ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામની કન્યા શાળા માં ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. તથા સરકારના ઘેર ઘેર શૌચાલય અંતર્ગત શૌચાલય વિહીન મકાનો માં શૌચાલય બનાવવાનું ખાતમુર્હુત જિલ્લા પંચાયત ના ડી. આર. ડી. એ. શાખાના નિયામક શ્રી ગામિતસાહેબ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના ડી. આર. ડી. એ. શાખાના નિયામક શ્રી ગામિતસાહેબ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ, સર્કલ ઇકબાલભાઇ, ડી. આર. ડી. એ. તથા એન. આર. જી. શાખાના સ્ટાફગણ, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ ઇકબાલ કબીર, ડે. સરપંચ અલ્તાફ, તથા સભ્યો તથા મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ હાજર રહ્યા હતા. મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ તથા ગામીત સાહેબે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

ટંકારીઆ બાઝાર માં ગતરાત્રીના ઈદ એ મિલાદ પ્રસંગે નાતશરીફ નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ નાત ખવાનોએ ખુબ સુંદર નાતશરીફ ના ગુલદસ્તા પેશ કર્યા હતા. મોદી રાત સુધી ચાલેલા કાર્યક્રમ માં અલગ અલગ નાત પેશ કરી અકીદતમંદોને ખુશ કરી દીધા હતા. કાર્યક્રમ ના અંતે સાલતો સલામ પેશ કરી કાર્યક્રમ નું સમાપન કર્યું હતું.