Mustafabad Industrial Training Institute (M.I.T.I.)

Edited by: Nasir Lotiya

આઈ.ટી.આઈ. ના લોકપ્રિય અભ્યાસક્રમોનું પૃથક્કરણ (આઈ.ટી.આઈ.ના લોકપ્રિય ટ્રેડ્સની માહિતીની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો)

આઈ.ટી.આઈ.ના લોકપ્રિય  અભ્યાસક્રમોનું વિગતવાર પૃથક્કરણ
(Detailed categorisation of popular ITI courses)
લેખક: નાસીરહુસેન લોટીયા.

ગુજરાત રાજ્ય ઉત્પાદન, ઓટોમોટિવ, કાપડ અને માહિતી ટેકનોલોજી જેવા ઉદ્યોગોનું કેન્દ્ર છે; અહીં કુશળ કારીગરોની માંગ અત્યંત ઊંચી છે. ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ ખાતા દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને ખાનગી ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો (ITCs) ITIના અભ્યાસક્રમો ચલાવે છે. આ કાર્યક્રમો કારીગર તાલીમ યોજના સાથે સંકળાયેલા છે, જે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) અને સ્ટેટ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (SCVT) પ્રમાણપત્રો હેઠળ એન્જિનિયરિંગ અને નોન-એન્જિનિયરિંગ બંને ટ્રેડ પ્રદાન કરે છે. ગુજરાતમાં લોકપ્રિય ITI ટ્રેડની યાદી નીચે દર્શાવવામાં આવી છે. આ યાદી ઔદ્યોગિક માંગ, રોજગારની તકો, ટેકનોલોજીકલ સુસંગતતા, ટ્રેડની લોકપ્રિયતા, નોંધણી વલણો અને વિવિઘ ટ્રેડમાં પ્રવેશ માટેના કટ-ઓફ માર્કસ અંગેના ઉપલબ્ધ ડેટાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ યાદી વિશે વિવિધ વ્યક્તિઓના અનુભવો અનુસાર વિભિન્ન દૃષ્ટિકોણ શક્ય છે.

સલાહ:
(૧) વિદ્યાર્થીઓએ પોતાની રુચિ, કૌશલ્ય, ગુજરાતના ઔદ્યોગિક ટ્રેન્ડ્સ (જેમ કે ઉત્પાદન/મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, બાંધકામ અને આઈ.ટી.), રોજગારની સંભાવના, પોતાની યોગ્યતા અને સાંયોગિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેડ પસંદ કરવો જોઈએ.

(૨) ઘણા યુવાન-યુવતીઓની પ્રથમ પસંદગી વ્હાઇટ કોલર જોબ હોય છે; તેનાથી વિપરીત પોતાના કુટુંબના જીવનનિર્વાહની જવાબદારી જે લોકોની પ્રાથમિકતા હોય છે એવા લોકો માટે વ્હાઇટ કોલર જોબ કે બ્લુ કોલર જોબ એ ગૌણ બાબત બની જતી હોય છે. અહીં નીચે આપેલી લોકપ્રિય ટ્રેડ્સની માહિતી બે-ત્રણ વખત વાંચી, વિચારી, શાંત ચિત્તે, સલાહ મશવેરા પછી છેવટનો નિર્ણય લેવો.

જો, કોઈપણ કારણોસર, તમે આ લોકપ્રિય વ્યવસાયોમાં પ્રવેશ મેળવી શકતા નથી, તો નિરાશ થશો નહીં. પ્રવેશ આઈ.ટી.આઈ.  પ્રવેશ માહિતી પુસ્તિકા 2025ના પાના નંબર 19 થી 21 પર, તમને NCVT હેઠળ 77 વ્યવસાયોની સૂચિ મળશે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ડ્રાફ્ટ્સમેન (સિવિલ), ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક (કેમિકલ પ્લાન્ટ), મેન્ટેનન્સ મિકેનિક (કેમિકલ પ્લાન્ટ), લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ), ફેશન ડિઝાઇન અને ટેકનોલોજી, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ, સોલાર ટેકનિશિયન (ઇલેક્ટ્રિકલ), ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર અને ડ્રેસ મેકિંગનો સમાવેશ થાય છે. જરૂરી સલાહ અને પરામર્શ મેળવ્યા પછી, તમારી કારકિર્દી બનાવવા માટે આમાંથી કોઈપણ વ્યવસાય પસંદ કરવાનું વિચારો.

ઇલેક્ટ્રિશિયન (Electrician)
લોકપ્રિયતાનું કારણ: રહેણાંક, વાણિજ્યિક, અને ઔદ્યોગિક સેટિંગ્સમાં ઇલેક્ટ્રિશિયનની સુપરવાઇઝરી ભૂમિકાઓ, ઔદ્યોગિક અને ઘરેલુ વિદ્યુત સાધનોની જાળવણી, ઇન્સ્ટોલેશન અને રિપેરની ઊંચી માંગ. આ ટ્રેડ અત્યંત લોકપ્રિય છે કારણ કે ઇલેક્ટ્રિકલ ઉદ્યોગો/પાવર સપ્લાય કંપનીઓ, બાંધકામ અને ઘરેલું સેવાઓમાં ઇલેક્ટ્રિશિયનની માંગ સતત રહે છે.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 80-90% (જનરલ કેટેગરી માટે).
કોર્સનો સમયગાળો: 2 વર્ષ.
રોજગારની તકો: ઔદ્યોગિક એકમો, પાવર પ્લાન્ટ, પાવર સપ્લાય કંપનીઓ, ખાનગી કોન્ટ્રાક્ટર્સ, બાંધકામ અને ઘરેલું સેવાઓ અને સરકારી નોકરીઓ.

ફિટર (Fitter)
લોકપ્રિયતાનું કારણ: મશીનોની એસેમ્બલી, સંભાળ અને રિપેર માટે ઉચ્ચ માંગ, ખાસ કરીને ઉત્પાદન/મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને હેવી મશીનરી ઉદ્યોગોમાં ફિટરની જરૂરિયાતોને કારણે આ ટ્રેડ ખૂબ માંગમાં છે.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 75-85%.
કોર્સનો સમયગાળો: 2 વર્ષ.
રોજગારની તકો: ઉત્પાદન ઉદ્યોગ, એન્જિનિયરિંગ કંપનીઓ, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ, શિપયાર્ડ, ઓટોમોબાઇલ કંપનીઓ.

એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) Attendant Operator (Chemical Plant) (AOCP)
આ ટ્રેડ અંગે ઘણા વિદ્યાર્થીઓ દ્વિધા અનુભવતા હોવાથી થોડી વિસ્તૃત માહિતી આપું છું. AOCP ટ્રેડ રાસાયણિક ઉદ્યોગોમાં વપરાતા સાધનોના સંચાલન, જાળવણી અને રાસાયણિક પ્રક્રિયાઓના નિરીક્ષણ માટેની તાલીમ પૂરી પાડે છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ રાસાયણિક પ્લાન્ટની કામગીરી, જેમ કે ડિસ્ટિલેશન, ફિલ્ટરેશન, હીટ ટ્રાન્સફર અને માસ ટ્રાન્સફર, તેમજ સલામતીના ધોરણો શીખે છે. જો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેડ લોકપ્રિયતાની દૃષ્ટિએ ગુજરાતમાં પ્રથમ પાંચ ટ્રેડના લિસ્ટમાં આવતો નથી. હા, આ ટ્રેડની ગુજરાતના રાસાયણિક હબ, જેમ કે ભરૂચ, અંકલેશ્વર અને વડોદરામાં ખૂબ માંગ છે, જ્યાં ફાર્માસ્યુટિકલ, રિફાઇનરી અને કેમિકલ પ્લાન્ટનો વધુ વિકાસ થઈ રહ્યો છે. Reliance Industries, GACL અને GNFC જેવી મોટી કંપનીઓ AOCP ઉમેદવારોની ભરતી કરે છે, જે આ ટ્રેડ માટે આકર્ષણનું એક કારણ છે.

શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ (વિજ્ઞાન અને ગણિત સાથે).
કેટલીક સંસ્થાઓમાં ધોરણ 12 (સાયન્સ) પસંદગીનું ધોરણ હોઈ શકે છે.
કોર્સનો સમયગાળો: 2 વર્ષ.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 60-70% (જનરલ કેટેગરી). કટ-ઓફ માર્ક્સ ITI સંસ્થા અને બેઠકોની ઉપલબ્ધતા પર આધાર રાખે છે.
રાસાયણિક હબ વિસ્તારો (જેમ કે ભરૂચ, અંકલેશ્વર)માં કટ-ઓફ ઊંચું હોઈ શકે છે.
રોજગારની તકો:
ઔદ્યોગિક રોજગાર: રાસાયણિક પ્લાન્ટ ઓપરેટર, શિફ્ટ ઓપરેશન ટેકનિશિયન, વોટર ટ્રીટમેન્ટ ઓપરેટર.
ઉદ્યોગો: ફાર્માસ્યુટિકલ, રિફાઈનરી, ફર્ટિલાઇઝર, અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો.

આકર્ષણ: ONGC, GACL, અને GNFC જેવી મોટી કંપનીઓમાં ટેકનિશિયન પદો.
સ્વરોજગાર: રાસાયણિક ઉદ્યોગો માટે કન્સલ્ટન્સી અથવા કોન્ટ્રાક્ટર તરીકે કામ.

કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)
લોકપ્રિયતાનું કારણ: IT સેક્ટર અને ઓફિસ ઓટોમેશનમાં કમ્પ્યુટર કૌશલ્યની વધતી માંગ.
ગુજરાતમાં આઇટી અને ડિજિટલાઇઝેશનનો ઉદય COPA ને એક લોકપ્રિય કોર્સ બનાવે છે. તે વિદ્યાર્થીઓને આઇટી કંપનીઓ, સરકારી કચેરીઓ અને ડેટા મેનેજમેન્ટમાં ભૂમિકાઓ માટે સજ્જ કરે છે.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 70-80%.
કોર્સનો સમયગાળો: 1 વર્ષ.
રોજગારની તકો: IT કંપનીઓ, ઓફિસ એડમિનિસ્ટ્રેશન, ડેટા મેનેજમેન્ટ.

મિકેનિક ડીઝલ (Mechanic Diesel)
લોકપ્રિયતાનું કારણ: ડીઝલ એન્જિનની જાળવણી અને રિપેરની માંગ ઓટોમોબાઇલ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વધુ હોવાથી
ઓટોમોબાઇલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ડીઝલ વાહનોની જાળવણી અને રિપેરિંગ માટે આ ટ્રેડ પસંદગીનો છે.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 70-80%.
કોર્સનો સમયગાળો: 1 વર્ષ.
રોજગારની તકો: ઓટોમોબાઈલ વર્કશોપ, ટ્રાન્સપોર્ટ કંપનીઓ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC), રેલવે.

મિકેનિક મોટર વ્હીકલ (Mechanic Motor Vehicle)
આ ટ્રેડમાં વિદ્યાર્થીઓને મોટર વાહનો (જેમ કે કાર, ટ્રક અને બસ) ની જાળવણી, રિપેર અને ડાયગ્નોસ્ટિક તકનીકો શીખવવામાં આવે છે. એમાં એન્જિન, ટ્રાન્સમિશન અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સનું જ્ઞાન આવરી લેવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની વધતી માંગ અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી રોજગારીની તકો સારી છે. ઓટોમોટિવ ઉદ્યોગમાં, જેમાં ટાટા મોટર્સ અને ફોર્ડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે, આ કોર્સની ખૂબ માંગ છે. તે ઉદ્યોગના વલણો સાથે સુસંગત ઇલેક્ટ્રિક વાહનો સહિત આધુનિક વાહન ટેકનોલોજીને આવરી લે છે.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 65-75% (જનરલ કેટેગરી).
કોર્સનો સમયગાળો: 2 વર્ષ.
રોજગારની તકો: ઓટોમોબાઈલ વર્કશોપ, સર્વિસ સેન્ટર્સ, ટાટા મોટર્સ, ફોર્ડ જેવા ઓટોમોબાઈલ ઉત્પાદન એકમો, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને GSRTC.

ટર્નર (Turner)
લોકપ્રિયતાનું કારણ: લેથ મશીનો પર ચોકસાઈવાળા ધાતુના ઘટકો બનાવવાની માંગ ઉત્પાદન ઉદ્યોગમાં.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 65-75%.
કોર્સનો સમયગાળો: 2 વર્ષ.
રોજગારની તકો: ઉત્પાદન ઉદ્યોગ, ઓટોમોબાઈલ, એરોસ્પેસ અને મશીન શોપ.

મશીનિસ્ટ (Machinist)
લોકપ્રિયતાનું કારણ: CNC મશીનો પર ચોકસાઈવાળા ધાતુના ઘટકો બનાવવાની માંગ ઉત્પાદન ઉદ્યોગમાં વધવાથી.
આ ટ્રેડમાં વિદ્યાર્થીઓ લેથ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ અને CNC મશીનોનો ઉપયોગ કરીને ધાતુના ભાગો બનાવવાનું શીખે છે. ચોકસાઈ વાળા ટૂલ્સ અને બ્લૂપ્રિન્ટ વાંચન પણ શીખવવામાં આવે છે.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 60-70%.
કોર્સનો સમયગાળો: 2 વર્ષ.
રોજગારની તકો: ઓટોમોબાઈલ, ઉત્પાદન ઉદ્યોગો,  મશીન શોપ, ઓજારો અને ડાઇ બનાવવા, એન્જિનિયરિંગ વર્કશોપ.

ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક (Instrument Mechanic)
લોકપ્રિયતાનું કારણ: ઔદ્યોગિક ઓટોમેશન અને નિયંત્રણ સાધનોની જાળવણી માટે માંગ.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 60-70%.
કોર્સનો સમયગાળો: 2 વર્ષ.
રોજગારની તકો: રાસાયણિક ઉદ્યોગ, ઓટોમેશન યુનિટ્સ, ફાર્માસ્યુટિકલ.

રેફ્રીજરેશન‍ એન્ડ‍ એર‍કન્ડીશન ટેકનીશીયન (Refrigeration and Air Conditioning Technician):
ઘરેલુ અને વ્યાપારી ઉપયોગમાં રેફ્રિજરેશન અને એસી સિસ્ટમની વધતી જતી જરૂરિયાતોને કારણે આ ટ્રેડ લોકપ્રિય છે. ખાસ કરીને સ્વરોજગારીની તકો વધુ હોવાથી રોજીરોટી કમાવા માટે હાલના સમયે આ ટ્રેડ સારો છે. કંપનીમાં પણ નોકરીની તકો રહેલી છે.

વેલ્ડર (Welder)
લોકપ્રિયતાનું કારણ: ઉત્પાદન અને બાંધકામ માટે જરૂરી વેલ્ડર્સની ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રો જેમ કે અમદાવાદ અને સુરતમાં માંગ છે. શિપ બિલ્ડિંગ ઉદ્યોગમાં વેલ્ડિંગ કૌશલ્યની માંગ.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 65-75%.
કોર્સનો સમયગાળો: 1 વર્ષ.
રોજગારની તકો: બાંધકામ, શિપયાર્ડ, ઉત્પાદન એકમો.

પ્લમ્બર (Plumber)
આ ટ્રેડમાં પાણી, ગેસ અને ડ્રેનેજ સિસ્ટમના પાઈપોનું ઇન્સ્ટોલેશન, જાળવણી અને રિપેર શીખવવામાં આવે છે. સેનેટરી ફિટિંગ્સ અને પ્લમ્બિંગ ટૂલ્સનો ઉપયોગ પણ શીખવવામાં આવે છે. બાંધકામ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં સતત માંગ રહે છે.
કટ-ઓફ માર્ક્સ (અંદાજે): 60-70%.
કોર્સનો સમયગાળો: 1 વર્ષ.
રોજગારની તકો: બાંધકામ ઉદ્યોગ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાનગી પ્લમ્બિંગ કોન્ટ્રાક્ટર્સ અને સ્વ-રોજગાર.

નોંધ:
કટ-ઓફ માર્ક્સ: દરેક કોર્સ માટે કટ-ઓફ માર્ક્સ દર વર્ષે ITI સંસ્થા, સ્થળ, બેઠકોની સંખ્યા અને અરજીઓની સંખ્યાના આધારે બદલાય છે. ચોક્કસ મેરિટ લિસ્ટ અને કટ-ઓફ માટે https://itiadmission.gujarat.gov.in પરથી માહિતી મેળવી શકાય છે.

લોકપ્રિયતાનો આધાર: આ ટ્રેડ્સની પસંદગી ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, રોજગારની તકો અને વિદ્યાર્થીઓની રુચિ પર આધારિત છે. ઇલેક્ટ્રિશિયન અને ફિટર ટ્રેડ્સ સૌથી વધુ માંગવાળા છે, કારણ કે તે બહુમુખી કૌશલ્યો અને વ્યાપક રોજગારની તકો પૂરી પાડે છે.


(૧) કારકિર્દી ઘડતરના બે અટપટા પડાવ પૈકી પહેલો પડાવ: ધોરણ ૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ વિદ્યાશાખાઓના અનેક  કોર્સમાંથી એક કોર્સ પસંદ કરવા માટેના માર્ગદર્શન સંબંધિત ગયા મહીને ‘કારકિર્દી માર્ગદર્શન: તમારી સફળતાનો પાયો/ Career Guidance: Building Your Path to Success’ પુસ્તક ઓનલાઇન પ્રકાશિત કર્યું હતું. ભવિષ્યમાં ઉપરોક્ત લેખનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે.

(૨) કારકિર્દી ઘડતરના બે અટપટા પડાવ પૈકી બીજો પડાવ: પદવી મેળવ્યા પછી નોકરી મેળવવાની તૈયારી માટે ટૂંક સમયમા ‘ઇન્ટરવ્યૂની તૈયારી: પ્રશ્નો, જવાબો, સફળતાની ચાવી’ નામનું પુસ્તક ટૂંક સમયમાં ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવશે. આ પુસ્તકમાં આઈ.ટી.આઈ. ટેકનિશિયન, એન્જિનિયર, શિક્ષક, એકાઉન્ટન્ટ­ જેવા અનેક વ્યવસાયો માટેના ઇન્ટરવ્યૂ પ્રશ્નો, તેના સચોટ જવાબો અને અન્ય ઇન્ટરવ્યૂમાં સફળતા મેળવવા માટેની ઉપયોગી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
———————–ક્રમશઃ————————


આઇ.ટી.આઇ. પ્રવેશ માહિતી પુસ્તિકા- ૨૦૨૫ I.T.I. Admission Information Booklet – 2025 આઈ. ટી. આઈ. પ્રવેશ માહિતી પુસ્તિકા 2025 ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો. ટંકારીઆની ઘી મુસ્તફાબાદ આઈ.ટી.આઈ.ની માહિતી પેજ ૫૧ પર છે.

આઈ.ટી.આઈ. પ્રવેશ માહિતી પુસ્તિકા -૨૦૨૪ I.T.I. Admission Information Booklet- 2024 (અહીં ક્લિક કરો. ટંકારીઆની  ઘી મુસ્તફાબાદ આઈ.ટી.આઈ.ની માહિતી પેજ ૫૦ પર છે.)

Primary Information આઈ.ટી.આઈ. અંગે પ્રાથમિક માહિતી (અહીં ક્લિક કરો)

આઈ.ટી. આઈ. અંગે વધુ માહિતી મેળવવા નીચે આપેલ વેબસાઈટની મુલાકાત લો.
https://www.ncvtmis.gov.in (ભારત દેશમાં આવેલી બધી આઈ.ટી.આઈ.ની માહિતી માટે)

https://www.ncvtonline.com (ITI Free online learning portal, Free study material pdf., Computer Based Test, ફ્રી ઓનલાઈન અભ્યાસ, આઈ.ટી.આઈ.ના જુદા જુદા ટ્રેડના થીયરી/પ્રેક્ટીકલના પુસ્તકો અંગ્રેજી/હિન્દીમાં ફ્રી ડાઉનલોડ કરવા, જેવી ઉપયોગી માહિતી માટે)

આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડના Trade Theory, Workshop Calculation & Science, Engineering Drawing, Employability Skills જેવા વિષયોના પુસ્તકો ફ્રી ડાઉનલોડ કરવા માટેની લિંક (અહીં ક્લિક કરો)

https://itiadmission.gujarat.gov.in  ટંકારીઆ આઈ.ટી.આઈ. સહિતની ગુજરાતની બધી જ આઈ.ટી.આઈ (સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ‍ આઈ.ટી.આઈ અને સ્વનિર્ભર સંસ્થાઓ ) ના જુદા જુદા ટ્રેડમાં સેન્ટરલાઈઝ એડમીશન પદ્ધતિ દ્વારા એડમીશનની કાર્યવાહી થતી હોવાથી ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ઈન્ટરનેટના માધ્યમથી  ભરવાનું‍ રહેશે. પ્રવેશ‍ સંબંધિત માર્ગદર્શન માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવો. પ્રવેશ ફોર્મ ભરવા ઉપર આપેલ લિંકનો ઉપયોગ કરો. પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની બધી જ કાર્યવાહી ઓનલાઈન થતી હોવાથી મોબાઈલ નંબર અને ઈમેલની વિગતો ખૂબ જ કાળજીપૂર્વક ભરવી.


Mustafabad Industrial Training Institute Tankaria (M.I.T.I)

Mustafabad Industrial Training Institute Tankaria (M.I.T.I) established in the year 1986. It was the first I.T.I. in the Bharuch Taluka. In 1986, there was no any I.T.I. in the Bharuch Taluka not even in the Bharuch city. M.I.T.I is providing best services to the people of Bharuch district and its neighboring districts since last three decades.

I.T.I. Tankaria affiliated to National Council For Vocational Training (NCVT), New Delhi, Ministry of labour and Welfare, Government of India. M.I.T.I. is Government Granted I.T.I. managed under the Government “Grant In Aid Code”. Institute’s trained Technicians are working all around Gujarat. Some Technicians are working outside Gujarat and some are working abroad.

In the year, 2005-2007 Institute also trained employees of “National Thermal Power Corporation” (NTPC) in the Fitter trade. Some of the reputed I.T.I. Passed Technicians trained by this institute are Rafiq Dahya and Mohammed Mukerdam. Both successful Building contractors of our village trained by Tankaria I.T.I in the Draftsman Civil trade.

Many Institute Trainees are working with Gujarat Electricity Board (G.E.B). Our Electrician (Helper) Hanif Godar working with G.E.B. also trained by this Institute. So many Fitter trade’s Technicians trained by this institute are working in the reputed leading companies in Gujarat. Some of our I.T.I. Passed Technicians are also working in gulf countries.

I.T.I. Technicians who passed the final exam (All India Trade Test) and having N.C.V.T certificate (National Certificate) are eligible to work as a “Skilled Technician” in many countries. All India Trade Test (Final Exam after completing two years course) for all trades is conducted every year in July by The National Council for Vocational Training at the same time in all the states of India.

N.C.V.T. Certificates are also considered valid in many countries to apply for the Work Visa. I.T.I. passed Technicians with experience are mostly working in the Gulf Countries and other Countries with good salary. I.T.I. Passed Technicians those having a good experience and having IELTS certificate are also eligible to apply for the Immigration Visa on the point-based systems. (i.e. Canada, New Zealand etc.)

N.C.V.T Affiliated Trades and Batches

  1. Fitter Trade- 03 Batches
  2. Wireman Trade- 02 Batches
  3. Draftsman Civil Trade- 01 Batch
  4. Cutting & Tailoring (For Girls)- 01 Batch

Note: Draftsman Civil Trade and Cutting & Tailoring Trade are now closed due to higher unemployment ratio in these trades.

Subjects for Fitter & Wireman Trade

  1. Trade Theory
  2. Trade Practical (Workshop Training)
  3. Engineering Drawing
  4. Workshop Calculation & Science
  5. Employability Skills

Syllabus & Examinations:

There is a Common N.C.V.T. Syllabus for All India Trades.

Examinations: “All India Trade Test” Conducted every year in July by N.C.V.T. in all the states of India. An Internal trade test conducted at institute levels every four months.

Language for Examination Papers: English & Hindi

Fees for two-year Fitter & Wireman Trade Course

In addition to the Government grant, General and OBC Category Trainees have to pay nominal fees of Rupees 2775/- for the two years Course. Which includes Exam fees, Library fees, etc. Under the Government Fee Waiver programme and policies, the trainees belong to Scheduled Castes and Scheduled Tribes (SCs & STs) are even exempted from this nominal fee.

Short Duration Courses

  1. Computer for Beginners
  2. Two Wheelers Repairing (Scooter/Motorbike)

Few Examples of Machines & Appliances used in I.T.I. Workshop for Trade Practical. 

Lathe Machine For Fitter Trade Workshop
Lathe Machine For Fitter Trade Workshop

 

Electric Motor rewinding
Electric Motor rewinding and study of other electrical appliances
Computer Lab for small duration/part time computer courses.
Computer Lab for short duration computer courses.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*