Markazi Masjid

Compiled by: Yacoob Mank, UK


28 August 2013


14 July 2013

હાફેઝ શબ્બીરભાઇ ભૂતા બોલ્ટન અને ડયુઝબરીની મુલાકાત પતાવી લેસ્ટર થઇને લંડન પરત થયા છે. તેમના કહેવા મુજબ કામ સંતોષકારક થઇ રહ્યું છે. લોકોનો સહકાર ઘણો સારો છે. જતાં જતાં કહેતા ગયા છે કે નવી મસ્જિદના પ્લાનમાં હજી પણ જો કોઇ ભાઇને કંઇ સલાહ સૂચન કરવું હોય તો લખીને મરકઝી મસ્જિદ, નાના પાદર, ટંકારીઆના સરનામે મોકલી આપવા વિનંતી છે. ઇન્શાઅલ્લાહ દરેક કામ સમજી વિચારીને અને આયોજનપૂર્વક જ કરવામાં આવશે. કુલ બાંધકામનો આજની તારીખે અંદાજી ખર્ચ સાડા ચાર કરોડ રૂપિયા છે..

Hafez Shabbirbhai Bhuta has returned to London after spending a few days in Bolton. He visited Dewsbury before leaving Bolton where he did receive good support. Shabbirbhai will leave for India on Thursday 18th of this month. If you have any suggestions or ideas about the proposed plan, you are requested to send it directly to Markazi Masjid, Nana Padar, Tankaria. The estimated construction cost at today’s prices is rupees four and a half crores (£500,000).


29 June 2013

ટંકારીઆ મરકઝી મસ્જિદ, નાના પાદરના નવેસરથી બાંધકામ અંગેની એક મિટિંગ શનિવાર ૨૯ જૂન ૨૦૧૩ના રોજ બોલ્ટન ખાતે યોજાઇ ગઇ. મિટિંગમાં બોલ્ટન ઉપરાંત બ્લૅકબર્ન, પ્રેસ્ટન અને લેંકાસ્ટરના ગામવાસી ભાઇઓએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી.

તિલાવતે કલામે પાક પછી લંડનથી પધારેલા મૌલાના ઇકબાલ બચ્ચા સાહેબે બયાન કર્યું હતું જેમાં તેમણે મસ્જિદના તામીરી કામમાં હિસ્સો લેવાનું મહત્વ સમજાવી ભરપૂર નેકી કમાવાની અને અલ્લાહને ત્યાં પોતાનું ઘર બનાવી લેવાની આ અમૂલ્ય તકનો લાભ લઇ લેવા સર્વેને વિનંતી કરી હતી.

ત્યાર બાદ હાફેઝ શબ્બીર ભૂતા અને તેમના સફરના સાથી હાજી ઇસ્માઇલભાઇ ખોડાએ બનનાર મસ્જિદના પ્લાનની વિગતો આપી બાંધકામની વિગતે સમજુતિ આપી હતી. મૌલાના અબ્દુલ્લાહ જેટ સાહેબે પણ મુખ્તસર બયાનમાં નેકીના આ કામમાં દરેકને એકબીજાથી વધીને હિસ્સો લેવા સમજાવ્યું હતું.

થોડાક સવાલો, થોડાક ખુલાસા, થોડાક સલાહસૂચનો પછી ડૉ યુસુફ મુસા ખોડાએ મરકઝી મસ્જિદનો ટૂંકો ઇતિહાસ રજૂ કરી મસ્જિદનો જેમણે પાયો નાંખ્યો હતો તે ભૂતકાળના તમામ મુખલીસ આગેવાનો અને દાનવીરોને યાદ કરી તેમના હકમાં દુઆ કરી હતી. મસ્જિદના બાંધકામમાં દરેકે પોતાનાથી બનતી શ્રેષ્ઠ મદદ કરવાની તૈયારી બતાવી હતી. હાજી ઇકબાલ યાકુબ બાજીભાઇ ભૂતાવાલાએ સોલર સિસ્ટમ બેસાડવાનો તમામ ખર્ચ પોતે ઉપાડી લેવાનું જણાવ્યું હતું. અલ્લાહના ફજલોકરમથી મિટિંગ કામયાબ રહી હતી અને બીજા દિવસે કલેકશન શરૂ કરતાં ગામવાસીઓ અને બહારના દાતાઓ તરફથી પણ સુંદર સાથસહકાર મળી રહ્યો છે.

છેલ્લે દુઆ અને ડીનરને ન્યાય આપી છૂટા પડયા હતા.

મિટિંગ માટે હોલનું ભાડું હાજી ફઝલ યાકુબ બાજીભાઇ ભૂતાવાલાએ ચૂકવ્યું હતું જ્યારે હાજર તમામ ભાઇઓ માટે સુંદર ડીનરની વ્યવસ્થા ઇકબાલભાઇ ધોરીવાલા તરફથી કરવામાં આવી હતી. અલ્લાહ જઝાએ ખેર આપે.

A meeting was held on Saturday 29th June 2013 at Bolton to discuss the proposed new construction of the Markazi Masjid, Nana Padar, Tankaria. Tankarvis from Bolton, Blackburn, Preston and Lancaster attended the meeting.

Tilawate Kalame Pak was followed by bayans by Maulana Iqbal Bachha and Maulana Abdullah Jet explaining the benefits of taking part and donating generously in the construction of a masjid.

Hafiz Shabbir Bhuta and Haji Ismailbhai Khoda highlighted the details of the plan. Dr Yusuf Musa Khoda remembered the pioneers of the masjid and the selfless sacrifices made by them and offered prayers for them all.

There were a few questions, a few suggestions and a few explanations. All those present at the meeting expressed their willingness to donate as much as possible. Haji Iqbal Y. B. Bhurtwala offered to pay for the solar system if one was to be installed.

The meeting ended with duaa and dinner.

The hall hire charges were paid by Haji Fazal Y. B. Bhutawala and the dinner was provided by Mr Iqbal Dhoriwala. May Allah reward them.