1 38 39 40 41 42 875

“એક તારીખ, એક ઘંટા, એક સાથ” અભિયાન અંતર્ગત ટંકારીઆ ગ્રામ પંચાયત અને આંગણવાડી-૪ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામ પંચાયતથી માંડી ગામના મુખ્ય રસ્તા, પી.એચ.સી. સેન્ટર, સબ સેન્ટર, કુમારશાળા, કન્યાશાળા ઉપરાંત આંગણવાડી ૧ થી ૭ સેન્ટરની આસપાસના વિસ્તાર તથા કોમ્યુનિટી હોલની આસપાસ સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકા સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલર, માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, તલાટી કમ મંત્રી ઘનશ્યામભાઈ તથા કુમારશાળા ટંકારીયાના માજી આચાર્ય મહેબૂબ જેટ, આંગણવાડીનો સ્ટાફ, આશાવર્કરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ અભિયાન સાથે સ્વચ્છતા પખવાડિયા તહેવારની ઉજવણીના ભાગ રૂપે સામુહિક રીતે એકતા અને દ્રઢતાનું કાર્ય હાથ ધર્યું હતું.
કાર્યક્રમના અંતે માજી સરપંચ ઝાકીરભાઈએ સ્વચ્છતાના મૂલ્યો અને લાભો વિશે સુંદર માર્ગદર્શન પ્રદાન કર્યું હતું. તેમજ ગ્રામ પંચાયત પાસે સાફસફાઈના જે કઈ સાધનો કાર્યરત છે તેનો તમામ ગ્રામવાસીઓએ લાભ લેવા વિનંતી કરી હતી.

ANAS ABDULLAH KHANDHIYA [COUSIN OF SALIM KHANDHIA BANKWALA] passes away at Bharuch. Inna Lillahe Wainna Ilayhe Rajeun. His Namaj e janaja will held at Bhadbhag graveyard at 4pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen. 

કસ્બા ટંકારીઆમાં તારીખ ૨૮ સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ ઇસ્લામી તારીખ ૧૨ રબીઉલ અવ્વલ ના રોજ ઈદ એ મિલાદ ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. કસ્બાની વિવિધ મસ્જિદોમાં સવારે સાડા ચાર વાગ્યાથી નાત શરીફ અને સલાતો સલામ માટે મોટી સંખ્યામાં આશિકાને નબી ભેગા થઇ ગયા હતા. આ સિલસિલો ફજરની અઝાન સુધી ચાલુ રહ્યો હતો. ફજરની નમાજ અદા કરી સવારે સાડાસાત વાગ્યે પાટણવાળા બાવા સાહેબના મકાનેથી બાવાની સદારતમાં આખા ગામમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. જે સમગ્ર ગામમાં ફરી “સરકાર કી આમદ મરહબા” જેવા ગગનચુંબી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું અને મુખ્ય બજારમાં જામા મસ્જિદ પાસે જુલૂસની પુર્ણાહુતી થઇ હતી. જાયરીનોએ જામા મસ્જિદમાં નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમના ઝુલ્ફે મુબારકની જિયારત કરી ફૈઝીયાબ થયા હતા.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨ ચાંદ સુધી ઈશાની નમાજ બાદ જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમની શાનમાં શાનદાર બયાનો પણ કરવામાં આવ્યા હતા. તેમજ ગામના નવયુવાનો દ્વારા ગામની વિવિધ મસ્જિદોમાં તેમજ મુખ્ય બજાર, પાદર તેમજ રસ્તાઓ ઉપર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નવયુવાનો એક બીજાને ઈદ એ મિલાદની શુભેચ્છાઓ પાઠવતા પણ નજરે પડ્યા હતા.

1 38 39 40 41 42 875