીનાના મઘ્ય ભાગમાં અને એ પહેલાં કેટલાક સમયથી રોજના ૩,૪ કે ૫ ગ્રામજનો કોવીડ-૧૯ નો શીકાર બની અકાળે આ દુનિયાથી રૂખસત થઈ રહ્યા હતા. ગરીબ-અમીર બધાય પરેશાન હતા. બધીજ હોસ્પીટલોમાં દિવસો સુધી ઇંતેજાર કર્યા પછી પણ આપણા એ કુટુંબીજનો, ગ્રામજનોને આપણે સારવાર અપાવવા અસમર્થ હતા. વેઇટિંગ લીસ્ટ ખૂબ લાંબા હતા. ગામના એવા કેટલાય દર્દીઓ હોસ્પીટલ ની સારવારથી વંચિત રહ્યા અને આ દુનિયા છોડી ગયા. કેટલાક ગરીબ લોકોની કાળજી આપણે સમયસર બરાબર ન લઈ શક્યા એનો અફસોસ રહી ગયો. અલ્લાહને એ મંજૂર હશે આપણે એમને ગુમાવી ચૂક્યા હતા. બધા પોત-પોતાની રીતે , મિત્રો, સગા વ્હાલાઓ દોડા-દોડી કરી નાના મોટા અસંગઠિત પ્રયાસો કરતા હતા જેમાં વધુ મહેનતે ખૂબ ઓછા રીજલ્ટ જોવા મળતા હતા. બધાંને ગામમાં કોવીડ-૧૯ માટે ખાસ મેડીકલ સુવિધા હોવી જોઇએ એવી જરૂરિયાત મહેસુસ થઈ. એક વિચાર હતો જેમાં વિના વિલંબે કામ શરૂ થયું બધાંનો ખૂબ ઝડપી અને જરૂરી એવો સતત સહકાર મળ્યો, બધાએ સ્વયંભૂ જવાબદારીઓ નિભાવવાની શરૂ કરી દીધી અને સેન્ટર શરૂ થઈ ગયું. સેન્ટર માટે ૨-૩ જગ્યાઓ ચર્ચા વિચારણામાં હતી. દારૂલ બનાતમાં ૫૦૦ બહેનો માટે રહેવા-જમવાની બધીજ પાયાની સુવિધાઓ સાથેની તમામ સુવિધાઓ તૈયાર કરાયેલ હોય આ સુવિધાઓ હાથવગી તૈયાર હતી અને આ સ્થળ ગામથી થોડે દૂર હોવાથી સંક્રમણ ફેલાવવા જેવા જોખમો પણ ખૂબ ઓછા હતા. બધાની સહમતિથી, પ્રયાસોથી આ સેન્ટર શરૂ થયું ત્યારે આપણી પાસે ઉપલબ્ધ મેડીકલ સુવિધાઓને ધ્યાનમાં રાખી ભરૂચના આપણા અનુભવી એમ.ડી ડૉક્ટરો, ટંકારીયાના અનુભવી ડૉક્ટરોના માર્ગદર્શન મુજબ એવું નક્કી થયું કે એવા દર્દીઓ જેમનું ઓક્સિજનનું લેવલ (SPO2) ૮૦% સુધીનું હોય, એનાથી નીચે ના હોય એમની જ સારવાર આપણે આપણા આ સેન્ટરમાં કરી શકીશું કેમકે આપણી પાસે અથવા માર્કેટમાં વેન્ટિલેટર અવેલેબલ નથી. આવો એક મૂળભૂત દિશા નિર્દેશ ધ્યાનમાં રાખી આપણે કામ કરવું પડશે એવું નક્કી થયું હતું. ભરૂચ, વડોદરા, સુરતમાં ક્રિટીકલ દર્દીઓના સગાઓ, હિતેચ્છુઓ અનેક પ્રયાસો કરવા છતાં દર્દીને સારવાર અપાવવામાં અસમર્થ હતા. આજેય આ પરિસ્થિતિ યથાવત છે. આવા દર્દીઓ તમામ પ્રયાસો કરવા છતાં ક્યાંય સારવાર ના મેળવી શકતાં ટંકારીયા સેન્ટર ના દરવાજે આવીને ઊભા રહેતા ત્યારે કેટલાક નું ઓક્સીજનનું લેવલ ૭૫ % તો કેટલાકનું ૫૦ % કરતાં પણ ઓછું, લેબોરેટરી રીપોર્ટસ માં બીજી અત્યંત ચિંતાજનક લેવલની તકલીફો નો ઉલ્લેખ, બીજી કેટલીક બીમારીઓનો ઉલ્લેખ એવી વિગતો વાળા દર્દીઓ આવતા ત્યારે આપણા પાસે એવા દર્દીઓની સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ નથી એવું ડોક્ટરો ચોકકસ જાણતાં હતા પરંતુ કોઈ વ્યક્તિ આપણા દરવાજે આવીને કહે કે હું ચાર દિવસથી ભૂખ્યો છું મને અનેક પ્રયાસો છતાં ક્યાંયથી ખાવા મળતું નથી મને તમારી પાસે સુકા રોટલા નો ટુકડો હોય તો પણ આપો મારી થોડી ભૂખ એનાથી ઓછી થશે તો આપણા ઘરના આંગણામાં આવેલ એવા બેસહારા માણસને આપણે પાછા કાઢતા નથી આપણાથી થાય એ મદદ આપણે જરૂર કરીએ છીએ. બસ એ જ માનવતાના ધોરણોને ધ્યાનમાં રાખી આપણે દર્દીઓની પરિસ્થિતિની સમીક્ષાઓ કરી જે કંઈ શક્ય હોય એ કર્યું છે. ટંકારીયા સેન્ટર માં આખરી હદ ની ક્રિટીકલ કંડીશન સુધી પહોંચી ગયેલા દર્દીઓ પોતાના હિતેચ્છુઓથી થતા તમામ પ્રયાસો પછી જ્યારે કોઈ ઓપ્શન એમની પાસે બાકી બચતો નથી ત્યારે ટંકારીયા સેન્ટર પાસે આવી ઊભા રહે છે ત્યારે એમને માનવતાના ધોરણે દાખલ કરી આપણી પાસેના ઉપલબ્ધ સંસાધનો ઓક્સિજન કોન્સન્ટેટર, બાયપેપ મશીનો થી જે કંઈ પણ શક્ય ટ્રીટમેન્ટ હોય તે આપવામાં આવે છે. આપણે આવા સમયે નક્કી કરેલી ગાઈડ લાઈનને , એક્સપર્ટ ડોકટરોની સલાહોને પણ અનુસરી શક્યા નથી. ગામનો દર્દી ખરાબ હાલતમાં હોય અને સેન્ટર પર ઉમ્મીદ લઈને આવ્યો હોય એને આપણે કેવા શબ્દો કહી પરત મોકલી આપીએ? આ ખુબજ મુશ્કેલ કઠિન નિર્ણય હોય છે પરંતુ આપણે સમયની માંગ સમજી એજ નિર્ણય લીધો છે જે દર્દીના હિતમાં હોય. ક્યારેક કેટલીક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં આવા દર્દીઓને એટલા માટે પણ દાખલ કરવામાં નથી આવતા કે આવા દર્દીઓનું મૃત્યું થાય તો હોસ્પિટલની પ્રતિષ્ઠા ઓછી થાય (આવું હમેશાં બનતું નથી પરંતુ ક્યારેક બને છે. ) આપણો ઉદ્દેશ સેવાનો જ હોય આપણે કોઈ નમ્બર કે આંકડાઓ માં પડયા વિના ગમેતે કંડીશન વાળા દર્દીઓને દાખલ કર્યા છે. આપણાથી જે કંઈ થતું હોય એ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આપણે બધું કરી છૂટવાનું છે એજ આપણો એક માત્ર મકસદ છે. શરૂઆતમાં જે દર્દીઓ દાખલ થયા તેઓ એવા દર્દીઓ હતા કે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે, અથવા બીજી હોસ્પિટલોમાં સારવાર ન મેળવી શકવાના કારણે એમનું ઓક્સિજન લેવલ અને હેલ્થ કંડીશન ખુબજ ક્રિટીકલ હતા. લાંબા સમયથી તેઓ મહામારીનો સામનો કરી રહ્યા હતા પોતાના ઘરે ટ્રીટમેન્ટ લઈ રહ્યા હતા. પરંતુ તેઓને જરૂરી દવાઓ, ઓક્સિજન અનેક પ્રયત્નો છતાં હોસ્પિટલમાં જે ઝડપથી મળે એવા સમયસર ન મળતાં હાલત ખૂબ નાજુક હતી એવું ટેસ્ટ રીપોર્ટસ અને ફિજિકલ કંડીશન થી જાણમાં આવ્યું હતું. હાલમાં પણ કેટલાક નવયુવાન દર્દીઓ સેંટર માં છે જેઓને નાનાં બાળકો છે અને ક્રિટીકલ કન્ડીશનમાં છે. આપણે આવા દર્દીઓના સંબંધીઓ જેઓ બીજી મોંઘી હોસ્પીટલોના ખર્ચને પહોંચી વળે એવી આર્થિક સ્થિતિમાં નથી એમને બીજી સુવિધાઓવાળી હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરી બધો ખર્ચ આપણે આપીશું એવી વ્યવસ્થા કરી છે. જેમને ત્રણ કે ચાર બાળકો છે એવા નવયુવાનોના બાળકોને ગરીબ પરિસ્થિતિને કારણે તકલીફમાં મુકાવું ના પડે એ આપણે નજર સમક્ષ રાખી એમને બધીજ મદદની જીમ્મેદારી લીધી છે. અલ્લાહને મંજૂર હોય અને એવા નવયુવાન દર્દીઓ આ દુનિયા છોડી જાય તો કદાચ આપણો ફિકરમંદ સમાજ એના કુટુંબીજનોની આર્થિક જવાબદારીઓ અલ્લાહની મદદથી પૂરી કરવા પ્રયત્નો જરૂર કરે પરંતુ એવા બાળકોની તરબિયતનું કામ મા-બાપ જે કરી શકે એવું ન થાય. આવા બધા કેસો ફોન દ્વારા, રૂબરૂ, બધા એક બીજાના સતત કોન્ટેકમાં રહી એવા દર્દીઓને જરૂરી ન્યાય અને સહાય મળી રહે તે માટે વિચાર વિમર્શ થતા રહે છે અને એક માત્ર સેવાના ઉદ્દેશથી કામગીરી ચાલી રહી છે. બધાની ફિકરો સમજી શકાય એમ છે.

ડૉ. વસીમ રાજ (પામલેન્ડ હોસ્પિટલ ભરૂચ), ડૉ. ઇરફાન પટેલ (ગ્લોબલ હોસ્પિટલ ભરૂચ), ડૉ. સમીર પટેલ (સીટી કેર હોસ્પિટલ ભરૂચ) રાત્રી ના ૨-૩ વાગ્યા સુધી આપણા ગામના અનુભવી ડૉક્ટરો સાથે ટંકારીયા કોવીડ કેર સેંટર પર આવી માર્ગદર્શન આપતા રહે છે. મવ. અસ્લમ આ ડોકટરોની ટીમને લઈને ટંકારીયા આવે છે. આ ડૉક્ટરો આખો દિવસ સેવાના કામો કર્યા પછી ટંકારીયા આવે છે રાતના ઉજાગરાઓ કરી જે સેવાઓ તેઓ આપી રહ્યા છે એ કાબીલે તારીફ છે. ડૉ. અજવદ, અલ મેહમુદ હોસ્પીટલ જંબુસરથી આવી જરૂરી માર્ગદર્શન આપે છે. વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશનની ટીમ સાથે ટંકારીયા માં ખુબજ મહત્વની મીટીંગ થઈ. આ ટીમે આપણ ને ખૂબ અગત્યની બે મદદો કરવાનું વચન આપ્યું છે. જે માટે તેઓ બધા કામે પણ લાગી ગયા છે. ગામના અંજુમન હોસ્પીટલ અને મદની શિફાખાના હોસ્પીટલ ના હોદ્દેદારો, ગામના આગેવાનો, ઉત્સાહી યુવાનો વડીલો બધા ખભે-ખભા મિલાવી આ કામમાં એકાગ્રતા થી કામ કરી રહ્યા છે જેનું રીપોર્ટીંગ સમયના અભાવે થતું નથી. ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, બીજો સ્ટાફ ખડે પગે રમજાનના રોજાઓ રાખી સતત સેવાઓ આપી રહ્યા છે જેઓ સૌથી મોટો ભોગ આપી રહ્યા છે. બધાની ફિકરોના સંદેશાઓ, ફોન અને મદદ મળતી રહે છે. લેટેસ્ટ દવાઓ અને ટ્રીટમેન્ટ આપણે દર્દીઓને આપવાની ભરપૂર કોશિશો કરી રહ્યા છે. ઈન્ટરનેટના આ જમાનામાં સામાન્ય મેડીકલનું જ્ઞાન ધરાવતા મારા-તમારા જેવા લોકો પાસે પણ ઘણી માહિતીઓ ઉપલબ્ધ હોય છે ત્યારે આપણા પ્રોફેશનલ સ્ટાફ પાસે એમના પોતાના અનુભવો અને એક્સપર્ટ ડૉક્ટરોના માર્ગદર્શનના સથવારે જરૂરી તમામ જ્ઞાન છે એ માટે આપણે ભલે બધા ફિકર કરતા હોઇએ પરંતુ આપણી પાસે અલ્લાહ ના કરમથી ગામનો જ ખૂબ કાબેલ અને અનુભવી સ્ટાફ છે. માર્કેટમાં જરૂરી નાના મોટા સાધનો પૈસા ખર્ચવા છતાં મળતા નથી એ મોટી રૂકાવટ છે જેનો ઉકેલ લાવવાના બધા પ્રયાસો ચાલુ છે. પ્રાથમિક અંદાજ મુજબ એક દર્દીની પાછળ દરરોજના ૭૫૦૦ રૂપિયા થી ૮૦૦૦ નો ખર્ચ આવે છે. એમાં આપણે કોઈ કચાસ રાખતા નથી. આ અંદાજીત ખર્ચમાં જરૂરી લેબોરેટરીના રિપોર્ટ (અમુક દિવસોના અંતરાલે થતા રિપીટ રિપોર્ટ સાથે), દવાઓ, જમવાનો ખર્ચ, સ્ટાફ નો પગાર, ઓક્સીજન, બાયપેપ મશીનો, વીજળી, દર્દીના કુટુંબીજનો માટે થતો ખર્ચ વગેરે નો સમાવેશ થાય છે. આ પ્રાથમિક અંદાજ છે. જેઓ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અથવા જે દર્દીઓ ખાનગી હોસ્પીટલોમાં સેવાઓ લઈ રહ્યા છે એમને આ ખર્ચાઓનો અંદાજ સારી રીતે છે. દર્દીઓની સેવા, એમની તકલીફોમાં આપણાથી થતી તમામ સહાયના ઉદ્દેશ, ઈરાદાઓ સાથે બધા ભેગા મળી આગળ ઉપર પણ કામ કરતા રહીએ એજ આજના આ મુશ્કેલ સમયની માંગ છે. આપણા ભાઈઓ, બહેનો, વડીલો જ્યારે ખૂબ તકલીફમાં છે ત્યારે મારી, આપની બધાની કંઈ ને કંઈ જવાબદારીઓ બને છે એને નિભાવવાના તમામ પ્રયાસો આપણે બધા કરી રહ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ આગળ ઉપર કરતા રહીશું. અલ્લાહ પોતાના બંડાઓની બહું વધારે આજમાઈશ કરતો નથી. અલ્લાહની પાસે આ મુશ્કેલ સમયમાં ખાસ દુઆઓ ગુજારતા રહીએ એની ખાસ મદદ આપણને ચોકકસ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*