1 49 50 51 52 53 875

આજે ૧૦મી મહોર્રમ યાને યવમે આશુરા કે જે કરબલાની સરજમીન પર આપણા પ્યારા નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાનીસારોએ સત્ય કાજે શહાદત વહોરી હતી. તેમની યાદમાં યવમે આશુરાની ઉજવણી કરવામાં આવે છે. આજે સવારે ૮ વાગ્યેથી જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નફિલ નમાઝો, સલામ, અને દુઆઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો હાજર રહી ફૈઝીયાબ થયા હતા. ઠેર ઠેર શરબતની સબીલો પણ જોવા મળી હતી.

ગત રાત્રીએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લીધે ખેતરોના પાણી નીતરીને ગામની કાન્સમાં આવતા પાદરમાં તળાવ ઓવરફ્લો થઇ ગયું હતું અને તળાવનું પાણી પાદરમાં વહેતુ થઇ ગયું હતું. જેને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણીની રેલમછેલ થઇ જવા પામી છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુજ છે તો પાણીનો પ્રવાહ હજુ પણ વધે તેવી શક્યતાઓ નિવારી શકાય તેમ નથી. જો આ પ્રમાણે સતત વરસાદ પડવાનું ચાલુ રહેશે તો પાદરની નીચાણવાળી દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જાય તેવી સંભાવના છે. જેને કારણે દુકાનદારોના જીવ પડીકે બંધાઈ ગયા છે અને તેમના સાધનો, મશીનો વિગેરેને સુરક્ષિત કરવા મંદી પડ્યા છે. ઉત્તર દિશા ના ખેતરોના પાણીની આવક સતત ચાલુજ છે અને સીતપોણ કાન્સ પણ છલોછલ વહી રહ્યો છે. નાના ભુલકાઓને પાણીમાં છબછબિયાં કરવાની મજા પડી ગઈ છે. 

Last night there was heavy rain. Due to which the water from the fields was drained into the padar of the village and the lake overflowed and the water of the lake flowed into the padar. Due to which the water in the low-lying areas has become stagnant. As the rain continues even as this is written, the possibility that the water flow will rise further cannot be ruled out. If it continues to rain like this, there is a possibility of rainwater entering the low-lying shops of Padar. Due to which shopkeepers have been put at risk and there has been securing their tools, machines etc. The water income of the farms in the north direction continues continuously and the Sitpon Kans are also overflowing.  The little children have enjoyed splashing in the water.

ટંકારિયામાં આજે સવારથી જ વરસાદ ધીમીધારે રહેમનો પડી રહ્યો છે. મહદઅંશે વાતાવરણ ઠંડુ થઇ ગયું છે. આદુ મોંઘુ હોવાથી આદા વગરની ચાની ચુસ્કીઓ લેતા લેતા વરસાદની મજા પાદરમાં લોકો માની રહ્યા છે.

It has been raining slowly in Tankaria since this morning. The atmosphere has cooled to a large extent. As ginger is expensive, people in Padar are enjoying the rain by taking sips of tea without ginger.

ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદ મંદ મંદ પડી રહ્યો છે. ત્યારે આપણા વનવગડામાં જાણે ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય તેવું લાગે છે. ઢોર-ઢાખણ માટે પૂરતો લીલો ઘાસચારો તૈયાર થઇ ગયો છે. માણવા જેવા વનવગડામાં આજે એક લટાર મારવાનો અવસર સાંપડ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો તળે થોડા મનમોહક ચિત્રો કેમેરામાં કંડારી આપણી સમક્ષ રજુ કરીએ છીએ. ગ્રામ્યજીવનને ઉજાગર કરવા, એની મીઠી યાદને હૈયે ભરવા આ ચિત્રો પૂરતા છે. 

Monsoon season is in full swing and the rain is coming down slowly. With that it seems as if the earth has spread a green sheet in our farms. As farms are blooming with lush greenery, sufficient fodder has been prepared for cattle and livestock.

I had a chance to take a walk in the farm and an opportunity to take some pictures. Here I would like to bring to you some amazing snaps of monsoon in Tankaria captured in my camera. 

1 49 50 51 52 53 875