ભરૂચ પાસેના hingalla ગામની ગોચરની જમીન પાર ખાડીની બાજુમાં આવેલ આબાદનગર કોલોની પાસે આજરોજ સાંજના ૪.૧૫ વાગ્યાની આસપાસ એક આર્મીના હેલિકોપ્ટરે ઉતરાણ કરતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું હતું. હેલિકોપ્ટર ઉતર્યાની જાણ વાયુવેગે ગામ માં પ્રસરતા ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર આર્મીનું હેલિકોપ્ટર લગભગ ૧૦ મિનિટ સુધી જમીન પાર ઉભું રહ્યું હતું. જાણવા મુજબ હેલિકોપ્ટર માંથી એક આર્મી નો જવાન પણ બહાર આવ્યો હતો. હેલિકોપ્ટરે ગામનો ચક્કર પણ લગાવ્યો હતો. હેલિકોપ્ટરમાં કેટલા જવાન હતા તે જાણી શકાયું નથી. તથા આ હેલિકોપ્ટર કાયા કારણસર ગામની ગોચરની જમીન પાર ઉતાર્યું તે અંગે હાલ કોઈ પણ પ્રકારની માહિતી તંત્ર પાસેથી જાણવા મળી નથી.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચ પાલેજ રોડ પર અમન કોલોની પાસે રાત્રી ના સમયે ઉભી કરેલી ટ્રક નંબર જીજે ૦૧ બીટી ૮૮૫૦ ને તારીખ ૨૧/૧૨/૨૦૧૭ ના રોજ રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચ પાલેજ ના મુખ્ય માર્ગ પર આવેલ અમન કોલોની પાસે રાત્રીના સમયે પાર્ક કરેલી ટ્રક નંબર જીજે ૦૧ બીટી ૮૮૫૦ કે જેના માલિક કાદરી સાકીર અલી અહેમદ અલી છે તેઓની ટ્રક રાત્રીના આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા હરામખોરો ચોરો કરી લઇ જતા ચકચાર મચી જવા પામી છે. આ ચોરી થઇ ગયેલી ટ્રક માં જીપીઆરએસ સિસ્ટમ પણ લગાડેલ હતી પરંતુ વડોદરા જિલ્લાના સાવલી સુધી આ ટ્રક નું લોકેશન બતાવે છે ત્યાર બાદ ની કોઈ વિગત મળતી નથી. જે બાબત ની પોલીસ ફરિયાદ પાલેજ પોલીસ સ્ટેશન માં થતા પાલેજ ના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સોલંકી એ વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.