આજ રોઝ મોહદ્દીસે આઝમ સંચાલિત મિશન હાઈ સ્કૂલ માં હઝરત નુરાની મિયાં અશરફીયુલ જિલ્લાની ના સાનિધ્યમાં ગામ ના નવ યુવાનો ની એક ઐતિહાસિક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ માં તમામ નવયુવાનો એ ભાગ લઇ મિટિંગ ને કામિયાબી બક્ષી હતી. આ પ્રસંગે હઝરત નુરાની મિયાં અશરફીયુલ જિલ્લાની સાહેબે ગામ ના તમામ નવયુવાનો ને એક થઇ દીન ના કામમાં લાગી જવાનો અનુરોધ કર્યો હતો અને નાના મોટા મતભેદો ને દિલ માંથી દૂર કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.  અંત માં તમામ યુવાનો એ એક બીજાને ગળે મળી મતભેદો દૂર કરવાના શપથ લીધા હતા. 

આ પ્રસંગે પોતાના વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય કાઢી મિટિંગ માં હાજર રહેલા સૈયદ શૌકતબાવા કરજનવાળા નો તમામ ગામ ના નવયુવાનો એ આભાર માન્યો હતો. આ પ્રસંગે ખાતીબો ઇમામ જામે મસ્જિદ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ તથા મિશન ના સંચાલકો તથા ગામ ના અગ્રગણ્યો હાજર રહ્યા હતા. 

CIMG0001 CIMG0002 CIMG0003 CIMG0004 CIMG0005 CIMG0006 CIMG0007 CIMG0008 CIMG0009 CIMG0010 CIMG0011 CIMG0012 CIMG0013 CIMG0015

વિશ્વ પરિયાવરણ દિન નિમિતે મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ સંચાલિત એમ. એ. એમ. પ્રાયમરી (અંગ્રેજી માધ્યમ) માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ શુક્રવાર ના દિને સવારે 11.00 કલાકે શાળા તથા સી. એ. સી. કંપની – પગુથણ ના સંયુક્ત સથવારે શાળામાં વૃક્ષા રોપાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તથા શાળાના ગરીબ બાળકો ને શાળા તરફથી મફત પાઠ્ય પુસ્તકો, નોટબુકો તથા યુનિફોર્મ દાન  કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સી. એ. સી. કંપની – પગુથણ ના અધિકારીઓ પિયુષ પંડ્યા, ડો. પ્રિયેશ મોદી, નિર્લેપ ખારવા, સપન લાખાવાળા, ગોપાલક્રિશ્નન મુરલી, સુનિલ કુરિયન, સુરેશ મેનન, તથા વિદેશ થી પધારેલા અફરોઝભાઈ અશરફી, તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલ્લાહ ટેલર, મૌલાના અબ્દુર્રઝાક અશરફી, તથા શાળાના પ્રમુખ ઇશાકમાસ્ટર અશરફી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. વેન અને ખેતી જગ્યા જયારે નષ્ટ થઇ રહી છે ત્યારે આવી  જાગૃત સંસ્થા ઓ  એ વૃક્ષારોપણ કરી પોતે રોપેલા વૃક્ષો ની જવાબદારી સ્વીકારી ઉમદા સેવા પુરી પડી રહ્યા છે.

DSCF1363 DSCF1364 DSCF1365 DSCF1366 DSCF1367 DSCF1368 DSCF1369 DSCF1371 DSCF1372 DSCF1374 DSCF1375 DSCF1377 DSCF1380 DSCF1381 DSCF1383 DSCF1384 DSCF1385 DSCF1386 DSCF1387 DSCF1388 DSCF1389