Aziz Tankarvi

અઝીઝ ટંકારવી

Aziz Tankarvi
Aziz Tankarvi

ગુજરાતીના જાણીતા કવિ અને પત્રકાર ભગવતીકુમાર શર્માના શબ્દોમાં “અઝીઝ ટંકારવી હરદિલ અઝીઝ ઇન્સાન છે. ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે કેટલા બધા ગઝલકારોની ગુજરાતી ભાષાને ભેટ ધરી છે! … અઝીઝ ટંકારવી ટંકારીઆના વતની એટલે એમની રગેરગમાં ગઝલ ન વહેતી હોય તો જ આશ્ચર્યજનક લેખાય. ગુજરાતી ગઝલનો ઇતિહાસ લખનારે રાંદેર, ટંકારીઆ સહિતના કેટલાક સ્થળ વિશેષોના ગઝલ-પ્રદાનની નોંધ લેવી પડશે.”

અઝીઝ ટંકારવી એક સારા ગઝલકાર ઉપરાંત સારા વાર્તાકાર અને પત્રકાર પણ છે. ‘સનદ વગરનો આંબો’ એ એમની ખૂબજ જાણીતી થયેલી ટૂંકી વાર્તા છે. “ગુજરાત ટુડે” દૈનિકના તંત્રી તરીકે વર્ષો સુધી સેવા બજાવી પોતાના સ્નેહાર્દ્ર, રચનાત્મક અને સર્જનાત્મક વ્યક્તિત્વ વડે પત્રકારત્વ ક્ષેત્ર એમણે એક નોખી જ છાપ ઊભી કરી હતી. ગઝલ લખે છે એટલું જ નહીં, ગઝલોનો આસ્વાદ પણ કરાવે છે. “ગઝલને દરવાજે” અને “ગઝલના ગુલમહોર”માં એમણે નામી-અનામી ગઝલકારોના અશૄઆરોનો આસ્વાદ કરાવવાનું સુંદર કામ કર્યું છે. આવાં તો એમણે પાંચેક સંપાદનો કર્યાં છે.

એપ્રિલ ૨૦૦૬માં એમનો પ્રથમ ગઝલસંગ્રહ “અટકળનો દરિયો” પ્રગટ થયો જે અહીં આખેઆખો પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તો માણો અઝીઝ ટંકારવીની ગઝલોની મજા!


અઝીઝ ટંકારવી – અટકળનો દરિયો