ટંકારીઆ કોવિડ કેર સેન્ટર માટે આવેલ દાનની રકમમાંથી વધેલી રકમ અંગે છેવટનો નિર્ણય લેવા બાબત

દાનવીરોએ પોતાના દાનમાંથી વધેલી રકમના ઉપયોગ બાબતે છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં કમિટીને સ્પષ્ટ નિર્દેશ આપવાનો રહેશે. આ સમયગાળા પછી વધેલી રકમ બાબતે કમિટી જે નિર્ણય લેશે એ બધાને બંધનકર્તા રહેશે.

આથી તમામ દાનવીરોને ફરીથી જાણ કરવામાં આવે છે કે તમે આપેલ દાનની રકમમાંથી કેટલીક રકમ કમિટી પાસે જમા છે. બધાનો એવો અભિપ્રાય છે કે હવે બહુ ચર્ચિત કોવિડ-૧૯ ની ત્રીજી લહેરની શક્યતા નહીવત છે. જમા રકમ હવે ક્યા નવા ઉપયોગમાં લેવી એ માટે નીચે આપેલ કોઈ પણ જીમ્મેદારને આપના નામના ઉલ્લેખ સાથે કોઈ પણ ભાષામાં એક-બે લીટી નો લેખિત મેસેજ કે રેકોર્ડિંગ કરેલ ટૂંકો ઓડિયો મેસેજ મોકલી, કે રૂબરૂ મુલાકાત કરી કમિટીને સ્પષ્ટ સૂચના આપવા દાનવીરોને નમ્ર વિનંતી છે. દાનની રકમ દાનવીરોએ કોવિડ કેર સેન્ટરના જિમ્મેદારોને કોવિડના દર્દીઓની સારવારને લગતા કામો માટેના એક જ હેતુ માટે આપી હતી. આ બાબતે કેટલાક દાનવીરો સાથે, કેટલાક ગ્રુપ સાથે સેન્ટરની શરૂઆતના બે- ત્રણ દિવસથી જ શરૂ થયેલ લાંબી ચર્ચાઓ વિષે કમિટીના સભ્યોને જે તે સમયે માહિતગાર કરવામાં આવતા હતા. હવે આ રકમ બીજા નવા કામો, નવા હેતુઓ માટે વાપરવાની થાય એવા બદલાયેલા સંજોગોમાં, ખાસ કરીને જકાતની અદાયગીના મસાઇલને ધ્યાનમાં રાખીને દાનવીરોને પૂછીને આવી રકમો જકાતના સાચા હકદારો સુધી પહોંચે એ અત્યંત આવશ્યક બાબત છે અને આપણી બધાની એ બુનિયાદી જવાબદારી છે. દાન આપનાર દાનવીરો તેમણે આપેલ જકાતની રકમ, લીલ્લાહ તથા સદકહની રકમના હવે પછીના ઉપયોગ બાબતે વ્યક્તિગત રીતે કમિટીને સ્પષ્ટ સૂચના આપે. દાન ઉઘરાવનાર જીમ્મેદારો આવી માહિતી દાનવીરોને પૂછીને એકત્રિત કરી મોકલી આપે એવી નમ્ર અરજ છે જેથી કમિટીના કામમાં થોડી રાહત થાય. તમે જો લીલ્લાહ, જકાત અને સદકહની રકમો આપેલ હોય તો તે દરેક માટે  સ્પષ્ટ સૂચના આપશો. દાન આપનાર બીજા જે વ્યક્તિઓ વિષે આપ જાણતા હોય તેમના સુધી પણ આ સંદેશ પહોચાડવા કમિટીની નમ્ર વિનંતી છે જેથી વિના વિલંબે કમિટી છેવટનો નિર્ણય લઈ શકે. આ માહિતી ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં એકત્રિત થઈ જાય એવા સતત  પ્રયાસ બધાએ ભેગા મળી કરવાના છે. નેક નિય્યત સાથે શરૂ કરેલ કોવિડ કેર સેન્ટરનું મુસ્તહબ કામ હવે આખરી તબક્કાઓમાં છે ત્યારે આપણે કરેલ આ કામ આપણી દિનના ફર્જ એહકામો અંગેની અજાણતા, જાણ્યા પછી એ બાબતે આપણી લાપરવાહી, આળસ, અને દુન્યવી મામલાતની જેમ ચાલશે વાળી આપણી નિતી કે કોઈ ભૂલના કારણે કયામતના દિવસે આપણી પકડનુ કારણ બની શકે છે એ વિચાર માત્રથી શરીરમાં ધ્રુજારી પેદા થઈ જાય છે. બધાની જકાતની રકમની શરીયતના હુકમ મુજબ મકબુલ અદાયગી થાય એ માટે કમિટી ને સોપાયેલી ખુબ મોટી જવાબદારી નિભાવવાના આ  પ્રયાસમાં બધાનો સહકાર અત્યંત જરૂરી છે. આ દુનિયા ફાની છે અને આપણે બધાએ કરેલા બધા કામોનો હિસાબનો દિવસ નિશ્ચિત છે.  નેકી અને ભલાઈની રાહમાં નાનામાં નાના નિસ્વાર્થ પ્રયાસનો બેહતરીન બદલો અલ્લાહ જરૂર આપે છે. અલ્લાહ આપણી બધાની રેહનુમાઈ ફરમાવે, ખીદમતોને કબુલ ફરમાવે અને બન્ને જ્હાનની નેઅમતોથી નવાજે એવી દિલથી દુઆ છે. (1) યુનુસભાઇ ખાંધીયા +919825914750 (2) નાસીરભાઈ લોટીયા +919624039171 (3) યુસુફભાઇ જેટ +919428025222 (4) મો. લુકમાનભાઈ ભૂતા +919737828202 (5) મો. ઈરફાનભાઈ ભીમ +919737203209 (6) હા. સફ્વાન ભૂતા +919737202724 (7) મો. અબ્દુલમતીન બચ્ચા +919725267236 (8) અમીનભાઈ કડા +918141726628 (9) અઝીઝભાઈ ભા +919904744160
આપના બધાના સહકાર વિના આ કામ શક્ય નથી જેથી આપના સહકારની આશા સાથે. ટંકારીઆ કોવિડ કેર સેન્ટર કમિટી, ટંકારીઆ. દાનવીરો લેખિત મેસેજ, ઓડીયો મેસેજ અથવા આ નીચે મુજબનું સરળ ફોર્મ ભરીને કોઈ પણ સભ્યને વૉટ્સઅપ પર મોકલી આપે એવી વિનંતી છે. ફોર્મ ભરીને વૉટ્સઅપ પર મોકલી આપો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. જકાત અંગેના કેટલાક મસાઇલ અને હદીસ ના મફઉમ માટે નીચે જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*