1 56 57 58 59 60 867

આપણા ગામના ઝુબેર યુસુફ સદથલાવાળા કે જેઓ હાલમાં રોજગાર અર્થે સાઉદી અરેબિયા ગયા હતા ત્યાં તેમને પેટને લગતી બીમારી થતા તેમના કફિલે તેમને તાત્કાલિક ઇન્ડિયા પરત મોકલી આપ્યા છે. તેમને અહીંયા ડોક્ટરોનો સંપર્ક કરતા તેમના પેટમાં આંતરડાઓમાં લોહીનું બ્લીડીંગ થતું ખબર પડતા તેમને તાત્કાલિક ધોરણે ઓપરેશનની જરૂરત ઉભી થઇ હોય તેમને ઓપરેશન માટે આશરે રૂપિયા ૨ લાખની જરૂરત હોય….. અગર આપ તેમને કોઈ પણ રકમ મદદ કરવા ઇચ્છુક હોય તો નીચે જણાવેલ ઇસમોનો સંપર્ક કરી આપ આપણી મદદ તેમની પહોંચાડી શકો છો.
૧. યુનુસ ગણપતિ ૯૮૨૪૧૮૩૯૧૪
૨. મુખ્તાર ખાંધિયા ૯૯૦૪૫૫૬૪૩૬

Zubair Yusuf Sadthalawala of our village, who had recently gone to Saudi Arabia for employment, got a stomach ailment and was immediately sent back to India by his guardian. When he contacted the doctors here, he found that he was bleeding in his stomach and intestines, and he needed an operation on an urgent basis. He needed about 2 lakh rupees for the operation. for any type of donation By doing this, you can contact following persons for help him.

  1. Yunus Ganpati : 9824183914

  2. Mukhtar Khandhiya 9904556436

હવામાનખાતા અનુસાર આવનાર ૩ – ૪ દિવસોમાં ગરમીનો પારો ૪૪ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. નીચે મુજબ કાળજી રાખવા તમામને અપીલ કરવામાં આવે છે.
૧. જરૂરી કામ વગર સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ઘર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે.
૨. આ દરમ્યાન વધુ પ્રમાણમાં છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું. લાંબા સમય સુધી તડકામાં ન રહેવું.
૩. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.
૪. ઠંડક વાળા સ્થળ પર સમયાંતરે આરામ કરવો.
૫. નાના બાળકો, વૃદ્ધો તેમજ સગર્ભા સ્ત્રીઓએ ખાસ ધ્યાન આપવું.

According to the weather report, the temperature is likely to reach 44 to 45 degrees Celsius in the next 3-4 days. All are requested to take care as follows.
1. It is advised not to leave the house from 9 am to 6 pm without necessary work.
2. Consuming large amount of buttermilk or other liquids during this time. Do not stay in the sun for a long time.
3. Wear light colored cotton clothes.
4. Rest periodically in a cool place.
5. Special attention to young children, elderly and pregnant women

ટંકારીઆ ગામની નવસર્જન વિકાસ પેનલ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાલમાં ૧૫માં નાણાપંચની તાલુકા કક્ષાની વર્ષ ૨૦૨૧-૨૨ ની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાંથી તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર ની દરખાસ્તથી મંજુર થયેલ કચરા કલેક્શન માટે એક ટ્રેલર ના લોકાર્પણવિધિનો કાર્યક્રમ તા. ૮/૫/૨૩ ને સોમવારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તબક્કે ગ્રામ પંચાયત પરિવાર અબ્દુલ્લાહ ટેલરનો તમામ ગ્રામજનો વતી આભાર વ્યક્ત કરે છે. આ ટ્રેલર નાના પાદર કુમારશાળાની બાજુમાં પીપળા સ્ટ્રીટની સામેના ભાગે મુખ્ય રસ્તા પર કચરા કલેક્શન માટે મુકવામાં આવ્યું છે જેનો જેતે વિસ્તારના સ્થાનિકોએ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.

આથી ભડભાગ કબ્રસ્તાન કમિટી તથા ભડભાગને લગતા તમામ બંધુઓને જણાવતા આનંદ થાય છે કે ભડભાગ કબ્રસ્તાનમાં દાખલ થતા જે ગળનાળું આવે છે તેની હાલત એકદમ બિસ્માર થઇ ગઈ હતી.. જેને તાત્કાલિક મરમ્મતની જરૂરિયાત હતી. મેં [ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા] ઝામ્બિયા સ્થિત આપણા ગામના સખીદાતા સિદ્દીક ઇબ્રાહિમ ઇપલીને આ બાબતે ધ્યાન દોરતા એમને મને આ કામ કરવાની સહમતી આપી તથા તેનો સંપૂર્ણ લીલ્લાહ ખર્ચ ઇપલી કુટુંબના તમામ મર્હૂમોના ઇસાલે સવાબ અર્થે સિદ્દીકે ઉપાડવા જણાવતા રમઝાનના પવિત્ર માસમાં ઈદ પહેલા આ કામ લગભગ પરિપૂર્ણ કરવામાં આવ્યું. આ તબક્કે હું ઝાકીરહુસૈન ઉમતા તથા ભડભાગ કબ્રસ્તાન કમિટી તથા ભડભાગને લગતા તમામ લોકો તરફથી સિદ્દીક ઇપલીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અલ્લાહ પાક આપને આનો અતિઉત્તમ બદલો બંને જહાંમાં અર્પે એવી અમારી દિલી દુઆઓ છે.

1 56 57 58 59 60 867