Anjuman-e-Nusratul Muslimin

Compiled by: Late Iqbal Bhutawala, Canada.
Revised By: Mo. Lukmanhakim Abdullah Bhuta & Mo. Irfan Yakub Bhim.

અંજુમને નુસરતુલ મુસ્લિમીન, ટંકારીઆ, તા.જી. ભરૂચ.
સ્થાપના ૧૯૮૪
ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર બી/900 – ભરૂચ

અંજુમનના ઈતિહાસ પર એક નજર :
અંજુમનની સ્થાપના ૧૦ જુલાઈ ૧૯૮૪ના રોજ કરવામાં આવી. કારણ એ બન્યું કે ગામમાં એક ગરીબ માણસનો ઈન્તેકાલ થતાં ગરીબીના કારણે ઘરના વાસણો વેચી કફન-દફન માટે વ્યવસ્થા કરવામાં આવી, આ હાલત જોઈ ગામના ઉલમાએ કિરામનું દિલ ભરાઈ આવ્યું અને તરત જ આવા ગરીબ લોકોની મદદના હેતુસર એક સંસ્થા સ્થાપી. આ સંસ્થાને ‘અંજુમને નુસરતુલ મુસ્લિમીન’ નું નામ આપી લોકસેવા શરૂ કરી. આ સંસ્થાની શરૂઆત ગરીબોને સહાય આપવાના કામથી થઈ હતી. ૩૭ વર્ષના એક લાંબા સમયગાળા દરમ્યાન ગામ-પરગામ અને સમાજના લોકોની અનેક સેવાઓ સંસ્થાએ અત્યાર સુધી કરી છે. અલ્હમ્દુલિલ્લાહ.

અંજુમન સાર્વજનિક દવાખાનું
ટંકારીઆ ગામ ભરૂચ તાલુકાનું સૌથી મોટું આશરે ૧૫૦૦૦ની વસ્તી ધરાવતું ગામ છે. આસપાસના ધણા બધા ગામો ટંકારીઆથી જોડાયેલા છે. અંજુમન સંસ્થાએ  મેડિકલ ક્ષેત્રમાં લોકસેવામાં આગળ વધી એક પછી એક સફળતા હાસિલ કરી છે. હાલમાં અંજુમન દવાખાનું પોતાના નાનકડા બે મકાનમાં ચાલે છે. જેમાં સવાર સાંજ જનરલ ઓ.પી.ડી. તરીકે બે ડોકટરોની સેવા, દાંત વિભાગ, ફિઝયોથેરાપી વિભાગ, સચોટ રિઝલ્ટ આપતી બિલકુલ રાહતદરે ચાલતી કામયાબ લેબોરેટરી, દરરોજ સવારમાં એક થી દોઢ કલાક એમ.ડી. ફિઝિશિયન ડોક્ટરની સેવા, ચોવીસ કલાક એકસ-રે , ઈસીજી ટેસ્ટ વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઓર્થોપેડિક, ગાયનેક, કાન-નાક-ગળાના રોગો, આંખની સંપૂર્ણ તપાસ, બાળ રોગોના નિષ્ણાંત, ચામડીના રોગો માટેના ડોકટરો અઠવાડિયામાં એક વાર વિઝીટ માટે આવે છે, જેમાં દર્દીઓ નજીવી ૫૦ રૂપિયા ફી આપી પોતાની સંપૂર્ણ તપાસ કરાવી લાભ ઉઠાવી રહ્યા છે. મેડીકલ સ્ટોરમાં સારી કંપનીની દવાઓ રાહતદરે આપવામાં આવે છે. ગરીબ દર્દીઓને નાના-મોટા ઓપરેશનોમાં આર્થિક સહાય આપવામાં આવે છે. અલ્હમ્દુલિલ્લાહ અત્યાર સુધીમાં અંજુમન દવાખાનાથી લાખો લોકો, પુરુષ, સ્ત્રી, બાળકો, વૃદ્ધો, પ્રેગનન્ટ સ્ત્રીઓએ લાભ ઉઠાવ્યો છે. અંજુમન દવાખાનાની સેવાઓથી ગામ-પરગામના લોકો ખુબ સારી રીતે વાકેફ છે. ઈન્શા અલ્લાહ લોકોના હિત માટે સ્થપાયેલ અંજુમન હજુ પણ લોક સેવામાં આગળ રહેશે. 

સંસ્થાનો મુખ્ય હેતુ. :
નાત-જાતના ભેદભાવ વિના તમામ લોકોને સરળ, રાહતદરે ઉપલબ્ધ હોય તેવી ગુણવત્તાસભર સચોટ નિદાન સાથેની તબીબી સેવા આપવી. આજના મોંઘવારીના યુગમાં મેડિકલ ક્ષેત્રમાં ગરીબો તથા તમામ લોકોના હકકમાં સહાયરૂપ બનવું.

અંજુમન સાર્વજનિક હોસ્પિટલના નવા મકાનના બાંધકામ માટે મદદની અપીલ.
આજના સમયે ગામમાં અદ્યતન સુવિધાઓ સાથેની હોસ્પિટલની ખૂબ જ જરૂર છે. એવી હોસ્પિટલ જ્યાં તમામ બાબતોનો ખ્યાલ રાખવામાં આવે. વસ્તીના પ્રમાણમાં સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ સેવાઓ પુરતી નથી. પ્રાઈવેટ હોસ્પિટલોમાં સામાન્ય ઓપરેશન માટે પણ હજારોનો ખર્ચ થાય છે. આ ઉપરાંત ઘણી જ મોંઘી દવાઓ, ક્યારેક બિન જરૂરી ઓપરેશનો, મોંઘી લેબોરેટરીના ટેસ્ટ ગરીબો માટે અસહ્ય હોય છે. આ બધી બાબતો ધ્યાનમાં લેતાં સારી સુવિધાઓ સાથેની રાહતદરની હોસ્પિટલની ખાસ જરૂરત છે.

ટંકારીઆ ગામ ભરૂચ તાલુકાનું સૌથી મોટું વસ્તી ધરાવતું ગામ છે. જે આજુબાજુના ગામો માટે કસ્બા સમાન છે. મેડિકલ ક્ષેત્રમાં વધતી જતી મોંઘવારી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંજુમન ટંકારીઆ ગામે પારખેત રોડ પર સાડા આઠ વીઘા જમીન ખરીદી અલ્લાહની જાતથી ઉમ્મીદ રાખી એક મોટી હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહી છે. આ નવી હોસ્પીટલ ટંકારીઆ ગામથી પારખેત તરફ જતાં આસરે દોઢ કિલોમીટરના અંતરે આવેલ છે. અલ્લાહ પર ભરોસો કરી હોસ્પિટલનું કન્સ્ટ્રકશનનું કામકાજ હાલમાં ચાલી રહ્યું છે. બે વર્ષના સમયગાળામાં હોસ્પિટલનું કામ પૂર્ણ થાય એવા પ્રયત્નો અંજુમન દ્વારા થઇ રહ્યા છે. આપ સૌ સખીદાતાઓથી નમ્ર અપીલ કરવામાં આવે છે કે હોસ્પિટલના બાંધકામમાં આર્થિક નાણાંકીય મદદ કરી અલ્લાહની નજદીકી પ્રાપ્ત કરી આખિરતની બેંકમાં નેકીઓ જમા કરશો.


આપ હોસ્પિટલને કઈ રીતે મદદરૂપ થઈ શકો ?

કોઈ એક વિભાગ (ડિપાર્ટમેન્ટ)નો ખર્ચ ઉપાડીને. 
લિલ્લાહ રકમ આપી અપાવીને. / હોસ્પિટલનો કોઈ એક ખર્ચ ઉપાડીને.
બાંધકામ તથા અન્ય કામોમાં હિસ્સો લઈને.
પોતાના પગારમાંથી દર મહિને અમુક રકમ આપીને, અપાવીને.
એક રૂમ બનાવીને અથવા રૂમની કિંમત આપી અપાવીને.
બાંધકામનો સામાન જેમ કે રેતી, કપચી, સળીયા, સિમેન્ટ વગેરે આપી અપાવીને. 
હોસ્પિટલ પ્રત્યે મોહબ્બત ની નજર, સલાહ-સુચન તથા કામયાબીની દુઆઓ ગુજારીને.

અંજુમને નુસરતુલ મુસ્લિમીનના ટ્રસ્ટીઓ:
(૧) લુકમાન હકીમ અબ્દુલ્લાહ ભુતા (૨) સાજીદ યાકુબ ઈસ્માઈલ બચ્ચા (૩) ઈરફાનમહંમદ યાકુબ ભીમ (૪) સફવાન યાકુબહાજી યુસુફ ભુતા (૫) સોએબ ઈકબાલ એહમદ ડેગ (૬) યુનુસ અબ્દુલ્લાહ હાજી ઈસ્માઈલ જારીવાલા (૭) ઈમ્તિયાઝહુસેન અહમદ મુન્શી

અંજુમન સાર્વજનિક હોસ્પિટલની એમ્બ્યુલન્સ સેવા માટે કોન્ટેક્ટ નંબરો:
(૧) અંજુમન હોસ્પિટલ: ૭૨૦૨૦૭૧૦૮૮
(૨) મૌ. સાજીદ વાય. બચ્ચા: ૯૫૭૪૮૦૫૯૫૦
(૩) મૌ. અબ્દુલમતીન એમ. બચ્ચા: ૯૭૨૫૨૬૭૨૩૬
   
અંજુમન સાર્વજનિક હોસ્પિટલને લગતા કામ માટેના કોન્ટેક્ટ નંબરો:
(૧) મૌ. લુકમાન અબ્દુલ્લાહ ભુતા (પ્રમુખ): ૯૭૩૭૮૨૮૨૦૨
(૨) મૌ. ઈરફાન વાય. ભીમ (સેક્રેટરી) : ૯૭૩૭૨૦૩૨૦૯
(૩) મૌ. અબ્દુલમતીન એમ. બચ્ચા: ૯૭૨૫૨૬૭૨૩૬

History of Anjuman:

Anjuman-e- Nusratul Muslimin was established on 10th July 1984. The reason for the establishment of this organization was that after the death of a poor man in the village, due to poverty, household goods were sold and arrangements were made for funeral and burial. Anjuman started public service, this organization has started giving help to the poor till now, during its long period of 37 years, it has been doing many services to the village and community and is doing it now. Alhamdulillah.

Anjuman Public Hospital
Tankaria village is the largest village of Bharuch taluka with a population of over 15000 / -. Many of the surrounding villages have been connected to Tankaria. Anjuman organisation has achieved a breakthrough in public service in the medical field today. In the present situation, Anjuman runs General OPD in its two small houses morning and evening. In which two doctors are employed for the service an MD Physician also serves nearly two hours in the morning, in addition to the medical store with good company’s discounted medicine, a dental department, a physiotherapy department, a successful laboratory running at a very reasonable rate giving accurate results, A part from that 24 hours X-ray, ECG and ambulance facilities are available, financial aid for poor patients in small and big operations, orthopedic, gynecology, opthalmologist, pediatrician, dermatologist, and other doctors visit ones a week. Once they come for a visit, in which the patients are benefiting by paying a nominal fee of Rs 50/-. Alhamdulillah, so far Anjuman Hospital has benefited millions of people male/female, children, elder, pregnant women, etc. Which is well known to the people of the village and surrounding, and in sha Allah the Anjuman established in the interest of the people will still be at the forefront of public service.

The main purpose of the organization. :
To Provide medical care with a quality accurate diagnosis that is available to all people without any discrimination based on race, gender, or religion. at an affordable rate. And to be helpful in the rights of the poor and all the people in the medical field in today’s era of inflation.

Anjuman Public Hospital ………………………….. Appeal.
Hospitals are essential for society, where all things are taken care of, there is a shortage of doctors and staff and facilities in government hospitals, the high medical costs, private hospitals where thousands of ordinary operations cost thousands of expensive medicines, non-essential operations, expensive laboratories. for women, Low-cost facilities for clean and normal delivery, of due to all these factors there is a need for a concessional public hospital.
As written further, Tankaria village is the most populous village of Bharuch taluka. Which is similar to the town for the surrounding villages.

At present, the hospital is functioning in two small buildings. Considering the present situation, the growing need of people in the medical line, the rising cost of living in the medical field, etc.

Relying on Allah, Anjuman is going to build a big hospital with eight acres of land in Tankaria on Parkhet road. we are giving the plan, photos, and other details of the hospital in this booklet. The construction work of the hospital has been started. On this auspicious occasion, a humble appeal is to all of you, to contribute to the construction of the hospital financially. Please donate lillah amount and get rewardd by Almighty Allah.

How can you help the hospital? 
By Bearing the cost of a single department.
By giving Lillah amount. / By Bearing any one of the hospital expenses.
Taking part in the construction and other works.
By giving a certain amount from his salary every month.
By making a room or giving a room price.
Giving construction materials like sand, gravel, steel, cement, etc.
Advice and prayers for success.
https://youtu.be/dCcVsV5cfB4