Madani Shifakhana (Madani Hospital)

Edited By: Nasir Lotiya.

મદની શિફાખાના (મદની હોસ્પિટલ) (૨૦૨૦)
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ. (૨૦૧૮)
ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર E/3636

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ:

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆની શરૂઆત ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ સમાજસેવાના મુખ્ય ઉદ્દેશ સાથે થઈ હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની નોંધણી No. IV 47/17 હેઠળ ઉત્તરપ્રદેશમાં થયેલી છે. ટંકારીઆ ગામની શાખા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની ૭૧ નંબરની શાખા છે. આ શાખાનું રજીસ્ટ્રેશન જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભરૂચ ખાતે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર E/3636 થી થયેલ છે. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા બિલકુલ રાહતદરે દવાખાનું ચલાવવું, ઝકાતના હકદાર જરૂરતમંદ લોકોને દવાખાનાની તમામ સેવાઓ હંમેશા મફતમાં આપવી, કેટલાક ખાસ દિવસોએ તમામ દર્દીઓને સેવાઓ મફતમાં આપવી, દાનવીરોની સહાયથી ગરીબોને અનાજનું વિતરણ કરવું, ઉનાળામાં જાહેર સ્થળોએ પાણીના કુલરો નિયમિત રીતે મૂકવાં,  શિયાળામાં ગામ અને આજુબાજુના વિસ્તારમાં જાહેર જગ્યા પર ખુલ્લામાં વસવાટ કરતા હોય એવા મજબૂર હકદાર લોકો સુધી પહોંચી એમને ગરમ ધાબળાનું મફત વિતરણ કરવું, ચોમાસામાં વૃક્ષો વાવીને એની સંભાળ રાખવી, કુદરતી આપત્તિના સમયે રાહત કામગીરી કરવી, ગરીબ જરૂરતમંદ લોકોની મદદ કરવી જેવા સેવાના કાર્યો હાલમાં અગ્રતાક્રમે છે.

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆના ટ્રસ્ટીઓ:
(૧) મુસ્તાકભાઈ વલીભાઈ બાબરીયા (પ્રમુખ) (૨) અઝીઝ ઈસા ભા (સેક્રેટરી)
(૩) મહંમદ અમીન અબ્દુલ મજીદ ક્દા (ટ્રસ્ટી) (૪) ઇલ્યાસ યુનુસ મુન્શી ઝંઘારીયા (ટ્રસ્ટી)
(૫) ઈસ્હાક યાકુબભાઈ ડબગર (ટ્રસ્ટી) (૬) ઈરફાન ગુલામ મેલા (ટ્રસ્ટી)

મદની શિફાખાના (મદની હોસ્પિટલ)

મદની શિફાખાનાનું સંચાલન શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ (શાખા નં. ૭૧) દ્વારા કરવામાં આવે છે. મદની શિફાખાનાનો મુખ્ય ઉદ્દેશ લોકોની સેવા કરવાનો હોવાથી એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને દર્દીઓ પાસેથી સામાન્ચ ચેકઅપ અને એક દિવસની દવાઓ માટે માત્ર રૂપીયા ૨૦ જેવી નજીવી ફી લેવામાં છે.

કોરોના વાયરસ રોગ (કોવિડ-૧૯)ના ખૂબ મુશ્કેલ સમયમાં, ઘણી નવી મેડિકલ સુવિધાઓ/ હોસ્પિટલોની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. મદની શિફાખાનાની શરૂઆત ૦૪/૧૧/૨૦૨૦ ના રોજ કરવામાં આવી હતી. કોરોના વાયરસ રોગચાળાના સમયે ૫૦ ઓક્સિજનના બોટલની તાત્કાલિક વ્યવસ્થા કરી ગામના દર્દીઓને વિનામૂલ્યે પહોંચાડવામાં આવ્યા હતા. મદની શિફાખાનામાં ટંકારીઆ ગામ અને આજુબાજુના ગામોના વિવિધ રોગોના દર્દીઓ કોઈ પણ જાતના ભેદભાવ વિના ડોકટરોની સતત સેવાઓ મેળવી રહ્યા છે. હાલમાં મદની હોસ્પિટલ પાસે ભાડાના ૧૧ રૂમ છે જેનું માસિક ભાડું ૧૬૫૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.

હાલમાં, ૦૧ રૂમનો ઉપયોગ ‘વિશેષ સારવાર વિભાગ’ તરીકે થાય છે જેમાં વિશેષ સારવારની જરૂર હોય એવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ૩૩૦ દર્દીઓએ વિશેષ સારવાર વિભાગની સેવાઓનો લાભ લીધો છે. મે ૨૦૨૨ સુધીમાં ૨૮૦૦૦થી વધુ દર્દીઓએ મદની શિફાખાના (મદની હોસ્પિટલ)ની સેવાઓનો લાભ લીધો છે. મદની શિફાખાનામાં અદ્યતન સુવિધાઓ ધરાવતી એમ્બ્યુલન્સ સેવા ૨૪ કલાક માટે બિલકુલ રાહતદરે ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ સબવાહીની તરીકે દફનવિધિ માટે પણ કરવામાં આવે છે; આ સેવા સંસ્થા દ્વારા મફત પૂરી પાડવામાં આવે છે. હોસ્પિટલમાં એક્સ-રે સુવિધા, સુસજ્જ અદ્યતન લેબોરેટરી, ઇસીજી ટેસ્ટની સુવિધા બિલકુલ ઓછા દરે ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

દવાખાનામાં સવાર-સાંજ સેવાઓ આપતા કાયમી ડોકટરો અને સ્ટાફ ઉપરાંત બાળ રોગ, સ્ત્રી રોગ, હાડકાના રોગ, ચામડીના રોગ, જનરલ સર્જન, ફીજીયો., એમ.ડી. જેવા વિઝીટીંગ ડોકટરો સેવાઓ આપે છે. દવાખાના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, બાળ રોગ, સ્ત્રી રોગ અને રસીકરણ જેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે; આવા કેટલાક કેમ્પોમાં બિલકુલ મફત અથવા મામુલી ફી લેવામાં આવે છે. બાળ રોગ અને સ્ત્રી રોગના મફત નિદાન કેમ્પનું આયોજન નિયમિત રીતે વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ અને મદની શિફાખાના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે જેમાં વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના ચેરમેન જનાબ ખાલિદ ફાંસીવાલા અને હોસ્પિટલના નામાંકિત ડોકટરોનો ખાસ સહયોગ અને સેવાઓ મળી રહી છે. મદની શિફાખાના હોસ્પીટલે ટૂંકા સમયગાળામાં ખૂબ સારી એવી સફળતા મેળવી જાહેર સેવાના અનેક કામો કર્યા છે.

એમ્બ્યુલન્સ સેવા માટે તથા મદની શિફાખાના (હોસ્પિટલ)ને લગતા કામ માટે કોન્ટેક્ટ નંબરો:
(૧) મુસ્તાકભાઈ વલીભાઈ બાબરીયા: ૭૩૫૯૭૮૭૯૮૦
(૨) અઝીઝ ઈસા ભા: ૯૯૦૪૭૪૪૧૬૦
(૩) મહંમદ અમીન અબ્દુલ મજીદ ક્દા: ૮૧૪૧૭૨૬૬૨૮
(૪) ઇલ્યાસ યુનુસ મુન્શી ઝંઘારીયા: ૯૯૨૪૦૬૫૭૨૧


                                                                                              Doctor’s Room
   
                                                 

                                                          Madani Shifakhana (Madani Hospital)

                                                                        Edited By: Nasir Lotiya.

SHAIKHUL ISLAM TRUST REGISTRATION NUMBER (HEAD OFFICE) : IV 47/17
SHAIKHUL ISLAM CHARITABLE TRUST TANKARIA, BHARUCH, REGISTRATION NUMBER: E/3636/BHARUCH
Madani Shifakhana (Madani Hospital) is managed by Shaikhul Islam Trust Tankaria (Branch No. 71).

Madani Shifakhana (Madani Hospital) is managed by Shaikhul Islam Trust Tankaria (Branch No. 71). Patients are charged only Rupees 20 for the routine check-up and one day’s worth of medicines. During the difficult time of the Coronavirus epidemic, there was an urgent need for new healthcare centers/Polyclinics. Madani Shifakhana (Madani Hospital) was started on 04/11/2020. At the time of the Coronavirus epidemic, the organization arranged 50 oxygen bottles and delivered them to the patients of Tankaria village free of cost. Patients with various diseases from Tankaria village and surrounding villages are getting the services of doctors without any discrimination.

At present Madani, Hospital has 10 rooms. The monthly rent of each room is Rs.1500. At present, 01 room is used as a “Special Treatment Department” in which patients are admitted who required special treatments. In a very short period, 330 patients have availed the services of the special treatment department. Up to May 2022, approx. 28000/ patients were treated in Madani Shifakhana (Madani Hospital). Madani Shifakhana has the latest ambulance service available for 24 hours. X-Ray facilities, well-equipped latest laboratory, and ECG test facilities are also available. CCTV camera was installed in the hospital as per the requirement. The hospital has made very good progress in a very short period of time.

Contacts
Shaikhul Islam Trust Tankaria assigned 04 young members of the committee to take care of Madani Hospital. Contact the below- mentioned members for any help required related to Madani Shifakhana.

(1) Mustakbhai Vali Babariya. Mob: +917359787980
(2) Amin Abdul Majid Kada. Mob: +91 8141726628
(3) Aziz Isa Bha. Mob: +91 9904744160
(4) Iliyas Yunus Zanghariya. Mob: +91 9924065721 

Doctors
(1) Dr M Patel. General Physician. (Tankaria)
(2) Dr Umme Kulsum. General Physician. (Tankaria)
(3) Dr Sabina Gulya. General Physician. (Tankaria)
(4) Dr Mohsin Rakhda. M.B.B.S., F.S.I.,CRACGP C.I.H. (Tankaria)
(5) Dr Sahin Khandhiya. Pediatrician. (Tankaria)
(6) Dr Sabista Patel. Gynecologist. (Bharuch)
(7) Dr Pankil Patel. Skin Specialist. (Vadodara)
(8) Dr Sunil Nagrani. Orthopedic Surgeon. (Bharuch)
(9) Dr Rajat Gusani. General Surgeon. (Vadodara)
(10) Dr Setu Lotwala. Physiotherapist. (Bharuch) 
Other Staff
(1) Shaba Usman Lalan. Bachelor of Pharmacy. (Tankaria)
(2) Asfaaq Mustak Dalla. B.SC Microbiology + P.G.D.MLT. (Sansrod)
(3) Rajjak Hanif Mansuri. Certified X- Ray Technician. QP No: HSS/Q0701. (Tankaria)
(4) Muntazir Yusuf Handli. Receptionist. (Tankaria) 
(5) Soyab Chheliya. Ambulance Driver. (Tankaria) 
Contact Person for Ambulance Service. 
(1) Soyeb Chheliya. Ambulance Driver- 9974368827
(2) Mustakbhai Babariya. 7359787980
(3) Amin Kada. 8141726628
(4) Aziz Bha. 9904744160 
(5) Iliyas Janghariya. 9924065721

Month Nov. 2020 Dec. 2020 Jan. 2021 Feb. 2021 March. 2021
No. of patients in this month. 1090 1405 1558 1537 1871
Cumulative.
(New and old patients up to last month)
1090 2495 4053 5590 7461
No. of patients of a particular month and cumulative Total includes new and old patients. 
Note for Mobile Users: Scroll left to see details for March 2021, Or rotate mobile for better result.

2 Comments on “Madani Shifakhana (Madani Hospital)

  1. ગુડ વર્ક. અલ્લાહ આસાન કરે. તમારી ખિદમત કબૂલ કરે.

  2. I regularly read and follow news and initiatives of “Anjuman Dawakhana” and “Madni Shifa Khana”. This is another example of noble things Tankaria have provided to the community. We are blessed to have multiple organizations to support medical needs of Tankaria and the best thing is that both of these initiatives are led by youths of Tankaria under the guidance of our elders. We should all support these institutions financially and physically within our ability. May Allah SWT accept their hard work and give us all strengths to support their efforts.

Leave a Reply to Shakil Bha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*