This is a featured page

KHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIAKHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIAKHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIAKHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA
સ્વાદિષ્ટ વાનગીઓ
image
ખમણ ઢોકળા : (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)

500 ગ્રામ ચણાદાળ,
નારિયેળનું ખમણ,
આદું-મરચાં,
હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો.
રીત :
રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ખમણની ચટણી બનાવવા માટે, 200ગ્રામ ખમણનો ભૂકો, ખાંડ, રાઈ, કોથમીર, તેલ, 100 ગ્રામ અડદ-દાળ, લીમડો, કોપરું અને દહીં તૈયાર કરો. સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો. કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો. પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો. તેલમાં રાઈ, મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.
[‘દિવ્યભાસ્કર-મધુરિમા’ માંથી સાભાર.]

recipes

ઈન્સ્ટન્ટ ગુલાબજાંબુ સામગ્રી :

દૂધનો પાઉડર – 1 કપ, 2 ચમચા. મેંદો-1 ચમચો,
સોડા બાયકાર્બોનેટ – પા ચમચી, એલચીનો પાઉડર – અડધી ચમચી,
ઘી- 4 ચમચી તળવા માટે, ખાંડ – 1 કપ, લીંબુનો રસ – 1 ચમચી. રીત :
દૂધનો પાવડર, મેંદો, સોડા બાયકાર્બોનેટ, એલચીનો પાઉડર અને ચાર ચમચી ઘીને એક બાઉલમાં મિક્સ કરો. ખાંડમાં એક કપ પાણી ઉમેરી પેનમાં ગરમ કરી તેની ચાસણી તૈયાર કરો. તેમાં લીંબુનો રસ નાખો જેથી બધો મેલ કપાઈ જાય. ચાસણીને સર્વિંગ ડિશમાં કાઢી તેને ગરમ જ રહેવા દો. કડાઈમાં પૂરતું ઘી ગરમ કરો. દૂધના પાવડરના મિશ્રણમાં પૂરતું પાણી ઉમેરી નરમ કણક બાંધો. તેમાંથી નાના નાના ગોળા વાળો. આ ગોળાને ઘીમાં ધીમી આંચે તળો. ગુલાબજાંબુ આછા બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢીને ચાસણીમાં બોળી દો. આ ગુલાબજાંબુને ગરમ અથવા ઠંડા કરીને સર્વ કરો.

હૈદ્રાબાદી બિરિયાની સામગ્રી :
1] 1 કપ છુટ્ટા ચઢવેલા બાસમતી ચોખા
2] 1 કપ બાફેલા મિક્સ શાક [ફણસી,ગાજર,વટાણા]
3] 1 લાંબી ચીરીઓ કરેલો કાંદો
4] થોડાક કાજુ અને કિસ્મિસ
5] થોડુંક કેસર અને ઈલાયચી વાટીને એક ચમચી દૂધમાં ઓગાળવું.
6] 4 ચમચા ઘી અથવા તેલ
7] 1 કપ ખમણેલું ચીઝ
8] 1 કપ દહીં
recipe


ગ્રેવી માટેની સામગ્રી :

1] 1 મિડિયમ કાંદો,
2] એક નાનો ટુકડો આદુ,
3] 3 થી 4 કળી લસણ,
4] 1/2 કપ કોપરાનું ખમણ,
5] 1 મિડીયમ ટામેટું
ગ્રેવી માટેની સામગ્રી ભેગી કરીને મિક્સરમાં વાટી લેવી.

રીત :
સૌ પ્રથમ ચઢવેલા ચોખામાં સ્વાદ પ્રમાણે મીઠું ભેળવવું. તેમજ દૂધમાં ઓગાળેલું કેસર તેમજ ઈલાયચી ભેળવીને એક બાજુ પર મુકવા. ત્યાર બાદ એક પેણીમાં 2 ચમચા તેલ કે ઘી મૂકીને ચીરેલા કાંદાને બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. કાંદા સાંતળતી વખતે 2 નંગ લવીંગ, 1 ટુકડો તજ, 1 પાન તમાલ પત્ર નાંખવા. તેમાં એક ચમચી ખાંડ નાખવાથી કાંદા જલ્દી બદામી રંગના થશે. કાંદા જ્યારે થવા માંડે ત્યારે કાજુનાં ટુકડા તથા કિસ્મિસ ઉમેરવા જેથી તે પણ સંતળાઈ જાય. ત્યાર બાદ તેને એક બાજુ પર રાખી બીજી એક પેણી લઈ વધેલુ ઘી કે તેલ લઈ ગ્રેવીનું મિક્સચર લઈ 3 મિનિટ સુધી સાંતળવું. સાંતળતી વખતે તેમાં સ્વાદાનુસાર મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું ઊમેરવા. તેમાં એક ચમચી ખાંડ ઉમેરવી. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લેવુ. થોડું ઠંડુ થયા બાદ તેમાં દહીં ઊમેરવું.અને ત્યારબાદ તેમાં બાફેલાં શાક ઉમેરી હલાવી લેવું.
હવે એક બૅકિંગ ડિશ લેવી તેમાં અલ્યુમિનીયમ ફોઈલ પાથરવું. હવે તેમાં સાંતળેલા કાંદા પાથરવા. તેની ઉપર કેસરવાળા અડધા ભાત લઈ કાંદાની ઊપર પાથરવા. ત્યારબાદ તેની ઉપર શાકવાળી ગ્રેવી પાથરવી. ત્યારબાદ તેની ઉપર વધેલાં અડધા ભાત પાથરવા.અને પછી તેની ઉપર ખમણેલું ચીઝ પાથરવું.
હવે 350 ડિગ્રીએ 10 મિનિટ સુધી ગરમ કરેલા ઓવનમાં આ બિરિયાની ની ડિશ મૂકવી. આ બિરિયાનીને 30 થી 35 મિનિટ સુધી બૅક કરવી.
નોંધ : આમાં ફ્રેશ ફ્રુટસ જેવાં કે સફરજન , પાઈનેપલ, સંતરાંની ચીરીઓ કે લીલી દ્રાક્ષ વગેરે ઊમેરી શકો છો અને ત્યારબાદ બૅક કરી શકો છો


પાવભાજી
તૈયારીનો સમય : 15 મિનિટ, બનાવવાનો સમય : 20 મિનિટ.
માત્રા : ચાર વ્યક્તિ માટે.
સામગ્રી :
(પાવ માટે….) 8 નંગ પાવ, 4 ચમચા માખણ
(ભાજી માટે….)
pav bhaji
1.5 કપ બાફેલા બટેટાનો છૂંદો
1 કપ ફલાવર બાફેલું
0.5 કપ વટાણા બાફેલા
0.5 કપ ગાજર બાફેલા
0.5 કપ કેપ્સીકમ (ભોલર મરચાં) બારીક સમારેલા.
2.5 કપ ટામેટા બારીક સમારેલા.
0.5 ચમચી હળદર, 0.5 લાલ મરચાંની ભૂકી, 1.5 ચમચો પાવભાજીનો મસાલો.
0.5 ચમચી સંચળનો ભૂકો, 4 ચમચા બટર, મીઠું સ્વાદ અનુસાર.
3-4 કાશ્મીર મરચાં તેમજ 4-6 કળી લસણ વાટીને પેસ્ટ.
(પીરસતી વખતે… ) 1 કાંદો બારીક સમારેલો, 4 ટુકડા લીંબુના, 1 ચમચો કોથમીર બારીક સમારેલી.
રીત :
એક મોટા વાસણમાં બટર નાંખીને તેમાં કાંદા અને કેપ્સિકમ નાંખી સાંતળો. તેમાં મરચાં-લસણની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટા નાખી સતત હલાવતાં રહો જેથી તેલ છૂટું પડે. તેમાં હળદર, મરચાંની ભૂકી, પાવભાજી મસાલો, સંચળ અને મીઠું નાખી 2 થી 3 મિનિટ હલાવો. તેમાં બાફેલા શાકભાજી અને બટેટાનો છૂંદો નાંખી ‘પૉટેટો મૅશર’ (બટેટાનો છૂંદો કરવાનું સાધન) વડે બધાને સરખું છુંદીને મિક્સ કરો. જરૂર પડે તો 0.5 કપ પાણી નાખો.
હવે પાવ ને વચ્ચેથી કાપો. બંને બાજુ બટર લગાડો. તેના પર પાવભાજી મસાલો છાંટો. તવો ગરમ કરી તેના પર થોડું બટર લગાડી પાવને શેકો.
ચાર પ્લેટમાં ભાજી પીરસો. તેના પર કાંદા અને કોથમીર નાંખો. પાવ અને લીંબુના ટુકડા સાથે પીરસો.
.
mohanthal[1] મોહનથાળ સામગ્રી : 600 ગ્રામ ચણાનો કરકરો લોટ, 400 ગ્રામ માવો, રંગ, 1 કિલો ખાંડ, ચારોળી, ચપટી બરાસનો ભૂકો, 600 ગ્રામ ઘી, બદામ, 12 એલચી અને દૂધ. રીત : ચણાના લોટમાં ઘી તથા દૂધનો ધાબો દઈ એક કલાક રાખી, તેને ચાળી ઘીમાં બદામી રંગ પકડે ત્યાં સુધી શેકો. તેને ઉતારીને એલચીનો ભૂકો અને પીળો કે કોફી રંગ નાખો. ખાંડની બે તારી ચાસણી બનાવી, નીચે ઉતારી ઘૂંટો. તેમાં શેકેલ ચણાનો લોટ નાખીને ખૂબ હલાવો. તેને થાળીમાં પાથરી દો. તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠંડો પડે તેના ચક્તાં કરો. …………







sandesh [2] સંદેશ સામગ્રી : 2 લિટર દૂધ, 250 ગ્રામ માવો. ચાંદીનો વરખ, એલચી, 400 ગ્રામ ખાંડ, બદામ-પિસ્તા, લીંબુ, દહીં, એસેન્સ રીત : દૂધને બરાબર ગરમ કરી તેમાં લીંબુ નિચોવી ફાડીને ઉતારીલો. પાણી અને દૂધ છૂટા પડતાં માવાને કાઢી લો. આ માવામાં દહીં, માવો, ખાંડ, એલચીનો ભૂકો નાખી ખૂબ મસળો. આ માવાને દશ મિનિટ વરાળમાં બાફો. ઠરવા આવે એટલે એસેન્સ નાખી, ફરી હલાવી, થાળીમાં ઘી લગાવી તેમાં પાથરી ઉપર પિસ્તાની કાતરી ભભરાવી, વરખ લગાવી, ઠારી જાય એટલે ચકતા કરો. આ સંદેશના ગોળા વાળીને તેને યોગ્ય આકાર આપીને ગોળ બનાવી શકાય. ………… rasgulla






[3] રસ ગુલ્લા સામગ્રી : 2.5 લિટર દૂધ, 1.5 લિટર પાણી, ગુલાબનું એસેન્સ, 1 કિલો ખાંડ, 0.5 તોલો લીંબુના ફુલ રીત : દૂધને ગરમ કરી, ઊભરો આવે ઉતારી લો. પાણીમાં લીંબુના ફૂલ ઓગાળી તે પાણી દૂધમાં ભેળવો. દૂધ-પાણી છૂટા પડે કપડામાં ગાળીને પાણી નિતારી લો. દૂધના છજાને કોરો કરો. તેમાં મેંદો અને ગુલાબનું એસેન્સ ભેળવીને ખૂબ મસળો. તેના લૂઆ કરી, ગોળા કરો. એકતારી ચાસણીમાં નાખી ઉકાળો. થોડીવાર પછી ગોળા ઉપર ઠંડુ પાણી છાંટો. …………









kaajukatri [4] કાજુ કતરી સામગ્રી : 500 ગ્રામ કાજુનો ભૂકો, ચાંદીનો વરખ, 100 ગ્રામ ગરમ દૂધ, એલચીનો ભૂકો અને ખાંડ રીત : ઉપરની બધી સામગ્રી એક વાસણમાં ભેળવીને ગેસ ઉપર મૂકી હલાવતા માવા જેવું કઠણ કરો. હવે તાપ ધીમો કરી નાખો. નીચે ચોંટે નહિ તેનો ખાસ ખ્યાલ રાખવો. ત્યારબાદ ઘી લગાવેલ થાળીમાં નાખી, જલ્દી વણી, વરખ લગાડવો. વરખ ન ચોંટે તો જરા કાતરી ઉપર ઘી લગાવી, ચોંટાડી, ઠંડી પડે ત્યારે મનફાવતાં ચકતાં પાડી લો. …………









magabarfi [5] માવાની બરફી સામગ્રી : 1 કિલો માવો, 400 ગ્રામ બૂરું ખાંડ, બદામ પિસ્તા, 100 ગ્રામ ઘી, કેસર, એસેન્સ. રીત : ધીમા તાપે માવાને સાંતળો. ચીકાશ આવે અને ઘી છૂટે એટલે હાથ વડે ગોળી બને કે તુરત ઉતારી લો. હવે તેમાં બૂરું ખાંડ અને એસેન્સ નાખી હલાવો. થાળીમાં ઘી ચોપડી તેના ઉપર પાથરો. તેના ઉપર બદામ-પિસ્તાની કાતરી અને કેસર ભભરાવી ઠંડુ પડે એટલે તેનાં ચકતા કરો. …………



Baisni Roti By: salma of karachi, PK
A very healthy and tasty rotis what u can serve with achaar,mint sauce,sabzi or even with fried fish.

Ingredients


KHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA

Directions

  1. Mix all the ingredients together and knead with milk.Leave it aside for 15 minutes.
  2. Make equal balls out of then roll it to make flat rotis out of it.Apply dry gram flour to make rotis.
  3. Now roast it on a pan and apply ghee and roast it until it turns into golden colour.
  4. Delicious baisni rotis are ready to be served.


KHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA Aloo roti By: shamama of Thane, IN
Potato flavored roti




Ingredients
KHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA
(don't add water to knead the dough if it is done well with the boiled potatoes)

Directions

  1. Mix all the ingredients except oil to make a dough out of it.
  2. When the dough is ready add 1 tbsp oil to it and knead it again. Leave it aside for 10 min covered.
  3. Make equal balls out of it then roll it to make flat rotis out of it. Apply dry flour to make rotis.
  4. Now roast it on a pan. apply oil or ghee.
  5. serve hot with yogurt.



Tikka Reshmi Kebab

By: Tasnim of Karachi, PK

Serve with mint chutney and onion rings .


Ingredients
Chicken kebab with cream
KHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA
- 750 gms boneless chicken cut into cubes
  • 1 and half tsp ginger garlic paste
  • 1 and a half tsp salt
  • 2 tbsp oil
  • 5 tbsp gram flour
  • Half cup cream
  • 2 tsp white pepper
  • 1 egg
  • 1 tsp green cardamom powder
  • ½ cup cheese spread
Directions
  1. Marinate the chicken with ginger/garlic paste for 1 hour .
  2. heat oil in a heavy based pan . Add gram flour and stir till the oil separates from the flour .
  3. Remove from heat add cream , cheese spread , white pepper , egg and green cardamom powder . Whisk to a smooth paste and mix with chicken .
  4. Set aside for 2 hours .


Fried Bhindi By: fatma of Dar-es-salaam, TZ
Stuffed fried okra

This deep fried bhindi dish is stuffed with spices and is delicious as a sidedish.


Ingredients

KHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA
  • 1/2 kg bhindi.
  • 4 tsps dhana jeera powder.
  • Salt.
  • 3 tsps green chilly paste or red chilly paste.
  • 1 tbsp lemon juice.
  • Oil for frying.
  • 1 tsp turmeric powder

Directions

  1. Take a bowl put dhana jeera powder, salt, lemon, turmeric,and chillies, add little water to make thick paste. Keep aside.
  2. Wash bhindis and slit half lenghtwise, fill all bhindis with little paste and smear the rest of the paste on the bhindis, keep for 1 hours.
  3. Fry them till crispy.
  4. You can eat them as a side dish with fried fish or dal curry or any rice preparation


Shrikhand

By: Mr Shah of West New York, US


IngredientsKHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA

  • 1 kg thick curd
  • 3/4 cup powdered sugar
  • a few strands saffron
  • 1 tbsp warm milk
  • 2 tbsp cardamom powder (elaichi)
  • For the garnish
  • Pistachios and Almonds

Directions

  1. Hang the curds in a muslin cloth in a cool place for approximately 5 hours until all the liquid (whey) has drained off.
  2. Rub the saffron into the warm milk until it dissolves.
  3. Mix together the hung curds, sugar, saffron mixture and cardamom in a bowl and churn using a hand blender.
  4. Place in the refrigerator.
  5. Serve shrikhand cold garnished with slivers of pistachios and almonds.
Muffins By: salma of karachi, PK


YUMMYYYYYYY muffins at home



IngredientsKHANA KHAZANA..TESTY FOODS,IQBAL GULAM BHUTA.CANADA - TANKARIA


  • 1 egg
  • 2 1/2 cup white flour
  • 2 tsp baking powder
  • 1/2 tsp baking soda(meetha soda)
  • 2 tsp coco powder
  • 1/2 cup chocolate chips
  • 3/4 cup milk
  • 3/4 cup sugar
  • 1 cup oil
  • 1 tsp vanilla esence

Directions

  1. Sieve the wheat flour and mix it with baking soda,baking powder,coco powder, oil and chocolate chips.
  2. In a separate bowl,thoroughly mix the egg with milk,sugar and vanilla essence.
  3. Add this mixture to the wheat mixture.
  4. Pour it into paper cups and place them onto a pastry tray.
  5. Place the tray in a pre-heated oven on 200C and bake for 40 minutes.
  6. Take out of the oven and serve.