આઠમા દિવસે પણ નોટબંધી ની અસર ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામની બેંકો માં યથાવત જોવા મળે છે.
સવારના પરોઢિયે થી જ લઈને બેંકો  માં લાઈન લાગવાનું શરુ થઇ જાય છે. અને તેમાં વૃદ્ધો, યુવાનો, તથા માં-બહેનો પણ ભીડમાં પોતાનું સ્થાન ગોતી ઉભા થઇ જાય છે. લાંબા સમય સુધી ગરમી માં લાઈન માં ઉભા રહેવા વાળાઓને કોઈ પાણી કે ચાની વ્યવસ્થા પણ બેંક તરફથી કરવામાં આવતી નથી. બેંક ઓફ બરોડા ટંકારીઆ શાખા માં મનસ્વી રીતે કોઈ દિવસે ટોકન આપે છે તો કોઈ દિવસ કોઈ ટોકન વગર જ પ્રવેશ આપે છે. અને બેંક ઓફ બરોડા નું એ.ટી.એમ. તો ગણા દિવસોથી ધુર ખાતું જ શોભાના ગાંઠિયા જેવું પડેલું છે બેંક ના કર્મચારીઓ ની વારંવાર રજૂઆત કરવા છતાં એ.ટી.એમ. ને હરકતમાં લાવવાની કોશિશો થતી નથી, તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારીઆ નું એ.ટી.એમ. પણ થોડો સમય ચાલે છે અને પાછું કામ કરતા બંધ થઇ જાય છે.
ગામ તથા પરગામથી આવતા લોકો ની માંગ છે કે અગર એ.ટી.એમ. મશીનો ચાલે તો પણ બેંક ના ગ્રાહકો ને થોડી તકલીફો માંથી રાહત મળે. પણ બેંક ના સત્તાવાળાઓ ને પબ્લિક ની રાહત ની જાણે કઈ જ પડી નથી એમ વર્તુળો માં ચર્ચાનો વિષય બન્યો છે.

cimg0001 cimg0002 cimg0003 cimg0004