ટંકારીઆનો ઇતિહાસ

ભાગ ૧- પ્રમાણભૂત ઐતિહાસિક સ્ત્રોતોના આધારે:
સંપાદન: નાસીરહુસેન અહમદ લોટીયા.

આ એક એવા અનોખા ગામનો ઇતિહાસ છે, જે ગામથી પ્રભાવિત થઈ, મુજ્ફ્ફરીદ રાજ્વંસના ‘અહમદ શાહ બાદશાહ’ અને મુગલ સામ્રાજ્યના ‘જહાંગીર બાદશાહ’, ગામને ખાસ પ્રાધાન્ય આપતા હતા. અનેક સૂફી-સંતો, વલીઓએ, આ ગામને કર્મ ભૂમિ તરીકે પસંદ કરી ગામની માટીમાં દફન થવાનું પસંદ કર્યું હતું. આ ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓની ચળવળની નોંધ જીનીવા ખાતેના ‘યુનાઇટેડ નેશન્સ’ના મુખ્યાલયમાં થતી બેઠકમાં લેવામાં આવતી હતી. મહાત્મા ગાંધી આ ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનની ખાસ કદર કરતા હતા. અંગ્રેજ અધિકારીઓ આ ગામથી પ્રભાવિત હતા. અંગ્રેજોના શાસનકાળથી આ ગામની શાળાના શિક્ષણની ગુણવત્તા ઉદાહરણ તરીકે અધિકૃત સરકારી અહેવાલોમાં પ્રસિધ્ધ થતી હતી. આ ગામના લોકોની કોઠા સુઝ, એકતા, ભાઈચારો અને એક બીજાના દુઃખમાં ભાગીદાર થવાની નિખાલસ ભાવના સમગ્ર પંથકમાં જાણીતી હતી. ગામના લોકોની દરિયાદિલી અને મહેમાન નવાજીના વખાણ ચોતરફ થતા હતા.

આ ગામના મહેનતકશ લોકોએ ગામની ‘ખરાબા’ તરીકે પ્રખ્યાત થયેલી જમીનોને ધોમધખતા ઉનાળાના તાપમાં કમર પર પટ્ટા બાંધીને ખેતીલાયક બનાવી હતી. મોટા કુટુંબો અને ગામની ટાંચી જમીનોના લીધે જેમના ભાગે ખૂબ ઓછી જમીન આવી કે જમીનનો એકાદ નાનો ટુકડો પણ જેમને નસીબ ન થયો તેમણે કોઈ પણ જાતની નાનમ રાખ્યા વિના જિંદગી ભર કાળી ખેત મજુરી કરી, રંગકામ કરી, ફાનસો જેવી ઘરવપરાશની ચીજોનું સમારકામ કરીને રોજીરોટી મેળવી હતી. કુટુંબના ભરણપોષણની પાયાની જવાબદારી નિભાવવા લોકો વજનદાર પોટલાં ખભે લઈ ગરમી કે ઠંડીની પરવા કર્યા વિના ગામે ગામ પગે ચાલીને ફેરી કરવા નીકળી પડતા. ખેતરોમાં હળ ચલાવતાં, ફેરી ફરતાં કે એક ગામથી બીજા ગામ ઢોરોને હંકારી જવા જેવા કઠીન કામ કરતાં કરતાં લોકોના પગમાં આંટણ અને કણી પડી જતી, તેની વેદનાઓને વેઠીને પણ હંમેશા હલાલની કમાણીના માર્ગે ચાલતા રહી ગામના એ મહેનતકશ લોકોએ પોતાની પૂરેપૂરી જિંદગીઓની અમુલ્ય કુરબાની આપી દઈ પોતે જીવનભર તકલીફો ઉઠાવતા રહીને પોતાના અને ગામના બાળકોને આલીમ, હાફેજ, કારી, શિક્ષક, ડોક્ટર, ઇજનેર, ફાર્મસિસ્ટ, કવિ, લેખક, રાજકારણી, સમાજસેવક અને દાનવીર બનાવ્યા. બાળકો ભણ્યા- ગણ્યા અને દેશ-વિદેશમાં ગામનું નામ રોશન કર્યું. ગામની આગવી ઓળખ ઉભી કરનાર પ્રગતિની એ ઉંચી ઈમારતોના પાયામાં ગામના એ વડીલોની કોઠા સુઝ, અને પરસેવાની હલાલની કમાઈનું વિશેષ યોગદાન છુપાયેલું છે એ નકારી ન શકાય એવું સત્ય છે. ખામોશ થઇ ગયેલ એ આપણા પૂર્વજોની પડઘમ અવાજોના હવામાં રહી ગયેલા પડઘા, એ ભવ્ય, ઉંચી ઈમારતો સાથે અથડાઈને, પલટાઈને, અકળાઈને, પોતાના બાળકોને ઢંઢેારીને, ઊંઘમાંથી જગાડીને પૂછી રહ્યા છે ;

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધો પડધો જ ઓળખાયો છું – – –
– – –
– અમૃત ‘ઘાયલ’
ગામનો લેખિત ઇતિહાસ નષ્ટ કે વિલીન થઇ જાય એ પહેલાં, એને સુરક્ષિત કરી લેવાના શુભ ઉદ્દેશથી પ્રયત્નો થતા રહ્યા છે. ગામના ઇતિહાસ જાણવાની જીજ્ઞાસા સાથે મને અનેક પ્રમાણભૂત ગ્રંથો વાંચવાનો મોકો મળ્યો. આ ગ્રંથોના અભ્યાસ દરમિયાન મુસ્તફાબાદ ટંકારીઆના ઇતિહાસ અંગેની જે નાનામાં નાની રસપ્રદ માહિતી મળી, તેનેનોંધી લઈ એ નોંધના આધારે ભાગ ૧નું સંપાદન કરી તેને પ્રકાશિત કરેલ છે. મુસ્તફાબાદ ટંકારીઆના ઇતિહાસના લખાણમાં જે સંદર્ભગ્રંથોનો ઉલ્લેખ કરેલ છે તે અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથ વાંચવા માટે ઇતિહાસના અભ્યાસનો શોખ ધરાવતા ગ્રામજનોએ સંપાદકનો સંપર્ક કરવો.

અનેક ખૂબીઓથી ભરપૂર ટંકારીઆ ગામ અને ઝિંદાદિલ ધરાવતા આ ગામના ખમીરવંતા લોકોના ભાતીગળ ઇતિહાસ માટે થોડા શબ્દો લખવાનો મોકો અલ્લાહ તઆલાએ મને આપ્યો એના આનંદની લાગણી સાથે ઇતિહાસની આ નવીનતમ આવૃત્તિનો પહેલો ભાગ વતન પ્રેમીઓને અર્પણ કરું છું … 

ટંકારીઆ ગામનું અસલ નામ મુસ્તફાબાદ હતું: (વર્ષ ૧૪૫૩ અને તે પહેલાંથી)
ટંકારીઆ ગામનું અસલ નામ મુસ્તફાબાદ હતું તેના પુરાવા નીચે જણાવેલ આધારભૂત ઐતિહાસિક શિલાલેખ/ ગ્રંથોમાં સચવાયેલા છે.  

(i) ગામની જામે મસ્જિદની દિવાલ સાથે જડેલ મૂળ અરબી ભાષામાં લખાયેલ શિલાલેખ/ એપીગ્રાફમાં ગામના નામનો ઉલ્લેખ ફક્ત મુસ્તફાબાદ તરીકે જ કરવામાં આવ્યો છે. આ શિલાલેખમાં ગામનું નામ ટંકારીઆ તરીકે ક્યાંય લખાયેલ નથી જેથી પુરવાર થાય છે કે ઈ.સ.૧૪૫૩માં ગામનું નામ મુસ્તફાબાદ હતું. આ શિલાલેખ મસ્જિદની દીવાલમાં જડેલ હોવાથી સલામત છે.

(ii) ‘સ્ટડીજ ઇન ઇન્ડીયન પ્લેસીસ નેમ્સ’ (‘ભારતીય સ્થાનોના નામોનો અભ્યાસ’) ભાગ ૯, પૃષ્ઠ ૭૬
(iii) ‘ઇસ્લામિક ઇન્ડિયા સ્ટડીજ ઇન હિસ્ટ્રી, એપીગ્રાફી, ઓનોમેસ્ટિક અને ન્યુમિસ્મેટિક્સ’ (‘ઇસ્લામિક ભારતનો અભ્યાસ: ઇતિહાસ, શિલાલેખ વિદ્યા, હસ્તાક્ષરીય લેખની વિદ્યા, અને સિક્કાશાસ્ત્ર/ મુદ્રાશાસ્ત્ર માટે’) પૃષ્ઠ ૫૭, ૭૯ અને ૩૪૪.

(iv) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા, એપીગ્રાફીઆ ઇન્ડિકા- અરેબિક ઍન્ડ પર્શિયન સપ્લીમેન્ટ’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભારત સરકાર, ઇપીગ્રાફીઆ ઇન્ડિકા- અરબી અને ફારસી પુરવણી’) આવૃત્તિ ૧૯૭૫ના પૃષ્ઠ ૩૦ પર આ મુજબ નોંધાયેલ છે, ‘જામે મસ્જિદની દિવાલ સાથે જડેલ શિલાલેખ/ એપીગ્રાફ ફક્ત જામે મસ્જિદના નિર્માણનો ઇતિહાસ પ્રદાન કરતો નથી, પરંતુ તે આપણને એ પુરાવો પણ પૂરો પાડે છે કે ઈ.સ.૧૪૫૩માં ગામનું નામ મુસ્તફાબાદ હતું.’

(v) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયા’ ના સંશોધન અધિકારી શ્રી એન. એમ. ગાનમનું ખુબજ મહત્વનું નિવેદન ‘એપીગ્રાફિકા ઈંડિકા’ ગ્રંથનાં પાના ૧૭ પર તેમના સંશોધનનાં આધારે નોધાયેલ છે: ‘ટંકારીઆ રેકોર્ડની તારીખે સત્તાવાર રીતે મુસ્તફાબાદ તરીકે ઓળખાતું હતું. આ એપીગ્રાફ શહેરના નામ બદલવાના વર્તમાન સમયના રિવાજોનો એક વધુ દાખલો પ્રદાન કરે છે. નગરના સ્થાનિક ઇતિહાસ માટે એપીગ્રાફનું મહત્વ તરત જોઈ કે સમજી શકાય એવું (ઉઘાડું/સાફ) છે.’
(vi) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયા’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) ના એપીગ્રાફીના નિયામક ડૉ. જેડ. એ. દેસાઇએ સ્થાનોના નવા નામકરણ સંબંધિત તથ્યો અંગે તેમના સંશોધનના આધારે નોંધ્યું છે કે ‘મુગલ પૂર્વેના સમયગાળા દરમિયાન એપીગ્રાફથી જાણીતા એવા ઓછામાં ઓછા ૦૫ સ્થાનોને નવા નામો આપવામાં આવ્યા છે. (૧) ગુજરાતના ભરૂચ જિલ્લામાં મુસ્તફાબાદ ના બદલે ટંકારીઆ (૨) ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મહમુદાબાદ ના બદલે દિયાદર (૩) રાજસ્થાનના જાલોર જિલ્લામાં મહંમદાબાદ ના બદલે સાંચોર (૪) ગુજરાતના રાજકોટ જિલ્લામાં રસુલાબાદ ના બદલે માળીયા (૫) ગુજરાતના રાજકોટ જિલ્લામાં અંબિયાબાદ ના બદલે ખાખરેચી.’ સંદર્ભ: ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા, એપીગ્રાફીઆ ઇન્ડિકા- અરેબિક ઍન્ડ પર્શિયન સપ્લીમેન્ટ’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભારત સરકાર, ઇપીગ્રાફીઆ ઇન્ડિકા- અરબી અને ફારસી પુરવણી’) આવૃત્તિ ૧૯૭૪, પેજ ૩ અને આવૃત્તિ ૧૯૭૫, પેજ ૩૦.

ગામની પ્રવર્તમાન સંસ્થાઓનું નામકરણ, ‘મુસ્તફાબાદ આઈ. ટી. આઈ’ અને ‘મુસ્તફાબાદ યુથ ક્લબ/ લાયબ્રેરી’ ગામના મૂળ નામ ‘મુસ્તફાબાદ’ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.

(મુસ્તફાબાદ મુઝફફરીદ રાજવંશની સત્તા હેઠળ અને ત્યાર પછી મુગલ સામ્રાજ્ય હેઠળ હતું. ૧૩૯૧ માં ‘દિલ્હી સલ્તનત’ ના શાસક મુહમ્મદ બિન તઘલ​ખે​ જાફર​ ​ખાનને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જાફર ખાને (મુઝફફરીદ રાજવંશના સ્થાપક) અણહિલવાડ-પાટણ નજીક ફરહત-ઉલ-મુલ્કને હરાવી તેને રાજધાની બનાવ્યું હતું. જ્યારે “તૈમૂરે” દિલ્હી ઉપર આક્રમણ કર્યું ત્યારે દિલ્હીની પકડ ગુજરાત ઉપરથી ઢીલી થતાં, જાફર ખાને ૧૪૦૭ માં પોતાને સ્વતંત્ર જાહેર કરી ઔપચારિક રીતે “મુઝફફરીદ રાજવંશ​” ​ની સ્થાપના કરી હતી. મુઝફ્ફરીદ રાજવંશ નો સમયગાળો ૧૫૭૩ માં મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ ત્યાં સુધીનો હતો. જાફર ખાન પછી તેમના પુત્ર અહમદ શાહ પહેલાએ, ફેબ્રુઆરી ૧૪૧૧ માં સાબરમતી નદીના કાંઠે નવી રાજધાની તરીકે અમદાવાદની સ્થાપના કરી હતી. મુઘલ સામ્રાજ્ય (૧૫૭૩-૧૬૦૫)ના બાદશાહ અકબરે મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવીને ગુજરાત પર કબજો કર્યો. મુઝફ્ફરે ૧૫૮૪ માં સલ્તનતને ફરીથી મેળવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો. ગુજરાત ૧૬૦૫ સુધી મોગલ પ્રાંત રહ્યું.) 

​મુસ્તફાબાદજામે મસ્જિદ નો ઇતિહાસ: (વર્ષ ૧૪૫૩)

૯ રબીઊલ અવ્વલ હિજરી ૮૫૭ (૨૦ માર્ચ ઈ.સ.૧૪૫૩) માં બનેલી ઐતિહાસિક જામે મસ્જિદની દિવાલમાં એક શિલાલેખ લાગેલો છે. મૂળ અરબીમાં લખાયેલ આ શિલાલેખનો ગુજરાતીમાં અનુવાદ નીચે મુજબ છે.

‘બધી મસ્જિદો અલ્લાહની ઈબાદત માટે છે. અલ્લાહ સિવાય કોઈની ઈબાદત કરો નહીં. નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું “જેણે અલ્લાહના માટે મસ્જિદ બનાવી તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં ઘર બનાવશે.” કસ્બા મુસ્તફાબાદની જામે મસ્જિદ દુનિયાના બાદશાહોના બાદશાહ દીન અને દુનિયાના કુતુબ અબુલ મુઝફ્ફર અહમદશાહ સુલતાનના શાસનકાળમાં અલ્લાહની તવફીકથી બનાવવામાં આવી. નવજવાન આદીલો (ન્યાય કરનારા/બુદ્ધિમાન લોકો)ના વડા સલાલતુશ્શરીફ સૈયદ અતાઊલ્લાહ રાજા હયફુલ મુખાતિબ, શરફુલ મિલલની ફરમાઈશ (અરજ/વિનંતી) અને કાઝીયુલ મશાઈખમના પ્રયત્નથી ૯ રબીઊલ અવ્વલ ૮૫૭ હિજરીમાં તૈયાર થઈ.’

જામે મસ્જિદનું બાંધકામ સોમવાર, ૨૦ માર્ચ ઈ.સ. ૧૪૫૩, ૯ રબી-અલ-અવ્વલ, હિજરી ૮૫૭ માં પૂર્ણ થયું હતું. મુસ્તફાબાદ જામે મસ્જિદનો ઇતિહાસ નીચે જણાવેલ ઇતિહાસના આધારભૂત ગ્રંથોમાં નોંધાયેલ છે.

(i) ‘ઇંડીયન આર્કિયોલોજી’ (‘ભારતીય પુરાતત્ત્વવિદ્યા’) આવૃત્તિ ૧૯૭૨-૭૩, પૃષ્ઠ ૪૮.
(ii) ‘એપીગ્રાફીક રિસોર્સિસ ઇન ગુજરાત’ (‘ગુજરાતના શિલાલેખને લગતા સંસાધનો’) પૃષ્ઠ ૧૯.
(iii) ‘આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇંડિયા’ (‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ’) આવૃત્તિ ૧૯૮૮ પૃષ્ઠ ૪૮. આ આધારભૂત ગ્રંથમાં, નોંધાયેલું છે કે, ‘ગુજરાતના સુલતાનોના શિલાલેખ મુજબ, ટંકારીઆ, જિલ્લા ભરૂચના, થોડા ક્ષતિગ્રસ્ત થયેલ રેકર્ડ મુજબ, સ્થાનિક અગ્રણી સૈયદ અતાઉલ્લાહ રાજા હુસૈની શરાફુલ-મુલ્કની વિનંતીથી મુસ્તફાબાદ નગરની જામે મસ્જિદનું બાંધકામ કુત્બુદ્દીન અહમદ શાહ -૨ ના શાસનકાળમાં થયેલ છે.’

(અહમદ શાહ પહેલા: જન્મ- ઈ.સ.૧૩૮૯, ફાની દુનિયા છોડી ગયા- ઈ.સ.૧૪૪૨ (હિજરી ૮૪૬), શાસનકાળ: ઈ.સ. ૧૪૧૧થી ૧૪૪૨. તેમને ‘નાસીરુદ્દુનીયા વદ્દીન અબુલ ફાતેહ અહમદશાહ’ ના લકબથી નવાજવામાં આવ્યા હતા.
અહમદ શાહ બીજા: જન્મ- ઈ.સ.૧૪૨૯. ફાની દુનિયા છોડી ગયા- ૨૫ મે ૧૪૫૮ (૧૨ રજબ હિજરી ૮૬૨), શાસનકાળ: ઈ.સ. ૧૪૫૧થી ૧૪૫૮. તેમને ‘કુત્બુદ્દીન’ ના લકબથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ‘અહમદ શાહ બીજા’ તરીકે ઓળખાતા હતા.)

મુસ્તફાબાદ જામે મસ્જિદ કુત્બુદ્દીન- અહમદ શાહ બીજાના શાસનકાળમાં ઈ.સ. ૧૪૫૩ (હિજરી ૮૫૭) માં બનાવવામાં આવી હતી. તેઓ મુહમ્મદ શાહ બીજાના પુત્ર અને પ્રખ્યાત સુલતાન ‘અહમદ શાહ પહેલા’ના પૌત્ર હતા. અહમદ શાહ-૨ નાની ઉંમરે યુવા શાસક તરીકે ઈ.સ. ૧૪૫૧ માં સિંહાસન પર બેઠા હતા. તેમના નિકાહ નાગોરના શહેનશાહ શમ્સ ખાનની પુત્રી સાથે થયા હતા. તેમણે ૨૫મી મે ઈ.સ. ૧૪૫૮ (૧૨ રજબ હિજરી ૮૬૨) સુધી શાસન કર્યું હતું.

મુસ્તફાબાદ જામે મસ્જિદ ઉપરાંત અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા તળાવ (કાંકરિયા તળાવના શિલાલેખમાં તેનો ઉલ્લેખ હવ્જે કુતુબ/ કુતુબની હોજ તરીકે થયેલ છે) નું બાંધકામ પણ કુત્બુદ્દીન- અહમદ શાહ-૨ ના શાસનકાળમાં સંપન્ન થયું હતું. અમદાવાદની ‘કુત્બુદ્દીન મસ્જિદ’ (કુતુબ શાહ મસ્જિદ તરીકે પણ ઓળખાય છે.) એ કુત્બુદ્દીન અહમદ શાહ -૨ના નામથી સંલગ્ન છે, પરંતુ ખરેખર એનું બાંધકામ એમના પિતા મુહમ્મદ શાહ બીજાના અંતિમ વર્ષોના શાસનકાળમાં ૧૪૪૬માં થયું હતું. મુહમ્મદ શાહ બીજાએ તેમના મોટા પુત્ર કુત્બુદ્દીનના નામથી આ મસ્જિદનું નામ રાખ્યું હતું. આ મસ્જિદ સ્થાપત્યનો એક ખૂબ સુંદર નમુનો છે. મસ્જિદનો મુખ્ય દરવાજો વિશેષ ધ્યાન ખેંચે એવો અત્યંત સુંદર છે. ચાર્લ્સ લીકફોલ્દ ની ૧૮૮૦માં અમદાવાદના સ્થાપત્યોની મુલાકાતના વર્ણનમાં આ મસ્જીદની ફોટો અને તેની ખુબસુરતી અંગેની નોંધ છે.

કુત્બુદ્દીન- અહમદ શાહ-૨ને ૨૫ મે ૧૪૫૮ (૧૨ રજબ હિજરી ૮૬૨) ના રોજ અમદાબાદ ખાતે માણેક ચોકમાં રાજવી સમાધિમાં અહમદશાહના હજીરા (રાજાનો મકબરો તરીકે પણ ઓળખાય છે) માં દફનાવવામાં આવ્યા છે. આ શાહી મકબરામાં ત્રણ કબર છે. અહમદ શાહ પહેલા વચ્ચે, તેમની ડાબી બાજુ તેમના પુત્ર મુહમ્મદ શાહ બીજા અને તેમની જમણી બાજુ તેમના પૌત્ર અહમદ શાહ બીજા ને દફનાવવામાં આવેલ છે. રાજાનો મકબરો એ એક વિશાળ ચોરસ ગુંબજ વાળુ માળખું છે, જેમાં વચ્ચે મોટો ઓરડો છે અને ખૂણા પરના ચાર ચોરસ ઓરડાઓ થાંભલાવાળા વરંડા સાથે જોડાયેલા છે. ઓરડાની જમીન માર્બલથી જડેલ છે. દીવાલોમાં પથ્થરમાં કોતરણી કરેલી જાળીઓ લાગેલી છે જેમાંથી ઓરડામાં પ્રકાશ આવે છે.
અહમદ શાહ બીજા પછી લોકપ્રિય ‘મહમૂદ બેગડા’ સિંહાસન પર બેઠા હતા.

ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડન્સી માં નોંધાયેલ ટંકારીઆ ગામનો ઇતિહાસ: (વર્ષ ૧૬૧૮)
અંગ્રેજોના શાસનકાળમાં જુલાઈ ૧૮૯૯માં પ્રકાશિત થયેલ ‘ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડન્સી, વોલ્યુમ ૯,           પાર્ટ-૨, ગુજરાત પોપ્યુલેશન: મુસલમાન ઍન્ડ પારસી’ એ એક સહિયારો લખાયેલ ગ્રંથ છે જે પૈકી ‘મુસલમાન’, ખાન બહાદુર ફઝલુલ્લાહ લુતફુલ્લાહ ફરીદીએ લખેલ છે. તેઓ બોમ્બેમાં, ‘આસીસ્ટન્ટ કલેકટર ઑફ કસ્ટમ્સ’ના હોદ્દા પર હતા. ગેઝેટિયરના આ ભાગના પૃષ્ઠ ૫૯ પર ઉલ્લેખ છે કે ‘કેપ્ટન ઓવન્સે ઈ.સ. ૧૮૧૮માં ભરૂચ જિલ્લાના પ્રથમ સર્વેક્ષણ (સર્વે)ની એક નોટબુકમાં ભૂતકાળની ઘટનાઓનું વર્ણન નોંધ્યું છે. આ વર્ણનમાં નોધાયેલ માહિતી ટંકારીઆના વહોરાઓ પાસેથી તેમને મળી હતી. કેપ્ટન ઓવન્સના નોધાયેલ વર્ણન મુજબ યુધ્ધમાં પકડાયેલા કેટલાક મારવાડી કેદીઓને હિંદુ
રાજાએ ગુલામ રાખેલા. મુસ્લિમ સમ્રાટ જહાંગીરે તેઓને ઈ.સ. ૧૬૧૮માં મુક્ત કરાવ્યા હતા. આ મારવાડીઓએ ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો હતો, જેમને ગુજરાતની ખરાબાની જમીન (એવી પડતર જમીન જેને ખેતીલાયક બનાવવા સખત પરિશ્રમ કરવો પડે) ઉપર વસાવવામાં આવ્યા. ઓવાન્સના વર્ણનના વાક્ય પછીના સંલગ્ન/અનુગામી વાક્યમાં આ અંગે વધુ સ્પષ્ટતા થાય છે. આ વિધાનમાં નોંધાયેલું છે કે, ‘ખેડાના ખેતી કામ કરતા કેટલાક વહોરાઓ પાસેથી લગભગ સમાન માહિતી મળે છે, અને જો કે આ ધર્માંતર કરેલા મારવાડી મૂળ વહોરાઓ હોઈ શકતા નથી, પણ તે એક સમયે નીચે પૃષ્ઠ ૬૨ પર ઉલ્લેખિત ‘કાકાપુરીઓ’ જેવો વિશિષ્ટ વર્ગ હોઇ શકે.’

ઉપર લખેલા વાક્યોનો એક બીજા સાથે સંબંધ પ્રસ્થાપિત કરી સાવચેતીથી વાંચતા એ સ્પષ્ટ થાય છે કે સમ્રાટ જહાંગીરે નવા બનેલા મુસ્લિમ મારવાડીઓને તેમના ભવિષ્યનો ઊંડો વિચાર કરીને ઇરાદાપૂર્વક જ્યાં ખેતી માટેની પડતર જમીન સરળતાથી ઉપલબ્ધ થઈ શકે અને મુસ્લિમોની વસ્તી વધારે હોય એવા ગામોમાં વસાવ્યા હતા. નવા બનેલા મુસ્લિમ મારવાડીઓને રોજી રોટી કમાવાના સાધન ઉપરાંત મુસ્લિમ ગ્રામજનો પાસેથી ઇસ્લામ ધર્મ અંગેનું જરૂરી જ્ઞાન, માર્ગદર્શન, સહકાર અને હુંફ મળી રહે એનો પૂરો ખ્યાલ બાદશાહ જહાંગીરે રાખ્યો હતો. સ્થળાંતર કરીને આવેલા આ મારવાડી કુટુંબો સારી રીતે સ્થાયી થઈ સરળતાથી જીવન વિતાવી શકે એ મુખ્ય ઉદ્દેશ હતો.

મુસ્તફાબાદના મુસ્લિમ અગ્રણીઓએ અહમદ શાહ બીજાને મસ્જિદના બાંધકામ માટે વિનંતી કરી હતી ( વર્ષ૧૪૫૩ અથવા તે પહેલાં) એવું શિલાલેખમાં અને ઇતિહાસના અધિકૃત ગ્રંથોમાં નોંધાયેલું છે. મુસ્તફાબાદ કસ્બામાં મુસ્લિમોની વસ્તી વધારે છે અને ત્યાં એક મોટી મસ્જીદની જરૂરીયાત છે એ તથ્યને ધ્યાનમાં રાખીને મુસ્લિમ આગેવાનોની વિનંતીનો અહમદ શાહ બીજાએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. મુઝફ્ફરીદ વંશના ૧૬ શાસકો પૈકીના પાંચમાં શાસક અહમદ શાહ બીજાના શાસનકાળમાં ઈ.સ. ૧૪૫૩માં ઐતિહાસિક મુસ્તફાબાદમાં વિશાળ જામે મસ્જિદ બનાવવામાં આવી હતી. જામે મસ્જિદના બાંધકામના ૧૬૫ વર્ષો પછી ઈ.સ. ૧૬૧૮ માં જયારે નવા મુસ્લિમ બનેલા મારવાડીઓ મુસ્તફાબાદમાં સ્થળાંતર કરીને વસવાટ માટે આવ્યા ત્યારે આ ગામમાં મુસ્લિમોની વસ્તી પ્રમાણમાં વધારે જ હતી એવું ચોક્કસ સાબિત થાય છે. ૧૬૧૮ માં મુસ્તફાબાદ જહાંગીરના શાસન હેઠળ હતું. શહેનશાહ જહાંગીરનો શાસનકાળ ૧૬૦૫ થી ૧૬૨૭ સુધીનો હતો. મુગલ સામ્રાજ્યના ઓગણીશ શાસકો પૈકીના તેઓ ચોથા શાસક હતા.

નોંધ: ‘ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડન્સી, વોલ્યુમ ૯, પાર્ટ-૨, ગુજરાત પોપ્યુલેશન: મુસલમાન ઍન્ડ પારસી’ માં ‘કેપ્ટન ઓવન્સ’ તરીકે નોંધાયેલ અંગ્રેજ અધિકારીનું વાસ્તવિક નામ ‘ચાર્લ્સ ઓવન્સ’ હતું. તેમનો જન્મ ઈ.સ. ૧૭૯૮માં થયો હતો અને ઈ.સ. ૧૮૫૮માં તેમનું અવસાન થયું હતું. ઈ.સ. ૧૮૯૯માં પ્રકાશિત થયેલ ‘ગેઝેટિયર ઑફ ધ બોમ્બે પ્રેસિડન્સી, વોલ્યુમ ૯, પાર્ટ-૨, ગુજરાત પોપ્યુલેશન: મુસલમાન ઍન્ડ પારસી’ માં અને આ અગાઉ ઈ.સ. ૧૮૨૮માં પ્રકાશિત થયેલ ‘હેબર્સ જર્નલ’ એમ બન્ને ગ્રંથોમાં તેમનું નામ ‘કેપ્ટન ઓવન્સ’ તરીકે લખાયેલ છે. ઈ.સ. ૧૮૧૮થી ઈ.સ. ૧૮૨૯ દરમ્યાન ગુજરાતમાં પ્રથમ જમીન મહેસુલ માટે મોજણી (સર્વે)નું કામ અંગ્રેજોના સમયમાં થયું હતું. કેપ્ટન ઓવન્સ, ‘રેવન્યુ લેન્ડ સર્વે ટીમ’ (જમીન મહેસૂલ માટે સર્વેની કામગીરીની ટુકડી)ના અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

ટંકારીઆ ગામમાં ઈ.સ. ૧૮૫૬માં રેલ્વે ટ્રેક નાખવા જમીન સર્વેક્ષણ/મોજણી ની કામગીરી બાબતનું વર્ણન: (વર્ષ ૧૮૫૬)
ઈ.સ. ૧૮૫૬માં, બોમ્બે-બરોડા રેલ્વે લાઇનના માર્ગનું સ્થાપન કરવા માટે (રેલ્વેના પાટા બિછાવવા) ટંકારીઆ ગામમાં સર્વેની કામગીરી થઈ હતી. બોમ્બે, બરોડા, ઍન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા રેલ્વે કંપનીના સર્વેયરોને ટંકારીઆ ગામે મોજણીની કામગીરી દરમિયાન અનેક ભૌગોલિક અને ટેકનીકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતાં બી.બી. ઍન્ડ સી. આઈ. ના ઈજનેરોને નંદેલાવ ગામ પાસેથી રેલ્વે માર્ગમાં જરૂરી ફેરફાર કરવાનો આખરી નિર્ણય લેવો પડ્યો હતો.

‘રેલ્વેય્જ ઇન ઇન્ડિયા’ (‘Railways in India’) ના વહીવટી અહેવાલ મુજબ બી.બી. ઍન્ડ સી. આઈ. કંપનીની રચના બોમ્બે અને બરોડા વચ્ચે રેલવે લાઈનની કામગીરી માટે ૧૮૫૫ માં કરવામાં આવી હતી. બોમ્બે બરોડા વચ્ચે રેલ્વે માર્ગનું કામ કંપનીએ ૧૮૬૪માં પૂર્ણ કર્યું હતું.

લોકવાયકા મુજબ અંગ્રેજ ઈજનેરો/અધિકારીઓના આયોજન મુજબ આ રેલ્વે માર્ગ, ટંકારીઆ ગામ તળાવના પૂર્વ બાજુના કિનારાને અડીને આવેલ પીર જુમ્મનશાહ રહમતુલ્લાહ અને હાઇસ્કુલના પૂર્વ બાજુના ભાગે, ભરૂચ-પાલેજ રોડની પશ્ચિમ દિશા તરફ આવેલ પીર શાહ નઝરશાહ (હાલમાં ખોટી રીતે બોલાતું નામ શેાંગરશાહ) રહમતુલ્લાહની દરગાહોની વચ્ચેથી પસાર થતો હતો. આગળ વધતાં આ માર્ગમાં ટંકારીઆ ગામ તળાવ થી ઉત્તર તરફ, ઠીકરીયા ગામના બસ સ્ટેન્ડની સામે પશ્ચિમ દિશા તરફ ખેતરમાં આવેલ નસીરશાહ રહમતુલ્લાહની દરગાહની જમીન આવતી હતી.
નોંધ: પીર શેાંગરશાહ એ સાચું નામ નથી, પરંતુ સાચું નામ ‘પીર શાહ નઝરશાહ’ છે, એવી ઉપયોગી માહિતી ટંકારીઆના કમાલ મુસ્તફાબાદીએ સંપાદન કરેલ ‘ ઈટરનલ નેચરલ રિલિજિયન: ઇસ્લામ: ગુજરાત ઍન્ડ ધ સુન્ની પટેલ ટ્રેડીશનલમાં થી લીધેલ છે. આ સંપાદનમાં ગુજરાતના વલીઓ અંગે ઉપયોગી માહિતી છે.

પ્રાથમિક કુમાર શાળા ટંકારીઆ: (વર્ષ ૧૮૬૫-૬૬)
ટંકારીઆ ખાતે ૧૫૦ છોકરાઓ માટેના શાળાના મકાનની બાંધકામ અંગેની વિગતો ‘જનરલ રિપોર્ટ ફોર ધ બોમ્બે પ્રેસિડન્સી ફોર ધ ઈયર ૧૮૬૫-૬૬’ (‘બોમ્બે પ્રેસિડન્સીના વહીવટ અંગેનો સામાન્ય અહેવાલ, વર્ષ ૧૮૬૫-૬૬’) માં પ્રકાશિત થઇ હતી. તે અહેવાલમાં નોંધાયેલું છે કે “પાયાનું કામ (ફાઉન્ડેશન) થઈ ગયું, બેઠક (પ્લિન્થ)નું કામ થઈ ગયું, અને ઈમારતનું બાંધકામ લગભગ પૂર્ણ થયું છે; દરવાજા, બારી અને છતનું લાકડાનું કામ તૈયાર થઈ ગયું છે.” અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “૧૮૬૫-૬૬ ના વર્ષ માટે કુલ ફાળવેલ રકમ રૂ.૬,૬૩૩ માંથી રૂ. ૩,૧૧૬નો ખર્ચ થયો અને રૂ. ૩,૫૧૭ની બચત થઇ.”

અંગ્રેજોના શાસનકાળમાં, ૧૮૬૫-૬૬ માં બનેલ મૂળ શાળાના મકાનમાં સાત ઓરડાઓ હતા. તાજી હવા અને સૂર્યપ્રકાશ પ્રદાન કરવા માટે મકાનની આગળના ભાગમાં અને મધ્યમાં ખુલ્લી જગ્યા છોડવામાં આવી હતી. અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ માટે પણ આ ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરી શકાય એ ઉદ્દેશ ધ્યાનમાં રખાયો હતો. દિવાલમાં માટીની ઇંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને છત માટે ઉચ્ચ ગુણવત્તાના સાગના લાકડાનો ઉપયોગ થયો હતો. છત માટે લાકડાના માળખા (કેંચી/ત્રસીસ), આડા જાડા લાકડા (રાફ્ટર) અને માટીના નળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઓરડાઓની ગોઠવણ, ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ, લાકડાના માળખાની સંપૂર્ણ રચના, લાકડાના માળખાને વધારે મજબૂતાઈ પ્રદાન કરવા માટે ખાસ આકાર આપેલ લોખંડની પ્લેટો અને તેને માળખા સાથે મજબૂતાઈથી જોડવા નટ અને બોલ્ટનો થયેલો ઉપયોગ, તે બધા મુદ્દાઓ સાબિત કરે છે કે, મકાનનું નિર્માણ ૧૮૬૫-૬૬ ના ઈજનેરી ધોરણો અને ઇજનેરી પ્રથાઓને અનુસરીને, યોગ્ય ઇજનેર મારફતે ઈજનેરી આયોજન અને રચના અનુસાર થયું હતું. આજુ-બાજુના ગામ જ્યાં ટંકારીઆ જેવા જૂના શાળાના મકાન હાલમાં પણ છે એના લાકડાના માળખાની રચનાની તુલના કર્યા પછી, એવું તારણ નીકળ્યું છે કે કામકાજની ઉચ્ચ ગુણવત્તા અને સમાનતા જાળવવા માટે તે સમયગાળા દરમિયાન લાકડાના માળખાની ડિઝાઇન કેન્દ્રિત રીતે એક સરખી કરવામાં આવી હતી. તે એ પણ સાબિત કરે છે કે સરકાર દ્વારા સંચાલિત શાળાઓની ઇમારતોના છતના કામની જવાબદારી તાલીમબધ્ધ સુથારોની ટીમોને સોંપવામાં આવી હતી. આપણે ઓછામાં ઓછું એટલું જરૂર કહી શકીએ, કે અંગ્રેજોના શાસનકાળમાં, જાહેર ઇમારતોના બાંધકામ માટે કાચા માલની ખરીદીથી લઈને બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષ કાળજી લેવામાં આવતી હતી અને તેથી જ તે સમયની જાહેર ઇમારતો વધુ મજબૂત અને ટકાઉ હતી.

ઉપરના અહેવાલમાં નોંધાયા મુજબ છોકરાઓ માટેની ટંકારીઆ પ્રાથમિક શાળાનો બાંધકામનો કુલ ખર્ચ રૂ. ૪૦૦૦ કરતાં પણ ઓછો હતો; એનાથી સાબિત થાય છે કે તે ખરેખર સસ્તો સમયગાળો હતો!

શાળાના અસલ મકાન ઉપરાંત, બીજા બે ઓરડાઓનું બાંધકામ ૧૯૫૮માં થયું હતું. આ વિસ્તરણમાં ‘ઉદ્યોગ રૂમ/ક્રાફ્ટ રૂમ’ તરીકે પ્રખ્યાત થયેલ ઓરડાનો પણ સમાવેશ થાય છે. ૧૯૫૮નું નવું બાંધકામ ભારતની આઝાદી પછી પ્રાથમિક કુમાર શાળાના મકાનનું પ્રથમ વિસ્તરણ હતું.

પ્રાથમિક કુમાર શાળાના અસલ જુના મકાનમાં ઉપર જણાવ્યા મુજબ ૦૭ + ૦૨= ૦૯ ઓરડાઓ હતા. તેમાં નવા ઉમેરાયેલા ૧૨ ઓરડાઓ મળી શાળાના પરિસરમાં હાલમાં કુલ ૨૧ ઓરડાઓ છે, જેમાં ઓફીસ રૂમનો પણ સમાવેશ થાય છે. હાલમાં, શાળાની જૂની ઇમારતનો આંશિક ઉપયોગ કરવામાં આવે છે. ગામની વસ્તી વધી રહી છે; વિસ્તાર મોટો થઇ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી નાના બાળકોની સગવડતા માટે શાખા શાળા (બ્રાંચ શાળા) ની માંગ કરવામાં આવી હતી. આ માંગણી યોગ્ય લાગતાં, સરકારે તેનો સ્વીકાર કરી વર્ષ ૨૦૦૫માં બે બ્રાંચ શાળાઓની મંજુરી આપી હતી. હાલમાં મોટા પાદરમાં છોકરાઓ માટે એક બ્રાંચ શાળા છે, જેમાં આઠ ઓરડાઓ છે; નાના પાદરમાં દસ ઓરડાવાળી કન્યાઓ માટેની બ્રાંચ શાળા આવેલી છે.

ટંકારીઆ ગામની ‘સેન્ટ્રલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ : (વર્ષ ૧૯૦૩)
ટંકારીઆ ગામની ‘સેન્ટ્રલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ બોમ્બે પ્રેસિડન્સી (બોમ્બે પ્રાંતના) ઉત્તર વિભાગમાં છાત્રાલયની સુવિધા વાળી શરૂઆતની જૂજ શાળાઓમાંની એક કેન્દ્રીય ઉર્દૂ પ્રાથમિક શાળા હતી. આ વાસ્તવિકતા અંગ્રેજોના શાસનકાળમાં બોમ્બે પ્રાંતની સરકારના ‘જાહેર માહિતી નિયામક’ ના વર્ષ ૧૯૧૭-૧૮ની શિક્ષણની પ્રગતિ અંગેના અહેવાલમાં નોંધાયેલ છે: ‘વર્ષ ૧૯૧૭માં મુસ્લિમો માટે બહુ જ ઓછી કેન્દ્રીય ઉર્દૂ પ્રાથમિક બોર્ડિંગ શાળાઓ છે. આ પૈકી બોમ્બે પ્રેસિડન્સી મધ્ય વિભાગના નસીરાબાદ ખાતેની ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડ હસ્તકની ‘મ્યુનિસિપલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ અને ઉત્તર વિભાગના ટંકારીઆ ખાતેની ‘સેન્ટ્રલ ઉર્દુ પ્રાયમરી બોર્ડિંગ સ્કૂલ’ નો સમાવેશ થાય છે. આ અહેવાલના પૃષ્ઠ ૧૧૯ પર નોંધ્યું છે કે ‘ભરૂચ જિલ્લાના ટંકારીઆ ખાતેની ‘સેન્ટ્રલ ઉર્દૂ ફોર બોયઝ’ શાળાએ ૧૯૧૭માં વર્નાક્યુલર (ઉર્દુ ભાષા) અંતિમ પરીક્ષામાં ૧૧ વિદ્યાર્થીઓને પ્રસ્તુત કર્યા જેમાંથી ૧૦ પાસ થયા; અને તેના અગાઉના વર્ષમાં પાસ થયેલા ૩ વિદ્યાર્થીઓને અમદાવાદની પી.આર. ટ્રેનિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. વિશાળ મુસ્લિમ ગામ ટંકારીઆ ખાતેની શાળા ‘ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડ’ સાથે જોડાયેલ છે. આ શાળામાં શિક્ષણ આપવાની જવાબદારી ટ્રેનિંગ કોલેજનો ત્રણ વર્ષનો અભ્યાસ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ પ્રશિક્ષિત મુન્શીની છે. તેમનો માસિક પગાર રૂ. ૪૫ છે. વિદ્યાર્થીઓના નૈતિક અને શારીરિક કલ્યાણ માટે આ શાળામાં કાળજી રાખવામાં આવે છે. આ એક ઉત્તમ સંસ્થા છે અને જે હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી તેને પૂરેપૂરી રીતે પૂર્ણ કરે છે.’

બોમ્બે પ્રાંતના ૧૯૨૨ થી ૧૯૨૭ ના પાંચ વર્ષના સમયગાળા માટેના જાહેર સુચના અંગેના અહેવાલમાં ટંકારીઆની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાનો ખાસ ઉલ્લેખ છે. તેનો ભાવાર્થ એ છે કે, ઘણા સમયથી ભરૂચ જિલ્લાના ટંકારીઆમાં મધ્યસ્થ ઉર્દુ શાળા અસ્તિત્વમાં છે. ટંકારીઆની આ શાળામાં ભવિષ્ય માટે શિક્ષકો તૈયાર કરવાનો વિશેષ દૃષ્ટિકોણ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. મુસ્લિમ શાળાઓમાં તાલીમ લીધા વગરના શિક્ષકોની ભરતીની સમસ્યાના ઉકેલ માટે ટંકારીઆની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાની તર્જ પર સરકારે રત્નાગિરી, કોલાબા અને થાણે જિલ્લામાં સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરી છે. આ અહેવાલમાં આગળ એવી નોંધ છે કે, ‘ટંકારીઆની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળા ૧૯૦૩માં શરૂ થઈ ત્યારથી ૧૧૮ છોકરાઓ વર્નાક્યુલર ફાઈનલ પરીક્ષામાં પાસ થયા છે. ખાસ કરીને તે બધા પ્રાથમિક શાળાના શિક્ષકો બન્યા હોવાનું જાણવા મળે છે.’

’બોમ્બે ગેઝેટ’ મંગળવાર, ૧૪ માર્ચ. ૧૯૧૧ની નોંધ મુજબ કાઉન્સિલના માનનીય સદસ્યએ સરકાર પાસે જાણકારી માંગી કે ‘ભરૂચ જિલ્લાના ટંકારીઆ જેવી કેન્દ્રીય શાળાઓની સ્થાપના કરવા માટે તમામ જિલ્લાઓના સ્થાનિક બોર્ડને સૂચન કરવાનું કોઈ પ્રયોજન છે કે કેમ?’

ઉપર વર્ણવેલા અંગ્રેજોના શાસનકાળમાં પ્રકાશિત થયેલા અધિકૃત અહેવાલોના અભ્યાસથી એવું ચોક્કસ પ્રતીત થાય છે કે, ટંકારીઆની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળા, સમગ્ર બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં એક પ્રખ્યાત અને સફળ શાળા હતી. આ શાળાને બોમ્બે પ્રેસિડન્સીના અનેક અહેવાલોમાં ઉદાહરણ તરીકે ટાંકવામાં આવતી હતી. અંગ્રેજોના શાસનકાળમાં આ શાળાની સફળતાથી પ્રભાવિત થઈ અંગ્રેજ સરકારે  કેટલીક નવી શાળાઓની સ્થાપના ટંકારીઆની સેન્ટ્રલ ઉર્દુ પ્રાથમિક શાળાની રચના અને કાર્યપધ્ધતિને ધ્યાનમાં રાખી કરી હતી.

ટંકારીઆ ગામની સેન્ટ્રલ ઉર્દૂ પ્રાયમરી બોર્ડિંગ શાળા ગામના જે સ્થળે હતી તે સ્થળ આજે પણ ‘સંટોલ’ (સેન્ટ્રલ અથવા સેન્ટ્રલ બોર્ડિંગ સ્કૂલ નું અપભ્રંશ) તરીકે પ્રખ્યાત છે.

ટંકારીઆ ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓ: (વર્ષ ૧૯૩૦)
મુસા ઈસા કેપ્ટન, મહાત્મા મુહમ્મદ ઈબ્રાહીમ કબીર, આદમ ઈસ્માઈલ મુસ્તફાબાદી, ઈબ્રાહીમ ઇસે બાબીયત ઉર્ફે ‘નાયક મોટા, અને ડૉ. અલી ઘોડીવાલા ટંકારીઆ ગામના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની હતા. ‘પરમેનન્ટ મેનડેટ્સ કમીશન’ (‘લીગ ઍાફ નેશન્સ’) નું સત્તરમું સત્ર ૩જી જૂન ૧૯૩૦થી ૨૧મી જૂન ૧૯૩૦ દરમિયાન જીનીવા ખાતેના ‘યુનાઇટેડ નેશન્સ’ના મુખ્યાલયમાં યોજાયું હતું. આ સત્રની કાર્યનોંધના પૃષ્ઠ ૨૧૬ ઉપર નોંધ્યું છે કે, ‘અંજુમને શૌકતુલ ઇસ્લામ અને ખિલાફત સમિતિ’ ટંકારીઆ, ભારત, ના માનદ સચિવ મુસા ઈસા કેપ્ટનનો પત્ર ૭ મી જૂન ૧૯૩૦ના રોજ પરમેનન્ટ મેન્ડેટ્સ કમિશનને મળ્યો.’ બેઠકમાં આ પત્રની ચર્ચા કરવામાં આવી. ચર્ચા કર્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુસા ઈસા કેપ્ટનને સાત મહિના માટે નાગપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. મહાત્મા કબીરને પણ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીજી નાગપુર સેન્ટ્રલ જેલમાં જ હતા. મહાત્મા કબીરને ‘મહાત્મા’ નો ખિતાબ અને મુસા ઈસા કેપ્ટનને ‘કેપ્ટન’નો ખિતાબ ગાંધીજીએ પોતે આપ્યો હતો.

આદમ ઇસ્માઇલ મુસ્તફાબાદીની મૂળ અટક રોબર હતી. તેઓને ગામના નામ મુસ્તફાબાદ માટે એટલો પ્રેમ હતો કે એમના નામની પાછળ મુસ્તફાબાદી લખતા. છેવટે તેમની અટક મુસ્તફાબાદી થઈ ગઈ. આદમ ઇસ્માઇલ મુસ્તફાબાદીને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન હતું. તેમની આ આવડતથી તેમણે લોકોની મદદ કરી હતી. તેમણે ‘લોહીનાં આંસુ’ નામનું પુસ્તક લખ્યું હતું એવી જાણકારી મળે છે. ‘નાયક મોટા’ ના હુલામણા નામથી ઓળખાતા ઇબ્રાહિમ ઇસે બાબિયત (બા-બય્તનું અપભ્રંશ) ભારતની આઝાદી પછી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. ટંકારીઆના સ્વાતંત્ર્ય સેનાની ટંકારીઆની ખિલાફત સમિતિના પણ સભ્ય હતા. તેઓ ભારતની સ્વતંત્રતા માટે પોતાની અને પોતાના કુટુંબની તકલીફોની ચિંતા કર્યા વિના અડગ રહી લડત લડેલા. ટંકારીઆ ગામના લોકો આજુબાજુના ગામોના લોકોને જરૂરી માર્ગદર્શન આપતા હતા. ગામના લોકોની એકતાએ ગામની આગવી ઓળખ ઉભી કરી ગામનું નામ ઉજ્જવળ કર્યું હતું. મુસ્લિમ નેતા મોહમ્મદ અલી, શૌકત અલી, અબુલ કલામ આઝાદ, હસરત મોહાની ખિલાફત સમિતિ માં મોખરે હતા. ખિલાફત સમિતિએ બ્રિટીશ શાસન સામેની લડાઈમાં હિન્દુ-મુસ્લિમ એકતાને વધારવાનું કામ કર્યું હતું. ખિલાફતનું આંદોલન છેવટે ગાંધીજીના ‘અસહકાર આંદોલન’ સાથે ભળી ગયું હતું. બ્રિટીશ શાસન સામેની લડાઈમાં બધી જ કોમના લોકોએ ખભે ખભા મિલાવી કોઈપણ જાતના ભેદભાવ વિના લડત લડી બ્રિટિશ શાસનથી ભારતને મુક્તિ અપાવી હતી.

ભાગ ૨: મુસ્તફાબાદ ટંકારીઆનો મૌખિક ઇતિહાસ (વર્ષ:૨૦૦૭):
સંપાદન: નાસીરહુસેન અહમદ લોટીયા અને મુસ્તાક સુલેમાન દૌલા

આપણા પૂર્વજોની વાતો હંમેશા માટે દફન થઈ ભૂલાય જાય અને આપણો મૂલ્યવાન મૌખિક ઇતિહાસ હંમેશા માટે નષ્ટ થઈ જાય એ પહેલાં એને અંકિત કરી લેવો જોઈએ એવી સમયની માંગને ધ્યાનમાં રાખીને વધુ વિલંબ કર્યા વિના અમે, નાસીરહુસેન અહમદ લોટીયા અને મુસ્તાક સુલેમાન દૌલાએ  ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૭માં ટંકારીયામાં રહેતા ઇતિહાસના જાણકાર એવા ૦૭ વડીલોની મુલાકાત લીધી હતી. આપણા ગામના ચારેય જાણીતા ભાગ (૧) ભડ (૨) બુખત (૩) વાજા (મોટા વાજા) અને (૪) સુલેમાન વાજા (સલ્લુ વાજા અથવા નાના વાજા) ની સચોટ માહિતી આપણને મળી રહે એ મુખ્ય હેતુ ધ્યાનમાં રાખીને ઇતિહાસ ના જાણકાર એવા સાત કથાકારોની આપણા ગામના એ ચારેય ભાગમાંથી ખાસ પસંદગી કરવામાં આવી હતી. આ આપણા એવા વડીલો હતા જેમણે ટંકારીયાને આપણા કરતા વધારે નજીકથી જોયું હતું, અને તેમને આપણા મૌખિક ઇતિહાસ વિશે સચોટ માહિતી હતી એ હકીકત છે. આ સાત કથાકારોમાંથી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં જનાબ અહમદ ભાલોડા, જનાબ મુસા લહેરી, જનાબ ઇબ્રાહિમ કડુજી, જનાબ ઇબ્રાહિમ લાર્યા, જનાબ અબ્દુલ્લાહ ભડ, જનાબ અલી ઇસ્માઇલ કામથી, આમ કુલ ૦૬ વડીલો એક પછી એક આ ફાની દુનિયા છોડી ગયા છે. વર્ષ ૨૦૦૭ પહેલાં ૧૦૦ વર્ષની આસપાસની ઉંમર વિતાવી આપણા કેટલાક પૂર્વજો આ દુનિયા છોડી ચાલ્યા ગયા હતા જેઓના ઇતિહાસના જ્ઞાનનો આપણે લાભ ન લઈ શક્યા તેનો અફસોસ જરૂર છે. અલ્લાહ તઆલા તમામ મોમીન મર્હુમોને જન્નતુલ ફિરદોશમાં આલા મકામ અતા ફરમાવે. 

મૌખિક ઇતિહાસના મહત્વને ધ્યાનમાં રાખીને, ભાઈ શકીલ ભા એ પણ અમેરિકાના શિકાગો શહેરમાં સ્થાયી થયેલા મૂળ ટંકારીયા ગામના ચટી કુટુંબના વડીલ જનાબ અહમદ મુનશીએ વર્ણવેલ ટંકારીયા ગામ વિશેની મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી હતી તેની વિગતો પણ આ લેખના અંતમાં રજુ કરેલ છે. જનાબ અહમદ મુનશી પણ આ ફાની દુનિયા છોડી ગયા છે. અલ્લાહ મર્હુમને જન્નતુલ ફિરદોશમાં આલા મકામ અતા ફરમાવે. 

ટંકારીયામાં રહેતા એ સાત વડીલો સાથેના ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૭ના અમારા ઇન્ટરવ્યુના અંતે મૌખિક ઇતિહાસના સંદર્ભમાં જે માહિતી એકત્રિત થઈ હતી તેને ગામના એ વડીલોની મુલાકાતના ક્રમ, એમની ભાષા/વાણી, એમણે કહેલા વાક્યોના ક્રમમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય એપ્રિલ ૨૦૦૭ માં ટંકારીયા વેટ પેઇન્ટ વેબસાઇટ પર “ભાગ ૨- મુસ્તફાબાદ ટંકારીયાનો મૌખિક ઇતિહાસ” શીર્ષક હેઠળ પ્રકાશિત કરી હતી જેથી ભવિષ્યની પેઢીઓને પણ એમના પૂર્વજોની ભાષા/વાણી અને એમના જ્ઞાન વિશે સચોટ માહિતી મળી રહે. વર્ષ ૨૦૦૭માં ટંકારીયા વેટ પેન્ટ વેબસાઈટમાં ગુજરાતીમાં લખાણ લખવાની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ઇતિહાસના આ બીજા ભાગને અંગ્રેજીમાં પ્રકાશિત કર્યો હતો જેને ૨૦૨૨માં એના મૂળ સ્વરૂપ ગુજરાતીમાં રજુ કરતાં આનંદ થાય છે.  

ગામના મોટાભાગના વડીલોનો સૌથી સામાન્ય દૃષ્ટિકોણ જે પેઢી દર પેઢી ચાલી આવતી સંદેશાવ્યવહારની સાંકળ પર આધારિત છે તે એ છે કે “ધોળકા-ધંધુકાથી ચાર મોટા કુટુંબો હિજરત કરી આ ગામમાં રહેવા આવ્યા હતા. મોટાભાગના લોકોનું માનવું છે કે તે સ્થળાંતર કરેલ ચારેય મોટા કુટુંબ એક બાપની ઓલાદ માંથી વિસ્તરણ પામેલા ચાર સગા ભાઈઓના જ કુટુંબ હતા અને તેથી જ  “ટંકારીયા ચાર ભાઈઓનું ગામ” તરીકે એની સ્થાપનાથી જ સતત ઓળખાતું આવ્યું છે. બીજા ઘણા થોડા લોકોનું માનવું છે કે ચારેય કુટુંબો એક યા બીજી રીતે એક-બીજા સાથે જોડાયેલા સંબંધીઓ હતા તેમાં મોટાભાગના લોકો ચાર ભાઈઓની ઓલાદ માંથી હતા. આ ચાર કુટુંબોએ તેમના સૌથી નજીકના કુટુંબીજનોને સાથે રાખી ગામના ચાર ભાગોમાં વસવાટ શરૂ કરી પોત-પોતાના ભાગમાં ઘરો બનાવ્યા હતા. આ રીતે ગામના ચાર મુખ્ય કુટુંબોના નામ અને ગામમાં તેમના વસવાટના આધારે ગામના ચાર જાણીતા ભાગ (૧) ભડ (૨) બુખત (3) વાજા (મોટા વાજા) અને (4) સુલેમાન વાજા (સલ્લુ વાજા અથવા નાના વાજા) બની ગામ “ચાર ભાઈઓનું ગામ” તરીકે જાણીતું થયું હતું. આ ચાર ભાગના લોકો મૃત્યુ પામે ત્યારે પણ કબ્રસ્તાનના ભડ ભાગ કબ્રસ્તાન, બુખ્તાઓનું કબ્રસ્તાન મોટા વાજા, નાના વાજા નો કબ્રસ્તાનનો ભાગ એ મુજબ પહેલેથી સુનિશ્ચિત કરેલા ભાગમાં એમને દફન કરવામાં આવતા હતા. આ ભાગોની સુનિશ્ચિત વહેંચણી ગામના લોકોની કોઠાસુજ, અને દૂરંદેશીનું ઉદાહરણ છે.

નોંધ: (૧) ધોળકા અને ધંધુકા બંને ભારત દેશના ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં છે. ધોળકા નડિયાદથી પશ્ચિમ તરફ આશરે ૫૦ કિ.મી. ના અંતરે આવેલું છે. ધંધુકા, ધોળકાની પશ્ચિમ બાજુએ આવેલું છે. ધોળકા અને ધંધુકા વચ્ચેનું અંતર ૬૨ કી.મી. છે. કાપડની ફેરી ફરી ધંધો કરતા ગામના વેપારી જે ધંધા અર્થે ધંધુકાની મુલાકાત લેતા હોય છે એમણે અમોને ૨૦૦૭માં જણાવ્યું હતું કે હાલમાં પણ ધંધુકામાં રહેતા ઘણા લોકોના નામ અને અટક ટંકારીઆના લોકોના નામ અને અટક જેવા જ છે.
(૨) ગામમાં વસતા કેટલાક કુટુંબોની અટક વર્ષ ૨૦૨૨માં પણ વાજા અને ભડ છે જે આપણને આપણા ગામના એ ભાગોની પુષ્ટિ કરાવે છે. ‘ભડ ભાગ કબ્રસ્તાન’ એ નામ પણ આપણને ગામના ભડ ભાગની પુષ્ટિ કરાવે છે. વર્ષ ૨૦૨૨માં પણ બુખત ભાગના હજારો લોકો ટંકારીઆ ગામમાં વસવાટ કરે છે પરંતુ કોઈ કુટુંબની અટક બુખત નથી. વર્ષો પસાર થતાં બુખત વિભાગના કુટુંબોની અટકો બદલાતી રહી અને આ અટક ધીરે ધીરે અલિપ્ત થઈ ગઈ પરંતુ બુખત ભાગની પુષ્ટિ કરતા અનેક પુરાવા ગામની મિલકતોની નોધણીના સૌથી જુના હસ્તલિખિત રેકર્ડમાં બુખત અટક અને ગામના બુખત વિભાગનો અનેક વાર ઉલ્લેખ થયેલ જોવા મળે છે. આમ ગામના ચારેય ભાગ વિષે આપણે આપણા પૂર્વજોથી જે સાંભળતા આવ્યા છે એવા ગામના ચારેય ભાગોના અસ્તિત્વની પુષ્ટિ થાય છે.          

ચાલો આપણે આપણા ગામના ચારેય વિભાગના વડીલોને મળી એમની પાસેથી ગામના ઇતિહાસની જાણકારી મેળવીએ. અહીં રજુ કરેલ ભાગોની માહિતી અમારી જે-તે વિભાગના વડીલો સાથે થયેલી મુલાકાતના ક્રમ અનુસાર છે.  

પહેલો ભાગ
સુલેમાન વાજા (સલ્લુ વાજા અથવા નાના વાજા)

અહમદ આદમ ઇસ્માઇલ મોહમ્મદ ભાઈજી ભાલોડા જન્મ તારીખ: ૦૪/૦૧/૧૯૨૬
તેઓ સુલેમાન વાજા ભાગના છે. તેમના વડીલો અભરામ મીઠા તરીકે જાણીતા હતા, પાછળથી, તેઓ ભાઈજી તરીકે જાણીતા થયા હતા, અને હવે તેઓ ભાલોડા તરીકે ઓળખાય છે. એમણે કહેલી વાતો નીચે મુજબ છે.

અમે સુલેમાન વાજા ભાગના છે જેને સલ્લુ વાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાગરીનાથા ખડકી, ભાલોડા ખડકી, નગીયા ખડકી થી શરૂ થઇ અમારા ભાગમાં, ભુતા, બંગલાવાલા, દેલાવાલા, મીયાંજી, ધોરીવાલા, વાડીવાલા, ડબગર, સત્તાર અને ભાલોડા એ બધા કુટુંબો સુલેમાન વાજા ભાગના છે. ચટી, જોલી, ભાલોડા અને ભુતા જેવા સલ્લુ વાજાના ભાગના કેટલાક પરિવારના સભ્યો સ્થળાંતર કરી વાંતરસા ગામમાં સ્થાયી થયા હતા. પોતાના ભૂતકાળને યાદ કરતાં તેમણે કહ્યું કે ભારતની આઝાદી પહેલાં એક અંગ્રેજ અધિકારી ટંકારીઆ આવ્યા હતા, તેઓ ટંકારીઆમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માંગતા હતા પરંતુ ટંકારીઆના તમામ લોકોએ તેમના પ્રસ્તાવનો વિરોધ કર્યો. ટંકારીઆના લોકો મહાત્મા ગાંધીના સ્વદેશી આંદોલનનું સમર્થન કરી રહ્યા હતા. છેવટે, તેઓએ હાંસોટ ગામમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરી હતી. ગામના કેટલાક વિદ્યાર્થીઓ ભરૂચ અભ્યાસ માટે જતા હતા, અને કેટલાક વડોદરા સુધી પણ અભ્યાસ માટે જતા હતા. ટંકારીઆ હાઇસ્કૂલ ૧૯૫૨માં સફરી બિલ્ડીંગમાં શરૂ થઈ હતી. તે સમયે ગામમાં વીજ પુરવઠો ન હતો, ગામને ૧૯૬૧-૬૨માં વીજ પુરવઠો મળ્યો હતો. લોકો તે સમયમાં ગરીબ હતા. અમે ખેતરોમાં કામ કરતા હતા.

તેમણે કહ્યું કે “મેં ઉર્દૂ મીડિયમ સ્કૂલમાં ૦૫ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.” અમારી શાળા “ટંકારીઆ ઉર્દૂ સેન્ટ્રલ બોર્ડિંગ સ્કૂલ” તરીકે જાણીતી હતી. પાડોશી ગામોના વિદ્યાર્થીઓ અને વાગરા, જંબુસર અને અંકલેશ્વરના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ટંકારીઆ આવતા હતા. તેઓ “સેન્ટ્રલ બોર્ડિંગ” માં રહેતા હતા.  તે મકાન પાછળથી ‘સંટોલ’ તરીકે જાણીતું થયું હતું.

(નોંધ: જાહેર સૂચના નિયામકના અહેવાલમાં નોંધાયેલું છે કે, “૧૯૧૭માં મુસ્લિમો માટે ફક્ત થોડીક સેન્ટ્રલ ઉર્દૂ પ્રાથમિક બોર્ડિંગ શાળાઓ હતી. આ પૈકી, સેન્ટ્રલ ડિવિઝનના નસીરાબાદ ખાતેની ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડ હસ્તકની મ્યુનિસિપલ ઉર્દુ પ્રાથમિક શાળા અને બોમ્બે પ્રેસિડેન્સીના  ઉત્તર વિભાગમાં ટંકારીઆ ખાતેની ઉર્દૂ પ્રાથમિક (બોર્ડિંગ) શાળાનો સમાવેશ થાય છે).

તે સમયે ગુલામ માસ્ટર બાપુજી અમારા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તેમના પિતા ઇસપ બાપુજી જિલ્લા સ્થાનિક બોર્ડના સભ્ય હતા. તેઓ ભરૂચમાં રહેતા હતા. ઇબ્રાહિમ માસ્ટર રોબર મુનશી, ગુલામ માસ્ટર ડેલાવાલા, મુસા માસ્ટર ડેલાવાલા, પટેલ માસ્ટર, મોહમ્મદ માસ્ટર ઘોડીવાલા, બાકોર મુનશી, અને દયાદરાના એક મુનશી શિક્ષક તરીકે કાર્યરત હતા.

તેમણે દંતકથાઓ પર આધારિત કેટલીક માહિતી પણ પ્રદાન કરેલ છે. તેમણે તેમના વડીલો પાસેથી સાંભળ્યું હતું કે હઝરત હાફેઝ કબીર કે જેઓ ઝંઘાર ગામના એક મહાન સંત હતા, તેમણે તેમના અનુયાયીઓને જાણ કરી કે જ્યારે હું આ દુનિયા છોડી જાઉં ત્યારે એક સંત પશ્ચિમ દિશા તરફથી આવશે. તેમણે બખ્તર પહેરેલો હશે તેઓ મારી નમાઝે જનાઝા પઢાવશે. બાદમાં, એવું જોવા મળ્યું હતું કે ટંકારીઆથી સંત અશરફ શાહ રહમતુલ્લાહ અલયહે ઝંઘાર પહોંચ્યા હતા અને નમાઝે જનાઝા પઢાવી હતી. સંત અશરફ શાહ રહમતુલ્લાહની દરગાહ ટંકારીઆ ગામના નાના પાદર ખાતે છે.

તેમણે કહ્યું કે તેમણે તેમના વડીલો પાસેથી તેમણે સાંભળ્યું હતું કે , ૧૮૫૬માં બ્રિટીશ ઈજનેરો ટંકારીઆ ખાતે રેલવે ટ્રેક નાખવાના સર્વેક્ષણના કામ માટે આવ્યા હતા. સોનગરાશાહ રહમતુલ્લાહ અલયહે ની દરગાહ પાસે રેલવે પાટા નાખવાના હતા. રેલવે પાટા આગળ જતાં પીર નશીરશાહ રહમતુલ્લાહ અલયહે ની દરગાહ (ટંકારીઆ અને કંબોલીની વચ્ચે) પાસેથી પસાર થાય એ મુજબનું પ્લાનીંગ હતું. એ ચોક્કસ ક્ષેત્રમાં ઇજનેરોને ઘણી મુશ્કેલી પડી હતી. છેવટે, ટંકારીઆના સમજદાર લોકોએ સલાહ આપી કે આ સંતો તેમની નજીક રેલવે ટ્રેક નાખવામાં આવે એનાથી ખુશ નથી. તે પછી, બ્રિટિશ ઈજનેરોએ રેલવે પાટા નાખવાના માર્ગમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો અને નંદેલાવ ગામની નજીક એક મોટો વળાંક લઇ રેલ્વેના પાટા નાખવામાં આવ્યા હતા.
(નોંધ: બોમ્બે, બરોડા અને સેન્ટ્રલ ઈન્ડિયા રેલ્વે (બી. બી. એન્ડ સી. આઈ.) કંપનીની સ્થાપના બોમ્બેથી વડોદરા વચ્ચે રેલવે લાઇન નાખવાની કામગીરી હાથ ધરવા માટે ૧૮૫૫માં કરવામાં આવી હતી. બી.બી. એન્ડ સી.આઈ. કંપનીએ એ આ કામ ૧૮૬૪માં પૂર્ણ કર્યું હતું)

સોનેરી દિવસો વિશે
તેમણે કહ્યું કે, અમારા સમયમાં ગરીબ લોકો જોટા ખાદીના વસ્ત્રોનો ઉપયોગ કરતા હતા, અને કેટલાક ધનિક લોકો પટાવાળા લેંઘા પહેરતા હતા (તેમના શબ્દોમાં). ખાદીનો ભાવ એક વારના ૦૫ પૈસા હતો. ગાંધીજીના નિર્દેશોનું પાલન કરીને ઘણા લોકો ખાદીના કપડા પહેરતા હતા. જ્યારે અમારા કપડાં ફાટી જાય, ત્યારે કાપડનો બીજો નાનો ટુકડો લઈ તેને ટાંકા મારી સીવી લેવામાં આવતા. તેને “થિંગડુ” કહેવાતું જે મૂળ કાપડના રંગ અને ગુણવત્તા મુજબનું ન હોઈ એવું મોટા ભાગે બનતું. અમારા શરૂઆતના દિવસોમાં, સ્ત્રીઓ સાડી પહેરતી હતી, કેટલીક સ્ત્રીઓ લુગડુ (તેમના શબ્દો) પહેરતી હતી. તેમની યાદોને તાજી કરતાં તેમણે જણાવ્યું હતું કે તે સમયે ૪૦ કિલોગ્રામ દેશી જુવાર (ગ્રેટ બાજરી) ની કિંમત ૦૧ રૂપિયો હતી. કેટલાક ગરીબ લોકો લાલ જુવાર ખાતા હતા. ૨૦ કિલોગ્રામ ઘઉંનો ભાવ ૦૧ રૂપિયો હતો. રાંધવાના તેલના એક ડબ્બાનો ભાવ કિંમત ૦૬ રૂપિયા અને ૧૦ ગ્રામના સોનાનો રસપ્રદ ભાવ માત્ર ૨૦ રૂપિયા હતો. તેનો અર્થ એ કે ૦૧ ગ્રામ ની કિંમત માત્ર ૦૨ રૂપિયા હતી. મોટાભાગે બાજરી જંબુસર, વાગરા, પાદરા અને જંબુસરના કેટલાક આંતરિક દરિયાકાંઠાના ગામોમાંથી ખરીદવામાં આવતી હતી. તે દિવસોમાં, ગરીબીનું પ્રમાણ ખૂબ વધારે હતું. ગામના મોટાભાગના લોકો ખેત મજૂરી કરતા હતા. લોકો ખેતરોમાં મજૂરી કામ કરવા આવ્યા હોય ત્યારે ખેતરના માલિક કામદાર ના ઘરે ઘરે ફરી ખોરાક એકત્રિત કરી બપોરના સમયે ખેતરમાં લઇ આવતા. પછી બધા સાથે જમવા બેસતા. કેટલાક કામદારો ડુંગળી, લીલા મરચા અથવા ગોળ રોટલા સાથે ખાતા હતા. કેટલાક લાલ મરચાનો પાવડર રસોઈ બનાવવાની તેલમાં મિલાવી તેને રોટલા સાથે ખાતા હતા. જ્યારે તેઓ આ શબ્દો બોલી રહ્યા હતા ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. તેમણે કહ્યું, “અમે હાલની જીંદગીની તુલનામાં વધારે ખુશ હતા. અમે અમારા પાડોશીની ખૂબ સારી રીતે સંભાળ લેતા હતા. અમે ખુશીની ક્ષણો હોય કે દુઃખ નો સમય હોય એક-બીજાની સાથે રહેતા હતા.”

તે સમયે, ગામમાં ઉમરજી ઈસ્માઈલ ખોડા, મુસાભાઇ ભીમ, અહમદ ઇસપ ઈપલી, અલી ઇસપ ઈપલી, અને અહમદ મુસે ઢબુની દુકાન હતી. તે સમયે, સુકા નાળિયેર, સૂકા ખજૂર, ગોળ સસ્તા હતા. તે સમયે, લગ્નની જાનમાં જવા માટે બળદ ગાડા નો ઉપયોગ કરતા હતા. કેટલીકવાર જાનમાં જવા માટે ૨૦ થી ૨૫ બળદ ગાડાનો ઉપયોગ કરતા. સ્ત્રીઓ માટે અલગ બળદ ગાડાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. જો વરસાદ પડે તો બધા પગપાળા પણ લગ્નની જાનમાં જતા હતા.

પરિવહન: તેમની યાદોને તાજી કરતાં તેમણે કહ્યું કે તે સમયે અમારી પાસે બસ કે અન્ય વાહન ન હતા. જો અમારે ભરૂચ, કરજણ અથવા મુંબઈ જવું હોય તો પહેલા વરેડિયા રેલ્વે સ્ટેશન જઈ ત્યાંથી રેલવેમાં જવું પડતું. ૧૯૩૨-૩૩ ની શરૂઆતમાં, ટંકારીઆથી વરેડિયામાં જવા માટે એકમાત્ર ઉપલબ્ધ પરિવહન બળદ ગાડા હતા. દમણિયા તરીકે જાણીતી ત્રણ નાની બળદ ગાડીઓ હતી. બળદ ગાડાના માલીકો હતા (૧) ફડા દાદા (૨) મુસે અહમદ ભુતા અને (૩) દાદાભાઇ બાજીભાઇ કરકરિયા. તે સમયે , ટંકારીઆથી વરેડિયા સુધીનું  ભાડું મુસાફર દીઠ એક આના હતું. તે સમયે વરેડિયાથી ભરૂચ સુધી રેલ્વેનું  ભાડું ૭ પૈસા હતું. બધી લોકલ ટ્રેનોમાં આઠ ડબ્બા હતા. તે સમયગાળા દરમિયાન, રેલ્વેનું સંચાલન બી.બી. અને સી.આઈ. કંપની કરતી હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ૧૯૪૦-૪૧  માં રેલ્વે કર્મચારીઓએ તેમના પગારમાં વધારો કરવાની માંગ કરી સરકારને અલ્ટીમેટમ આપી શાસકોને જાણ કરી હતી કે અમે મધ્યરાત્રિથી તમામ ટ્રેનો તેમના માર્ગ પર રોકી દઈશું. તે સમયે બ્રિટિશ શાસકોએ લશ્કરને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.

બળદ ગાડાને બદલે કેટલાક સમયગાળા પછી, ઘોડા ગાડી નો ઉપયોગ શરૂ થયો હતો. શરૂઆતમાં, ત્રણ ઘોડા ગાડીઓ હતી. જેના માલિકો (૧) ઉમરજી મુસે અભરામ દોલા (મુસ્તાક દૌલાના દાદા) (૨) વલી મુસે ઘોડીવાલા અને (૩) આદમભાઇ તિલવા હતા. બે-ત્રણ વર્ષ પછી, કુલ ૨૦ ઘોડા ગાડીઓ થઇ હતી. ટંકારીઆથી વરેડિયા સુધીનું ભાડું ૦૨ આના હતું.

સુકા મોસમમાં ૧૯૩૩ થી ૧૯૪૦ની વચ્ચે ટંકારીઆ અને ભરૂચ વચ્ચે જોલી શેઠની બે બસની સેવા મળતી હતી. બસનો માર્ગ ટંકારીઆ- પારખેત- પરીયેજ-ત્રાલસા-કોઠી-કાસદ-ઉમરાજ-શેરપુરા થઇ ફાટા તળાવ ભરૂચ સુધીનો હતો. ટંકારીઆથી ભરૂચ સુધીનું બસનું ભાડું ૦૭ આના હતું. બસના માલિક જોલી શેઠનું નામ મોહમ્મદ અલી જોલી હતું.

હવે બીજો ભાગ.
બુખત

હાજી મુસા યુસુફ બગસ આદમ લહેરી, જન્મ તારીખ ૧૨/૧૧/૧૯૩૧
હાજી ગુલામ આદમ અભરામ ઇસે ખંડુ, જન્મ તારીખ ૦૯/૦૪/૧૯૩૬  
હાજી ઇબ્રાહિમ વલ્લી યુસુફ કડુજી અગાઉ રૂપીયાવાલા તરીકે ઓળખાતા હતા.
ઉપર દર્શાવેલ ત્રણ વડીલો બુખત વિભાગના છે. તેમના જણાવ્યા મુજબ મીરુ, લહેરી સ્ટ્રીટ (જૂનું નામ ગોટલી મહોલ્લા હતું), કડુજી સ્ટ્રીટ (જૂનું નામ ગોદર સ્ટ્રીટ હતું), સાપા સ્ટ્રીટ, સુતરીયા, દૌલા, બરકાલીયા, બાબરીયા, મોરલી, વરૂ, દશાંતવાલા, નાથા, નાથલિયા (ઇબ્રાહીમભાઇ નાથલિયા સહિત) , વસ્તા, લોન્ડ્રીવાલા, બુખત વિભાગના છે.

પોતાના ભૂતકાળને યાદ કરતા જનાબ મુસા યુસુફ લહેરીએ કહ્યું, “જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે તે સમયે હું આઠ વર્ષનો હતો”. સારોદ ગામના દાઉદ મુનશી તેઓના પ્રાથમિક શાળાના શિક્ષક હતા. તે દિવસોમાં, લાલ જુવાર બ્રિટિશ અધિકારીઓ અમેરિકાથી લાવ્યા હતા. ૧૯૪૬માં ટંકારીઆમાં કોલેરા રોગચાળો ફેલાયો હતો જેમાં ગામના બે બાળકો (૧) ગુલામ વલી અભરામ મનુબરવાળા અને (૨) કારા ઇસે ભીમનો પુત્ર કોલેરાના કારણે અવસાન પામ્યા હતા.
ઉપર દર્શાવેલ ત્રણેય વડીલોએ આગળ વાત કરતાં જણાવ્યું કે ૧૯૪૮માં મોટો દુકાળ પડ્યો હતો. તે સમયે, મોટાભાગના ગામના લોકોએ તેમના પિત્તળના વાસણો, બકરાં અને ભેંસ પણ વેચવા પડયા હતા. ઘણા ગામ લોકો ટંકારીઆ છોડીને મુખ્યત્વે અમદાવાદ અને મુંબઈના વિવિધ વિસ્તારમાં સ્થળાંતર કરી ગયા હતા. કેટલાક ઉદાહરણો ટાંકતા તેમણે જણાવ્યું કે અહેમદ આદમ કારભારી અને મોહમ્મદ ઉમરજી ધબુ મુંબઇ સ્થળાંતર કરી ગયા હતા. છેલા ભાઈઓ, મુસેભાઈ મોરલી અને અલીભાઈ મોરલી અમદાવાદ સ્થળાંતર કરી ગયા હતા. 

તેઓએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેઓ બાળકો હતા ત્યારે ૦૪-૦૫ વર્ષની ઉંમર સુધીના મોટાભાગના છોકરા જૂતા અથવા ચંપલનો ઉપયોગ કરતા ન હતા. મોટી ઉંમરના લોકો માથા પર પાઘડી બાંધતા હતા અને તે સમયે યુવા પેઢી તુર્કી ટોપી પહેરતા હતા. તેઓએ જણાવ્યું કે તે સમયે આપણા ગામમાં ગરીબીની ટકાવારી લગભગ ૭૫ % જેટલી હતી. તેઓ યુવાનોને સંદેશ આપતા હોય એ રીતે કહ્યું, “અમારા ખોરાક તરીકે અમારી પાસે ડુંગળી, લીલા મરચા, લાલ મરચા અથવા ગોળ અને રોટલો હતો., પરંતુ અમે ખૂબ મજબૂત અને મહેનતુ બાળકો હતા.”

તે સમયમાં શેમ્પૂને બદલે, વાળ ધોવા માટે અમે કાળી માટી (મટોડા) નો ઉપયોગ કરતા. વરસાદની ઋતુ શરૂ થતાં પહેલાં, અમે કાળી માટીનો સંગ્રહ કરી લેતા જેનો ઉપયોગ ચાર મહિના સુધી કરતા. તેમના કહેવા મુજબ, મોટા પાદરમાં એક મોટો કૂવો હતો અને બળદો મારફત ચામડાની ડોલથી કૂવામાંથી પાણી ખેચવામાં આવતું. તેમના શબ્દોમાં “સંચાવાલા ઇસાભાઇ કોસ ચલાવતા હતા.” તે સમયે ટંકારીઆમાં એક સૌથી મોટું આંબલીનું ઝાડ હતું જે હજજરની આંબલી તરીકે જાણીતું હતું.

ચલણના એકમો: ૦૧ પૈસા = ૦૩ પાઈ.
૦૧ આના = ૦૪ પૈસા = ૧૨ પાઈ
૧૬ આના = ૬૪ પૈસા = ૧૯૨ પાઈ = ૦૧ રૂપિયો
૦૧ ધબુ = ૦૨ પૈસા.
૦૨ ધબુ = ૦૧ આના
સામાન્ય રીતે બોલચાલમાં ૫૦ પૈસાને ૦૮ આના  અને ૨૫  પૈસાને ૦૪  આના તરીકે ઓળખવામાં આવતા.

હવે ત્રીજો ભાગ.
ભડ

અલી ઇસ્માઇલ અહમદ મુસા ભામા હાલમાં અલીભાઈ કામથી તરીકે ઓળખાય છે
અબ્દુલ્લાહ આદમ ઇસે બગસ ઇસપ ભડ

ભડના ભાગના ઉપરોક્ત વડીલો અમને જે કહ્યું તે નીચે મુજબ છે.

બધા લાલાન, ઇપલી, હાંડલી, ખીડા, વોરાજી, ખાંધીયા, ભડ, હલાલત, છેલા, રખડા, શેઠ, ધબુ, ગુલામ પટેલ, દહેલવી, કડવા, ચામડ, જત્તા, ચપટી, ગાંડા અને સુથાર ખડકીના તમામ લોકો ભડ ભાગના છે. પહેલાના સમયે પણ, ભડ ભાગ કુટુંબીઓનું સૌથી મોટું જૂથ હતું, આ ભાગનું કબ્રસ્તાન જૂના સમયથી “ભડભાગ કબ્રસ્તાન” તરીકે ઓળખાય છે. અમારા વડીલોએ અમને કહ્યું કે ભડનો અર્થ મોટો, મોટુ એવો થાય છે. ભડ ભાગમાં પાંચ મોટા પરિવારો હતા. તે પાંચ મોટા પરિવારમાંથી એક પરિવારના લોકો ટંકારીઆ છોડીને કંબોલી ગામ ખાતે રહેવા જતા રહ્યા હતા. ૧૯૮૦ના દાયકાની શરૂઆત સુધી જો કંબોલી ગામમાં કોઈનું મોત થાય ત્યારે તેની દફનવિધિ ટંકારીઆના ભડ ભાગ કબ્રસ્તાનમાં કરવામાં આવતી હતી. વર્ષ ૧૯૦૧માં ભડ ભાગના એક વ્યક્તિ ટંકારીઆ છોડી કંબોલી ગામે રહેવા ગયા ત્યારે તેમણે ટંકારીઆના લોકો માટે પાણીના એક કુવાનું દાન કર્યું હતું.

તેમના કહેવા મુજબ, ટંકારીઆ ગ્રામ પંચાયતની શરૂઆત ૧૯૪૦માં થઈ હતી. ભારત દેશને સ્વતંત્રતા મળી ત્યાં સુધી ઇસપ બાપુજી સરપંચ હતા. તે સમયે પંચાયતમાં ૧૩ સભ્યો હતા. હાશમપીર કબ્રસ્તાન ૧૨ વીંઘા માં વિસ્તરેલું છે.

તે સમયે ટંકારીઆના આસપાસના ગામના લોકો પશ્ચિમ બાજુથી સમની ગામ સુધી, પૂર્વમાં હલદરવા સુધી, ઉત્તરમાં માંકણ સુધી, દક્ષિણમાં હિંગલ્લા ગામ સુધીના લોકો તેમના ગામમાં થતા કોઈ પણ વિવાદના સમાધાન માટે ટંકારીઆના મોભાદાર લોકોને બોલાવતા હતા.

હવે ચોથો ભાગ.
વાજા (મોટા વાજા તરીકે પણ ઓળખાય છે)

ઇબ્રાહીમ આદમ મૂસા ઇસ્માઇલ બાપુ અમાનજી ભામા જે હાલમાં લાર્યા સર્કલ તરીકે ઓળખાય છે.

તેઓ મોટા વાજાના ભાગના છે. તેમના કહ્યા મુજબ, માલજી, ટીલુ, મધી, દેડકા, લાર્યા, પીપલા ખડકીના બધા લોકો, અભલી, જેટ, ભોજા, ચવડી, ભા, મનમન ખડકી, જારીવાલા, ડાહ્યા, બધા ઘોડીવાલા, ગોરધન, બચારવાલા, અને ખોડા વાજા ભાગના છે.

તેમણે કહ્યું કે અમે જ્યારે નાના હતા ત્યારે ગિલ્લી દંડા, સાવરા, ખારપાત, ખોખો, કબડ્ડી અને ક્રિકેટ રમતા હતા.

૧૯૫૨માં, મુસા કારા ગોરધન (હાલમાં તેઓ પ્રિટોરીયા, આફ્રિકામાં રહે છે)ના નેતૃત્વ હેઠળ, પંજ મહોલ્લા કમિટીની (પાંચ ખડકીની કમિટી) સ્થાપના થઈ હતી. અમે લગ્ન પ્રસંગે ઉપયોગમાં લેવામાં આવતા દેગ અને બીજા બધા વાસણ ખરીદ્યા હતા જેનું સંચાલન પંજ મહોલ્લા કમિટી કરતી હતી.

આગળ વાત કરતાં તેમણે પૂછ્યું, શું તમે જાણો છો કે અમે સર્કલ તરીકે કેમ જાણીતા છે? પછી તેમણે પોતે જ જવાબ આપ્યો “મારા પિતા આદમ મુસા ઇસ્માઇલ લાર્યા પાલેજ ખાતે તલાટી તરીકે કામ કરતા હતા, અને પછી તેમને બઢતી મળતા તેઓ વિભાગના સર્કલ ઇન્સ્પેક્ટર બન્યા ત્યારથી મારા પિતા સર્કલ તરીકે જાણીતા થયા. સાગબારા અને ઝઘડિયામાં મસ્જિદોના નિર્માણમાં આદમ મુસા લાર્યા સર્કલ સક્રિય રીતે સામેલ હતા, અને તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમણે અંકલેશ્વર ખાતે મુસાફિરખાનાના નિર્માણમાં પણ સક્રિય રીતે ભાગ લીધો હતો. તેઓ ૧૯૬૯માં માં નિવૃત્ત થયા અને ૧૯૮૭ માં તેમના મૃત્યુ સુધી ટંકારીઆ મસ્જિદ- મદરસા કમીટીમાં સક્રિય રહ્યા હતા.

ટંકારીઆના ઇતિહાસનો બીજો દ્રષ્ટિકોણ
અહેમદ મુનશી દ્વારા વર્ણવેલ શકીલ અબ્દુલ્લાહ ભા દ્વારા સંપાદિત

અમારા વાર્તાકાર શ્રી અહેમદ મુનશી છે (જેઓ ચટી માસ્ટર “દાદા” તરીકે ઓળખાય છે). દિવંગત ઈબ્રાહીમ દાદાભાઈ “બેકાર” સાહેબ દ્વારા ૧૯૫૫માં સંપાદિત પટેલ ડિરેક્ટરીમાં અહેમદ મુનશી વિષે ની નોંધ જોવા મળે છે. કોલેજ નો અભ્યાસ પૂરો કર્યા પછી, શ્રી અહેમદ મુનશીએ ૧૯૪૦ માં રાંદેર (સુરત નજીક) ખાતે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે રૂ.૧૫ ના માસિક પગારથી શરૂઆત કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે, તેઓ તેમાંથી ૧૦ રૂપિયા બચાવવામાં સફળ રહેતા. તે સમયે એમ.એમ.પી. ( મદરસા મુહમ્મદીયા પીપરડીવાલા) શાળામાં “બેકાર” સાહેબ તેમના આચાર્ય હતા.
 
૧૪ જુન ૧૯૪૧ ના તેમની બદલી ઇખર ગામમાં કરવામાં આવી. તેઓ ૧૯૪૮માં સ્થળાંતર કરી ઇખર ગામમાં સ્થાયી થયા. ૧૯૫૫માં તેઓ ટંકારીઆ હાઇસ્કૂલમાં સ્થાનાંતરિત થયા. તેમની પત્ની શ્રીમતી અમીનાબેન મુનશી પણ એક શિક્ષિકા હતા જેઓ ૧૯૭૮માં નિવૃત્ત થયા હતા.

૧૯૮૦માં શ્રી અહમદ મુન્શીને આદિવાસી પેટા વર્ગ ઓફિસર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ ૧૯૮૫ સુધી ટંકારીઆ નિવૃત્ત સભ્યોની સમિતિના પ્રમુખ પણ હતા અને નિવૃત્ત લોકોની પેન્શન સમસ્યાઓ ઉકેલવા માટે જિલ્લા પંચાયત સાથે મળીને કામ કર્યું હતું. ડિસેમ્બર ૧૯૮૫માં, તેઓની પત્ની અને પુત્ર શ્રી હનીફ મુનશી સાથે અમેરિકાના શિકાગોમાં સ્થાયી થયા હતા પરંતુ ગુજરાત રાજ્ય પેન્શન સમિતિ, વડોદરાના સક્રિય સભ્ય રહ્યા.

 શ્રી અહેમદ મુનશીનું ટૂંકી માંદગી બાદ ૯૦ વર્ષની ઉંમરે ૧૩ માર્ચ ૨૦૧૨ ના રોજ ચિકાગોમાં નિધન થયું હતું. તે ટંકારીઆના ઇતિહાસમાં બીજા સૌથી વૃદ્ધ માણસ હતા. તેઓ હસતાં હસતાં આખી જિંદગી બીજાની મદદ કરતા રહ્યા તેમને કદી કંટાળો લાગ્યો નહીં. જ્યારે પણ તમે તેમને જુઓ, તે હંમેશા હસતા રહેતા. જ્યારે પણ તેઓ કોઈને મળતા, ત્યારે તેઓ પોતાના સૌથી પ્રિય મિત્ર માંથી કોઈ મિત્રને મળતા હોય એ રીતે એક નિર્દોષ બાળકનું સ્મિત પ્રદર્શિત કરતા.

શિક્ષક તરીકે તેમના જીવનમાં, તેમણે વિદ્યાર્થીઓને જ જીવનમાં ઉચ્ચ લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરી ન હતી, પરંતુ તેમણે તેમના માતા પિતાને પણ મદદ કરી હતી. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અને ત્યાર પછી પણ એક મુલાકાતી તરીકે શાળામાં જતા ત્યારે પણ તેમણે ગરીબ ગામ લોકોની મદદ કરી હતી. તેમણે જરૂરિયાતમંદ અને અભણ લોકોને ફોર્મ ભરવામાં અને સરકાર તરફથી તેમના લાભ મેળવવા માટે મદદ કરી હતી. ૮૮-૮૯ વર્ષની ઉંમરે પણ, તેમણે સ્થાનિક મસ્જિદમાં સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું.

હવે, ટંકારીઆના ઇતિહાસને તેમના શબ્દોમાં વાંચો, તે વ્યક્તિના શબ્દો કે જેમણે ટંકારીઆને વધુ નજીકથી જોયો છે.

ટંકારીઆ, ચાર ભાઈનું ગામ હતું: ભડ, બુખડ, નાના વાજા અને મોટા વાજા. લોકો કહે છે કે ભાઈઓ અમદાવાદ નજીકથી આવ્યા હતા. કોઈને ખબર નથી ખરેખર ક્યાંથી આવ્યા હતા?  આ ચાર ભાઈઓએ ઘણી સદીઓ પહેલા ટંકારીઆ ગામનો પાયો નાખ્યો હતો. તેથી, ટંકારીઆમાં મોટા ભાગના પરિવારો આ ચાર ભાઈઓ નો છે. નીચે કૌટુંબિક વંશાવલીનો સંદર્ભ લો:

ભડ: મોટા પાદરના લોકો ભડ ભાગના છે. આથી જ મોટા પાદર કબ્રસ્તાન નો ભડ ભાગ કબ્રસ્તાન કહેવામાં આવે છે.

બુખદ: પીપલીયા ખડકીના લોકો બુખદના છે.

નાના વાજા (સુલેમાન વાજા): બાપુજી, ભાલોડા, ભુતા, ચટી, દેલાવાલા, જોલી, મિયાંજી, પયા અને સાપા બધા નાના વાજા ભાગના છે. ઇસ્માઇલ ઉમરજી ભુતા આ જૂથની પ્રખ્યાત વ્યક્તિ હતા.

મોટા વાજા: ઘોડીવાલા પરિવાર મોટા વાજા ભાગના છે. ડો.અલીભાઈ પટેલ આ જૂથની પ્રખ્યાત વ્યક્તિ હતા.

આપણે કૌટુંબિક વંશાવલી વિશે વાત કરી રહ્યા છીએ, ચાલો ટંકારીઆના અન્ય પરિવારો વિશે થોડી વિગતો જોઈએ. ટંકારીઆના કેટલાક મોટા પરિવારોમાં બંગલાવાલા, ભુટાવાલા અને ઘોડીવાલા છે. ચાલો બંગલાવાળા (મિયાંજી) કુટુંબ તરફ જોઈએ. અમારા લેખક, શ્રી અહેમદ મુનશીનું પૂરું નામ છે: માસ્ટર અહેમદ વલી મૂસા મુહમ્મદ ઉમરજી મિયાંજી. ઘણા, ઘણા વર્ષો પહેલા ટંકારીઆમાં બે વિશાળ બંગલા હતા; પશ્ચિમમાં આવેલ બંગલો મુસા બાપુ દેલાવાલા હતો અને બીજો પૂર્વમાં બગસ ઉમરજી મિયાંજીનો  હતો. (આ યાદ રાખો).

મિયાંજી પરિવારમાં, બે ભાઈઓ હતા: મુહમ્મદ ઉમરજી અને બગસ ઉમરજી. બગસ ઉમરજીના પુત્રો બંગલાવાલા કહેવાતા. કેમ? કારણ કે તેમની પાસે મોટો બંગલો હતો!

મિયાંજી
મુહમ્મદ ઉમરજી મીયાજીના કુટુંબીજનો પાછળથી ચટી તરીકે ઓળખાયા.
મુહમ્મદ ઉમરજી મીયાજીના બે પુત્રો હતા. (૧) મુસા અને (૨) બાજીભાઈ.
મુસા મુહમ્મદ ઉમરજી મીયાજીના ત્રણ પુત્રો હતા. (૧) વલી (૨) ઇસ્માઇલ અને (૩) યુસુફ.
વલી મુસા મુહમ્મદ ઉમરજી મીયાજીના એક પુત્ર અહમદ મુન્શી હતા. (આપણા વાર્તાકાર)
યુસુફ મુસા મુહમ્મદ ઉમરજી મીયાજી વાંતરસા રહેવા જતાં એમનું મોટું કુટુંબ વાતરસામાં ચટી તરીકે ઓળખાયું.
બાજીભાઈ મુહમ્મદ ઉમરજી મીયાજીના ત્રણ પુત્રો હતા. (૧) મુહમ્મદ (૨) ઈબ્રાહીમ અને (૩) દાઉદ

બંગલાવાલા
બગસ ઉમરજી મીયાજીના કુટુંબીજનો પાછળથી બંગલાવાલા તરીકે ઓળખાયા.
બગસ ઉમરજી મીયાજીના ના પાંચ પુત્રો હતા. (૧) યુસુફ (૨) વલી (૩) મુસા (૪) મુહમ્મદ અને (૫) આદમ
યુસુફ બગસ ઉમરજી મીયાજીના પુત્ર અકુજી તરીકે ઓળખાતા હતા.  
મુસા બગસ ઉમરજી મીયાજીના પુત્ર મસ્તાન બંગલાવાલા હતા.  

હવે બીજા મોટા કુટુંબની વાત કરીએ
ઈબ્રાહીમ ભુતા
ચાર ભાઈઓ (૧) કારા ઈબ્રાહીમ (૨) બાજીભાઈ ઈબ્રાહીમ (૩) ઉમરજી ઈબ્રાહીમ (૪) ઇસપ ઈબ્રાહીમ અને (૫) યુસુફ ઈબ્રાહીમ હતા.
ઉમરજી ઈબ્રાહીમના પુત્ર ઇસ્માઇલ હતા. ઇસ્માઇલ ઉમરજી ઈબ્રાહીમના પુત્ર મુસા હતા.  

એવું કહેવામાં આવતું હતું કે, દર અઠવાડિયે, કારા ઇબ્રાહિમ તેમના ઘોડા પર ગામના ચાર ખૂણાની મુલાકાત લઈ જાહેર કુવાઓની સંભાળ લેતા. તેમણે જમીનનો ગેરકાયદે કબજો પણ અટકાવ્યો હતો.

જામે મસ્જિદ, મોટા બજાર, ટંકારીઆ:

ટંકારીઆ જામે મસ્જિદ રાજા કુતુબ અબ્દુલ મુઝફ્ફર અહેમદ શાહ સુલતાનના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. મસ્જીદ રાજાના યુવાન પ્રતિનિધિ, સૈયદ અતાઉલ્લાહની દેખરેખ હેઠળ ૯ મી રબી-ઉલ-અવલ હિજરી ૮૫૭ ના રોજ બનાવવામાં આવી હતી. અને કેટલાક વડીલોના જાણકારી મુજબ, મીનારાનો પાયો (ઉપર બતાવેલ) જમીનની અંદર ૩૫ થી ૪૫ ફૂટ ઊંડે છે. આ વિશાળ મસ્જિદનું નવનિર્માણ ૧૯૭૭મમાં કરવામાં આવ્યું હતું. તે એક સમયે આશરે ૧૫૦૦થી ૨૦૦૦ લોકોને સમાવી શકે છે.

ચાર મોટા કોણ હતા?

તે સમયે, ટંકારીઆમાં કોઈ બેંક નહોતી, તેથી મસ્જિદના પૈસા મસ્જિદની અંદરના લોકરમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્યાં સુધી ચાર મોટા લોકો એક સાથે ભેગા નહીં ત્યાં સુધી કોઈ પણ લોક ખોલી શકતું નહીં. ચાર મોટા કોણ હતા?

તેઓ ટંકારીઆના ચાર ભાગો માંથી ટ્રસ્ટીઓ/ મુતવલ્લીઓ હતા. ગોદર ડોસા તેમાંથી એક હતા અને તે લોકરની ચાવી રાખવાની જવાબદારી તેમની પાસે હતા. તે ગામલોકોમાં ખૂબ પ્રખ્યાત હતા. એવું કહેવામાં આવતું હતું કે તેમની પાસે તબીબી હેતુઓ માટે અફીણની ખેતી કરવાનું લાયસન્સ હતું. ચાર સભ્યો પૈકીના સભ્યોમાં કારા ઇબ્રાહીમ ભુતા, ઇસ્માઇલ ઇસા દેલાવાલા અને ચોથા એક વ્યક્તિ (જો તમે ચોથા વ્યક્તિનું નામ જાણતા હોય તો અમને જણાવશો).

દરગાહો
જામે મસ્જિદ, મોટા બજાર, ટંકારીઆમાં આવેલ દરગાહ

ટંકારીઆ ચોતરફ વલીઓની કબરોથી ઘેરાયેલા છે (વલી: એવા લોકોં કે જેમણે પોતાનું જીવન સર્વશક્તિમાન અલ્લાહ અને ઇસ્લામ માટે સમર્પિત કર્યું હતું). એક તરફ કાશમ પીર બાબા છે, બીજી બાજુ અશરફ શાહ બાબા છે અને ત્રીજી બાજુ જુમ્મા શાહ બાવા છે. જામે મસ્જિદની અંદર પણ બે કબરો છે. આ લોકો અને તેમના જીવન વિશે કેટલાક ખૂબ જ રસપ્રદ તથ્યો છે.

કેટલાક દાયકા પહેલાં, જ્યારે જામે મસ્જિદનું પુનર્નિર્માણ કામ કરી રહ્યા હતા, ત્યારે આકસ્મિક રીતે એક કબર પરથી એક પથ્થર ખસી ગયો હતો. લોકોએ શું જોયું? જે લોકો તે સમયે હાજર હતા તેઓએ તાજા ફૂલો અને એક પણ ડાઘ વિનાનું કફનનું કાપડ જોયું. એવું લાગી રહ્યું હતું કે થોડા કલાકો પહેલાં જ કોઈને દફનાવવામાં આવ્યા છે. મસ્જિદના પુન:ર્નિર્માણ નો હવાલો સંભાળનાર ઇબ્રાહીમ સાપા હાફેઝીએ તરત જ બિલ્ડરોને પથ્થર પાછો મૂકવા કહ્યું. બીજા વખતે જ્યારે તમે ટંકારીઆની મુલાકાત લો, ત્યારે આ દરગાહની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

અશરફ શાહ બાવા, નાના પાદર, ટંકારીઆ
લોકો કહે છે કે અશરફ શાહ બાવા જામે મસ્જિદમાં મુઅજ્જીન તરીકે કામ કરતા હતા. તેઓ સમુદાયમાં ખૂબ જાણીતા અને ખૂબ જ આદરણીય હતા. અશરફ શાહ બાવા સાથે એક વ્યક્તિ (અજાણ્યા વ્યક્તિ) રહેતા હતા અને તેમની મુલાકાત માટે આવતા ઘણા મહેમાનોનું સ્વાગત કરવામાં અને તેમના દૈનિક કામો કરવામાં અશરફ શાહ બાવાને મદદ કરતા હતા. તે સમયે, ટંકારીઆ હાલમાં છે એવા રસ્તા ન હતા. લોકોને પગપાળા અથવા ઘોડા દ્વારા ભરૂચ અથવા વરેડિયા મુસાફરી કરવી પડતી હતી. અશરફ શાહ બાબા સાથે રહેતી વ્યક્તિ મહેમાનોને નજીકના ટ્રાન્સપોર્ટેશન પોઇન્ટ પરથી લઈ આવતા અને પરત મૂકી આવતા. અશરફ શાહ બાબા હંમેશા તેમને પૂછતા “શું તમે મારા મહેમાનો પાસેથી કંઈ માંગ્યું છે? તેઓ હંમેશા “ના” જવાબ આપતા.

એક દિવસ અશરફ શાહ બાબાએ તેમને ભરૂચ જવાનું કહ્યું. ભરૂચ જતાં રસ્તામાં તેમના મનમાં એક અંધ વ્યક્તિની જેમ ચાલવાનો વિચાર આવ્યો તેથી તેઓ આંખો બંધ કરીને થોડીવાર ચાલ્યા. જ્યારે તેઓ ભરૂચથી પાછા આવ્યા ત્યારે અશરફ શાહ બાબાએ તેમને પૂછ્યું “શું તમે તમારી મુસાફરીના કોઈ ચોક્કસ તબક્કે અંધ થઈ ગયા હતા?” તેમણે કહ્યું, “હા”. પછી અશરફ શાહ બાબાએ કહ્યું “તે તમારા નસીબમાં નહોતું”. લોકો કહે છે કે થોડી મિનિટો દરમિયાન તેઓ જ્યારે અંધ વ્યક્તિની જેમ આંખો બંધ કરી ચાલતા હતા ત્યારે એ રસ્તામાં સોનાની ઈંટ પડેલી ચૂકી ગયા હતા.

એક દિવસ અશરફ શાહ બાબાએ તેમને ભરૂચ જવા કહ્યું. ભરૂચ ફરવા દરમિયાન, તેના મનમાં એક વિચાર આવ્યો, એક અંધ વ્યક્તિની જેમ કાર્ય કરવાનો વિચાર. તેથી, તે આંખો બંધ કરીને થોડીવાર ચાલ્યો. તે ભરૂચથી પાછો આવ્યો ત્યારે અશરફ શાહ બાબાએ તેમને પૂછ્યું, “શું તમે તમારી મુસાફરીના કોઈ ચોક્કસ સ્થળે આંધળા થયા હતા?” તેમણે કહ્યું, “હા”. ત્યારે અશરફ શાહ બાબાએ કહ્યું “તે તમારા ભાગ્યમાં નહોતું ”. લોકો કહે છે જે તે થોડી મિનિટો દરમિયાન તેમણે અંધ વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી હતી તે સમય દરમિયાન રસ્તામાં પડેલી સોનાની ઈંટ તેઓ જોઈ શક્યા ન હતા.

બીજી એક ઘટનામાં, લોકોએ કંઈક એવું જોયું જે માની ન શકાય એવું હતું. જામે મસ્જિદ પાસે વુઝુ માટે એક મોટો હોઝ અને એક ઊંડો કૂવો હતો. આ કૂવો હવે સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે ગામડાની પાણીની વ્યવસ્થામાં થયેલા સુધારાને કારણે હવે તેની જરૂરિયાત રહેતી નહોતી. તે દિવસોમાં, આપણી પાસે પાઇપલાઇન નહોતી અને લોકોને પીવા અને અન્ય પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂરીયાત માટે કુવાનો ઉપયોગ થતો હતો. આપણી મસ્જિદમાં ડોલ મારફત કુવામાંથી પાણી ખેંચીને હોઝ ભરવાની જવાબદારી અશરફ શાહ બાવાને સોંપવામાં આવી હતી. ફઝર નમાઝના વુઝુ માટે રોજ રાત્રે તેમણે આ કામ કરવું પડતું. જોકે લોકોએ ખૂબ જ આશ્ચર્યજનક વાત નોંધી હતી, તેમણે કૂવામાંથી ડોલ નીકળવાનો અવાજ ક્યારેય સાંભળ્યો ન હતો (જેમ કે દોરડાથી બાંધેલી ડોલ ધાતુની ગરગડી પર ખેંચાય ત્યારે એક અલગ અવાજ કરે છે). તેમ છતાં તેઓ દરરોજ સવારે પાણીથી ભરેલા હોઝ જોતા હતા. તેથી લોકોએ આ પરિસ્થિતિની  ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવાનું નક્કી કર્યું. એક દિવસ, તેઓ અશરફ શાહ બાવા શું કરે છે તે જોવા દીવાલની પાછળ સંતાઈ ગયા. તેમણે જોયું કે અશરફ શાહ બાવાએ ઇશાની નમાઝ પછી અડધી રાત અટક્યા વગર ઇબાદતમાં પસાર કરી. ત્યાર પછી તેઓ કુવા પાસે ગયા. લોકોએ જે જોયું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું. પાણીનું સ્તર આપોઆપ જ વધ્યું અને અશરફ શાહ બાવાએ ખુબ આસાનીથી થોડા સમયમાં હોઝ ભરી દીધો.

કેવી રીતે? કેમ? અશરફ શાહ બાવાએ પોતાનો મોટાભાગનો સમય અલ્લાહની ઈબાદત માટે સમર્પિત કર્યો હતો. તેઓ પોતાનો સમય બગાડવા માંગતા ન હતા અને લોકો કહે છે કે આ જ કારણ છે કે અલ્લાહે તેમની નોકરીમાં તેમની મદદ કરી. અલ્લાહે પાણીનું સ્તર વધાર્યું જેથી તેને માનવાવાળો તેનો મોટાભાગનો સમય ઇબાદતમાં વિતાવે.

જો આપણે આપણા જીવનનું મૂલ્યાંકન કરીએ, તો આપણને ખ્યાલ આવે છે કે આપણે ઇબાદાત ન કરવા માટેના બહાના બનાવીએ છીએ. આપણે બહાના બનાવીએ છીએ કે આપણે કામ પર જવાનું છે અથવા આપણે ધંધા-રોજગાર, દુકાનોની દેખરેખ રાખવાની છે. આપણા નબી સ​​લ્લાહો અલયહે  વસલ્લમે આપણને જે શીખવ્યું તે આપણે ભૂલી ગયા છીએ. સર્વશક્તિમાન અલ્લાહ આપણને સાચા માર્ગ પર માર્ગદર્શન આપે. આમીન.

લોકો અને જીવન
ટંકારીઆ હંમેશા વિકાસમાં અગ્રેસર રહ્યું છે, પછી ભલે તે ઉચ્ચ શિક્ષણ હોય, રમતગમત, કળા અથવા સાહિત્ય હોય. ટંકારીઆએ ભરૂચ જિલ્લાના અન્ય ગામો કરતાં વધુ શિક્ષકો, ઇજનેરો, રમતવીરો, ડોકટરો, ફાર્માસિસ્ટ અને લેખકો આપ્યા છે. ડૉ. અલીભાઇ પટેલ ટંકારવી વ્હોરા સમાજના પ્રથમ ડોક્ટર હતા. વ્હોરા સમાજમાં રાષ્ટ્ર કક્ષાની રમતમાં ભાગ લેનાર પ્રથમ એક ટંકારવી હતા. આઝાદી પહેલા ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જતા જૂજ વ્હોરા પટેલોમાં એક ટંકારવી હતા. ભરૂચ જિલ્લાના ગામોમાં ટંકારીઆમાં પ્રથમ હાઈસ્કૂલ શરૂ કરાઈ હતી. આ સન્માન ટંકારીઆ ફાળે જાય છે કારણ કે આપણા પૂર્વજોએ ખરેખર સખત મહેનત કરી હતી. તેમની પાસે દ્રષ્ટિ, ઉત્સાહ, પોતાની જાત પર પ્રબળ આત્મવિશ્વાસ અને સૌથી ઉપર, પ્રેમ… તેમની ભૂમિ પ્રત્યેનો પ્રેમ હતો. તો ચાલો, આ લોકો, તેમના જીવન, તેમની મહેનત અને ટંકારીઆ પ્રત્યેના તેમના પ્રેમ વિશે વાત કરીએ.

આઝાદી પહેલાં (૧૯૪૭ પહેલાં), ટંકારીઆ શાળામાં શિક્ષણ મુખ્યત્વે ઉર્દૂમાં હતું. ગુજરાતી એક વૈકલ્પિક વિષય હતો. ઇસપ બાપુજીની ઇમારતનો ઉપયોગ બોર્ડિંગ માટે કરવામાં આવતો હતો. ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ ઉર્દૂ શિક્ષણ માટે ટંકારીઆ આવતા હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બોર્ડ તેમને વિના મૂલ્યે બોર્ડિંગ અને ભોજન પ્રદાન કરતું હતું. આઝાદી પછી, ગુજરાત સરકારે ગુજરાતીને ફરજિયાત વિષય બનાવ્યો અને ઉર્દૂ વૈકલ્પિક વિષય બની ગયો તેથી હવે બોર્ડિંગની ઈમારતની જરૂર નહોતી. પાછળથી તેનો ઉપયોગ ઇસપ બાપુજીના બાળકો દ્વારા ઘર તરીકે કરવામાં આવ્યો.

ઇસપ બાપુજી લાંબા સમયથી ટંકારીઆના સરપંચ (ચૂંટાયેલા નેતા) હતા. તે ખૂબ જ દયાળુ અને લોકપ્રિય વ્યક્તિ હતા. તેમનો પૌત્ર સઇદ બાપુજી છે, જેઓ ટંકારીઆ હાઇસ્કૂલના શિક્ષક છે અને સ્થાનિક નેતા છે.

લગભગ ૧૮૫૭માં કબીર પરિવારના બે ભાઈઓ ટંકારીઆ આવ્યા. તેઓ સ્વતંત્રતા સેનાની હતા. તે સમયે બ્રિટિશ સામ્રાજ્ય સામેની પ્રવૃત્તિમાં સામેલ કોઈપણ વ્યક્તિને આશ્રય આપવું ગેરકાનૂની હતું. આમ હોવા છતાં, મુસા ઈબ્રાહીમ ખોડાએ તેમને આશ્રય આપ્યો. બંને ભાઈઓએ ટંકારીઆના દરેક પરિવારને આઝાદીની લડત માટે એક બાળક આપવા જણાવ્યું હતું. તેમનું પ્રખ્યાત સૂત્ર હતું “બેટા કી જાન ખિલાફત મેં દેડો” (રાજકીય વિરોધી અભિયાનમાં તમારા પુત્રની જીંદગી આપો).

આઝાદી પહેલાનું જીવન કઠિન હતું, પરંતુ ફુગાવો સૌથી નીચો હતો. શિક્ષકનું માસિક વેતન ૧૫ રૂપિયા હતું.

૦૧ રૂપિયા  = ૧૬ આના.
૫૦૦ ગ્રામ માંસ = ૦૪ આના.
કરિયાણા = ૦૧ રૂપિયો  
૩ માળના મકાનનું ભાડું = દર મહિને રૂ. ૦૫
ટંકારીઆથી વરેડિયા ઘોડાગાડીની સવારી = ૦૪ આના.

તમે કલ્પના કરી શકો છો કે રોજિંદા જીવનની વસ્તુઓ કેટલી સસ્તી હતી. પરિવહન પણ ખૂબ સસ્તું હતું. આપણી પાસે બસો ન હતી અને નજીકનું રેલ્વે સ્ટેશન વરેડિયા હતું (બ્રિટિશ સરકારનો આભાર) . ટંકારીઆથી વરેડિયા મુસાફરોને જવા-આવવા માટે ઘોડાગાડીઓ હતી. દેવરામ મોટા ઘોડાગાડી એસોસિએશનના પ્રમુખ હતા. એક સમયે છથી સાત મુસાફરો મુસાફરી કરી શકતા હતા. ભાડું પ્રતિ વ્યક્તિ ૦૪ આના હતું. ઘોડા ગાડીના માલિકને એક ફે​રા​ના રૂ. ૧.૭ મળતા હતા. છેલ્લી ટ્રેન રાત્રે આઠ વાગ્યે હોવાથી અને તે સમયે બધા મુસાફરો આવતા હોવાથી ઘોડા ગાડીના માલિક તે સમયે વરેડિયા ઘોડાગાડી લઈ જતા.

શું આપણે હજી પણ તે પરંપરાને અનુસરતા નથી? છેલ્લી ટ્રેન હજી પણ તે જ સમયે આવે છે… ફક્ત નામ બદલ્યું છે. હવે તેને વડોદરાથી પાલેજ સુધીની ભક્તાની એક્સપ્રેસ કહેવામાં આવે છે. હાલમાં બસ અને રીક્ષાએ ઘોડાગાડી નું સ્થાન લીધું છે અને પાલેજથી ટંકારીઆ જવા-આવવાનું ભાડું ૦૭ થી ૧૦ રૂપિયા છે.
આપણે લોકો અને તેમના જીવન વિશે વાત કરી રહ્યા છીએ, ચાલો આપણે કેટલાક ટંકારવીઓ વિશે વિગતવાર વધુ વાત કરીએ.

જનાબમુહમ્મદ વલ્લી પાવડીયા: તે સમયે તે જૂનાગઢના નવાબના અંગત મદદનીશ હતા. તેમની એવી પ્રતિષ્ઠા હતી કે લોકો તેની ઇચ્છા કરે. તેમની પાસે મોટર કાર હતી અને જ્યારે પણ તેઓ ટંકારીઆની મુલાકાત લેતા ત્યારે લોકો “હટી જાજો, પાવડીયાની કાર આવી” એમ બોલતા હતા. તમે તેમના પુત્ર “જનાબ” ઇબ્રાહિમ મુહમ્મદ વલ્લી પાવડીયા વિશે બેકાર સાહેબની પટેલ ડિરેક્ટરીમાં વધુ વિગતવાર વાંચી શકો છો. તેમણે નેશનલ કેડેટ કોપ્સમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આદમ ઇસ્માઇલ “મુસ્તુફાબાદી”: તે ટંકારવીઓમાં ખૂબ પ્રખ્યાત નામ હતું. તેમનો કપડાંનો ધંધો હતો. આફ્રિકાથી આવ્યા પછી, તેમણે ટંકારીઆમાં કપડાંનો ધંધો શરૂ કર્યો હતો. ટંકારીઆમાં કોઈપણ જાહેર પ્રસંગે, તેમનું ભાષણ સાંભળવા મળતું.

ડૉ. અલીભાઇ પટેલ: તમે બેકાર સાહેબની પટેલ ડિરેક્ટરીમાં તેમના જીવન વિશે વાંચી શકો છો. તે વ્હોરા સમુદાય ના પ્રથમ પ્રમાણિત ડોક્ટર હતા. તેમનું ક્લિનિક અંકલેશ્વરમાં હતું. તે મુસ્લિમ લીગના પ્રમુખ પણ હતા.

ટંકારીઆના લોકો આજે પણ તેમના પુત્રના લગ્ન સમારોહને યાદ કરે છે. જ્યારે તેના પુત્રના લગ્ન થયા, ત્યારે તેમણે આખા ગામને આમંત્રણ આપ્યું હતું અને આતશબાજી માટે એક ધંધાદારી ટીમ બોલાવી હતી. ટંકારીઆની દરેક ગલીમાં ફટાકડા ફોડ્યા હતા. આ ઉપરાંત, તેમણે ગામલોકોના મનોરંજન માટે ‘ગાયકવાડ બેન્ડ’ (તે દિવસોમાં ખૂબ પ્રખ્યાત મ્યુઝિકલ ગ્રુપ) બોલાવી હતી. બેન્ડ સાથે ફૂલકું આખી રાત ચાલ્યું હતું. (ફૂલકું: એક એવો પરંપરાગત રીવાજ જેમાં જે દિવસે લગ્ન થવાના હોય એની પહેલાની રાત્રે દુલ્હાને ઘોડા પર બેસાડી મ્યુઝિકલ બેન્ડ સાથે પરંપરાગત સંગીત વગાડતા વગાડતા ગામના લોકો મુખ્ય રસ્તાઓ પર ફરતા. તે સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી શરૂ થતું.) ડૉ. અલીભાઈ પટેલ ભારતે બ્રિટિશ શાસકો પાસેથી આઝાદી ​મળ્યા પછી, તેમના પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. 

ખાટકી મુનશી: તેઓ ટંકારીઆ પ્રાથમિક શાળાના આચાર્ય હતા. તે ખૂબ જ હોંશિયાર હતા. કોઈ પણ વ્યક્તિના હસ્તાક્ષર જો તેમણે એકવાર જોયા હોય તો તે તેમને યાદ રહી જતા અને બીજી વાર જયારે પણ તેઓ એ હસ્તાક્ષર જોતા તો તે કોના હસ્તાક્ષર છે એ તેઓ કહી દેતા. તેમના પુત્રી ડોક્ટર હતા જેઓ થોડા સમય માટે અમદાવાદમાં રહ્યા હતા. નવી જાણકારી અનુસાર, તેઓનો પરિવાર હવે અમેરિકાના શિકાગોમાં રહે છે. તેઓની પૌત્રીના લગ્ન ગની શેઠ ખાંધિયાના પુત્ર ફૈયાઝ ખાંધિયા સાથે થયાં છે.

મુસા મુકરદમ પટેલ: મુસા મુકરદમ પટેલ વિશે ખૂબ જ રસપ્રદ વાર્તા છે. આપણા વાર્તાકાર શ્રી અહેમદ મુનશીના જણાવ્યા મુજબ મુસા મુકરદમ પટેલ હંમેશા તેમની સાથે એક નોંધપોથી રાખતા હતા. દરરોજ જોહરની નમાઝ પછી તે ગામમાં નવા જન્મેલા બાળકો વિશે દરિયા વહુ (મિડવાઇફ) ને પૂછી જે તે બાળકની જન્મ તારીખ સાથે તેમના કુટુંબનું નામ લખતા. ચોથા દિવસે, તે દરિયા વહુને જે તે બાળકને શું નામ આપવામાં આવ્યું તેની જાણકારી મેળવી તેમની નોંધપોથીમાં તેની નોંધ કરતા. શ્રી અહેમદ મુનશીએ કહ્યું કે તેમણે મુસા મુકરદમ પટેલની નોંધપોથીમાં તેમની જન્મ તારીખ જોઈ છે. મુસા મુકરદમ પટેલને બે પુત્રો હતા. અહેમદ પટેલ અને અલી પટેલ
શું રસપ્રદ લોકો હતા! … સમાજની આટલી બધી સંભાળ રાખવાની એમની એ પ્રકૃતિને સલામ.

ભાગ ૩: સંસ્થાઓ / મસ્જિદ / મદરસા / દરગાહ
ગ્રામ પંચાયત ટંકારીઆ
સંપાદન: નાસીર લોટીયા

ગ્રામ પંચાયત: ગ્રામ પંચાયત એ ગ્રામ્ય કક્ષાની વહીવટી સંસ્થા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી દ્વારા સરપંચ, તથા સભ્યોને પાંચ વર્ષ માટે ચુંટી કાઢવામાં આવે છે. ત્યારબાદ સરપંચ અને સભ્યો ભેગા મળીને ઉપસરપંચ ચુંટી કાઢે છે. જો કોઈ ગામમાં ગામ લોકોની સંમતીથી ચુંટણી વિના સરપંચની પસંદગી/નિમણુંક થાય તો સરકાર એવી ગ્રામ પંચાયતને કેટલીક રકમ અનુદાન પેટે આપે છે. ગ્રામ્ય કક્ષાનો વહીવટ અને વિકાસને લગતા કાર્યો ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, અને સભ્યો બધા ભેગા મળીને સંભાળે છે. સરપંચ એ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતમાં એક અથવા એકથી વધુ સરકારી કર્મચારીની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવે છે જે તલાટી-કમ-મંત્રી તરીકે ઓળખાય છે. તલાટી-કમ-મંત્રીનું કામ દાખલા આપવા, ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો વગેરે હોય છે.

સરપંચ: સરપંચ એ ભારતની ગ્રામ પંચાયત તરીકે ઓળખાતી ગામ-સ્તરની સંસ્થાના ચૂંટાયેલા વડા અથવા  કેટલાક કિસ્સાઓમાં ચુંટણી વિના ગામ લોકોની સંમતિથી પસંદ કરાયેલા વડા હોય છે. દર પાંચ વર્ષ પૂરા થયા પછી નવા સરપંચ અને સભ્યોની ચુંટણી/પસંદગી યોજાય છે. અન્ય ચૂંટાયેલા સભ્યો (પંચ) સાથે સરપંચ, ગ્રામ પંચાયતની રચના કરે છે. સરપંચ સરકારી અધિકારીઓ અને ગ્રામ્ય સમુદાય વચ્ચેના સંપર્કનું કેન્દ્રબિંદુ છે. ગ્રામ પંચાયત એ ભારતના ગ્રામ શાસનના સૌથી પ્રાચીન સ્વરૂપોમાંનું એક છે. અગાઉ જયારે દરેક ગ્રામ પંચાયતમાં માત્ર પાંચ સભ્યો હતા ત્યારે સર એટલે કે વડા અને પંચ એટલે પાંચ એ મુજબ ગ્રામ પંચાયતના પાંચ નિર્ણય લેનારાઓના વડા સરપંચ તરીકે ઓળખાતા હતા. હવે પંચાયતના સભ્યોની સંખ્યા ગામની વસ્તી પર આધારિત હોય છે જે પાંચ કરતાં વધુ હોવા છતાં આજે પણ પંચાયતના મુખિયાને બહુ પ્રચલિત નામ ‘સરપંચ’ તરીકે જ ઓળખવામાં આવે છે.

ટંકારીઆ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમનો સમયગાળો.  

૦૧/૦૪/૧૯૪૧ થી ૨૦/૦૧/૧૯૪૯. ઇસપ બાપુજી ખાલુ  

૨૨/૦૧/૧૯૪૯ થી ૦૪/૦૩/૧૯૪૯. ઇસપ મહમદ સાપા

૦૫/૦૩/૧૯૪૯ થી ૦૮/૦૭/૧૯૫. ઇસ્માઇલ અલી ચેરમેન

૦૯/૦૭/૧૯૫૨ થી ૧૨/૦૯/૧૯૫૬. મહંમદ મૂસા માસ્તર

૧૩/૦૯/૧૯૫૬ થી ૧૨/૧૦/૧૯૫૬. ઇસપ મહમદ સાપા

૧૩/૧૦/૧૯૫૬ થી ૩૧/૧૨/૧૯૫૬. મહંમદ મૂસા માસ્તર

૦૧/૦૧/૧૯૫૭ થી ૧૬/૦૬/૧૯૫૭. ઇસપ મહમદ સાપા

૧૭/૦૬/૧૯૫૭ થી ૧૬/૦૮/૧૯૫૭. ઇસ્માઇલ વલી અભલી

૧૭/૦૮/૧૯૫૭ થી ૦૬/૦૮/૧૯૫૮. ઇસપ મહમદ સાપા

૦૭/૦૮/૧૯૫૮ થી ૧૫/૧૦/૧૯૬૦. ઇસ્માઇલ વલી અભલી

૧૬/૧૦/૧૯૬૦ થી ૦૭/૦૧/૧૯૬૧. યાકૂબભાઈ વહીવટદાર તરીકે

૦૮/૦૧/૧૯૬૧ થી ૦૧/૦૮/૧૯૬૧. ઇસ્માઇલ વલી અભલી

૦૨/૦૮/૧૯૬૧ થી ૩૧/૧૦/૧૯૬૫. ગુલામ અહેમદ પટેલ

૦૧/૧૧/૧૯૬૫ થી ૦૮/૧૦/૧૯૭૦. અહેમદ સુલેમાન પટેલ

૦૯/૧૦/૧૯૭૦ થી ૩૦/૦૬/૧૯૭૧. મહંમદ ઇબ્રાહિમ ઘોઘા

૦૧/૦૭/૧૯૭૧ થી ૧૫/૦૭/૧૯૭૭. સુલેમાન હાજી ભુતા

૧૬/૦૭/૧૯૭૭ થી ૧૬/૦૭/૧૯૮૪. મુસા ઇસપ ડેલાવાલા

૧૭/૦૭/૧૯૮૪ થી ૧૧/૧૦/૧૯૮૭. અહમદ ઇસ્માઇલ મધી

૨૨/૧૦/૧૯૮૭ થી ૨૬/૧૧/૧૯૮૭. મુસા ઇસપ ડેલાવાલા

૨૭/૧૧/૧૯૮૭ થી ૨૫/૦૭/૧૯૮૮. રૂસ્તમ વલી લાલન

૨૬/૦૭/૧૯૮૮ થી ૧૫/૧૦/૧૯૮૮. ઇસ્માઇલ યુસુફ સાપા

૧૬/૧૦/૧૯૮૮ થી ૦૩/૦૪/૧૯૮૯. રૂસ્તમ વલી લાલન

૦૪/૦૪/૧૯૮૯ થી ૦૧/૦૮/૧૯૮૯. ઇસ્માઇલ યુસુફ સાપા

૦૨/૦૮/૧૯૮૯ થી ૨૪/૧૧/૧૯૯૧. રૂસ્તમ વલી લાલન

૨૫/૧૧/૧૯૯૧ થી ૨૨/૦૩/૧૯૯૨. દાઉદ બાજીભાઇ ભૂતા

૨૩/૦૩/૧૯૯૨ થી ૩૦/૧૧/૧૯૯૨. રૂસ્તમ વલી લાલન

૦૧/૧૨/૧૯૯૨ થી ૩૦/૧૧/૧૯૯૭. દાઉદ બાજીભાઇ ભુતા

૦૧/૧૨/૧૯૯૭ થી ૧૪/૦૧/૧૯૯૮. જી.આર. ચાવડા વહીવટદાર તરીકે

૧૫/૦૧/૧૯૯૮ થી ૨૦/૧૦/૨૦૦૦. મેહબુબ વલી લાર્યા

૨૧/૧૦/૨૦૦૦ થી ૧૪/૦૧/૨૦૦૧. ગુલામ અહેમદ સુલેમાન પટેલ

૧૫/૦૧/૨૦૦૧ થી ૧૪/૦૧/૨૦૦૩. મેહબુબ વલી લાર્યા

૧૫/૦૧/૨૦૦૩ થી ૧૯/૦૩/૨૦૦૩. એમ.એસ. વણકર વહીવટદાર તરીકે

૨૦/૦૩/૨૦૦૩ થી ૨૬/૦૫/૨૦૦૪. અહમદ એમ. ખોડા

૨૭/૦૫/૨૦૦૪ થી ૧૭/૦૬/૨૦૦૪. સીરાજ અહેમદ ઘોડીવાલા

૧૮/૦૬/૨૦૦૪ થી ૨૧/૦૫/૨૦૦૫. અહમદ એમ. ખોડા

૨૨/૦૫/૨૦૦૫ થી ૨૫/૦૮/૨૦૦૫. સીરાજ અહેમદ ઘોડીવાલા

૨૬/૦૮/૨૦૦૫ થી ૦૪/૦૭/૨૦૦૬. અહમદ એમ. ખોડા

૦૫/૦૭/૨૦૦૬ થી ૩૦/૧૦/૨૦૦૬. અબ્દુલસમદ ઇબ્રાહિમ પટેલ

૩૧/૧૦/૨૦૦૭ થી ૧૬/૦૬/૨૦૦૭. અહમદ એમ. ખોડા

૧૭/૦૬/૨૦૦૭ થી ૧૧/૧૦/૨૦૦૭. અબ્દુલસમદ ઇબ્રાહિમ પટેલ

૧૨/૧૦/૨૦૦૭ થી ૦૭/૧૨/૨૦૦૭. અહમદ એમ. ખોડા

૦૮/૧૨/૨૦૦૭ થી ૧૮/૦૩/૨૦૦૮. અબ્દુલસમદ ઇબ્રાહિમ પટેલ

૧૭/૦૪/૨૦૦૮ થી ૨૯/૦૯/૨૦૦૯. આરીફ ગુલામ મોહમ્મદ પટેલ

૧૭/૦૧/૨૦૧૦ થી ૨૪/૦૮/૨૦૧૨. આરીફ ગુલામ મોહમ્મદ પટેલ

૦૮/૧૨/૨૦૧૨ થી ૧૭/૦૩/૨૦૧૩. આરીફ ગુલામ મોહમ્મદ પટેલ

૨૫/૦૮/૨૦૧૨ થી ૦૭/૧૨/૨૦૧૨. અલ્તાફ યુસુફ રોબર (ભીમા)

૩૦/૦૯/૨૦૦૯ થી ૧૬/૦૧/૨૦૧૦. ગુલામ મુસા ભુતા (બાબુ માસ્તર)

૧૮/૦૩/૨૦૧૩ થી ૧૫/૦૯/૨૦૧૪. ઇકબાલ અલ્લી કબીર
૧૬/૦૯/૨૦૧૪ થી ૧૪/૧૦/૨૦૧૪. અલ્તાફ ઉમરજી ગાંડા

૧૫/૧૦/૨૦૧૪ થી                       ઇકબાલ અલ્લી કબીર

શ્રેષ્ઠ ગ્રામ પંચાયત (ગ્રામ પંચાયત) સ્પર્ધા:

ભરૂચ તાલુકામાં ટંકારિયા પંચાયતને બીજી ક્રમ માટે એવોર્ડ મળ્યો હતો. તારીખ: 16/11/2011.

બીજા ક્રમ માટે એવોર્ડ

ટંકારિયા પંચાયતને 16/11/2011 ના રોજ “ક્લીન વિલેજ, હેલ્ધી વિલેજ એવોર્ડ” અને રૂપિયા 200000 / રોકડ મળી.

ક્લીન વિલેજ, હેલ્ધી વિલેજ એવોર્ડ.

ધી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. (૧૯૬૭)
ટંકારીઆ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સર્કલ યુ.કે.ની રચના ૧૯૬૭માં કરવામાં આવી હતી. તેનું પ્રથમ બંધારણ ૧૦૯૬૭માં અપનાવવામાં આવ્યું હતું જે હાથથી લખાયેલ હતું. ૨૫ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ નવું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. નવું બંધારણ અમલમાં આવ્યા પછી આ સંસ્થાને નવું નામ આપી તેની નોધણી ચેરિટી કમિશન યુ.કે.માં ‘ધ ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે.’ તરીકે ૨૯ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ કરવામાં આવી હતી.

રજિસ્ટર્ડ ચેરિટી નંબર: ૨૯૦૯૭૯
ઇતિહાસ
ટંકારીઆ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સર્કલ યુ.કે.ની રચના ૧૯૬૭માં થઇ ત્યારે તેનું પ્રથમ બંધારણ પ્રેસ્ટનના અબ્દુલ્લાહ કમાલ પટેલ (કમાલ માસ્તર) દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રમુખ તરીકે યાકૂબ બાજીભાઈ ભુતાવાલા, સેક્રેટરી તરીકે યાકૂબ મેન્ક અને અન્ય વરિષ્ઠ ટંકારવીઓએ સાથે મળીને ૨૫ વર્ષથી વધુ સમય સુધી તેનું કાર્ય ચાલુ રાખ્યું હતું. તેઓ સભ્યપદ ફી, દાન, વિશેષ ભંડોળ એકત્રિત કરતા હતા, હિસાબો અને અહેવાલો તૈયાર કરતા હતા અને વાર્ષિક સભાઓ યોજતા હતા. તે પછી મર્હુમ મુસાભાઈ કીડી, મર્હુમ ઈબ્રાહીમભાઈ કબીર, ઈકબાલભાઈ ગજ્જર, અને અન્યોને આ સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. દાઉદ સાહેબ કાપડિયા, રૂસ્તમ ગાંડા, યાકૂબ મુસા ખોડા, ઈબ્રાહીમ માસ્તર કબીર, ઈબ્રાહીમ બચ્ચા, રહેમતુલ્લાહ ભાલોડા, અબ્દુલમજીદ દાઢીમુંડા, ગુલામ માસ્તર લલ્લા, બાબુ દેગ માસ્તર, ઈકબાલભાઈ કાયમ, અને બીજા કેટલાક ટંકારવીઓ સક્રિય સભ્યો/સમર્થકો હતા. પાછળથી, સોસાયટીનું મુખ્ય મથક ડ્યુઝબરીમાં ખસેડવામાં આવ્યું, જેમાં યાકૂબ પટેલ ભુતા તેના પ્રમુખ તરીકે અને ઈકબાલભાઈ ધોરીવાલા અન્ય સભ્યો સાથે સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા હતા. થોડા વર્ષો પછી લંડન ખાતે, પછી લેસ્ટર ખાતે, અને પછી ફરીથી મર્હુમ મુસાભાઈ કીડી, મર્હુમ ઈબ્રાહીમભાઈ કબીર અને ઈકબાલભાઈ ગજ્જરને સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ટંકારીઆ ગામના સરપંચ મર્હુમ અહેમદભાઈ ખોડા યુ.કે.ની મુલાકાતે ગયા હતા ત્યારે ફરીથી સોસાયટીનું મુખ્ય મથક ડ્યુઝબરીમાં ખસેડવામાં આવ્યું હતું. તે સમયે નવી કમિટીમાં ટ્રસ્ટી તરીકે બસીર હલાલત અને અફરોઝ ખાંધિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

શફીક પટેલ, હબીબ ભુતા, ફારુક ઉમરજી ઉઘરાદાર (હોટ પ્રિન્ટ), સલીમ વરૂ, યાકૂબ વરૂ, અબ્દુલ છેલીયા, બશીર હલાલત, અફરોઝ ખાંધિયા, ઐય્યુબ મહંમદ ભુતા (ઉઘરાદર), અલ્તાફ દશુ, અઝમત ખાંધિયા, હારૂન ભુતા, ઇલિયાસ ગોદર, મેહબુબ સુતરીયા, અફઝલ સુતરીયા, મુસ્તાક હાજી રાંધવાવાલા, ઇલિયાસ નગિયા, અમીન ચામદ, નાસીર ખાંધિયા, સઈદ ગાંડા, બાબુ ઈસ્માઈલ ઘોડીવાલા, હમઝા ઐયુબ ઉઘરાદાર, અને અન્યો પણ છેલ્લા ઘણા સમયથી સોસાયટીના કાર્યમાં સક્રિયપણે જોડાયેલા છે.

આટલા વર્ષો દરમિયાન યુ.કે. અને વિદેશના સભ્યોના દાનની મદદથી ગ્રામ કલ્યાણના અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે. મોટા પાદર ખરી ગ્રાઉન્ડ નજીક હાઈસ્કૂલ બિલ્ડીંગનું પહેલીવારનું બાંધકામ (જુનું બિલ્ડીંગ), નવી લાયબ્રેરીનો હોલ, કુમારશાળાનું સમારકામ, ગામના પાદરમાં એપ્રોચ રોડ વિગેરે કામોમાં ધ ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. ના દાનનો મોટો ફાળો રહ્યો છે. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ટંકારીઆ કોવિડ કેર સેન્ટરને પણ ઘણી મદદ કરી હતી.

ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે.ની કામગીરીની પદ્ધતિ:
સંસ્થાઓને અનુદાન આપે છે.
અન્ય નાણાં પૂરા પાડે છે.
વ્યક્તિઓને અનુદાન આપે છે.

ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. કઈ સેવાઓ પ્રદાન કરે છે:
આરોગ્યની પ્રગતિ અથવા જીવન બચાવવા.
આર્થિક / સમુદાયનો વિકાસ / રોજગાર.
ગરીબી નિવારણ અથવા રાહત.
સામાન્ય સખાવતી હેતુઓ.
શિક્ષણ / તાલીમ.
અપંગોને સહાય.

ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે. કોને સેવાઓ પૂરી પાડે છે:
વૃદ્ધ લોકો.
અપંગ લોકો.
બાળકો / યુવાનો.
સામાન્ય લોકો / માનવજાત.

ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે.નું કાર્યક્ષેત્ર :
ભારત

ટંકારીઆ વેલ્ફેર સોસાયટી યુ.કે.ના સેવાભાવી ઉદ્દેશો:
ગરીબી અને માંદગીને દૂર કરવા અને આરોગ્યની જાળવણી અને સુરક્ષા માટે અને ટંકારીઆ, તાલુકા ભરૂચ, જિલ્લા ભરૂચ, ભારતના રહેવાસીઓમાં શિક્ષણને આગળ વધારવા.

(યુ. કે. માં સ્થાયી થયેલા આ સંસ્થાના સ્થાપકોના દિલ અને દિમાગ પોતાના વતન ટંકારીઆમાં હતા. તેઓએ ૫૦ વર્ષથી વધુ સમય પહેલાં જાગૃત અવસ્થામાં જોયેલ સ્વપ્નનું નામ જ્યારે ‘ટંકારીઆ વેલ્ફેર સોસાયટી’ રાખ્યું હશે ત્યારે એ સ્વપ્નમાં એમણે ઘણું બધું જોયું હશે.)

મદની શિફાખાના (મદની હોસ્પિટલ): (૨૦૨૦)
સંપાદન: નાસીરહુસેન અહમદ લોટીયા
મદની શિફાખાના (મદની હોસ્પિટલ)નું સંચાલન શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ (ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર E/3636) દ્વારા કરવામાં આવે છે. મદની શિફાખાનાનો મુખ્ય ઉદ્દેશ લોકોની સેવાનો કરવાનો એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને દર્દીઓ પાસેથી સામાન્ચ ચેકઅપ અને એક દિવસની દવાઓ માટે માત્ર રૂપીયા ૨૦ જેવી નજીવી ફી લેવામાં છે.

કોરોના વાયરસ રોગ (કોવિદ-૧૯)ના ખૂબ મુશ્કેલ સમયમાં, ઘણી નવી મેડીકલ સુવિધાઓ/હોસ્પિટલોની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. મદની શિફાખાનાની શરૂઆત ૦૪/૧૧/૨૦૨૦ ના રોજ કરવામાં આવી હતી. કોરોના વાયરસ રોગચાળાના સમયે ૫૦ ઓક્સિજનના બોટલની તાત્કાલિક વ્યવસ્થા કરી ગામના દર્દીઓને વિના મૂલ્યે પહોંચાડવામાં આવ્યા હતા. મદની શિફાખાનામાં ટંકારીઆ ગામ અને આજુબાજુના ગામોના વિવિધ રોગોના દર્દીઓ કોઈ પણ જાતના ભેદભાવ વિના ડોકટરોની સતત સેવાઓ મેળવી રહ્યા છે. હાલમાં મદની હોસ્પીટલ પાસે ભાડાના ૧૦ રૂમ છે જેનું માસિક ભાડું ૧૫૦૦૦ રૂપિયા ચુકવવામાં આવે છે.

હાલમાં, ૦૧ રૂમનો ઉપયોગ ‘વિશેષ સારવાર વિભાગ’ તરીકે થાય છે જેમાં વિશેષ સારવારની જરૂર હોય એવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં ૩૩૦ દર્દીઓએ વિશેષ સારવાર વિભાગની સેવાઓનો લાભ લીધો છે. મે ૨૦૨૨ સુધીમાં આશરે ૨૮૦૦૦ દર્દીઓએ મદની શિફાખાના (મદની હોસ્પિટલ)ની સેવાઓનો લાભ લીધો છે. મદની શિફાખાનામાં નવીનતમ એમ્બ્યુલન્સ સેવા ૨૪ કલાક માટે બિલકુલ રાહતદરે ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ સબવાહીની તરીકે દફનવિધિ માટે પણ કરવામાં આવે છે. દફનવિધિના કામ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. હોસ્પિટલમાં એક્સ-રે સુવિધાઓ, સુસજ્જ અદ્યતન લેબોરેટરી, ઇસીજી ટેસ્ટની સુવિધા બિલકુલ ઓછા દરે ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મદની શિફાખાના હોસ્પીટલે ટૂંકા સમયગાળામાં ખૂબ સારી એવી સફળતા મેળવી છે.

શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆની કમિતિએ ૦૪  યુવાન સભ્યોને મદની હોસ્પિટલની સંભાળ રાખવા માટેની જવાબદારી આપેલ છે. મદની શિફાખાના સંબંધિત કોઈપણ સહાય માટે નીચે જણાવેલ સભ્યોનો સંપર્ક કરો.
(૧) મુસ્તાકભાઇ વાલી બાબરીયા. મોબાઈલ: +૯૧૭૩૫૯૭૮૭૯૮૦
(૨) અમીન અબ્દુલ મજીદ કડા. મોબાઈલ: +૯૧૮૧૪૧૭૨૬૬૨૮
(૩) અઝીઝ ઈસા ભા. મોબાઈલ: +૯૧૯૯૦૪૭૪૪૧૬૦
(૪) ઇલ્યાસ યુનુસ ઝંગારીયા. મોબાઈલ: +૯૧૯૯૨૪૦૬૫૭૨૧ (કોઈપણ ઇમરજન્સી સારવારની આવશ્યકતા માટે આ નંબર પર ફોન કરો)

મુસ્તફાબાદ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ ટંકારીઆ (M.I.T.I.) (૧૯૮૬)
સંપાદન: નાસીર લોટીયા

મુસ્તફાબાદ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ટંકારીઆ (M.I.T.I)ની સ્થાપના વર્ષ ૧૯૮૬માં કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા વિસ્તારની એ પ્રથમ આઈ.ટી.આઈ હતી. ૧૯૮૬માં ભરૂચ શહેરમાં પણ કોઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ન હતી. આઈ.ટી.આઈ. ટંકારીઆ છેલ્લા ૩૬ વર્ષોથી ભરૂચ જિલ્લા અને તેની આસપાસના જિલ્લાના લોકોને સેવાઓ પૂરી પાડી રહી છે.

મુસ્તફાબાદ આઈ.ટી.આઈ. ટંકારીઆ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) નવી દિલ્હી, શ્રમ અને કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર સાથે જોડાયેલ છે. મુસ્તફાબાદ આઈ.ટી.આઈ ટંકારીઆ સરકારના ‘ગ્રાન્ટ ઇન એઇડ કોડ‘ હેઠળ ચાલે છે. વર્ષ ૨૦૦૫-૨૦૦૭માં સંસ્થાએ ‘નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન’- ઝનોર (NTPC- ઝનોર)ના કર્મચારીઓને ફિટર ટ્રેડમાં તાલીમ આપી હતી. આઈ.ટી.આઈ નો બે વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી અંતિમ પરીક્ષા (ઓલ ઈન્ડિયા ટ્રેડ ટેસ્ટ) નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા દર વર્ષે ભારતના તમામ રાજ્યોમાં એક જ સમયે લેવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરનારને N.C.V.T દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે. પરીક્ષામાં સફળ થયેલા આ સંસ્થાના પ્રશિક્ષિત ટેકનિશિયનો સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ નોકરી કરી રહ્યા છે. કેટલાક ટેકનિશિયનો વિદેશમાં પણ કામ કરી રહ્યા છે. સંસ્થાના ઘણા પ્રશિક્ષિત ટેકનિશિયનો ગુજરાત વિદ્યુત બોર્ડ જી.ઇ.બી. સાથે કામ કરી રહ્યા છે.

મુસ્તફાબાદ આઈ.ટી.આઈ ટંકારીઆમાં NCVT ની માન્યતા પ્રાપ્ત ટ્રેડ
૧. ફિટર ટ્રેડ- ૦૩ બેચ
૨. વાયરમેન ટ્રેડ- ૦૧ બેચ.
૩. ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ- ૦૧ બેચ
૪. કટિંગ એન્ડ ટેલરિંગ (છોકરીઓ માટે)-૦૧ બેચ

નોંધ: ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અને કટિંગ એન્ડ ટેલરિંગ ટ્રેડમાં બેરોજગારીના ઊંચા દરને કારણે ટ્રેડ બંધ કરેલ છે.

ફિટર અને વાયરમેન ટ્રેડના વિષયો
૧. ટ્રેડ થીઅરી
૨. ટ્રેડ પ્રેક્ટીકલ (વર્કશોપ તાલીમ)
૩. એન્જિન્યરીંગ ડ્રોઇંગ
૪. વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ
૫. સોશ્યલ સ્ટડીઝ

ધાર્મિક સંસ્થાઓ:

દારુલ બનાત, નાના પાદર, ટંકારિયા: +91 9824464606

દારુલ કુરાન: +91 2642 270508

દારુલ ઉલૂમ અશરફૈયાહ મુસ્તાફૈહહ ટંકરિયા, મોતા પાદર, ટંકારિયા: +91 2642 270442

મદ્રેસા-એ-મુસ્તાફૈયાહ ટંકરિયા, મોટા પાદર, ટંકારિયા, ફોન: +91 2642 270442

મદ્રેસા ક્વાવાતુલ ઇસ્લામ, નાના પાદર, ટંકારિયા: +919824131864 (પ્રમુખ)

માર્કઝી મસ્જિદ – યાકૂબ માંક દ્વારા સંકલિત

મોહશીન ઇ આઝમ મિશન: +91 9924427038

નૂરાની મસ્જિદ – માય ટંકારિયા ન્યૂઝ દ્વારા

શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારિયા (શાખા નં .71) +91 7359787980

અન્ય બધી મસ્જિદો

ભાગ 04: ટંકારીઆ ગામના લોકો

ટંકારીઆની પ્રખ્યાત હસ્તીઓ

ડોકટરો: ડ Al.અલીભાઇ ઘોડીવાલા, ડ Sh.શુકલા ગિરજાપ્રસાદ શંકર, ડ Mohammad મોહમ્મદ આઇ. મિયાંજી, ડ Y યુસુફ એમ. ખોડા, ડ Bas બસીર આઈ.માન, ડ Mun મુનાફ મિયાંજી, ડો.સલીમ મિયાંજી, ડ L લુકમાન હિંગલવાલા, ડો.સિરાજ ખંhiીયા, ડો સાજીદ બંગલાવાલા, ડો. મરિયમ મમન, ડ Dr સમીર મિયાંજી, ડ Dr ઇમરાન બચા, ડો સુહેલ મજીદ અંબેરવાલા (દંત ચિકિત્સક), ડ Dr અઝાઝ કિદી, ડ Dr યુસુફ છેલા (ભરૂચ) અને ડ Dr ફિરોઝ Aયુબ મિયાંજી (બાળ ચિકિત્સા-કેનેડા). ઉમેરવા માટે વધુ …… ..

રાજકારણીઓ: ડ Ali.અલી ઘોડીવાલા (સભ્ય, બોમ્બે વિધાનસભા અને ભરૂચ જિલ્લા મુસ્લિમ લીગના પ્રમુખ), ઇસપ બાપુજી (સભ્ય, ભરૂચ જિલ્લા સ્થાનિક બોર્ડ), મોહમ્મદ મુસા માસ્તર (સભ્ય, ભરૂચ જિલ્લા સ્થાનિક બોર્ડ), યાકૂબ પોપટ વકીલ / વકીલ (સભ્ય, ભરૂચ તાલુકા પંચાયત), ગુલામ ઉમરજી ઘોડીવાલા (પ્રમુખ, ભરૂચ તાલુકા પંચાયત), સઈદ બાપુજી (સભ્ય, ભરૂચ જિલ્લા પંચાયત), મકબુલ અભલી (સભ્ય, ભરૂચ જિલ્લા પંચાયત) અને અબ્દુલ્લા ઘોડીવાલા / લલ્લા. (સભ્ય, ભરૂચ તાલુકા પંચાયત)

કવિઓ: આદમ ટંકારવી, અઝીઝ ટંકારવી, દાઉદ ખાંઠીયા, ઇકબાલ ઉગરાદર, કદમ ટંકરવી, મહેક ટંકરવી, મુબારક આદમ ઘોડીવાલા, મુનશી ટંકરવી, નસિહુસેન લોટિયા, સાદિક ઉઘરાદર અને જાકીર ટંકારવી.

https://www.mytankaria.com/people/poets

ટંકારીઆ ૧ 19544 માં (ઇબ્રાહિમ દાદાભાઈ દ્વારા લખાયેલી “પટેલ ડિરેક્ટરી” (ભરૂચ જિલ્લા મુસ્લિમ પટેલનો સમુદાય) માં પ્રકાશિત. “બેકર” – રાંદેર, સુરત 1954 માં.)

ટંકારિયા, ભરૂચ જિલ્લાનું સૌથી મોટું ગામ. એકવાર તે સુતરાઉ વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિશીલ હતો પરંતુ વેપારીઓમાં અણબનાવ (કુસંપ) ને કારણે તે બધા સામાન્ય માનવી બન્યા હતા પરંતુ આજકાલ શેઠ મૂસા ઉમરજી કેપ્ટનવાલા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે ગામમાં એકતા અને શાંતિ છે. આ ગામમાં 4000 જેટલા પટેલો છે તે ભુટાવાલા, ઘોડીવાળા, દેલાવાળા, જેટવાલા, સપવાળા, વગેરે… ..આ ગામના કેટલાક અગ્રણી પરિવારો. 1 લી હાઇ સ્કૂલની સ્થાપના આ ગામલોકો દ્વારા ભરૂચ જિલ્લામાં કરવામાં આવી હતી અને આ શ્રેય શ્રી શેઠ ઉમરજીભાઇ કેપ્ટનવાલા, મુસ્તુફાબાદી તે સમયના જાણીતા લેખક, જનાબ મોહમ્મદ માસ્તર અને ઉત્સાહી યુવાન શ્રી મસ્તાનભાઇ બંગલાવાલાને જાય છે. આ ગામમાં ઘણા બુદ્ધિશાળી અને હોંશિયાર લોકો છે અને સામાજિક કાર્યકરો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. બીજી બાજુ, બેરોજગાર લોકો પણ ત્યાં છે. વર્નાક્યુલર ફાઇનલ 125, તાલીમ પામેલ શિક્ષક 40, તલાટી 3, સર્કલ ઇન્સ્પેક્ટર 1 અને આવકવેરા વિભાગના કલાર્ક 1, સર્વેયર 1, એસ.એસ.સી. પાસ થયેલ 32, એન્જિનિયર્સ 2, અંડર ગ્રેજ્યુએટ 4, બી.એ. પાસ 2, હાફેજીસ 8, સફળ ખેડુતો 15 અને સફળ ઉદ્યોગપતિ 10, નં. ના એન.આર.આઇ. 160 હતો. જનાબ મુસ્તુફાબાદી એક જાણીતા લેખક અને સામાજિક કાર્યકર છે. એકંદરે ગામ શિક્ષણમાં આગળ છે. આ ગામમાં સેન્ટ્રલ સ્કૂલ હતી પરિણામે ત્યાં મોટી સંખ્યામાં નંબર. વર્નાક્યુલર અંતિમ પાસ ઉમેદવારોની.

1. ડ Dr..અલી દાદાભાઇ પટેલ: – વય, 63. મૂળ સ્થાન ટંકારિયા. તેમણે તેમની મેડિકલ પરીક્ષા પાસ કરી હતી અને 1912 માં ડ Dr માં ડિગ્રી મેળવી હતી. તે પછી, તે મુંબઈ સરકારમાં નોકરી માટે જોડાય છે. પટેલ સમુદાયમાં ડ Dr. બનનાર તે પ્રથમ માણસ હતો, 1933 માં તેમને મુંબઈ પ્રાંતમાં તેમની પ્રથમ ક્રમની સેવા બદલ “સર વિલિયમ મૂર” ઇનામ મળ્યો. તેમની સેવાની પ્રામાણિકતા માટે તેમને 1934 માં ‘ખાનસાબ’ ના બિરુદથી પણ નવાજવામાં આવ્યા હતા, પરંતુ તે પછીથી તે એવોર્ડ પાછો આપે છે. તે મુંબઇ પ્રાંતની તબીબી પરિષદના સભ્ય હતા, તેઓ 1943 માં સેવાથી નિવૃત્ત થયા અને ભરૂચ ખાતે પોતાનું નર્સિંગ હોમ શરૂ કર્યું, પરંતુ પછીથી તેમણે તેને બંધ કરી દીધું. તેઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ લીગના પ્રમુખ હતા અને તેમની અધ્યક્ષતામાં 1945 માં પનોલી ખાતે ગુજરાત રાજકીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ મુંબઈના ધારાસભ્ય તરીકે બિનહરીફ (બિન હરિફ) ચૂંટાયા હતા. તેઓ વિપક્ષી નેતાના મુખ્ય વ્હીપ પણ હતા. ભાગલા પછી તે આખા પરિવાર સાથે પાકિસ્તાન ગયો અને કરાચીમાં સ્થાયી થયો. હાલમાં, તે ત્યાં છે. તેમણે પાકિસ્તાન ડ્રગ હાઉસ લિમિટેડની સ્થાપના કરી અને મેડિસિન અને ડ્રગ્સના વ્યવહારમાં પ્રગતિ કરી. 1951 માં, તે તેમના પરિવાર સાથે હજ માટે મક્કા ગયો. તે ભરૂચ જિલ્લાના પટેલોમાં અગ્રણી વ્યક્તિ છે. એક નેતા તરીકે, તેનામાં બધા ગુણો છે અને તે ધ્યેય સુધી પહોંચ્યા વિના ક્યારેય વિશ્રામ લેતો નથી. તેઓ ખૂબ મક્કમ (મક્કમ) છે અને તેમણે ભરૂચ જિલ્લાના પટેલ વચ્ચે નામ અને ખ્યાતિ મેળવી છે.

૨. શેઠ મુસા ઉમરજી ગુજિયા: 63 63 વર્ષની વયે, મૂળ સ્થાન ટંકારિયા છે, હાલમાં તેઓ કેપ ટાઉન એસ.એ. માં છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ટંકારિયામાં મેળવ્યું હતું અને ખાનગી માધ્યમથી અંગ્રેજી શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ તે અંગ્રેજીમાં સારી રીતે લખી અને વાત કરી શકે છે. 1908 માં, તેઓ આફ્રિકા ગયા અને કેપ ટાઉનમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો, હાલમાં, તે સારા ફળ વેપારી છે અને કરિયાણાના વ્યવસાયીમાં પણ છે. તે શાંતિનો પ્રેમી છે તેથી તેમણે ગામના જુદા જુદા પક્ષો વચ્ચેના મતભેદને દૂર કર્યા અને શાંતિ સ્થાપિત કરી. તેમાં કોઈ શંકા નથી કે તે મૂળ સ્થાનથી દૂર છે, પરંતુ તેને તેના વતન માટે પ્રેમ અને લાગણી છે. કોઈ પણ વ્યક્તિ તેમની ધાર્મિક લૌકિક અને સામાજિક સેવા દ્વારા આ સાબિત કરી શકે છે. તે પરોપકારી (સખીદાતા) છે અને તે છુપાયેલ દાન આપે છે, પરંતુ તે પ્રકાશમાં આવવા માંગતો નથી. તે ટંકારિયાનો જાણીતો કાર્યકર અને શાંતિનો પ્રેમી છે. પટેલ સમાજની પ્રગતિ અને શિક્ષણમાં તેઓ interestંડો રસ લે છે. તે વૃદ્ધ છે, પરંતુ તેની ભાવના જુવાન છે.

Moh. મોહમ્મદ ડ Dr.અલીભાઇ પટેલ: – ઉમર Age૦, વતન ટંકારિયા, તે ડો.અલીભાઇ પટેલના મોટા પુત્ર છે. તેમણે 1935 માં અલીગ Muslim મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. તે ક્રિકેટ અને ફૂટબોલનો સારો ખેલાડી છે. તેમને અલીગ Muslim મુસ્લિમ યુનિવર્સિટી તરફથી એવોર્ડ મળ્યો હતો. હાલમાં તે પાકિસ્તાનમાં (કરાચી) છે અને પાકિસ્તાન ડ્રગ હાઉસમાં કામ કરે છે.

V. વી.એ. પુનાવાલા: – 35 35 વર્ષની વયે, મૂળ સ્થાન ટંકારિયા, તેમના જીવનની શરૂઆતમાં, તેઓ દરજી હતા. તે પછી, તેણે મુંબઈની બોમ્બે કમર્શિયલ કોલેજમાંથી ડિપ્લોમા સાથે, ઝરપકડ ટ્રેનિંગ કોલેજ – પૂણેથી ડિપ્લોમા મેળવ્યો. તેમણે 5 વર્ષ પછી પોતાની ક collegeલેજ (તાલીમ) શરૂ કરી. તેમણે ટેલર અને કટર એકેડેમી લંડનમાંથી ડિપ્લોમા મેળવ્યો અને 1939 માં તેમણે સુરતમાં ટેલરિંગ કોલેજની શરૂઆત કરી. તેમણે ગુજરાતના યુવાનોને ટેલરિંગનું વૈજ્ scientificાનિક જ્ givingાન આપવાનું શરૂ કર્યું, તેમના માર્ગદર્શન અને તાલીમના કારણે ગુજરાતના 100 ટકા બેરોજગાર યુવાઓને ટેલરિંગ દ્વારા આજીવિકા મળી. . આ ક collegeલેજમાં, સીવણ મશીનોની ડીલ પણ કરવામાં આવે છે. તેમણે ટેલરિંગ અને કાપીને લગતા બે પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકો ભારતમાં ખૂબ ઉપયોગી છે.

Is. ઇસ્માઇલ ઉમરજી અભિરામ ભુતા: ge 46 વર્ષની વયે, મૂળ સ્થાન ટંકારિયા, તે ટંકારિયા અને વનતરસા ગામના જાણીતા નેતા છે. તે ટંકારિયા ગામનો સફળ ખેડૂત અને મકાનમાલિક છે. તે ઉત્સાહી છે, પ્રેમાળ છે, પ્રકૃતિમાં સુખી છે, તે ઉમદા વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેના પિતા કપાસના સામાન્ય વેપારી હતા. તેની એક જિનિંગ ફેક્ટરી હતી. તેઓ વણતરસા ગામના ખેડૂત મહેસુલ પટેલ છે. તે ટંકારિયા ગ્રામ પંચાયતના સભ્ય છે. તે ટંકારિયા ગામના સામાજિક કાર્યમાં interestંડો રસ લે છે. તે વૃદ્ધ છે, પરંતુ ભાવના જુવાન હતી.

Musa. મુસા ઇસ્માઇલ ભુટાવાલા: – ઉંમર 24, તેમણે 1949 માં મેટ્રિક પાસ કર્યું, હાલમાં તે તેની ઇન્ટર કરી રહ્યો છે અને આમોદ ખાતે ગોડાઉન કીપર તરીકે કામ કરે છે.

Ahmed. અહમદ ઉમરજી ઇસ્માઇલ ઘોડા: 44 44 વર્ષની વયે, વતન ટંકારિયા, તેનો જન્મ એક જાણીતા ઘોડીવાલા પરિવારમાં થયો હતો, ટંકારિયામાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી, તે તેના પિતા સાથે મિયાગામ ગયો અને અનાજનો વ્યવસાય શરૂ કર્યો, તે પ્રાપ્ત થયો. વ્યવસાયમાં મોટો અનુભવ અને હિસાબ જાળવવામાં ખૂબ જ હોંશિયાર અને નિષ્ણાત. તેણે સાવલી ગામમાં પોતાનો ધંધો શરૂ કર્યો અને તે ધંધામાં સફળ થતાં જ. તેમણે ટંકારિયામાં પોતાની પે firmી સ્થાપિત કરી. તે ટંકારિયાના ઉદ્યોગપતિમાં અગ્રણી વ્યક્તિત્વ છે. તે સ્વભાવમાં ખૂબ પ્રામાણિક છે. તેણે પોતાનું ખાતું જાળવ્યું. તે માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં પણ સફળ ખેડૂત પણ છે. તે વ્યવસાયમાં પોતાનો તમામ સમય આપે છે અને અન્ય નકામી પ્રવૃત્તિઓમાં રસ લેતો નથી.

કહાં ગયે વો લોગ

દ્વારા સંપાદિત: યાકૂબ માંક, યુ.કે.

ટંકારીઆ, અમારું ગામ, તેના કદ, શિક્ષણ, ઇતિહાસ અને વિકાસ માટે જાણીતું છે. પરંતુ આ બધા સિવાય ટંકારીઆનું મહાન ગામ તેના લોકો માટે જાણીતું છે. જે લોકોએ આ જગ્યાને ખાસ બનાવી છે. જે લોકોએ “ટંકારીઆ” શબ્દ માટે ખૂબ આદર મેળવ્યો. આપણે તેમના વિશે કેટલું જાણીએ છીએ?

આપણા વડવાઓએ આપણા ગામ માટે જે કર્યું અને આપણા ગામને વધુ સારું બનાવવા માટે તેઓએ જે બલિદાન આપ્યા તેને યાદ રાખવાની આપણી ફરજ છે. આ ઉમદા ઉદ્દેશ્યથી અમે આવા લોકોના સંક્ષિપ્ત જીવન રેખાચિત્રો/વાર્તાઓનું સંકલન કરીને અમારી વેબસાઇટ પર પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે. આ બતાવવાની આ એક રીત છે કે અમે તેમને ભૂલ્યા નથી અને અમારા જીવનને વધુ સારું બનાવવા માટે તેઓએ જે કર્યું તેના માટે અમે તેમના આભારી છીએ. આખો વિચાર તેમના જીવનની સકારાત્મક બાજુ અને તેઓએ આપેલા ઉપયોગી યોગદાનને પ્રકાશિત કરવાનો છે, જેથી આપણી યુવા પેઢીઓ તેમના વિશે વાંચીને વિચારો અને પ્રેરણા મેળવી શકે.

તમે અંગ્રેજી અથવા ગુજરાતીમાં કોઈપણ લેખ admin@mytankaria.com પર ઈ-મેલ દ્વારા મોકલી શકો છો અને અમે તેમની રસીદના એક મહિનાની અંદર સંપાદન કર્યા પછી તેને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીશું. કોઈપણ રચનાત્મક ટિપ્પણીઓ અથવા સૂચનો ખૂબ આવકાર્ય રહેશે.

Dr Amina Umarji Abhli

ડૉ અમીના બહેન હાજી ઉમરજી અભલી
તા. ૨૨/૦૪/૧૯૨૪ – ૦૯/૦૨/૨૦૧૪

રજૂ કર્તા: ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, લંડન

વો લમ્હા જિંદગીભર કી ઇબાદત સે ભી પ્યારા હય
જો એક ઇન્સાં ને ઇન્સાનો કી ખિદમત મેં ગુઝારા હય

ટંકારીઆ ગામમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક આબોહવા ફેલાવવામાં અનેક શિક્ષિત યુવાનો અને મહિલાઓએ યથાશક્તિ જ્ઞાનરૂપી દીપકો પ્રારંભથી જ પ્રગટાવીને ગામને શિક્ષણક્ષેત્રે આગળ મૂકવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ લેખમાળામાં અત્યાર સુધી પુરુષવર્ગને સ્થાન મળ્યું છે, પણ ગામની કોઇ મહિલાને પણ સ્થાન મળે તેવું હું ઘણાં સમયથી વિચારી રહ્યો હતો. મારી દ્દષ્ટિ આપણા જ ગામના માનવંત મરહૂમ હાજી ઉમરજી અભલીના દુખ્તરે નેક ડૉ અમીના બહેન ઉમરજી અભલી ઉપર પડી અને હું એમનું જીવનવૃત્તાંત લખવા પ્રેરાયો.

ડૉ અમીના બહેનનો જન્મ સાઉથ આફ્રિકાના જાણીતા શહેર કેપ ટાઉનમાં તા.૨૨/૦૪/૧૯૨૪ના રોજ થયો હતો. એમના વાલીદ સાહેબ હાજી ઉમરજી ઇબ્રાહીમ અભલી વરસોથી ટંકારીઆની ભૂમિ છોડી વિદેશની ધરતી ઉપર ધંધાર્થે સ્થાયી થયા હતા અને કેપ ટાઉનને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તે સમયના સખી દાતાઓ અને શ્રીમંત દાનવીરોમાં તેમની ગણના થતી હતી. શાંત અને વિનમ્ર સ્વભાવ સાથે તેઓ સ્ત્રી કેળવણીના પણ હિમાયતી હતા. સાથે સાથે તેઓ દીની તાલીમના પણ એટલા જ ચાહક અને પ્રોત્સાહક હતા. પોતાની દીકરીની કેળવણી પ્રત્યે તેઓ પ્રથમથી જ બરાબર ધ્યાન આપતા.

અમીના બહેને પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કેપ ટાઉનની શાળાઓમાં જ પૂરું કર્યું અને પછી મને મળેલી માહિતી મુજબ એમણે Midwifery (પ્રસુતિકરણ વિદ્યા)નો કોર્સ પણ કેપ ટાઉનમાં જ કર્યો હતો. પરંતુ આટલા શિક્ષણથી સંતોષ ન થતાં તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લૅન્ડ ઉપડે છે જ્યાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી ભરૂચી મુસ્લિમ વહોરા પટેલ સમાજના પ્રથમ મહિલા ડૉકટર બનવાનું સન્માન મેળવે છે. ત્યાર પછી એક નિષ્ણાંત Gynaecologist (સ્ત્રી રોગોના નિષ્ણાંત) તરીકે ખ્યાતિ મેળવે છે. ઇંગ્લૅન્ડમાં થોડોક સમય એક હોસ્પિટલમાં નોકરી કરી ફરીથી સાઉથ આફ્રિકા પાછાં જાય છે જ્યાં પણ થોડોક સમય તેઓ પોતાની સેવાઓ આપે છે.

૧૯૫૦ના દાયકામાં અમીના બહેન પોતાના વાલીદ સાહેબ સાથે ટંકારીઆ પધારે છે અને તે સમયના ગ્રામ્યજીવનની સાદગી, લોકોમાં સંપ સહકાર અને ચોખ્ખી આબોહવાથી પ્રભાવિત થાય છે. સગાં સંબંધીઓ તથા ગામના લોકો તરફથી અપૂર્વ પ્રેમ અને આદરભાવ મેળવી ખૂબ પ્રસન્ન થાય છે. ગામમાં એક નર્સિન્ગ હોમ અથવા પ્રસુતિગૃહ બાંધી ગામની ઓરતો માટે સ્વાસ્થ્ય સુવિધા ઊભી કરવાનો પ્રસ્તાવ પોતાના વાલીદ સાહેબ સામે મૂકે છે. વાલીદ સાહેબને એ વિચાર ખૂબ ગમી જાય છે અને તે વેળાની ગામ પંચાયત અને ગામના આગેવાનોની સલાહમસલત અને સાથસહકારથી આજે ભડ ભાગ કબ્રસ્તાનની સામે જ્યાં જિલ્લા લોકલ બોર્ડનું દવાખાનું છે તે મકાન આકાર લે છે. કેટલીક સમસ્યાઓ અને પ્રતિકૂળ સંજોગોને લઇ આ મકાનમાં આયોજન મુજબની સેવાઓનો વિકાસ ન થઇ શકયો અને અમીના બહેનને સાઉથ આફ્રિકા પાછા જવાનું થયું. એમના વાલીદ સાહેબે ત્યાર બાદ ટંકારીઆમાં રહેવાનું પસંદ કર્યું અને રહ્યા ત્યાં સુધી ગામની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી તન, મન અને ધનથી જનહિતનાં કામોમાં સક્રિય ભાગ લેતા રહ્યા હતા. ગામની “ઝિનતુલ ઇસ્લામ” સંસ્થાના આદ્યસ્થાપકોમાં એમનું નામ મોખરે છે.

ડૉ અમીના બહેન સાઉથ આફ્રિકાના ટૂંકા રોકાણ બાદ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના વિવિધ દેશોમાં વ્યાવસાયિક પ્રવાસ ખેડે છે અને જુદા જુદા દેશોની હોસ્પિટલોમાં ઘણી જ સુંદર સેવાઓ આપી એક સફળ Gynaecologist તરીકે નામના મેળવે છે. છેલ્લે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં સ્થાયી થઇ નિવૃત્ત થતા સુધી ત્યાં અનેક દર્દીઓની સેવા કરી આખરે પોતાની પિતૃભૂમિ ટંકારીઆમાં આવીને શેષ જીવન વીતાવે છે.

ડૉ અમીના બહેન સ્વભાવે શાંત, સ્વતંત્ર મિજાજનાં, કર્મશીલ, આનંદી, ખંતીલાં, ચુસ્ત શિષ્ટપાલનના આગ્રહી અને દરેક જગ્યાએ સ્વચ્છતાને પસંદ કરનારાં હતાં. ટંકારીઆમાં સ્થાયી થયા પછી પોતાની જાણીતી વાડીમાં જ પોતાને રહેવા માટે ‘અમીના વીલા’નું બાંધકામ કરી, જે ગામનું તેમને પ્રથમથી જ આકર્ષણ હતું તે ગામમાં, અંતિમ શ્વાસ સુધી ગૌરવપૂર્ણ દિવસો વીતાવી તારીખ ૦૯/૦૨/૨૦૧૪ના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચે છે. ત્યારે એમની ઉંમર ૯૦ વર્ષની થઇ હતી. અલ્લાહ પાક આ નેકદિલ ખાતુનની મગફિરત કરી તેમને જન્નતુલ ફિરદોસમાં આલા મુકામ નસીબ ફરમાવે. આમીન. એમની અંતિમ આરામગાહ ગામની ‘પીર હાશિમશાહ (રહ) કબ્રસ્તાન’માં એમના વાલીદ સાહેબ તથા અન્ય પરિવારજનોના સાન્નિધ્યમાં છે જ્યાં હાજરી આપી ફાતેહા પઢવાની તક મને મળી હતી જેને હું મારું સદભાગ્ય સમજું છું.

જો કે મને એમને નજીકથી મળવા-ઓળખવાની તક મળી નથી પણ વતનની મુલાકાત દરમિયાન હું મારી અગાસીમાંથી એમને પોતાના મકાનની બહાર ટહેલતાં જોતો. પરિચિત બહેનો “કેમ છો અમીના બહેન” કહીને જ્યારે એમની ખબર પૂછતી તો જવાબમાં “હું તો સારી છું પણ તમે કેમ છો?” એમ કહી બધાંની ખબર પોતે પણ પૂછતાં. ઉદાર દિલ હતાં અને પોતાની શક્તિ મુજબ ગરીબોને પણ મદદ કરતાં રહેતાં.

ભૂલાવીને ભલે બેઠા છીએ એને અમે ‘નૂરી’
છતાં મોકા ઉપર તો એ બરાબર યાદ આવે છે

મરહૂમ અમીના બહેનનું આ જીવનવૃત્તાંત તૈયાર કરવામાં જરૂરી માહિતી પૂરી પાડવા બદલ હું એમના લઘુબંધુ જનાબ અબ્દુલભાઇ હાજી ઉમરજી અભલીનો હ્રદયપૂર્વક આભાર માનું છું. લખાણમાં કોઇ ઉણપ કે ભૂલ હોય તો તે તરફ મારું ધ્યાન દોરવા વાંચક મિત્રોને હું વિનંતી કરું છું જેથી રહી જતી કોઇ ઉપયોગી માહિતીનો સમાવેશ કરી શકાય અને ભૂલ હોય તો તે સુધારી લઇ શકાય.

યાકૂબ વલી ભીમ ઉર્ફે ઝાકીર ટંકારવી
રજૂ કર્તા મુબારક ઘોડીવાલા ઉર્ફે દર્દ ટંકારવી

“કહાં ગયે વો લોગ” વિભાગમાં એવી વ્યક્તિઓની વાત કરવામાં આવે છે જેમણે પોતાના આગવા યોગદાનથી ટંકારીઆ ગામની યશગાથા અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો હોય.

અહીં આપણા ગામને દેશ વિદેશમાં પોતાની કલમથી આગવી ઓળખ અપાવનાર એક ઉત્તમ શાયર અને આદર્શ શિક્ષકની કેટલીક ખાસ વાતો કરી તેઓને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. એ વ્યક્તિ વિશેષ એટલે મર્હૂમ યાકૂબ સાહેબ ભીમ, જેઓને ગુજરાતી સાહિત્ય જગત ‘ઝાકીર’ ટંકારવીના ઉપનામથી વિશેષ ઓળખે છે.

યાકૂબ સાહેબ જેટલા ઉમદા કવિ અને શિક્ષક હતા એટલા જ, શાંત અને ચિંતનશીલ સ્વભાવના એક ઉમદા માણસ પણ હતા. કાયમ મનમોહક સ્મિત સાથે ગામની શેરીઓમાં ફરતા દેખાય. હાથમાં સેલથી ચાલતો નાનો પંખો હોય તો કયારેક ગુલાબનું ફૂલ હોય. તેઓશ્રી કાર્યક્રમો અને મુશાયરાઓના સારા સંચાલક પણ હતા. પોતાને કંઠસ્થ હોય તેવી પોતાની અને અન્ય કવિઓની અનેક રચનાઓમાંથી પ્રસંગ અને પરિસ્થિતિને અનુરૂપ ઘણીવાર આખીને આખી ગઝલ કે કવિતા અને કોઇ વાર એકબે શે’ર કે મુકતક પોતાની આગવી શૈલીમાં રજૂ કરી શ્રોતાઓને બરાબર જકડી રાખી કાર્યક્રમ કે મુશાયરાને અંત સુધી જીવંત રાખતા.

શ્રી ઝાકીર ટંકારવી એટલે ખૂબ જ ઊંડી અને વાસ્તવિક ગઝલોના રચયિતા. તેઓએ પોતાના વ્યક્તિત્વ મુજબ ટૂંકા વજનની ખૂબ જ ઉમદા સૂફી ગઝલો ગુજરાતી અને ઉર્દૂ ભાષાઓમાં આપણને આપી છે. તેઓની આંખે ઊડીને વળગી છે તેવી એક વાત જણાવું. તેઓ જેવું લખતા હતા મોટા ભાગે એવું જ જીવી પણ ગયા. તેમણે ટંકારીઆ હાઇસ્કૂલમાં ગુજરાતી વિષયના એક આદર્શ શિક્ષક તરીકે વર્ષો સુધી ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. માધ્યમિક શાળામાંથી જ કવિતા પ્રત્યે રસ પેદા થવા માટેનો સંપૂર્ણ શ્રેય ઝાકીર સાહેબને મળવો રહ્યો. એમની પાસે કવિતાનો પાઠ શીખવાની વિદ્યાર્થીઓને ઘણી મજા આવતી કેમકે પોતે કવિજીવ હોવાથી કવિતાનું હાર્દ બરાબર સમજી જતા અને તેનું કાવ્યમય ભાષામાં જ વર્ગમાં નિરૂપણ કરતા. કવિતા ભણાવતાં ભણાવતાં ઘણીવાર ભાવવિભોર થઇ જતા. લગણીઓના પ્રવાહમાં ખુદ તણાતા અને વિદ્યાર્થીઓને પણ એનો અનુભવ કરાવતા. ખૂબ જ નાની કવિતામાંના ગર્ભને સરળ અને સરસ રીતે સમજાવી વિદ્યાર્થીઓ માટે સહજ કરી આપતા. કવિની કલ્પનાને વર્ગખંડમાં વાસ્તવિક રીતે રજૂ કરવા માટે તેઓ દસ બાર જેટલા તાસ લેતા.

આકાશવાણી પરથી અવારનવાર એમનાં કાવ્યો અને વાર્તાલાપ પ્રસારિત થયાં છે. દૈનિક ‘ગુજરાત ટુડે‘ અને ‘ગુજરાત મિત્ર’માં એમના લેખ, નિબંધ અને ગઝલો અવારનવાર પ્રગટ થયેલી છે. ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી ૧૯૯૦માં એમનો ગઝલસંગ્રહ “સ્પંદન” પ્રગટ થયો હતો જેને સારો આવકાર મળ્યો હતો. એમની લખેલી ૨૦૦ કરતાં વધારે ગઝલો અપ્રગટ રહી ગઇ છે એટલે મરણોત્તર એમનો બીજો ગઝલસંગ્રહ પણ એમની યાદમાં પ્રગટ થઇ શકે એમ છે. એ માટે આર્થિક સહાયનો કોઇ પ્રબંધ થાય તો એમનો આ બીજો ગઝલસંગ્રહ પણ ગઝલચાહકો સુધી પહોંચી શકે એમ છે.

તેઓમાં ખરા અર્થમાં એક ઓલિયા જેવા ફકીર જીવતા હતા. જેની સાબિતી રૂપે જાતે અનુભવેલો એક કિસ્સો આજે આપ સહુ સાથે વહેંચવો છે. ડ્ડહવે તેઓ હાજર નથી એટલે જઢ્ઢ આપ સહુને ખબર હશે જ કે ગુજરાતના ખ્યાતનામ અને જાણીતા ગાયક સંજય ઓઝા દ્વારા કમ્પોઝ કરવામાં આવેલી સૂફીરંગની “લે હાથે કરતાલ ફકીરા” ગઝલે દેશ અને દુનિયામાં ખૂબ જ વાહવાહી મેળવેલી. આ ગઝલના રચયિતા હતા શ્રી ઝાકીર ટંકારવી સાહેબ.

આ સુખદ ઘટનાની મુબારકબાદી આપવા માટે હું તેમને રૂબરૂ મળવા ગયો, કારણ કે ટંકારીઆ ગામ માટે આ ખૂબ જ ગૌરવની બાબત હતી. તેઓ સાથે વાર્તાલાપ કરતાં જાણવા મળ્યું કે તેઓની ગઝલના કમ્પોઝીશન માટે ગાયક તરફથી તેઓની પૂર્વમંજુરી લેવામાં આવી ન હતી. મેં તેઓશ્રી સાથે આ બાબતે આગળની કાર્યવાહી કરવાની વાત કરી કારણ કે આ માટે તેઓને જે માન સાથે વળતર મળવું જોઇતું હતું તે એમને મળે એવી મારી નેમ હતી. પરંતુ હું ભૂલી ગયો હતો કે આ તો એક અલગારી ખુદા પરસ્ત સર્જક છે. તેઓએ તરતજ મારી વાતને ખૂબજ કુનેહપૂર્વક નકારતાં કહ્યું કે બેટાક્ષ્ શું સાથે લઇ જવાનું છેઈ ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જ જવાનું છે. વધુમાં ઉમેર્યું કે આપણે ભલા, આપણો પાલનહાર ભલોક્ષ્ આ સાંભળી હું ગદગદિત થઇ ગયો અને સફળ જીવનનો એક કીમતી બોધ તે દિવસે મેં મારા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો.

આવા ખુદાપરસ્ત અલગારી, મસ્ત મૌલા, ઉત્તમ છતાં નામનાની મોહમાયાથી ખૂબ લાંબુ અંતર રાખનાર, ઉત્તમ શિક્ષક અને સર્જક એવા શ્રી ઝાકીર ટંકારવી સાહેબ,

લે હાથે કરતાલ ફકીરા, સૌની સાથે ચાલ ફકીરા

સરકી જાશે એક જ પળમાં, દુનિયાને ના ઝાલ ફકીરા

બંને હાથે ખાલી જાશું, આજ નહીં તો કાલ ફકીરા

ગાતા ગાતા આ ફાની દુનિયાને છોડી, સદા જેનામાં તલ્લીન રહ્યા એવા આપણા પાલનહારને રૂબરૂ થવા આપણા સૌને અલવિદા કહી અનંત યાત્રાએ ઉપડી ગયા છે. તેઓના જવાથી જે ખોટ ઊભી થઇ છે એને પૂરવી આપણા માટે મુશ્કેલ છે.

અલ્લાહ મરહુમની મગફિરત ફરમાવી તેમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ અતા ફરમાવે. આમીન.

મુહમ્મદ દાદાભાઇ પટેલ (ઉર્ફે રૂસ્તમ માસ્તર ચોકવાલા)
જન્મ ૦૧-૦૯-૧૯૩૧ મરણ ૦૧-૦૭-૨૦૧૬

રજૂ કર્તા: મહેક ટંકારવી

ટંકારીઆના કેટલાક યાદ રહી જાય એવા પ્રાથમિક શાળાના કર્મિષ્ઠ, સેવાભાવી અને ગામની અને સમાજની ઉન્નતિ ઇચ્છતા સક્રિય પણ ચૂપચાપ કામ કરવામાં માનતા અનેક શિક્ષકોમાં આદરણીય મરહૂમ રૂસ્તમ દાદાભાઇ ચોકવાલાનો પણ સમાવેશ થાય છે. એમનો જન્મ ઇ.સ. ૧૯૩૧માં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અને માધ્યમિક શિક્ષણ હાંસોટમાં બોર્ડિન્ગમાં રહીને ત્યાંની માકુવાલા હાઇ સ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે ટીચર્સ ટ્રેનિંગ સર જે. જે. સોરાબજી કોલેજ, સુરતમાં લીધી હતી. શિક્ષક તરીકેની કા કારકિર્દીની શરૂઆત ટંકારીઆ પ્રાથમિક શાળાથી કરી. ત્યાર પછી પાંચેક વર્ષ હાંસોટ મુકામે પ્રાથમિક શાળામાં નોકરી કરી. વાલિયા તાલુકાના જંગલ વિસ્તારના એક ગામમાં શિક્ષણ નિરીક્ષક તરીકે મુકાયા જ્યાં એમની જીપગાડી પાસેથી બે ત્રણવાર વાઘ પસાર થવાના બનાવોને લીધે એમના પિતાશ્રીએ એ નોકરી છોડી ગામમાં આવી જવા સમજાવતાં તેમની વાત માની જોખમને ટાળવા નોકરી છોડી ટંકારીઆ પરત આવી ગયા હતા. એમની પાસે ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળામાં ભણેલા જનાબ ઇકબાલ કાયમ અને જનાબ મજીદ કાગદીનાથા જેવા ઘણાં લોકો તેમને એક ખૂબ સારા અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે યાદ કરે છે.

શિક્ષણપ્રેમી મરહૂમ જનાબ ઇસ્માઇલ બાપુ માસ્તરની જેમ એમને પણ ગામની શૈક્ષણિક પ્રગતિમાં ઊંડો રસ હતો. ગામના વિદ્યાર્થીઓને ગામની હાઇ સ્કૂલમાં સારું, ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને આપણી ભાવિ પેઢીમાં શિસ્ત અને સંસ્કારનું વાવેતર થાય એ બાબત તેઓ પણ હંમેશાં ચિંતિત રહેતા હતા. ટંકારીઆ હાઇ સ્કૂલના પ્રથમ બાંધકામ વખતે તેમણે ખજાનચી તરીકેની સેવા બજાવી હતી. ટંકારીઆ વેલ્ફેર સર્કલના સક્રિય સભ્ય હતા અને જનાબ આદમભાઇ દાઢીવાલા, મરહૂમ જનાબ ઇસ્માઇલ માસ્તર ખોડા, મરહૂમ જનાબ વલીભાઇ કીડી વગરે મિત્રો સાથે મળી ગામોન્નતિના કામોમાં પણ યથાશક્તિ યોગદાન આપતા. આઝાદી સમયની કોંગ્રેસના તેઓ એક સંનિષ્ઠ અને સક્રિય કાર્યકર હતા. ચૂંટણી પ્રચારમાં ભાષણો પણ કરતા.

તેઓ ક્રિકેટના પણ ભારે શોખીન હતા અને ગામની જનાબ ઇબ્રાહીમભાઇ ડાયાની કેપ્ટનશીપ વાળી પ્રખ્યાત ટીમમાં એક અચ્છા ઓપનીંગ બેટૄસમેન હતા. સક્રિય એટલા કે ઠેઠ પંચાવન વર્ષની ઉંમર સુધી કિક્રેટ રમતા રહ્યા હતા. બધી મેચો ટીવી પર અવશ્ય જોતા. તેઓ ગામના નવયુવાનોને અને જ્યાં નોકરી કરતા હતા ત્યાં વિદ્યાર્થીઓને ક્રિકેટનું કોચીંગ પણ આપતા હતા.

એમનું લગ્ન ગુજરાતીના ખ્યાતનામ હઝલકાર મરહૂમ જનાબ ‘બેકાર’ સાહેબ રાંદેરીના સુપુત્રી હાજરાબેન સાથે થયું હતું. હાજરાબેન પણ શિક્ષિકા હતાં એટલે આ બેઉ શિક્ષિત યુગલની જોડી સરસ જામી હતી. બંનેવ સાહિત્ય અને તેમાંયે ઉર્દૂ સાહિત્ય અને ગઝલોના ખાસ ચાહક હતાં. એક સારા ગઝલ ફહેમ પણ હતાં. મને યાદ છે કે એમને ત્યાં મોટા ફળિયામાં ચોકમાં આવેલા એમના મકાનમાં ઊનાળાના વૅકેશનમાં અદમ ટંકારવી સાથે અમે બે ત્રણ સાહિત્ય રસિક મિત્રો બેસવા જતા ત્યારે મુખ્યત્વે સાહિત્યને લગતી વાતો થતી. ઉર્દૂના જાણીતા ગઝલકાર ગાલિબની ગઝલોની વાત થતી. ગાલિબના શેરો આમ પણ અમારા જેવા માટે તે વખતે સમજવા મુશ્કેલ હતા પણ રૂસ્તમ માસ્તરની મદદથી તે સમજવાનું અને તેમના ગૂઢાર્થને પામવાનું સરળ બની જતું. મને બરાબર યાદ છે કે ધોમધખતા ઊનાળાની એક બપોરે અમે એમને ત્યાં બેસવા ગયા તો હાજરાબેને પ્રથમ તો અમને સરસ મજાનું તડબૂચનું ઠંડુ શરબત પીવડાવેલું અને ત્યાર બાદ ગાલિબના પેલા પ્રખ્યાત શેર:

 “આહ કો ચાહિયે એક ઉમ્ર અસર હોને તક,

કોન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક”

વિષે અને તેનો અર્થ પામવા વિષે લાંબી ચર્ચા ચાલેલી. ગાલિબ ઉપરાંત અલ્લામા ઇકબાલ ડ્ડરહઢ્ઢના કલામ વિષે પણ ચર્ચાઓ થતી. તે જમાનામાં અમને ઇકબાલનો “શિકવા- જવાબી શિકવા” મોઢે યાદ હતો જે અમે હોંશભેર સંભળાવતા અને રૂસ્તમ માસ્તર તેમના અર્થો અમને સમજાવતા.

ટંકારીઆ પ્રાથમિક શાળામાં નોકરી દરમિયાન ઘરે અભ્યાસ કરી તેમણે અંગ્રેજી વિષય સાથે એક્ષ્ટર્નલ બી.એ.ની ડિગ્રી મેળવી હતી. થોડાંક વર્ષો વલણ હાઇ સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી કર્યા પછી સસરાબાજી મરહૂમ ‘બેકાર’ સાહેબ અને પત્ની હાજરાબેનના આગ્રહને વશ થઇ નોકરીમાંથી વરસની રજા લઇને બી.એડ. કરવા વડોદરા ગયા જ્યાં એમ. એસ. યૂનિવર્સિટીમાંથી એમણે ૧૯૫૨-૫૩માં બી.એડ.ની ડિગ્રી મેળવી હતી. પછી ત્રણેક વર્ષ કંબોલી હાઇ સ્કૂલમાં અને ત્યાર બાદ ૧૯૭૭માં ભરૂચ એમના પુત્ર સાથે રહેવા ચાલ્યા ગયેલા અને ત્યાંથી નિવૃત્તિ માટે ૫૮ની વય મર્યાદા હોવા છતાં લડત લડી ૬૦ વર્ષ ૧૯૮૮માં નિવૃત્ત થયા ત્યાં સુધી પરિયેજ હાઇ સ્કૂલમાં મુખ્ય શિક્ષક તરીકે સેવા બજાવતા રહ્યા હતા.

શિક્ષણપ્રેમી હતા એટલે નિવૃત્ત થયા પછી પણ નિરાંતે બેઠા નથી. ભરૂચની જાણીતી સેવાભાવી સંસ્થા ‘અંજુમને ઇમદાદુલ મુસ્લિમીન’ અને તેના આશ્રય હેઠળ ચાલતા ‘ઇકરા એજ્યુકેશન સેન્ટર’ની અનેકવિધ શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓમાં હમેશાં પરોવાયેલા રહી એમનાથી બને તે સેવાઓ ત્યાં પણ આપતા રહ્યા. ત્યાં મૌલાના હબીબુર્રેહમાન મતાદાર જેવા અભ્યાસી અને દીન દુનિયાના ઇલ્મ અને પ્રવાહોથી ખૂબ જ વાકેફ એવા નિખાલસ અને કર્તવ્યનિષ્ઠ સમાજસેવકનો સંગ મળ્યો. સવારે સાયકલ પર સવાર થઇને ઘરેથી નીકળી પડતા અને બપોર સુધી સંસ્થામાં રહી પોતાના શૈક્ષણિક અનુભવનો લાભ શિક્ષકોને અને કોમનાં બાળકોને પણ આપતા રહ્યા હતા.

મૌલાના હબીબુર્રેહમાનના શબ્દોમાં “ભરૂચમાં સાયકલથી જ બધે જવા આવવાનું રાખતા. કસરતની કસરત અને પૈસાની બચત. નમાઝ, રોઝા અને ઝકાત આપવાના પાબંદ હતા. શિક્ષણને લગતા વકતવ્યો કે પ્રોગ્રામોમાં પણ અવશ્ય જતા. અંગ્રેજી ઘણું સારૂં જાણતા હતા. વિચાર પ્રેરક પુસ્તકોનું અને સમાચાર પત્રોનું વાંચન પણ નિયમિત કરતા. ઇસ્લામનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. સંસ્થાના ટ્રસ્ટી તરીકે ૧૨ વર્ષ સેવા આપી હતી. મોટું મિત્રમંડળ હતું. મેળમેળાપમાં માનતા. ઝઘડા ફસાદથી દૂર રહેતા હતા. એમનું હ્રદય લોકલાગણીથી ભર્યું ભર્યું હતું. ઇશાની નમાઝ પછી તરત સૂઇ જવું અને સવારે વહેલા ઊઠી જવું એમની આદત હતી.”

છેલ્લે વધતી ઉંમર સાથે શરીર ઢીલું થયું અને પાર્કિન્સન રોગને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ઘણાં લાંબા સમય સુધી કમજોરી અને બીમારીને લીધે ઘરની બહાર નીકળી શકતા ન હતા. સને ૨૦૧૬માં ૮૫ વર્ષની લાંબી ઉંમર ભોગવી તેઓ અલ્લાહને પ્યારા થયા હતા. તેમની દફનક્રિયા મુસ્લિમ કબ્રસ્તાન મહંમદપુરા,ભરૂચમાં કરવામાં આવી હતી.

અલ્લાહ રબ્બુલ ઇઝઝત મરહૂમની સેવાઓને કબુલ કરી પોતાને ત્યાં આલા મુકામ નસીબ ફરમાવે.

જનાબ દાઉદ ઉમરજી દેડકા માસ્તર
(૧૯/૦૩/૧૯૨૭ – ૨૨/૦૧/૨૦૦૯)

રજૂ કર્તા: જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, લંડન

ટંકારીઆ ગામની અત્યારે જે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ભવ્યતા છે તેમાં અગત્યનો ભાગ ભજવનાર બે પાયાની શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં આશરે ૧૮૫૨માં અસ્તિત્વમાં આવેલ ગામની પ્રાથમિક કુમાર શાળા અને બીજા ક્રમે ગામની કન્યાશાળા આવે છે. ૧૯૪૦ના દાયકાનો ઉત્તરાર્ધ અને ૧૯૫૦નો સમગ્ર દાયકો મારી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ યાત્રા અને જીવન ઘડતરના સુવર્ણ અને સંસ્મરણીય વરસોનો સમયગાળો છે. આ સમયગાળામાં શિક્ષણના વ્યવસાયને વરેલા અને વિદ્યાર્થીઓના શિક્ષણ-સંસ્કાર પાછળ ખૂબ દિલ દઇને મહેનત કરનારા કેટલાક આજીવન યાદ રહી જાય તેવા, મરહૂમ ઇસ્માઇલ મહમદ ઘોડીવાલા ઉર્ફે બાપુ માસ્તર, આદમ માસ્તર બારીવાલા, મુસા માસ્તર ડેલાવાલા, અલી માસ્તર મુકરદમ, મહમદ યુસુફ દેગમાસ્તર તથા ઉમરજી બાપુ વરેડિયાવાળા જેવા શિક્ષકોમાં મરહૂમ દાઉદ ઉમરજી દેડકા માસ્તરનો પણ સમાવેશ થાય છે. આવા શિક્ષકો પાસે ભણવાનું મળ્યું એને હું મારું સદ્દભાગ્ય સમજું છું.

મરહૂમ દાઉદ માસ્તરનો જન્મ ટંકારીઆમાં સને ૧૯૨૭માં થયો હતો. બાલ્યાવસ્થામાં જ માતાની છત્રછાયા ગુમાવી ચૂકયા હોવાથી એમની પરવરીશ તથા દેખરેખની તમામ જવાબદારી એમના કાકા સાહેબ મરહુમ ગુલામ ઇસપ દેડકા તથા તેમનાં પત્નીએ ઉઠાવી હતી. ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ ૭ની પરીક્ષા પાસ કરી રાજપીપળાની ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં જોડાઇ પી.ટી.સી.ની પરીક્ષા પાસ કરી અને ૧૯૪૪માં શિક્ષણના વ્યવસાયમાં જોડાઇ ગયા. અનેક શાળાઓમાં ૪૨ વર્ષની એકધારી શૈક્ષણિક સેવાઓ બજાવી ૧૯૮૬માં ટંકારીઆ કુમાર શાળાના આચાર્યપદેથી નિવૃત્ત થયા. તેઓ એક પ્રેરણાદાયી અને તેજસ્વી શિક્ષક હતા. શાળામાં સફેદ સ્વચ્છ પોશાક અને માથા પર કાળી ટોપી પહેરતા. સ્વભાવે સરળ, સાલસ, સંવેદનશીલ અને સ્વાભિમાની પણ હતા.

હું સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેઓ મારા વર્ગ શિક્ષક હતા. આખો દિવસ સહેજ પણ થાક કે કંટાળો અનુભવ્યા વગર ખૂબ જ નિષ્ઠાપૂર્વક અમને ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, ઇતિહાસ અને ભૂગોળ જેવા વિષયો ભણાવતા. ગુજરાતીમાં કવિ જુગતરામ દવેનું “ચકલી” શિર્ષકવાળું બાળકાવ્ય પોતે ગાઇને બાળકોને ગવડાવતા એ મને હજી યાદ છે. ઉપરાંત અન્ય લોકગીતો અને રાષ્ટ્રગીત અમને મોઢે કરાવતા, ‘લુચ્ચું શિયાળ’, ‘ઘાસની ગંજીનો કૂતરો’ વગેરે જેવી ઇસપની ટૂંકી બોધકથાઓ કહેતા,‘સાચું બોલો છોકરો (હઝ. અબ્દુલ કાદીર જીલાની રહ.)નો કિસ્સો સંભળાવતા અને પાઠય પુસ્તકોમાંથી રામાયણ મહાભારતની કેટલીક રસપ્રદ કથાઓ ભણાવતા. આ બધા પાછળ તેમનો આશય તેમના હાથ નીચે ભણતા વિદ્યાર્થીઓનું સુંદર ચારિત્ર્ય ઘડતર કરવાનો હતો જેની અસર આજ સુધી અમારામાં વરતાય છે.

પ્રાથમિક શાળાના મારા બે પ્રિય ગુરુઓમાંના એક તે મરહૂમ ઇસ્માઇલ માસ્તર ઘોડીવાલા (બાપુ માસ્તર) અને બીજા મરહૂમ દાઉદ દેડકા માસ્તર. આ બેઉ શિક્ષકોને હું આજ સુધી ભૂલી શકતો નથી. વિદ્યાર્થીઓનું જીવન બનાવવા ખૂબ જ દિલ દઇને અથાગ મહેનત કરતા આવા શિક્ષકો ગામને હજી પણ મળતા રહે જેથી શૈક્ષણિક ક્ષેત્રે ગામ હજી પણ વધુને વધુ ચમકે એવી મારી દુઆ છે. અત્યંત લાંબી સેવાને કારણે પિતા, પુત્ર અને પૌત્ર સુધી એમના વિદ્યાર્થીજગતનો વિસ્તાર હતો. કોઇ યુવાન મળે તો તેનું નામ પૂછી તરત “તારા પિતાશ્રી પણ મારી પાસે ભણેલા” એમ કહી તેઓ હરખાતા અને ગૌરવ અનુભવતા. આવા અનુભવી અને સ્નેહાળ શિક્ષકના હાથે અમે ટીપાયા, ઘડાયા અને અમારા જીવનનું સુંદર અને સંસ્કારી ઘડતર થયું એને હું મારું-અમારું અહોભાગ્ય માનું છું.

મારી ટંકારીઆની મુલાકાતો દરમિયાન હું એમના મોટા દીકરા ઇબ્રાહીમ સાથે એમને અચૂક મળવા જતો અને કલાકો સુધી એમની પાસે બેસી એમની વાતો સાંભળતો. યુ.કે.માં વસતાં સગાંસંબંધીઓની ખબર પૂછતા અને ખુશ થતા. લગભગ ૮૩ વર્ષની ઉમર છતાં યાદશક્તિ તો પ્રબળ, પણ મનોબળ સહેજ કમજોર થયું હતું. એક પગનું ફ્રેકચર અને અન્ય તકલીફોને કારણે એમનું સ્વાસ્થ્ય નબળું થઇ ગયું હતું. જે જીવનભર એમની પડખે રહ્યાં હતાં અને એમની બરાબર ચાકરી કરી હતી તે એમનાં ધર્મપત્ની બીબીબેન અલ્લાહની રેહમતમાં પહોંચી જતાં તેઓ એકલતા, મનોમન દુખ અને વિરહવેદના અનુભવતા હતા. એમના નાના પુત્ર યુસુફ (તખલ્લુસ ‘રાહી’ જેમણે આ લેખ લખવા માટે જરૂરી માહિતી પૂરી પાડી છે અને જેમનો હું આભારી છું) એમની બરાબર દેખરેખ રાખતા હોવા છતાં દિન પ્રતિદિન એમની તબિયત વધુને વધુ લથડતી ગઇ અને છેવટે જુમ્આના મુબારક દિવસે તારીખ ૨૨.૦૧.૨૦૦૯ના રોજ તેઓ આ ફાની દુનિયાને છોડી ગયા. ગામની પીર હાશમશાહ(રહ) કબ્રસ્તાનમાં એમને એમનાં જીવનસાથી અને અન્ય કુટુંબીજનોના સાન્નિધ્યમાં દફન કરવામાં આવ્યા છે.

અલ્લાહ પાક અનેકોનું જીવન બનાવનાર આ સંનિષ્ઠ શિક્ષકની બાલ બાલ મગફેરત કરે અને તેમની ઉમદા શૈક્ષણિક સેવાઓને કબુલ કરી તેમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ નસીબ ફરમાવે એવી હ્રદયપૂર્વક દુઆ ગુજારી આ શ્રદ્ધાંજલિને સમાપ્ત કરું છું.

માબાપને ભૂલશો નહીં, ઉસ્તાદને પણ ભૂલશો નહીં
અગણિત છે ઉપકાર એમના પણ, એ કદી વિસરશો નહીં

ઇસ્માઇલ આદમ ગજ્જર
જન્મ: ૧૯૨૯? મરણ: ૨૦૧૪

યાકૂબ બાજીભાઇ ભૂતાવાલા

ગામમાં ઇસ્માઇલભાઇ ગજ્જરને નાનાં મોટાં સૌ ઓળખે. વર્ષોથી બાપની બિસ્કિટ, ભૂસુ, ચણાં-મમણા અને સ્વીટ-ચોકલેટની બજારની વચ્ચોવચ આવેલી નાની સરખી દુકાન. પિતાની ઉંમર થતાં દુકાન ચલાવવાની જવાબદારી ઇસ્માઇલભાઇને સોંપવામાં આવી. એમના નરમ સ્વભાવ, ઇમાનદારી, ગ્રાહક ગમે તેવું બોલે, અપમાન કરે તોયે તેને હસતા મુખે સહન કરી લેવાની ટેવ જેવા ગુણોને કારણે ધીરે ધીરે તેમનું મિત્રમંડળ અને ગ્રાહકો પણ વધતા ગયા. દુકાન સરસ ચાલવા માંડી.

ગામમાં આજે પણ પોંકની સીઝન આવે એટલે પોંક સાથે સેવ તો જોઇએ જ, જે લેવા માટે લોકો તરત જ ગજ્જરની દુકાને દોડી જતા. એમની દુકાનનું ભૂસું પણ હંમેશાં એટલું જ તાજું અને સ્વાદિષ્ટ. નાનું છોકરું પણ એમની દુકાને પાંચ કે દસની નોટ લઇને કંઇ લેવા માટે આવે તો તેને જોઇતી વસ્તુ બરાબર આપીને વધેલા પૈસાનું પડીકું વાળી તેના હાથમાં મૂકી સાચવીને લઇ જવા માટે સૂચના આપે. એકવાર એક નાની છોકરીથી છૂટા આપેલા પૈસાનું પડીકું કયાંક ખોવાઇ ગયું એટલે તે પોક મૂકીને રડવા લાગી. ઇસ્માઇલભાઇએ તેને બોલાવી આમ રડવાનું કારણ પૂછયું તો છોકરીએ કહ્યું કે મારાથી છૂટા આપેલા પૈસા ખોવાઇ ગયા છે, મને મારી મા બહુ મારશે. એટલે તેમણે દયા ખાઇને છોકરીને માર અને ઠપકાથી બચાવવા બીજા એટલા જ પૈસા ગણીને પડીકામાં ફરીથી બાંધી તે છોકરીને આપી દીધા. આ બનાવ બન્યો ત્યારે હું પોતે ત્યાં હાજર હતો. આ હતી તેમની ઉદારદિલી.

હું પણ તે જમાનામાં દુકાન કરતો. મારી દુકાન એમની પડોશમાં જ હતી. અવારનવાર એકબીજાનું કામ પડે ત્યારે તેમણે હંમેશાં હસતા મોઢે સહકાર આપી મદદ કરેલી છે. સામાન્ય રીતે તો પડોશની દુકાનવાળા સાથે હરીફાઇ જેવું રહેતું હોવાથી સંબંધો સારા હોતા નથી. પણ અમારી બાબતમાં એનાથી ઉલ્ટું હતું.

એમના જીવનમાં બે કરુણ બનાવો બનેલા. એમના પિતાશ્રી તરફથી વારસામાં તેમનો પેટ્રોમેક્ષ (petromax = a type of pressurised paraffin lamp) નો ધંધો પણ એમને મળેલો. તે જમાનામાં વીજળીના દીવા ન હતા એટલે વારતહેવારે આ પેટ્રોમેક્ષની જરૂર પડતી જે લોકો ગજ્જરને ત્યાંથી ભાડે લઇ જતા. એકવાર પેટ્રોમેક્ષ સળગાવતાં મોટો ધડાકો થયો અને એ ભાઇ ખૂબ દાઝેલા. ઇજાઓ ગંભીર હતી અને ગામમાં દરેકને એમ હતું કે ઇસ્માઇલભાઇ કદાચ બચશે નહીં. પણ કુદરતે એમને એમાંથી આબાદ બચાવી લીધા. બીજીવાર સોડાલેમનની બોટલો મશીનમાં ભરતાં બાટલી તૂટી જતાં જોરથી ધડાકો થયેલો. તૂટેલી બોટલના કાચ ઇસ્માઇલભાઇની એક આંખમાં પેસી ગયા. આ બન્યું ત્યારે પણ હું બજારમાં જ હતો. જુમ્માનો દિવસ હતો. હોસ્પિટલે લઇ ગયા, ખબર આવી કે એ આંખ હંમેશને માટે ચાલી ગઇ છે અને એની જગ્યાએ નકલી આંખ બેસાડી આપી છે. ગામમાં કોઇ છોકરું આપદા પાડતું હોય અને એની મા ઇસ્માઇલભાઇને કહે કે આ છોકરાને જરા આંખ બતાવજો તો ઈસ્માઇલભાઇ પેલી નકલી આંખ બહાર કાઢીને બતલાવે એટલે છોકરું કુતૂહલવશ છાનું થઇ જતું!

ગામમાં વર્ષો સુધી ડૉકટર તરીકેની સુંદર અને એકધારી સેવા આપનાર ડૉ શુકલ સાહેબે એમને ઇંજેકશન મારતાં શીખવાડેલું. ત્યાર બાદ કોઇ દદીંને નિયમિત લાંબા સમય સુધી ઇંજેકશનનો કોર્સ કરવાનો હોય તો શુકલ સાહેબ એ કામ ઇસ્માઇલભાઇને સોંપી દેતા. રાતના અંધારામાં ડૉ શુકલ જેમ જ હાથમાં ટોર્ચલાઇટ લઇને દદીંની સેવામાં દોડી જતા અને ઇંજેકશન મારવાની ફી, તે જમાનામાં એક રૂપિય હતો, તે પણ જો દદીં પાસે ન હોય તો તેને માફ કરી દેતા. મારી મર્હૂમ પત્ની આયશાને મેનિનજાઇટિસ થયેલો. એમણે તે વેળા મારી પાસેથી એક પણ પૈસો લીધા વગર ઇલાજ કરેલો. કહે કે હું તો મારા પડોશીનો હક અદા કરું છું. એમના એ એહસાનનો બદલો મારાથી આમ તો ચૂકવાઇ એમ ન હતો પણ હું પણ મારાથી બને એ રીતે એમની સાથે માણસાઇપૂર્વક વર્તી લેતો.

ગામમાં એમનું કોઇ ગ્રાહક ઉધારે રાખેલા પૈસા ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો એ તેને માફ કરી દેતા. કોઇ ગુસ્સો કરે તો સામો જવાબ ન દેતાં સહન કરી લેતા. એકવાર ગુસ્સે થયેલા એક ગ્રાહકે એમને સ્વીટ ચોકલેટનો કાચનો કબાટ તેઓ જ્યાં મૂકતા હતા ત્યાંથી ઉઠાવી લેવાની અને એમ ન કરે તો તે તોડી નાંખવાની ધમકી આપી. બન્યું હતું એવું કે એ ભાઇનાં છોકરાં એ કાચના કબાટમાંની ચોકલેટ જોઇને તે લેવા માટે જીદે ચઢયાં હતાં અને એ ભાઇ પાસે એ ખરીદવા પૂરતા પૈસા ન હતા. ઇસ્માઇલભાઇએ એમની એ ધમકી અને દાદાગીરીને સહન કરી લીધી. ચારપાંચ દિવસ પછી પેલા જ ભાઇ દુકાને આવીને પચાસેક રૂપિયાની ખરીદી કરી ગયા અને પોતાના અપમાનકારક વર્તાવ બદલ તેમની માફી પણ માંગી ગયા.

છેલ્લાં ત્રણેક વર્ષથી એમની સારી આંખે પણ ઝાંખ વળતાં દેખાવાનું બંધ થઇ ગયું હતું. પોતે લાચાર થઇ ગયા હોવા છતાં એમના દીકરા યુનુસ સાથે સ્કૂટર પર બેસી જુમ્માની નમાઝ માટે મસ્જિદમાં અચૂક હાજર થતા. લોકોને સલામ કરતા, અવાજ ઓળખે તો નામથી બોલાવતા. મારો અવાજ કોઇ વાર ઓળખે. કોઇ વાર ભૂલી પણ જાય. એમની દફન ક્રિયામાં હું હાજર હતો. ગામ અને બહારગામના એમના સેંકડો ચાહકો જનાજાની નમાઝમાં હાજર હતા. બીજા દિવસે મને કોઇએ કહ્યું કે ડૉ શુકલ સાહેબનો દીકરો ભદ્રેશકુમાર પણ એમના અવસાનના સમાચાર જાણી એમના ઘરે દિલસોજી વ્યક્ત કરવા આવેલો અને એમના નિખાલસ સ્વભાવને અને પોતાના પિતા અને કુટુંબ સાથેની એમની જૂની દોસ્તીને યાદ કરીને રડી પડેલો! આજુબાજુના ગામોના હિન્દુ ભાઇઓ પણ એમને યાદ કરીને કહેતા કે આપણા સમાજે એક અચ્છો ઇન્સાન ગુમાવ્યો છે.

અલ્લાહ પાક એમની મગફેરત કરે અને એમને જન્નતુલ ફિરદોસમાં જગા અતા ફરમાવે. આમીન.

સબ ઓઢ લેંગે મિટ્ટી કી ચાદર કો એક દિન
દુનિયા કા હર ચરાગ હવા કી નજર મેં હૈ

જનાબ ઇસ્માઇલ (બાપુ માસ્તર) ઘોડીવાલા
જન્મ: ૧૯૨૫ – મરણ: ૧૯૮૭

લખી મોકલનાર: જનાબ યાકૂબ બાજીભાઇ ભૂતાવાલા, બોલ્ટન, યુ.કે.

વિદ્યાર્થી જીવનની ઘણી યાદો જ્યારે તાજી થાય છે ત્યારે અમુક ખાસ નોંધ લેવા જેવા બનાવો વિષે લખવાનું મન થાય છે. આવા જ ખાસ બનાવોમાં ટંકારીઆ પ્રાથમિક શાળાના ઇસ્માઇલ બાપુ માસ્તરના હુલામણા નામથી ઓળખાતા આપણા જ ગામના એક ખૂબજ નિખાલસ, નિસ્વાર્થ અને મહેનતુ શિક્ષક સાહેબનો એક પ્રસંગ આજે યાદ આવે છે.

ગામમાં નવી નવી સ્થપાયેલી ટંકારીઆ હાઇ સ્કૂલમાં અમે ધોરણ ૮માં જ્યારે ભણતા હતા ત્યારે મરહુમ બાપુ સાહેબ હાઇ સ્કૂલ કમિટીના માનદ ખજાનચી હતા. હાઇ સ્કૂલને તે વખતે સરકારી ગ્રાન્ટ મળતી ન હતી એટલે શિક્ષકોનો પગાર ચૂકવવા વિદ્યાર્થીઓ પાસેથી મહિનાની પાંચ રૂપિયા ફી લેવામાં આવતી હતી. જો કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ આ ફી એક-બે અઠવાડિયાં મોડી લાવે તો શિક્ષકનો પગાર બાપુ સાહેબ પ્રાથમિક શિક્ષક તરીકેના પોતાના પગારની રકમમાંથી ગમે તેમ કરીને ચૂકવી આપતા. આ પરદુ:ખભંજક શિક્ષક પોતે દુ:ખ કરીને પણ હાઇ સ્કૂલના શિક્ષકોનો પગાર સમયસર ચૂકવાય તેની ખૂબ ફિકર કરતા.

એક વેળા અમારા કલાસમાંથી ચારપાંચ વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા. પરિણામે તેઓ બીજ ગણિત અને ભૂમિતિમાં પાછળ પડી ગયા અને કાચા રહી ગયા. અમારા કલાસ ટીચર જનાબ એ.યુ.પટેલ સાહેબ જેઓ હાલ લંડનમાં રહે છે અને જેઓ ભણાવવામાં ઘણાજ ઉત્સાહી હતા તેમણે અમે બીજ ગણિત અને ભૂમિતિમાં કાચા રહી ગયા છે એ વાત મરહુમ બાપુ માસ્તરને કરી. બાપુ માસ્તરે તરતજ અમારા આખા કલાસને આવીને કહ્યું કે જો તમે ઉનાળાના વેકેશનમાં સવારે સ્કૂલે આવતા હોય તો હું તમને બીજ ગણિત અને ભૂમિતિ શીખવાડીશ. અમે હા પાડી એટલે ફી વગર આ વેકેશન કલાસ શરૂ થઇ ગયો અને એક મહિનાની બરાબર મહેનતને અંતે અમે બધાજ બીજ ગણિત અને ભૂમિતિમાં પાકા બની ગયા. વેકેશન બાદ સ્કૂલ ફરી ખૂલતાં એજ વિષયના અમારા શિક્ષક અમારી પ્રગતિ જોઇને ઘણાં જ ખુશ થઇ ગયા અને બાપુ સાહેબની મહેનતના ભારોભાર વખાણ કર્યા.

અત્રે મનમાં એક સવાલ જે પેદા થાય છે તે એ કે શું આજની શાળાકીય કમિટીઓમાં આવા નિસ્વાર્થ અને શાળાના બાળકોના અભ્યાસની સાચી ફિકર કરવાવાળા શિક્ષકો કે સેવકો મળી શકે ખરા? જ્યારે જ્યારે સ્કૂલના દિવસો યાદ આવે છે ત્યારે ત્યારે આ બનાવ અચૂક મનમાં તાજો થાય છે. ગામની, શાળાની અને પોતાના વિદ્યાર્થીઓની જેમને ભારોભાર લાગણી હતી એવા અત્યંત નિસ્વાર્થ, સેવાભાવી અને લાગણીપ્રધાન બાપુ સાહેબને અલ્લાહ પાક જન્નતુલ ફિરદોસમાં જગા આપે એવી રમઝાનના આ મુબારક મહિનામાં આ નાચીઝની દુઆ છે. આમીન.

ઇબ્રાહીમ આદમ કબીર મરહૂમ
૧.૧૦.૧૯૨૭ – ૨૪.૪.૨૦૦૯

રજૂ કર્તા: કમાલ પટેલ ‘કદમ’ ટંકારવી

કેળવણી અને શિક્ષણ સેવાના ભેખધારી વડીલ ઇબ્રાહીમભાઇ કબીર ટંકારીઆ મુસ્તફાબાદના વિજ્ઞાન વિષયના પહેલ પ્રથમ ગ્રેજ્યુએટ (સ્નાતક) હતા. જૂનાગઢની જાણીતી બહાઉદ્દીન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી તેમણે BScની ડિગ્રી મેળવી હતી.

અભ્યાસ અથ્રે બહાર ભણતા હતા ત્યારે, જ્યારે ગામ આવે, એટલે પ્રાથમિક શાળાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી આગળ ભણવાને બદલે નિષ્ક્રિય બની ફરતા રહેતા કે બેસી રહેતા યુવાનોને મૂળ હાંસોટ, પણ ટંકારીઆ સ્થિત ઉષમાન શેખની જેમ અંગ્રેજી શીખવા અને આગળ ભણવા ઉત્તેજન આપતા રહેતા. છેવટે સન ૧૯૫૦માં મારા જેવા પાંચસાત કિશોરોને ભેગા કરીને પ્રથમ એક વર્ગથી શરૂઆત કરાવી અને બીજા વરસે આસપાસના ગામ વાંતરસા, કોઠી, કંબોલી, ઘોડી, ઠીકરિયા, અડોલ, કહાન, સિતપોણ, પારખેત, કારેલા, પાદરિયા ઇત્યાદિ ગામોમાં પોતાના સમકાલીન શિક્ષણપ્રેમી ‘મસ્તાન’ તરીકે જાણીતા ઉમર મુસા બંગલાવાલા અને અન્ય શુભેચ્છકોના સથવારે ફરીને વિદ્યાથ્રીઓ મેળવી ડેલાવાડના અગ્રણી સજ્જન જનાબ યૂસુફ બાપુ ડેલાવાલાના બંગલા નજીક ત્રિમાળી ‘સફરી મંઝિલ’માં માધ્યમિક શાળાના મંડાણ કરીને જંપ્યા.

ટંકારીઆ હાઇસ્કૂલની સ્થાપનામાં વડીલ ઇબ્રાહીમભાઇ કબીરનો સિંહફાળો છે. હાઇસ્કૂલની સ્થાપના થયા પછી , ગામના શિક્ષિત સજ્જનો પૈકી જનાબ આદમ ઇસ્માઇલ મુસ્તફાબાદીની અધ્યક્ષતા હેઠળ સંચાલન સમિતિને વહીવટ સોંપી દીધો. આપ કોઇ પણ સંસ્થાના એકહથ્થુ વહીવટને બદલે લોકશાહી ઢબના વહીવટને હંમેશાં વધુ પસંદ કરતા.

શિક્ષણ ક્ષેત્રે આપનો ઝાઝો સમય સોરઠના ભાવનગર, રાજકોટ, જામનગર, ધોરાજી અને બોટાદ વગેરે શહેરોમાં વીતેલો હોવાથી આપ મુહમ્મદ માંકડ, અમૃત ઘાયલ, સાલિક પોપટિયા, ઇજન ધોરાજવી, કલીમ વાકિફી તથા બોટાદકર જેવા ખ્યાતનામ સાહિત્યકારો-ગઝલકારો સાથે પરિચય અને મેળ મેળાપ ધરાવતા હતા. એટલું જ નહીં, પાલેજ નગરના પ્રતિષ્ઠિત જૈન ગૃહસ્થ ઉત્તમચંદ નેમચંદના દીકરી જયાબેન સાથે પણ ઘરોબો. હતો.

ઇંગ્લૅન્ડથી દેશ જાય ત્યારે હાસ્યકાર શહાબુદ્દિનથી લઇને ઉપર્યુક્ત પરિચિતોનો અચૂક સમ્પર્ક કરે, મુલાકાત કરે અને સંતોષ અનુભવે. યુ.કે. આવતાં પહેલાં ટાન્ઝાનિયા, આફ્રિકાના દારે સલામની આગાખાન હસ્તક ચાલતી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની સેવા બજાવતા હતા. યુ.કે. આવીને પ્રેસ્ટન સ્થિત થયા ત્યારે સ્થાનિક મસ્જિદના વહીવટમાં અને સામાજિક ઉત્કર્ષની અન્ય પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેતા. પ્રેસ્ટન મુસ્લિમ સોસાયટીના ઉપક્રમે આપે પ્રેસ્ટન કોલેજ હોલમાં ગુજરાતી મુશાયરાનું આયોજન કરીને ભારતીય દૂતાલયના સહાયક અધિકારીને અતિથિ વિશેષ તરીકે નિમંત્રેલા. મુશાયરાની પંક્તિ હતી:

‘વતનથી દૂર પણ દિલ તો અમારું બસ વતનમાં છે’

બીજો એક યાદગાર મુશાયરો, પ્રેસ્ટન મુસ્લિમ સોસાયટી, પૂર્વ લેંકેશાયર, મસ્જિદ કાઉન્સિલ પ્રેસ્ટન શાખા ઉપરાંત ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના સંયુક્ત આશ્રયે ૯.૮.૧૯૯૨ના રોજ પ્રેસ્ટનના માનનીય હેરોલ્ડ પારકરના અતિથિપદે યોજાયો હતો. પંક્તિ જાણીતા ગુજરાતી શાયર ‘ગની’ દહીંવાલાની હતી:

‘હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે’

વિજ્ઞાન સ્નાતક હોવા છતાં ગુજરાતી – ઉર્દૂ સાહિત્ય પ્રત્યે ભારે રસ રુચિ! ક્ષમતા હોવા છતાં, પોતે ન લખે. અભ્યાસ દરમિયાન મારા હસ્તલિખિત “પ્રકાશ” માસિકના ઇદ અંક માટે “નિર્ધનની ઇદ” શિર્ષકવાળી ટૂંકી વાર્તા ‘મુનીર’ ટંકારવી નામે લખી હતી. કિશોર અવસ્થામાં મારો સાહિત્ય શોખ અને અભિરુચિ પિછાણી મને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા બદલ મારો કાવ્ય સંગ્રહ “વેદના સંવેદના” ઇબ્રાહીમભાઇ કબીરને સન ૨૦૦૩માં મેં અર્પણ કરેલો છે.

ઇબ્રાહીમભાઇ કબીરના દાદાજીએ ગાંધીજી આયોજિત સ્વાતંત્ર્ય સંગ્રામ તથા દાંડીકૂચમાં ભાગ લીધો હતો. એટલે તેમના દાદાજી ગાંધીજીના સંબંધથી  ‘મહાત્મા’ તરીકે ઓળખાતા હતા.

મુસ્લિમ પટેલ કોમના ભાવિ માટે ચિંતિત રહેતા.

ઇબ્રાહીમભાઇ કબીર વિનમ્ર, વિવેકી અને શાંત, ધીર ગંભીર સ્વભાવના હતા. તેમ છતાં, સમોવડ સ્નેહી તથા મનમેળ હોય એવા મિત્રો સાથે નિર્દોષ ટીખળ થકી રમૂજ ઉપજાવવાની વિનોદવૃત્તિ sense of humour પણ ધરાવતા હતા.

અલ્લાહ મગફેરત કરે, બહોત હમદર્દ ઇન્સાન થા!

દાઉદ મહમદ ખાંધિયા ટંકારવી
જન્મ: ૧૫/૧૨/૧૯૪૪ મરણ: ૧૦/૦૮/૨૦૧૯

મહેક ટંકારવી

મરહુમ દાઉદભાઇ સાથે એક જ ગામમાં રહેતા હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ તો મળ્યો નહીં એ વાતનું દુ:ખ ખરું પણ “શાહીન” અને “અંજુમન વૉઇસ” જેવાં મૅગેઝિનોમાં એમના અભ્યાસપૂર્ણ લેખો અને સુંદર, વહેવારિક ગઝલો વાંચી એમના વિષે એક આદર્શવાદી, કોમ હિત ચિંતક અને અભ્યાસી વ્યક્તિ હોવાની છાપ મારા મનમાં જરૂર અંકિત થઇ ગયેલી. આપણા ગામે જે કેટલાક સારા કવિઓ, લેખકો અને સામજિક કાર્યકરો આપ્યા છે તેમાં દાઉદભાઇનો પણ સમાવેશ જરૂર કરી શકાય.

એમની હયાતીમાં ૨૦૧૨માં એમણે મને એમની આપવીતી આલેખતું બે પાનાનું એક લાંબું લખાણ મોકલેલું અને સાથે દસેક જેટલી અપ્રગટ ગઝલો પણ સામેલ કરેલી. એ લખાણમાંથી એમનો સુંદર પરિચય મળી રહે છે એ આશયે અહીં એમના જ શબ્દોમાં એમની આપવીતી રજૂ કરવાનું મુનાસિબ સમજું છું. પોતાનો પરિચય આપતાં તેઓ લખે છે:-

“૧૯૫૭ થી ૧૯૬૧ ટંકારીઆ હાઇસ્કૂલમાં અભ્યાસ જે દરમિયાન સાહિત્યથી ખાસી એવી અભિરુચિ થઇ ગઇ. અંગ્રેજી, ગુજરાતી, ફારસી ખૂબ આનંદ આપનારા વિષયો. વાર્તાઓ, નિબંધો અને કવિતાઓ વાંચવામાં ખૂબ મજા પડતી. પણ ગણિત સાવ કાચું! આપણે જાણે ગણિતના માણસ જ નહીં! કલાપી મારો સહુથી વધુ પ્રિય કવિ છે. ૧૯૬૨માં એસ.એસ.સી. પાસ કરી જેમાં સ્કૂલમાં પ્રથમ નંબર આવેલો.

૧૦૦ વીંઘા જેટલી જમીન ટેનન્સી ઍકટમાં ચાલી ગઇ હોવાથી કુટુંબમાં સર્જાયેલી આર્થિક ભીંસને કારણે કોલેજનું પગથિયું ચઢવાનો મોકો મળ્યો નહીં. એટલે ત્રણેક મહિના સરકારી ગોડાઉનમાં માસિક ૪૦ રૂપિયાના પગારે અનાજ તોલવાની નોકરી કરી. પછી ઢોરોના ડૉકટર તરીકે અને ઢોરો સાથે કામ લેવાનું ફાવ્યું નહીં એટલે ૨૦ વર્ષની ઉંમરે પોષ્ટ ખાતાની નોકરી સ્વીકારી. પહેલું પોસ્ટીંગ વલસાડ પાસે આવેલા ભિલાડમાં થયેલું. અહીં બેઉ દિશાઓમાં પહાડો છે. સાંજે નોકરી પરથી છૂટી રૂમ પર આવી ચાપાણી કરી પહાડ પર ચાલ્યા જવાનો અને કુદરત સાથે વાતો કરતા રહેવાનો નિત્યક્રમ. એકવાર પહાડ પર જ આંખ મીંચાઇ જતાં રાતના ૧૨ વાગી ગયેલા.

મુકેશજી અને રફીએ ગાયેલાં ગીતોને યાદ કરી કહે છે “તે સમયનાં ગીતો કેટલાં સુંદર! કેટલાં મીઠાં-મધુર, શબ્દો પણ કેટલા સરસ! અને એમાં રહેલા ભાવનું તો પૂછવું જ શું? હવે એવાં મજાનાં અને કંઇક મેસેજ આપતાં ગીતો જ કયાં જોવા મળે છે.”

૨૨ વર્ષની ઉંમરે ૧૯૬૬માં ટંકારીઆ પોષ્ટ માસ્તર તરીકે નિમણૂંક થઇ. ટંકારીઆ સબ-પોષ્ટ ઓફિસનું ઉદ્દઘાટન મારા હાથે થયેલું. ઉદ્દઘાટન પ્રસંગે ડૉ શુકલ સાહેબે રૂપિયા ૫૦૦નું સેવીંગ સર્ટિફિકેટ ખરીદેલું તે યાદ છે.

૩૭ વર્ષની એકધારી નોકરી પછી ૫૭ વર્ષની વયે વહેલી નિવૃત્તિ સ્વીકારી લીધી. ૨૦૦૧માં મકાન બનાવ્યું અને ૨૦૦૨માં તેમાં રહેવા આવી ગયો. અઢી વર્ષ ગુજરાતના રમખાણોનો ભોગ બનેલા લોકોને મકાનો બનાવી આપી થાળે પાડવાના રિલીફ કામમાં જોડાયો. કોઇ પણ જાતના વેતન વિના સેવાઓ આપી. મારી જિંદગીનાં આ અઢી વર્ષ એ અત્યંત કીંમતી સરમાયો છે. એમાં મને જે આનંદ મળ્યો તે અવર્ણનીય છે.

કરમાડના પોસ્ટીંગ દરમિયાન ૧૯૭૫થી કુર્આનનો અભ્યાસ શરૂ કર્યો અને આજ સુધી કુર્આન, હદીષ, ઇસ્લામી તારીખ અને સીરતે નબવી (સલ) સાથે ગેહરો લગાવ કાયમ છે. હજી પણ રોજનું ૮-૧૦ કલાક જેટલું લેખન-વાંચન ચાલે છે. એક અંગત લાયબ્રેરી પણ ઊભી કરી છે જેમાં પાંચેક જેટલી તફસીરો, બુખારી અને મુસ્લિમ શરીફ તથા અન્ય સાહિત્ય ઉપલબ્ધ છે. ૧૯૮૫થી લખવાની શરૂઆત કરેલી અને મારી એક દીકરીનું નામ ‘નજમા’ છે તેના પરથી ‘અબુ નજમા’ના ઉપનામથી ઘણાં લેખો લખેલા.

શાહીન સાપ્તાહિક, યુવા સાથી માસિક, મેમન વેલ્ફેર માસિક તથા અંજુમન વોઇસ માસિકમાં મારા લેખો અને ગઝલો છપાય છે. ગુજરાતીમાં ૨૦૦ જેટલી તથા ઉર્દૂમાં ૩૦૦ જેટલી ગઝલો તૈયાર છે. ઉપરાંત વિવિધ મેગેઝીનોમાં છપાઇ ચૂકેલા ૧૦૦ જેટલા લેખો હાથવગા પડેલા છે. હાલ મારી ઉર્દૂ ગુજરાતીની ૧૦૦ જેટલી ગઝલો “વહેતાં નીર” નામના સંગ્રહમાં પ્રકાશિત થયેલી છે. અલ્લાહ ચાહશે તો અન્ય સાહિત્ય પણ પુસ્તક સ્વરૂપમાં મૂકવાનો પ્રયાસ કરીશ.”

એમની આ ટૂંકી આપવીતી પરથી એ કેવા ઉમદા દિલના, કોમની ભરપૂર લાગણી ધરાવતા હમદર્દ ઇન્સાન હતા તેનો આપણને સહેજે ખ્યાલ આવી જાય છે. ૨૦૦૨ના ગુજરાતના રમખાણોનો ભોગ બનેલા અસંખ્ય મુસ્લિમ પરિવારોને વિવિધ વિસ્તારોમાં મકાનો બનાવી આપી, તોડફોડ કરવામાં આવેલ દુકાનો-મકાનો-મસ્જિદોને રિપેર કરાવી આપી ઠારે પાડવામાં એમણે “જમાતે ઇસ્લામી હિંદ”ના વડોદરા યુનિટના ઇનચાર્જ રહી, અણથક મહેનત અને દોડધામ કરી અઢી વરસ સુધી જબરદસ્ત કામગીરી બજાવી હતી. અલ્લાહ એની અપાર કૃપાથી એમની એ નિખાલસ, સ્વયંસેવી મહેનતો અને સમય શક્તિની અમુલ્ય કુરબાનીઓને કબુલ કરી એનો બહેતરીન બદલો આપે અને એમના દરજાઓને બુલંદ કરે. આમીન.

લેખન-વાંચનના શોખીન, અને પ્રખર અભ્યાસી એવા શાંત, એકાંતપ્રિય, ચિંતનશીલ અને ઊર્મિસભર હૈયાના, “આપણે તો ભાવને ઓળખવાવાળા માણસ છે” એવુંકહેતાઆ કવિ લેખકે પોતાની અનેક પ્રગટ, અપ્રગટ કૃતિઓ પાછળ છોડી છે જેમને પુસ્તક સ્વરૂપમાં તો એ મૂકી શકયા નહીં. જેમ મરહુમ ‘ઝાકિર’ ટંકારવીની બાબતમાં, તેમ મરહુમ દાઉદભાઇની બાબતમાં પણ આ કામ મરણોત્તર પણ જો થઇ શકે તો એમનું અધુરું રહેલું એ કામ પૂર્ણ થાય અને એ કવિજીવોની યાદ એક લાંબા સમય સુધી જળવાય રહે.

છેલ્લે એમના બે શેરથી પૂરું કરું છું:

પંખીની પાંખ થઇને જવું’તું ગગન સુધી
મહોબ્બતના જામ લઇને જવું’તું અમન સુધી
કાંટાઓ કોણ આટલા નાંખી ગયું અહીં?
કેડી ઉપર થઇને જવું’તું ચમન સુધી

ઇબ્રાહીમભાઇ મઠિયા
જન્મ: ૧૯૪૦? મરણ: મંગળવાર તા. ૩૧/૧૨/૨૦૧૩
રજૂ કરનાર: ‘કમાલ’ પટેલ

સુથાર ફળિયા ટંકારીઆ (મુસ્તફાબાદ)ના રહીશ.
મૂળ ‘બા-બયઅત’ અપભ્રંશ બાબયત કુળ. ખંભાત નગરથી આવેલા કુટુંબનો સભ્ય
એક સીધો, સાદો સુજન માણસ!
ખરા અર્થમાં એક ‘આમ’ આદમી!

ટંકારીઆ ગામના પાદર જેવા ભરચક વિસ્તારમાં ‘ચા’- ચ્હાની નાની સરખી ઓરડી ધરાવે. તે પણ ભાડૂતી. પરોઢે ઊઠીને, પોતપોતાના કામસર જતા આવતા લોકોને હર્ષભેર આવકારે અને ગરમાગરમ કડક, મીઠી મસાલેદાર ચા પીવાડે. કેવળ ચા નહીં, ચાહ – ચાહત પણ.

આવો બેસો સ્વાગત છે
ચાયની સાથે ચાહત છે

ટંકારીઆ ભરૂચ તાલુકાનું આશરે પંદરેક હજારની વસતી ધરાવતું આગળ પડતું મોટું ગામ! ગામમાં અને ગામની બહાર નાનું મોટું બાંધકામ થતું રહે, તેમાં ગામ પરગામના શ્રમિકો (પરગામના વધારે) ઉપરાંત અન્ય પ્રદેશો વિશષત: રાજસ્થાનના કારીગરો, ઇબ્રાહીમની ચા ગટગટાવી હૂંફ મેળવે. તાજગી અને સ્ફૂર્તિ મેળવી પોતપોતાનું કામકાજ શરૂ કરે.

ઇબ્રાહીમ મઠિયાની ચાની ઓરડી આગળ ડાયરો જામે. ગામના સ્થાનિક નિવૃત્ત સજ્જનો અને વિદેશ વસવાટ કરતા વતનની મુલાકાતે અવારનવાર પધારતા NRI અતિથિઓનું મિલન સ્થળ! અલક મલકની વાતો થાય, દૈનિક છાપાં વંચાય, ડાયરામાં શામેલ થતા રહેતા બધા ભાઇઓને આ ઇબ્રાહીમભાઇ હસીખુશી આવકારતા રહે.

હસીખુશી સૌને આવકારતો રહ્યો
ચાય સાથે ચાહ પણ પીવડાવતો રહ્યો

પૂર્વ કવિ શાઇરે મશરિક અલ્લામા ઇકબાલની એક પંક્તિ: ‘તેરા તરીક અમીરી નહીં, ગરીબી હે, ખુદી ન બેચ, ગરીબી મેં નામ પેદા કર’ ના આબેહૂબ સ્વરૂપ જેવો ગરીબીમાં પણ માલામાલ સ્વભાવ ધરાવતો માણસ ભૂખ્યો માણસ. મરહુમ હાડકાના અસાધ્ય રોગનો ભોગ બનીને છેવટે મંગળવાર તા. ૩૧/૧૨/૨૦૧૩ના રોજ અલ્લાહની મરજીને આધીન થયો. અલ્લાહ મગફેરત કરે! ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલયહે રાજેઊન.

જનાબ યુસુફ આઇ. શેખ (મોચી સાહેબ)

૨૦-૦૩-૧૯૩૬ – ૦૪-૦૯-૨૦૧૪

રજૂ કર્તા: જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, લંડન

સિતાર તો તૂટી ગઇ, કલરવ એનો રહી ગયો,
મોરલો તો ઊડી ગયો, ટહૂકો એનો મૂકી ગયો

૪થી સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ MyTankaria વૅબસાઇટ પર એક દુ:ખદ સમાચાર જ્યારે પ્રગટ થયા ત્યારે ટંકારીઆ ગામ સહિત સમગ્ર પંથકના વિશાળ વિદ્યાર્થી  જગતે અને ગામજનોએ એક સખત ભૂકંપશો આંચકો અનુભવ્યો. એ સમાચાર ટંકારીઆ હાઇ સ્કૂલના વિદ્યાર્થી જગતના વહાલસોયા અને આદરણીય શિક્ષક જેમને સૌ યુસુફ સાહેબ મોચીના નામથી ઓળખતા હતા તેઓ આ ફાની દુનિયાથી વિદાય લઇ આખેરતની જિંદગી તરફ પ્રયાણ કરી ગયા હતા તેને લગતા હતા. ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલયહે રાજેઊન.

એમનો જન્મ વડોદરા જિલ્લાના મિયાંગામ-કરજણ ગામમાં એક શ્રમજીવી પરિવારમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કરજણમાં પૂરું કરી માધ્યમિક શિક્ષણ પણ ત્યાંની શાહ એન. ડી. સાર્વજનિક હાઇ સ્કૂલમાં લીધું. રાજપીપળાની પી.ટી.સી. કોલેજમાં બે વર્ષનો કોર્ષ કરી ત્યાંથી સી.પી.એડ.ની ડિગ્રી મેળવી.

૧૯૬૦-૬૧માં ટંકારીઆ હાઇસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે જોડાયા. આ સમયે હું ધોરણ ૧૧માં ભણતો હતો એટલે આ નવયુવાન શિક્ષકનો પ્રથમ પરિચય સ્કૂલમાં જ થયો હતો. પ્રથમથી જ ખૂબજ ઉત્સાહી અને ખંતીલા આ શિક્ષક વ્યાયામના પીરિયડમાં દંડ બેઠક તથા દંડ પીલાવવા જેવી કસરતોથી અમને એટલા થકવી નાંખતા કે અમે સૌ પરસેવે રેબઝેબ થઇ જતા. એમની વ્યાયામ કરાવવાની પદ્ધતિ એવી કે વિદ્યાર્થીઓ હોંશે હોંશે પી.ટી.ના વિષયમાં રસ લેતા. વ્યાયામિક શબ્દ પદાવલીઓ અને સુત્રોના સુરો તથા વ્યાયામના ઢોલ, ડંબ-બેલ્સ, ખંજણી-મંજણી વગેરે વાજિંત્રોથી તથા યુસુફ સાહેબની સિંહ ગર્જનાઓથી શાળાનું સમગ્ર પટાંગણ ગુંજી ઊઠતું.

યુસુફ સાહેબ વિદ્યાર્થીઓ પાસેથી શિસ્ત, નિયમિતતા અને આજ્ઞાપાલનનો સવિશેષ આગ્રહ રાખતા. વ્યાયામ વેળા પોતે યુનિફોર્મ પહેરતા અને વિદ્યાર્થીઓ પાસે પણ ચુસ્તપણે એનું પાલન કરાવતા. વ્યાયામ ઉપરાંત ગણિત, અલજીબ્રા અને ભૂમિતિ જેવા વિષયોમાં પણ સારૂં જ્ઞાન ધરાવતા હતા. ગામમાં સહુને માત્ર નામથી નહીં પણ તેમના જીવનની નાની નાની વિગતો સાથે ઓળખે. ટંકારીઆ ગામને અને ગ્રામજનોને આટલું ચાહનારા આવા પ્રમાણિક અને નિખાલસ શિક્ષક આ સમયમાં હવે મળવા મુશ્કેલ છે. શાળાના સ્નેહ સંમેલનો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અભિનય ક્ષેત્રે વિના સંકોચ સક્રિય ભાગ લેતા ત્યારે વિદ્યાર્થીઓ પોતાના પ્રિય ગુરુ સાથે આનંદ વિનોદની મજા માણતા.

Yusuf Mochi 2

ટંકારીઆ ગામ અને ટંકારીઆ હાઇ સકૂલને પોતાની કર્મભૂમિ બનાવી લગભગ ૩૫ વર્ષ સુધી સતત વિદ્યા સેવા કરી. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ માટે રાત્રિ વર્ગો શરૂ કર્યા અને પોતે પણ મોડી રાત સુધી જાગરણ કરતા અને વિદ્યાર્થીઓને પોતાનાથી બનતી તમામ સહાય કરતા. વિદ્યાર્થીઓને પર્યટને લઇ જવા, ક્રિકેટ અને બીજી રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવું, ગરીબ બાળકો માટે ફી તેમજ યુનિફોર્મની વ્યવસ્થા કરવી, પોતાની આર્થિક હાલત સદ્ધર ન હોવા છતાં મફત ટયુશન આપવું વગેરે કામગીરી ઉમદા રીતે બજાવતા. એજ કારણે તો આવા બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષક પ્રત્યે સૌ કોઇને આદરભાવ રહેતો. એક સફળ શિક્ષક તરીકે જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પારિતોષિકો મેળવી “બેસ્ટ સ્કૂલ એવોર્ડ” અને “નેશનલ ડિસિપ્લીન સ્કીમ અવોડ” જેવા અનેક એવોર્ડથી પણ સન્માનિત થયા હતા.

૧૯૯૩માં ૩૫ વર્ષની સેવા બજાવી ચૂકેલા આ નિષ્ઠાવાન શિક્ષક જ્યારે નિવૃત્ત થાય છે તો એમની સમક્ષ પિતા-પુત્ર અને પૌત્ર સુધીનું એક વિશાળ વિદ્યાર્થીવૃંદ ઉપસ્થિત હતું. કોઇ પરિચિત યુવાન સામે મળે તો “તારા પિતા પણ મારી પાસે ભણેલા છે” એમ કહી મનોમન રાજી થતા. નિવૃત્તિ બાદ ૨૦૦૦ની સાલમાં અજમત ખાંધિયા, બર્મિગ્હામ, યુ.કે.ના આમંત્રણથી તેઓ ઇંગ્લૅન્ડના પ્રવાસે પધારે છે. આ પ્રવાસની તમામ જવાબદારી ઇકબાલ ધોરીવાલા, ડયુઝબરી, અનવર બચ્ચા અને શફીક પટેલ, લંડન તથા તેમના અન્ય ચહિતા વિદ્યાર્થીઓએ ઉપાડી લીધી હતી. જ્યાં પણ ગયા ભાવભીનો સત્કાર થયો. લંડન પધાર્યા તો મને પણ એમના યજમાન (host) બનવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું. ૧૦-૧૨ દિવસના રોકાણ દરમિયાન ટંકારીઆ હાઇસ્કૂલ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સતત યાદ કરી તેમની પ્રશંસા કરતા રહ્યા. કેટલીકવાર ભૂતકાળના પ્રસંગોનાં સંભારણાં કરતાં તેમની આંખો અશ્રુભીની થઇ જતી. લંડન શહેર અને અન્ડરગ્રાઉન્ડ રેલ્વે જેવી એની તમામ અદભૂત સુવિધાઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા. હું ૧૯૬૬-૬૭માં ટંકારીઆ હાઇ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો ત્યારે શિક્ષકની નોકરી દરમિયાન બંધાયેલા અમારા મૈત્રી સંબંધો મારે ત્યાંના તેમના રોકાણ દરમિયાન વધુ મજબૂત થયા અને મને એમના વ્યક્તિત્વનો વધુ નિકટથી પરિચય થયો. મિત્રો સાથેના વાર્તાલાપમાં એમનું સમગ્ર વ્યક્તિત્વ સંપૂર્ણપણે વ્યક્ત થતું હતું. યુસુફ સાહેબની આ જગતમાંથી ચીર વિદાય થતાં મારા જેવા એમના અનેક મિત્રો, ચાહકો, ટંકારીઆ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ એક આત્મીય, સન્માનિત, સંનિષ્ઠ, આદર્શ, સ્વમાની, દયાળુ, શિસ્તપ્રેમી અને આજીવન શિક્ષક કહી શકાય એવો એક પ્રેરણાદાયી શિક્ષક ગુમાવ્યો છે.

મોટી ઉંમરે પણ તેઓ કોઇ યુવાનને શરમાવે એવી સ્ફુર્તિથી કામ કરતા અને તેમના નિજાનંદમાં મસ્ત રહેવાના સ્વભાવને કારણે કોઇ પણ અપરિચિત વ્યક્તિને પણ પોતાનો મિત્ર બનાવી લેતા. એક ટૂંકી માંદગી બાદ ધૂપસળી માફક જ્યાં પણ ગયા ત્યાં પોતાના સદ્દગુણોની સુવાસ પાથરી આખરે અલ્લાહને પ્યારા થયા.

ટંકારીઆ ગામ બે વ્યક્તિઓની અજોડ સેવાઓને કદી પણ વિસરી શકશે નહીં. એક હતા ગામના બીમારોની એકધારી સેવા કરનાર માનનીય ડૉ જી.એસ. શુકલ સાહેબ અને તેમના જેવાજ સેવાભાવી અને વિનમ્ર યુસુફ સાહેબ મોચી જેમણે ગામની શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે વર્ષો સુધી અમુલ્ય સેવા કરી છે. યુસુફ સાહેબ તેમની પાછળ એમના પુત્રો સાબીર, શબ્બીર, શરીફ, અબ્દુલ અને પુત્રી મેહમુદા તથા એમના ધર્મપત્ની મોહતરમા કુલસુમ બહેનને છોડી ગયા છે. તેમને ભરૂચ શહેરના પીર બાવા રયહાનના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા છે જ્યાં એક સુફી સંત સમા બુઝુર્ગના સાન્નિધ્યમાં તેમની અંતિમ આરામગાહ છે.

અલ્લાહ પાક આ નેકદિલ ઇન્સાનની બાલ બાલ મગફેરત કરે અને તેમની બેનમુન સેવાઓને કબુલ કરી તેમને જન્નતુલ ફિરદૌસમાં આલા મુકામ નસીબ ફરમાવે એવી હ્રદયપૂર્વક દુઆ ગુજારી આ શ્રદ્ધાંજલિને સમાપ્ત કરું છું.

ભલે  ભૂલો   બીજું   બધું,  ઉસ્તાદને   પણ  ભૂલશો  નહીં
અગણિત છે ઉપકાર એમના પણ, એ કદી વિસરશો નહીં

ઇસ્માઇલ ઇબ્રાહીમ પટેલ (ખોડા)
૦૪/૦૬/૧૯૨૯ – ૧૦/૦૩/૧૯૯૯

રજૂ કર્તા: ઇસ્માઇલ ખૂણાવાલા, લંડન

સબ ઓઢ લેંગે મિટ્ટી કી ચાદર કો એક દિન
દુનિયા કા હર ચરાગ હવા કી નઝર મેં હૈ

મુનવ્વર રાના

ટંકારીઆ ગામ પહેલાંથી જેટલું શિક્ષણક્ષેત્રે એટલું જ ક્રિકેટક્ષેત્રે પણ જાણીતું છે. શિક્ષણ અને ક્રિકેટ બેઉ ક્ષેત્રોમાં જેમણે સારી નામના મેળવી હતી તેવા કેટલાક લોકોમાં ઇસ્માઇલ ઇબ્રાહીમ પટેલ (ખોડા)નો સમાવેશ થાય છે. એમનો જન્મ ૪/૬/૧૯૨૯ના રોજ ટંકારીઆ ગામમાં થયો હતો. બાલ્યાવસ્થામાં જ પિતાની છત્રછાયા ગુમાવી હોવાથી એમની પરવરીશની જવાબદારી એમનાં વાલીદા અને વડીલ બંધુ મરહુમ મુસાભાઇ ઇબ્રાહીમ ખોડાના શિરે આવી પડી હતી. મુસાભાઇએ આ જવાબદારી બરાબર નિભાવી તેમને પ્રથમથી જ સારું શિક્ષણ મળે તેની ભારે તકેદારી રાખી હતી. પ્રાથમિક શિક્ષણ ટંકારીઆ કુમાર શાળામાં મેળવ્યું. ટંકારીઆમાં તે વેળા માધ્યમિક શાળા ન હોવાથી, પરદેશની સફર ખેડવામાં જેટલી મુશ્કેલીઓ વેઠવી પડે એટલી મુશ્કેલીઓ વેઠીને ગામ છોડી હાઇ સ્કૂલમાં આગળ અભ્યાસ કરવા માટે તેઓ વડોદરા ગયા. ત્યાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી લાંબી સફર ખેડી કોલેજમાં ભણવા પ્રથમ વીસનગર, પછી નવસારીની તે સમયની સુવિખ્યાત એસ.બી.ગાર્ડા કોલેજમાં અને છેલ્લે અમદાવાદ જઇ ત્યાંની ફાર્મસી કોલેજમાંથી બી.ફાર્મ.ની ડિગ્રી મેળવી. 

બી.ફાર્મ.થઇને નોકરીની શોધમાં મુંબઇનો રસ્તો પકડયો. ત્યાં તે સમયની સીબા અને ગેલેક્ષી જેવી કેટલીક જાણીતી ફાર્મસ્યૂટિકલ કંપનીઓમાં નોકરી કરી. એડનમાં વધારે પગારની નોકરીની તક મળતાં તે સ્વીકારી લીધી અને એડનની સફર ખેડી. અહીં જુદા જુદા શહેરોમાં સેવાઓ આપી, અંતે મસ્કતમાં ઠરીઠામ થયા.પોતાની કર્તવ્યનિષ્ઠાથી જ્યાં પણ ગયા ત્યાં ઉમદા સેવાઓ આપી અને પ્રિય બનીને રહ્યા. છેલ્લે વતન પાછા ફરી પોતાનાં બાળકોની સારસંભાળ અને તાલીમ તર્બિયતમાં સમય લગાવ્યો. ૧૯૭૯–૮૦ માં તેમના યુ.કે. પ્રવાસ દરમિયાન તેઓ મારે ઘરે મુલાકાત કરવા આવ્યા ત્યારે તેમને રૂબરૂ મળવાનો અને તેમને વધુ નિકટથી જોવા–જાણવાનો સુંદર મોકો મળ્યો. વાણીમાં એક શિક્ષિત માણસને શોભે એવો વિવેક, વર્તનમાં સજ્જનતા અને સ્વભાવમાં નમ્રતા– તેમના આ ગુણોથી હું પ્રથમ મુલાકાતે પ્રસન્ન અને પ્રભાવિત થયો હતો. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કે રાજકીય વિષયોની ચર્ચા કરવામાં તેમની પાસેથી ઘણું શીખવાનું મળતું.

કોલેજકાળ દરમિયાન long jump અને spear throwing (ભાલા ફેંક) જેવી રમતોની સ્પર્ધામાં પણ ભાગ લેતા. ઉપરાંત તેઓ એક અચ્છા ક્રિકેટર પણ હતા. ટંકારીઆમાં ૧૯૪૬માં ‘ધ વીનર ક્રિકેટ કલબ’ની સ્થાપના થઇ. ગામલોકોનું કહેવું છે કે ગામમાં એ પહેલાં પણ ઠેઠ ૧૯૨૦–૩૦થી ક્રિકેટ તો રમાતી જ હતી. ઇસ્માઇલ પટેલ ‘ધ વીનર ક્રિકેટ કલબ’ના એક અગ્રગણ્ય સભ્ય અને ઓપનીંગ બેટસમેન તથા બોલર હતા. ૧૯૫૨થી ૧૯૬૦ સુધીનો સમય ટંકારીઆના ક્રિકેટ ઇતિહાસમાં એક યાદગાર સમયગાળો રહ્યો છે. આ સમયે રમાતી મેચોમાં આઇ.આઇ.પટેલ સાથે અબ્દુલહક બંગલાવાલા કે રૂસ્તમ દાદાભાઇ ચોકવાલા રમતની ઓપનીંગ કરતા. ગામના મોટા પાદરના મુખ્ય કિકેટ ગ્રાઉન્ડ પર એમને રમતા નિહાળવાનો એક અનેરો આનંદ હતો. કલબના અન્ય ક્રિકેટરોમાં જનાબ ઇબ્રાહીમભાઇ ડાહ્યા (કેપ્ટન), ગુલામભાઇ સાલેહ, ગુલામભાઇ બોઘા, યુસુફ અલી ભાલોડા, મોહનભાઇ વાણંદ, આદમભાઇ ભરૂચી, ગુલામભાઇ અકુજી બંગલાવાલા તથા ઇબ્રાહીમભાઇ બંગલાવાલાનો સમાવેશ થાય છે. ગામમાં આ સમયે ઘણાં ક્રિકેટરો જોવા મળતા અને મેચો વેળા તો એક ઉત્સવ જેવું ઉલ્લાસમય વાતાવરણ સર્જાતું. ત્યાર પછી ‘ધ ફેમસ કિકેટ કલબ’ની સ્થાપના થઇ. ગુલામભાઇ ભૂતા તલાટી, યાકૂબ બાજીભાઇ ભૂતાવાલા, સુલેમાનભાઇ ભૂતા (સોલી), ઇસ્માઇલ મહંમદ માસ્તર ઘોડીવાલા, ઇસ્માઇલ મિયાંજી બંગલાવાલા, આદમભાઇ ભોલા, વલીભાઇ ખંડુ અને વલીભાઇ ઇસ્માઇલ શેઠ આ નવી ક્રિકેટ કલબના હોનહાર ખેલાડીઓ હતા.   

શિક્ષિત જીવ એટલે મરહુમ વાંચનનો પણ ઘણો શોખ ધરાવતા હતા. એમણે ઉર્દૂ અને ફારસી સાહિત્યના ગાલીબ, મીર, શેખ સા’દી, ડૉ અલ્લામા ઇકબાલ વગેરેની સાહિત્યિક કૃતિઓનું વાંચન કરેલું હતું જે એમની સાથેના સંપર્ક અને વાર્તાલાપ પરથી સ્પષ્ટ જાણી શકાતું હતું.

લંડનમાં સ્થાયી થયા બાદ ફેબ્રુઆરી ૧૯૯૯માં એમની તબિયતમાં એકાએક કમજોરી અને માંદગીનાં ચિહનો જણાતાં એમને લંડનની ન્યુહામ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હું એમની ખબર લેવા હોસ્પિટલે ગયો ત્યારે ત્યાં એમના ફરજંદ મુશ્તાક, ઇકબાલ અને અન્ય પરિવારજનોની હાજરીમાં એમની સાથે થોડીઘણી વાતચીતનો છેલ્લો મોકો મળ્યો હતો. તબિયત નાદુરુસ્ત હોવા છતાં વાણી વર્તનમાં હજી પણ એજ વિવેક અને વિનમ્રતા વરતાતાં હતાં. ટૂંકી માંદગી ભોગવી માર્ચ ૧૯૯૯માં તેઓ અલ્લાહને પ્યારા થઇ ગયા. ઇન્ના લિલ્લાહે વઇન્ના ઇલયહે રાજેઉન. દફનવિધિ લંડનના ફોરેસ્ટ ગેટ વિસ્તારમાં આવેલ મુસ્લિમ પટેલોના કબ્રસ્તાનમાં પ્લોટ નંબર ૯૮માં કરવામાં આવી.

એમની પૌત્રીઓ તસ્નીમ, સબીહા તથા અસ્માએ પણ દાદાના નકશે કદમ પર ચાલી બી.ફાર્મ. તથા એમ.ફાર્મ.ની ડિગ્રીઓ મેળવી છે અને પોતાના ખાનદાનનું નામ રોશન કરી રહી છે.

મર્હૂમને આજે જ્યારે યાદ કરું છું ત્યારે એમની એક શિક્ષિત અને અત્યંત વિનમ્ર સજ્જન તરીકેની છબી મારી આંખો સામે ઉભરે છે અને આંખો ભરાઇ આવે છે.

કૈસી તરતીબ સે કાગઝ પે ગિરે હૈં આંસુ
એક ભૂલી હુઇ તસ્વીર ઉભર આઇ હૈ
અલ્લાહ પાક મરહુમની મગફેરત ફરમાવે અને તેમને જન્નતુલ ફિરદૌસમાં જગા આપે એવી દુઆ સાથે મારી આ શબ્દાંજલિ પૂરી કરું છું.

જનાબ આઇ. એમ. પટેલ (ઇબ્રાહીમ સાહેબ વરેડિયાવાલા)
જન્મ: ૧૯૧૯ – મરણ: મે ૧૯૬૧
રજૂ કર્તા: જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, લંડન
૧૯૫૭માં ધી ટંકારીઆ હાઇ સ્કૂલ, ટંકારીઆમાં મારો વિદ્યાર્થી તરીકે પ્રથમ પ્રવેશ. તે વખતે આદરણીય આઇ.એમ.પટેલ (ઇબ્રાહીમ સાહેબ વરેડિયાવાલા)નો મને પ્રથમ પરિચય થયો. આ શાળામાં ૧૯૫૪થી ૧૯૬૦ સુધી જે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું તે બધા જ આજ દિન સુધી આ વિદ્વાન શિક્ષકને યાદ કરે છે. મધ્યમ કદ, માથા પર કાળી ટોપી અને કોટ પાટલૂનમાં સજ્જ વર્ગમાં દાખલ થાય ત્યારે એમનું આગવું વ્યક્તિત્વ તરી આવતું.

કોઇ પણ વિષય ભણાવવાનો હોય તે વિષયની પૂર્વ તૈયારી કરીને ભણાવતા. ટંકારીઆ હાઇ સ્કૂલ સદ્દભાગી છે કે પ્રારંભથી જ મર્હૂમ ઇબ્રાહીમ સાહેબ જેવા અભ્યાસી, મહેનતુ, આદર્શ અને પોતાના વ્યવસાયને વરેલા શિક્ષકો પ્રાપ્ત થયા. આવા શિક્ષકોની યાદી લાંબી છે. બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢના સ્નાતક અને અંગ્રેજી, ફારસી અને હિન્દીના નિષ્ણાંત આ શિક્ષકની ભણાવવાની રીત પણ એટલી સરસ હતી કે અઘરો પાઠ પણ સહેલો બની જતો. એમની એ શિક્ષણ પદ્ધતિને અપનાવી મારા જેવા એમના કેટલાક વિદ્યાર્થીઓ પાછળથી સફળ શિક્ષકો બન્યા જેનો યશ એમને જાય છે. એમના કોટના ખિસ્સાં સફેદ ચોકથી ભરેલાં રહેતાં. બ્લેકબોર્ડ પર સુંદર મરોડદાર અક્ષરોમાં પાઠના મુખ્ય મુદ્દાઓ લખતા અને બ્લેકબોર્ડનો એટલો ઉપયોગ કરતા કે દિવસને અંતે ચાકથી ભરેલાં એમનાં ખિસ્સાં ખાલી થઇ જતાં. એમની પાસેથી અંગ્રેજી તથા ફારસીનું વ્યાકરણ શીખવાનો અનેરો આનંદ રહેતો. ગંભીર પ્રકૃતિના છતાં વિદ્યાર્થીઓ સાથે કેટલીક વાર વિનોદ પણ કરતા. વિદ્યાર્થીઓ પણ કોઇ વાર આ આદરણીય શિક્ષક સાથે જ્ઞાન સાથે ગમ્મત કરતા. સાંજે ફરવા નીકળીએ ત્યારે પીર હાશમશાહ (રહ)ની દરગાહ પર અમે કેટલાક મિત્રો જઇને બેસતા ત્યારે આ સૂફી સંત જેવા દેખાતા શિક્ષકને પણ ત્યાં કોઇ એકાંત ખૂણામાં ચિંતન મનનમાં ડૂબેલા નિહાળતા. હિંમત કરી અમે એમની પાસે જતા તો ફરી એમની વિદ્વતાભરી વાણી સાંભળવા મળતી.

હું ૧૯૬૧માં સફરી બિલ્ડીંગમાં ચાલતી ટંકારીઆ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો ત્યારે આ વિદ્વાન શિક્ષક અલ્લાહને પ્યારા થઇ ગયા હતા.જે વર્ગોમાં એમની પાસે ભણ્યા હતા તે વર્ગોની દીવાલો પર હજી જાણે એમનો અવાજ પડઘાતો હોય એવું વારંવાર મેહસુસ થતું. એમના જ્ઞાન અને ડહાપણપૂર્ણ્ર શબ્દો કાનોમાં ગૂંજતા. એમની યાદ આવતી.

જીવનમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે ટૂંકી મુલાકાતમાં પણ હૈયે વસી જાય છે. મર્હૂમ ઇબ્રાહીમ સાહેબ પણ આવી જ એક નેક, નિખાલસ વ્યક્તિ હતા. મારા જેવા અનેક એમના વિદ્યાર્થીઓ આજે પણ એમને આદર અને માનપૂર્વક યાદ કરે છે.

જહાં રહેગા વહીં રોશની લૂંટાએગા
કિસી ચિરાગ કા અપના મકાં નહીં હોતા

વરેડિયામાં જન્મી, જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી રોશન થયેલા આ દીપકે ટંકારીઆ હાઇ સ્કૂલમાં શિક્ષક તરીકેની સેવા બજાવી ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં પોતાના ઉમદા શિક્ષણ વડે રોશની પાથરી દીધી હતી, ઘણા બધા દીવાઓ રોશન કરી દીધા હતા જેમાંના કેટલાક હજી આજે પણ ઝગમગે છે અને જ્યાં જ્યાં છે ત્યાં પોતાની રીતે રોશની પાથરી રહ્યા છે, અન્ય દીવાઓને રોશન કરી રહ્યા છે. ટંકારીઆની આ જ તો ખુશનસીબી છે કે એને આઇ.એમ.પટેલ જેવા એક બાહોશ, સૂફી સિફત અને આદર્શ શિક્ષક મળ્યા હતા.

ડૉકટર શુકલ

ઉમર ફારૂક ચામડ ટંકારવી

આપણા ગામમાં એક ઓલિયા સિફત ડૉકટર શુકલ આવી ગયા. તેમની સેવાઓથી અનેક લોકો પરિચિત છે. વીસમી સદીમાં આવા પરગજુ ડૉકટરો ઘણાં ઓછા હશે. એમના વિષે એક પ્રસંગ સાંભળેલો.

ગામના મોટા ભીલવાડામાં ચોમાસામાં એક આદિવાસી ઓરતને સુવાવડનું દર્દ ઉપડયું. ખબર મળતાં વરસતા વરસાદમાં ડૉ શુકલ અડધી રાતે એની ઝૂંપડીમાં પહોંચી ગયા. અંધારી રાત, ચાલુ વરસાદ, નિ:સહાય ગરીબ ઓરત, દારૂણ ગરીબી. ડૉકટર શુકલે જાતે પેલી ઝૂંપડીનો ચૂલો કરાંઠીઓ ભાંગીને સળગાવ્યો. પાણી ગરમ કર્યું. જરૂરી ઇંજેકશનો પેલી દર્દથી કણસતી ઓરતને આપ્યાં. પછી ઝૂંપડીની બહાર મરઘીઓના ખોખાં પર બેઠા. પેલી ઓરતને ડિલિવરી થઇ, પછી ઘેર આવ્યા.

આજે ડૉ શુકલ હયાત નથી. આપણા ગામમાં એમનો વિદાય સમારંભ યોજાયેલો. હું પણ એ પ્રસંગે હાજર હતો. એ પ્રસંગે એમને વિદાયમાન આપતાં કોક ભાઇ બોલેલા:

જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર
નહીં તો રહેજે વાંઝણી,  મત ગુમાવીશ નૂર

ટંકારીઆના લોકો હંમેશાં આવા સેવાભાવી, નિરભિમાની મહામાનવને યાદ કરશે.